૩૩ કાવ્યો: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 421: Line 421:

{{સ-મ|૮–૪–૧૯૫૭}}

{{સ-મ|૮–૪–૧૯૫૭}}

</poem>
== ઘૂમે વંટોળિયો ==
<poem>
::::ઘૂમે વંટોળિયો,
ભમતો ભમે છે કોઈ ભૂત જાણે ભોળિયો!
આ રે મધ્યાહ્ન ધખે લૂખા વૈશાખમાં,
ઝાઝેરી ધૂળ, પાંદ, તરણાં લૈ કાખમાં
ઘૂમે છે; જો જો ઝઝૂમે ન આંખમાં!
અવગતિયો જીવ આ તે કોણે ઢંઢોળિયો?
ભડકો થૈ સૂરજમાં હમણાં સળગશે,
ક્યાંથી આવ્યો ને હવે કોને વળગશે?
ત્યાં તો સપાટ સૂતો! જાણ્યું ના ઠગશે!
આખો અવકાશ એણે અમથો રે ડ્હોળિયો!
{{સ-મ|૧૦–૫–૧૯૫૭}}

</poem>
== બ્રિટાનિયા! ==
<poem>
બ્રિટાનિયા! ઍટમ બૉમ્બ ફોડ્યો?
પૃથ્વી પરે શ્રેષ્ઠ પ્રજા તું ચારસો
વર્ષોથકી ને તુજ ભવ્ય વારસો
સંસ્કારનો, સંયમ કેમ છોડ્યો?
તારી સ્વયંસિદ્ધ હતી મહત્તા,
તેં અન્ય જેવો ભય કેમ રે વર્યો?
આ રાષ્ટ્રનો પ્રેમ નથી, અહં નર્યો!
સ્વમાનનું નામ, ચહે તું સત્તા!
‘પ્રશાંત’નો આ ફળશે પ્રયોગ –
જો અંતમાં અન્ય પ્રયોગ નિષ્ફલ
આ માનવીસંસ્કૃતિનો જશે? છલ!
આ વંચના! કેવલ આત્મભોગ!
પ્હેલ્લો ધડાકો! નવ આંખ રોઈ?
છેલ્લો ધડાકો સુણશે ન કોઈ!
{{સ-મ|૧૭–૫–૧૯૫૭}}

</poem>
== આવો અગર ન આવો ==
<poem>
આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જોકે સદાય આવો એવી અમારી અરજી!
આવ્યા અનેક વેળા, આનંદ શોય એથી
કે ‘આવશો સદા’ એ સપનું ગયા છો સરજી!
ને જો હવે ન આવો તો શું થશે અમારું?
કેવી રીતે જિવાશે? – એવા અમે ન ગરજી!
આવો અગર ન આવો જેવી તમારી મરજી,
જોકે સદાય આવો એવી અમારી અરજી!
{{સ-મ|મે ૧૯૫૭}}

</poem>
== ટેકરીની ટોચ પર ==
<poem>
ટેકરીની ટોચ પર ચોથે માળ
વસું મિત્ર મડિયાને ઘેર,
ત્રણ બાજુ ઊછળતો અબ્ધિ
અને એક બાજુ મુંબઈ શું શ્હેર.
સુણી રહું ઘેરું ઘેરું ઘૂઘવતો
અબ્ધિ અહીં દિનરાત ગાય,
જોઈ રહું ક્ષિતિજ પે ઝૂકી ઝૂકી
આભ જે આ મૂગું મૂગું ચ્હાય.
નીચે ત્યાં શું નગરજનોની
નસનસે હશે તરંગનો તાલ?
પરસ્પર મિલનમાં માનવીને
ઉર હશે આવું કોઈ વ્હાલ?
{{સ-મ|૪–૬–૧૯૫૭}}

</poem>
== પૂંઠે પૂંઠે ==
<poem>
કોણ રે આ આવી રહ્યું પૂંઠે પૂંઠે?
ક્ષણે ક્ષણે પથ પર કોનો તે આ પદધ્વનિ ઊઠે?
નથી કોઈ સંગ,
નયનમાં નથી કોઈ સ્વપનનો રંગ;
હૃદયમાં નથી કોઈ ગતનું રે ગીત,
કેવળ છે સાંપ્રતની પ્રીત;
નથી કોઈ યાદ,
ઓચિંતાનો તોયે કોનો કરુણ આ સાદ –
‘મને મેલી જાય છે ક્યાં આગે આગે?’?
ઓચિંતાનો કોનો તે આ હાથ પડે ખભે?
:::::   કેવો ભાર લાગે!
પાછળ હું જોઉં છું તો કોઈ ક્યાંય શોધ્યુંયે ન જડે,
અલોપ જે જોતાંવેંત
એવું તે આ કોનું પ્રેત?
આગળ આ તો યે કોનો પડછાયો પડે?
ક્ષણે ક્ષણે પથ પર કોનો તે આ પદધ્વનિ ઊઠે?
કોણ રે આ આવી રહ્યું પૂંઠે પૂંઠે?
{{સ-મ|જૂન ૧૯૫૭}}

