18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 126: | Line 126: | ||
{{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૩}}
| {{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૩}}

</poem> | |||
== નિર્વેદ == | |||
<poem> | |||
આપણો વિરહ એ વિચ્છેદ નથી, | |||
એથી સ્તો આપણને એનો કોઈ ખેદ નથી. | |||
મિલનમાં તો દેહનું અંતરપટ નડતું, | |||
વિરહના અવકાશમાં કશું નથી અડતું; | |||
મિલન ને વિરહમાં એટલો શું ભેદ નથી ? | |||
છતાં કદાચ ક્યારેક ક્યાંક મિલન જો થશે, | |||
એથી હરખ કે શોક જેવું કશું નહિ હશે; | |||
હવે શું આપણા બેમાં એટલો નિર્વેદ નથી ? | |||
{{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૩}}

</poem> | |||
== આવજો == | |||
<poem> | |||
જ્યારે જ્યારે તમારું મન માને ત્યારે આવજો ! | |||
આવો ત્યારે ‘આવું છું’ એવું કશું યે ના ક્હાવજો ! | |||
વર્ષો લગી મળતા’તા મળજો એ રીતે, | |||
મારી સાથે હળતા’તા હળજો એ પ્રીતે; | |||
મનમાં જે હોય તે ક્હેજો, મનને ના તાવજો ! | |||
હું તો તમને દેહ-મનથી વરી હતી, | |||
વિધાતાની વક્રતા તે પાછી ફરી હતી; | |||
હવે પછી આ વાત મનમાં કદી ના લાવજો ! | |||
{{સ-મ|માર્ચ, ૨૦૧૪}}

</poem> | |||
== અઠ્ઠયાશીમે == | |||
<poem> | |||
આયુષ્યના અઠ્ઠયાશી વર્ષો ગયાં, સૌ હેમખેમ ગયાં, | |||
હે અગ્નિ, તમે મારા અણુઅણુમાં છો, તમે જાણો છો એમ કેમ ગયાં. | |||
હે અગ્નિ, મને મોહ કે લોભ થયો ત્યાં તો તમે મને ટોક્યો, | |||
હજૂ તો હું કુમાર્ગે ગયો ન ગયો ત્યાં તો તમે મને રોક્યો, | |||
એથી સૌ વર્ષો જેમ બિન્દુથી બિન્દુ પ્રતિ સીધી રેખા જાય તેમ ગયાં. | |||
હે અગ્નિ, હવે પછી પદે પદે મારી પરે ધ્યાન ધરજો, | |||
અંતકાળે હું કહી શકું એમ કરુણાનું દાન કરજો | |||
કે મારાં સૌ વર્ષો જેમ આદિથી આદિ પ્રતિ વર્તુલ જાય એમ ગયાં. | |||
{{સ-મ|૧૮ મે, ૨૦૧૪}}

</poem> | |||
== નામ નથી == | |||
<poem> | |||
આપણી વચ્ચે જે સંબંધ છે એનું કોઈ નામ નથી, | |||
એ તો બાવન બાહેરો છે, વાણીનું કોઈ કામ નથી. | |||
એને કોઈ રૂપ નથી, આંખથી એ ન જોઈ શકાય, | |||
એના ઘાટ ઘડ્યા નથી, એને ક્યાંય ન પ્રોઈ શકાય; | |||
એ તો નિર્ગુણ છે, એને કોઈ અર્થ, કોઈ કામ નથી. | |||
એની સાથે તુલનામાં સુવર્ણનો કોઈ તોલ નથી, | |||
હીરા, મોતી ને માણેક એના જેવા અણમોલ નથી; | |||
એના મૂલ્યાંકન માટે કોઈ તોલા, કોઈ ગ્રામ નથી. | |||
{{સ-મ|જુલાઈ, ૨૦૧૪}}

</poem> | |||
== હવેથી હું તમને નહિ ચહું == | |||
<poem> | |||
તમે કહો છો, ‘હવેથી હું તમને નહિ ચહું’, | |||
ભલે ! પણ ‘હવેથી હું તમને નહિ ચહું’ એવું હું નહિ કહું. | |||
એથી આપણો આ પરસ્પરનો પ્રેમ કદી મરશે નહિ, | |||
ને તો પછી તમે જે કંઈ ક્હેશો એનો અર્થ સરશે નહિ; | |||
હું તમને ચાહ્યા જ કરીશ એથી હું તો એકલતા નહિ સહું. | |||
જેને કદી ન ચાહ્યું હોય એને પછી ચાહવું સોહ્યલું છે, | |||
જેને સદા ચાહ્યું હોય એને પછી ન ચાહવું દોહ્યલું છે; | |||
ચાહવું કે ન ચાહવું એવી દ્વિધામાં હું તો ક્યારેય નહિ રહું. | |||
{{સ-મ|જાન્યુઆરી, ૨૦૧૫}}

</poem> | </poem> |
edits