18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 517: | Line 517: | ||
ને અસલ જે ચહેરો તેને ચેરો; | ને અસલ જે ચહેરો તેને ચેરો; | ||
હવે તમે જ કહો, તમે કોઈનાય મિત્ર છો ? | હવે તમે જ કહો, તમે કોઈનાય મિત્ર છો ? | ||
{{સ-મ|૨૦૦૫}}

</poem> | |||
== ગમતું નથી == | |||
<poem> | |||
તમને ક્યાંય ગમતું નથી, | |||
તમારું મન તમારા મનમાંય તે રમતું નથી. | |||
કાલની સ્મૃતિઓ શું ડંખે છે ? | |||
તમારું મન કશું ઝંખે છે ? | |||
તમારું મન હવે શું તમનેય તે નમતું નથી ? | |||
તમારે શું ક્યાંય જવું નથી ? | |||
જ્યાં છો ત્યાંથી દૂર થવું નથી ? | |||
તમારું મન હવે શું શૂન્યમાંય તે શમતું નથી ? | |||
{{સ-મ|૨૦૦૫}}

</poem> | |||
== આરંભ કે અંત ? == | |||
<poem> | |||
ક્હેશો મને આ તે આરંભ કે અંત ? | |||
તમે જેમ ચાલો, તેમ પંથ લાંબો; | |||
પછી જે આંબવું તેને ક્યારે આંબો ? | |||
તમે ચાલવાનો નહિ મેલો તંત ? | |||
અંતમાં આરંભ, આરંભમાં અંત ? | |||
તમે મેલો હવે એવી બધી ખંત, | |||
આપણું આ આયુ નથી કૈં અનંત. | |||
{{સ-મ|૨૦૦૫}}

</poem> | |||
== વિરામચિહ્નો == | |||
<poem> | |||
તમે પત્રમાં ચીતર્યો’તો પ્રશ્નાર્થ, | |||
મેં ચીતર્યું’તું આશ્ચર્ય; | |||
પછી તમે પત્રમાં ચીતર્યું’તું આશ્ચર્ય, | |||
મેં ચીતર્યો’તો પ્રશ્નાર્થ; | |||
હવે કશું ચીતરવા – કરવાનું રહ્યું ? | |||
હવે માત્ર પૂર્ણવિરામના મૌનમાં જ સરવાનું રહ્યું. | |||
{{સ-મ|૨૦૦૫}}

</poem> | |||
== અંતે તમે હાર્યા == | |||
<poem> | |||
આરંભથી જ મેં તો તમને ન્હોતા વાર્યા ? | |||
પણ ત્યારે તમે મારું માન્યું નહિ, | |||
તમે તો બસ જે ક્હો, જે કરો તે જ સહી; | |||
ત્યારે મેં તમને આવા ન્હોતા ધાર્યા. | |||
જ્યારે મેં કહ્યું, ‘બહુ સાંકડી છે આ પ્રેમગલી, | |||
એમાં શક્ય નથી એકસાથે આપણે બે જણે જવું, | |||
અશક્ય છે એમાં પાર થવું, | |||
એ ક્યારેય ક્યાંય કોઈનેય નથી ફળી.’ | |||
ત્યારે તમે માન્યું હું તમને હસી રહ્યો, | |||
તમારાથી દૂર ખસી રહ્યો, | |||
ત્યારે તમે આંસુ સાર્યાં. | |||
જ્યારે મેં કહ્યું, ‘આ પ્રેમે તો કેટલાયને માર્યા.’ | |||
ત્યારે તમે માન્યું કે તમને ક્યાં કોઈ ભય છે. | |||
‘ચેતો !’, મેં કહ્યું, ‘હજુય સમય છે. | |||
આ પ્રેમે ક્યારેય ક્યાંય કોઈનેય નથી તાર્યા. | |||
હવે નક્કી કરો મરવું છે કે મરવું નથી ?’ | |||
ત્યારે તમે માન્યું, ‘આપણે હવે કશું કરવું નથી.’ | |||
ત્યારે અંતે તમે હાર્યા. | |||
{{સ-મ|૨૦૦૬}}