</poem>
== હું ને  – ==
<poem>
હું ને મારો પડછાયો,
પણ રાતે જ્યાં દીપક બૂઊયો
હું ત્યાં એકલવાયો!
{{સ-મ|૧૯૫૭}}

</poem>
== નિન્દું ન હું ==
<poem>
નિન્દું ન હું કંટકને કદી હવે!
છો અન્યથા સૌ કવિઓ કવે – લવે!
હું કેમકે કંટકથી સવાયો
ગુલાબની ગંધ થકી ઘવાયો!
{{સ-મ|૧૯૫૭}}

</poem>
== ચાલ, ફરીએ ==
<poem>
::::::ચાલ, ફરીએ!
માર્ગમાં જે જે મળે તેને હૃદયનું વ્હાલ ધરીએ!
::::બ્હારની ખુલ્લી હવા
::::આવે અહીં, ક્યાં લૈ જવા?
::::જ્યાં પથ નવા, પંથી નવા;
એ સર્વનો સંગાથ છે તો નિત નવા કૈં તાલ કરીએ!
::::એકલા ર્હેવું પડી?
::::આ સૃષ્ટિ છે ના સાંકડી!
::::એમાં મળી જો બે ઘડી
ચ્હાવા વિશે, ગાવા વિશે; તો આજની ના કાલ કરીએ!
::::::ચાલ, ફરીએ!
{{સ-મ|૧૯૫૭}}

</poem>
== ફરવા આવ્યો છું ==
<poem>
:::હું તો બસ ફરવા આવ્યો છું!
હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું?
:::અહીં પથ પર શી મધુર હવા
:::ને ચહેરા ચમકે નવા નવા!
:::– રે ચહું ન પાછો ઘેર જવા!
હું ડગ સાત સુખે ભરવા, અહીં સ્વપ્નમહીં સરવા આવ્યો છું!
:::જાદુ એવો જાય જડી
:::કે ચાહી શકું બે ચાર ઘડી
:::ને ગાઈ શકું બે ચાર કડી
તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું!
:::હું તો બસ ફરવા આવ્યો છું!
{{સ-મ|૧૯૫૭}}

</poem>
== સદ્ભાગ્ય ==
<poem>
સદ્ભાગ્ય શું હોય મનુષ્ય હોવું?
ક્ષણેક આનંદ, સદાય રોવું;
ક્ષણેકનું યૌવન, વૃદ્ધ થૈ જવું;
ક્ષણેકનો પ્રેમ, સદાય ઝૂરવું;
ક્ષણેક જે પ્રાપ્ત, સદાય ખોવું;
સદ્ભાગ્ય શું હોય મનુષ્ય હોવું?
સદ્ભાગ્ય શું ન્હોય મનુષ્ય હોવું?
સૌંદર્ય જ્યાં નિત્ય નવીન જોવું,
જ્યાં કાવ્યમાં પ્રેમ ન મૃત્યુયુક્ત
ને શિલ્પમાં યૌવન કાલમુક્ત,
ધરા અહો ધન્ય, ન સ્વર્ગ મ્હોવું;
સદ્ભાગ્ય શું ન્હોય મનુષ્ય હોવું?
{{સ-મ|૧૯૫૭}}

</poem>
== વિદાયવેળા ==
<poem>
વિદાયવેળા નવ કો વ્યથા હો!
નિ:શ્વાસ ના, નીર ન હોય નેણમાં;
ના મ્લાન એકે મુખરેખ, વેણમાં
કૃતઘ્નતાની નવ કો કથા હો!
બે માનવીનું મળવું – અનન્ય!
એમાં ય જો આદરસ્નેહ સાંપડે,
ના સ્વર્ગ અન્યત્ર, સદાય ત્યાં જડે;
કૃતાર્થ આ જીવન, પર્વ ધન્ય!
અહીં મળે માનવ જે ગમી જતું
જોતાં જ, તો બે ક્ષણ ચાહી લેવું!
અને પછી સંગ ઉરે રમી જતું
જો ગીત, તો બે ક્ષણ ગાઈ લેવું!
હો ધન્ય સૌ માનવલોકમેળા,
કૃતજ્ઞતા માત્ર વિદાયવેળા!
{{સ-મ|૧૯૫૭}}

</poem>
== આ હાથ ==
<poem>
આ હાથ મારો પ્રિય મૃત્યુને વર્યો!
પરંતુ એ જે ક્ષણથી તને ગમ્યો,
તારા વળી હાથ વિશે રહી રમ્યો,
રે ત્યારથી તો નિત અમૃતે ભર્યો!
{{સ-મ|૨૭–૭–૧૯૫૭}}

</poem>
</poem>
18,450

edits

Navigation menu