ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/દેવોનું કાવ્ય: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{Center|'''દેવોનું કાવ્ય'''}} ---- {{Poem2Open}} આ જ નામની પહેલી લેખમાળામાં મેં જે લખેલ...")
 
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
{{Center|'''દેવોનું કાવ્ય'''}}
{{SetTitle}}
----
{{Heading|દેવોનું કાવ્ય | કાકાસાહેબ કાલેલકર}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ જ નામની પહેલી લેખમાળામાં મેં જે લખેલું તે, રાત્રિની સમૃદ્ધિ જોઈને મને થયેલો આનંદ મારી `વાસરી'(ડાયરી) માટે શબ્દબદ્ધ કરતો હતો તે હતું. એ પ્રવૃત્તિ મારા નિજાનંદની, આત્મનેપદી અને `સ્વાન્ત:સુખાય’ હતી; જ્યારે આ નવી લેખમાળા પરસ્મૈપદી લખાણ છે. મને થયું કે આ વખતે અધ્યાપનશક્તિનો જરા ઉપયોગ કરું અને માત્ર સૂચનાઓ જ આપીને અટકું.

Line 47: Line 47:
‘देवस्य काव्यं पश्य न जजार न भ्रीयते।’
‘देवस्य काव्यं पश्य न जजार न भ्रीयते।’

{{Right|ઑક્ટોબર, ૧૯૩૮}}
{{Right|ઑક્ટોબર, ૧૯૩૮}}<br>

{{Center|'''૨'''}}
{{Center|'''૨'''}}
Line 74: Line 74:
દક્ષિણ બાજુએ ઉપર જોવાથી તો અનેક કોહિનૂરોથી શોભતી ગોવલકોંડાની ખાણ જણાશે. આપણી કલ્પના અહીં પણ અનેક આકૃતિઓની રચના કરી શકે છે. કોઈને પૂછ્યા વિના આપણી કલ્પનાને દોડવા દેવી જોઈએ. વેદકાળના ઋષિઓ, ઇજિપ્ત અને એબિસિનિયાના હબસીઓ, ખાલ્ડિયાના જ્યોતિષીઓ અને ચીનના મંડારિનો (પંડિતો) જ્યારે આકાશ તરફ જોતા હતા ત્યારે તેમને શીખવનાર કોણ હતું? આશ્ચર્ય પામી તેમણે જોયું, જોઈને કલ્પના દોડાવી અને ધીરે ધીરે નક્ષત્રવિદ્યા વિકાસ પામી. આપણે પણ તે જ ઋષિઓનું અને અરબ મુસાફરોનું અનુકરણ કરવું જોઈએ. આમ પોતાની નક્ષત્રવિદ્યાનો ઠીક ઠીક પ્રારંભ થયા પછી બીજાઓની મદદ લેવી જોઈએ. વાચકો પોતાની જિજ્ઞાસાવૃત્તિને જાગ્રત કરી સવાર-સાંજ રાતના આઠ વાગ્યે તથા મળસકે પાંચ વાગ્યે કેવળ દસ દસ મિનિટ આપશે તો તેમને અમૂલ્ય રત્નલાભ થશે. થોડોક સમય અને થોડુંક ધ્યાન અપાય તો પછી એથી કંઈ વિશેષ આપવું પડશે નહીં. બાકીનું બધું મફત જ મળી શકશે.

{{Right|નવેમ્બર, ૧૯૩૮}}
{{Right|નવેમ્બર, ૧૯૩૮}}<br>

{{Center|'''૩'''}}
{{Center|'''૩'''}}
Line 100: Line 100:
शुनो दिव्यस्य यत् म: तेन ते हविषा विधेम॥

{{Right|`સર્વોદય’, જાન્યુઆરી, ૧૯૩૯}}
{{Right|`સર્વોદય’, જાન્યુઆરી, ૧૯૩૯}}<br>

{{Center|'''૪'''}}
{{Center|'''૪'''}}
Line 115: Line 115:
હું આ નોંધ લખી રહ્યો છું ત્યારે શુક્રની પાછળ પાછળ મસ્તક ઊંચું કરનાર બુધ દેખાય છે. પણ વાચકોના હાથમાં `સર્વોદય’ પહોંચતાં પહેલાં તો બુધ અસ્ત થઈ જશે. અર્થાત્ બુધ દર્શન આપે તે પહેલાં તો ઉષા પ્રસન્નતાથી હસવા લાગશે અને સૂર્ય પણ આકાશ પર પોતાનો અધિકાર જમાવી દેશે.

{{Right|`સર્વોદય’, ફેબ્રુઆરી ૧૯૩૯}}
{{Right|`સર્વોદય’, ફેબ્રુઆરી ૧૯૩૯}}<br>

{{Center|'''૫'''}}
{{Center|'''૫'''}}
Line 136: Line 136:
જે નક્ષત્રો ઉત્તર ધ્રુવની તદ્દન નજીક હોય છે તેઓ તો ત્રણસો ને સાઠ દિવસ ક્ષિતિજ ઉપર જ રહે છે. એમને માટે ઉદય-અસ્ત છે જ નહીં.

{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/ઉભયાન્વયી નર્મદા|ઉભયાન્વયી નર્મદા]]
|next = [[ગુજરાતી નિબંધ-સંપદા/કાકાસાહેબ કાલેલકર/ઓતરાતી દીવાલો|ઓતરાતી દીવાલો]]
}}
19,010

edits

Navigation menu