</poem> | |||
== અધવચ == | |||
<poem> | |||
મને હતું જ કે તમે આમ અધવચ અટકશો. | |||
આગળ જવું નથી ? ભલે ! પણ પાછા જવાશે નહિ, | |||
વરસો વહી ગયાં તે તો હવે પાછાં લવાશે નહિ, | |||
તમે જેવા હતા તેવા તો હવે પાછા થવાશે નહિ; | |||
તો પછી તમે સ્મૃતિ ને વિસ્મૃતિની વચ્ચે લટકશો. | |||
તમે અહીં લગી ચાલ્યા, એટલું બીજું ચલાશે નહિ, | |||
થાકી ગયા હો તો મારો આ હાથ ઝલાશે નહિ, | |||
તમે પથ્થર સમા થશો ને હવે જો હલાશે નહિ, | |||
તો પછી તમે જીવનભર શું શૂન્યમાં ભટકશો ? | |||
{{સ-મ|૨૦૦૬}}

</poem> | |||
== વિરહ == | |||
<poem> | |||
તમે કહ્યું, ‘મળો !’, મેં કહ્યું, ‘મળશું.’ | |||
પણ વર્ષોના વિરહ પછી આપણે પાછા વળશું ? | |||
એ તો એકમાત્ર વિધાતા જ કહી શકે, | |||
ભવિષ્યને કોણ લહી શકે ? | |||
બસ માત્ર બે જ શબ્દો ને વર્ષોનું મૌન ભાંગી જાય, | |||
કૈં કેટકેટલી કટુમધુર સ્મૃતિઓ જાગી જાય; | |||
મળતાં હતાં ત્યારે કૈં કેટલું મળતાં હતાં, | |||
એકમેકમાં કેવું ભળતાં હતાં. | |||
હવે પછી મળશું તો શું મળતાં હતાં તેમ જ મળશું ? | |||
પરસ્પર હળતાં હતાં શું તેમ જ હળશું ? | |||
એ મિલન શું વિરહના ફળ રૂપે ફળશે ? | |||
કે પછી બે જણ જાણે કદી મળ્યાં ન હોય તેમ મળશે ? | |||
{{સ-મ|૨૦૦૬}}

</poem> | |||
== મિલન == | |||
<poem> | |||
વર્ષોથી આપણે ન મળ્યાં, ન કશું કર્યું, | |||
વર્ષોથી આપણે તો માત્ર મૌન જ ધર્યું. | |||
મળ્યાં ત્યારે કેવું મળ્યાં, | |||
વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યાં. | |||
બોલ્યા ત્યારે એવું બોલ્યા, | |||
ક્ષણેકમાં પરસ્પરનાં હૃદય ખોલ્યાં. | |||
વિરહમાં યે સુખ હોય તે આજે માણ્યું, | |||
મૌન પણ મુખર હોય તે આજે જાણ્યું. | |||
{{સ-મ|૨૦૦૬}}

</poem> | |||
== એકાન્તમાં == | |||
<poem> | |||
એકને એક ક્હેવું, બીજાને બીજું, | |||
ને ત્રીજાને વળી ત્રીજું; | |||
જાતને કૈં જ ન ક્હેવું, | |||
તમારે તો બસ માત્ર જોઈ ર્હેવું. | |||
પછી પેલા ત્રણે ક્યાંક મળી ગયા, | |||
તમે જે કહ્યું તે કળી ગયા. | |||
તમે જે કર્યું તે વ્યર્થ ગયું, | |||
તમારે જાણવું છે પછી શું થયું ? | |||
પછી ત્રણે ન’તો લડ્યા, ન’તો રડ્યા, | |||
પણ ત્રણે રસ્તે પડ્યા; | |||
હવે રહ્યું કશું જોવું ? | |||
તમારે તો હવે એકાન્તમાં રોવું ! | |||
{{સ-મ|૨૦૦૫}}
| {{સ-મ|૨૦૦૫}}

</poem> | </poem> |
edits