887
edits
HardikSoni (talk | contribs) (Created page with "યાચે શું ચિનગારી, મહાનર, યાચે શું ચિનગારી? ... મહાનર યાચે. ચકમક-લોઢું...") |
HardikSoni (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | |||
કેમે ના લોપાય સ્મરણથી સમરકંદ-બુખારા : | |||
મધરાતે મધુ નીંદરમાંયે સમરકંદ-બુખારા! | |||
મહેતાજી ભૂગોળ શીખવે, નકશો મોટો ખોલી, | |||
અમે કરી ભૂંગળ કાગળની દેતા કંઈ કંઈ બોલી : | |||
`શીખી રહ્યા ભૂગોળ હવે, કરની ભૂંગળ નકશાની!' | |||
ચૂપ કરી દેતી પણ ભોગળશી સોટી શયતાની. | |||
ભલે ભાઈ, ભૂગોળ ભણીશું, બે કર લમણે મેલી, | |||
મહેતાજીએ નદી અને ડુંગરની વાત ઉકેલી. | |||
મુસાફરીઓ કૈંક કરાવી, ધરતી પર, દરિયામાં : | |||
પગે, ગાડીએ, વ્હાણે નહિ, પણ આંગળીએ નકશામાં. | |||
—નકશામાં જોયું તે જાણે જોયું ક્યાં? ન કશામાં!— | |||
શ્હેર હથેળી જગા ઉપર તો કંઈનાં કંઈ જ બતાવ્યાં; | |||
ઊભો કરીને પૂછ્યું મને કે, `કહે શ્હેર એ શાં શાં?' | |||
`નિશાળ નાની! ટિચૂકડો આ નકશો! એમાં શ્હેરાં?'— | |||
બોલું ત્યાં તો તરત હથેળીમાં દેખાડ્યા તારા! | |||
રોતાં રોતાં ઝટપટ વાંચી, બોલી શ્હેર જવાયાં : | |||
`કાબુલ, બલ્ખ, કંદહાર ને સમરકંદ-બુખારા!' | |||
કદી ભુલાશે નહિ બાપલા! સમરકંદ-બુખારા! | |||
—સોય તણી ના ઠરે અણી પણ, ત્યાં એ શ્હેર વસેલાં?! | |||
સોયઅણીપુર કુમારિકા જગ્યા પર કર્ણ સૂતેલા!— | |||
હા, હા! એવું હશે કૈંક આ! ત્યાં સોટીચમકારા. | |||
`સા'બ, બરાબર યાદ મને છે સમરકંદ-બુખારા.' | |||
કૉલેજમાં પ્રોફેસર આવી કવિતા કૈંક શિખાવે, | |||
નવી વાતથી રીઝવી સૌને, પોતાનેય રિઝાવે; | |||
ચીપી ચીપી વાત કરે, —એ વાત બધીય ગુલાબી. | |||
કહે : `એક ઇશ્કી પૂર્વે ક્હેતો'તો શાહ શરાબી : | |||
બદન પરે કાળા તલવાળી સનમ રીઝે, તો સારા | |||
દઈ દઉં એ તલ પર વારી સમરકંદ-બુખારા.' | |||
સમજાયું ના, તલની લતમાં આવા તે શું બખાળા? | |||
—પગ આગળ વૈકુંઠ હોય પણ વૃંદાવનને માટે | |||
ગોપી એ છોડી દે, તલની વાત હશે એ ઘાટે?— | |||
બે- | પણ આલમમાં ગૌર ડિલે તલ હશે જેટલા કાળા, | ||
હશે તેટલાં વારી દેવા સમરકંદ-બુખારા? | |||
થંભી મારી ત્યાં જ મૂંઝાઈ નવરી વિચારમાળા, | |||
પણ સાંભરતાં ના થંભ્યાં રે સમરકંદ-બુખારા! | |||
હથેળી બળવા લાગી ચમચમ, સુણ્યા જૂના હોંકારા,— | |||
`મારો ના, સાહેબ! યાદ છે સમરકંદ-બુખારા!' | |||
આજે આંખ જરીક મીંચતાં સ્મરણ થાય કંઈ તાજાં, | |||
નજર આગળે તરવરતા ખુલ્લા જંગી દરવાજા; | |||
જોતાં સાથે લીધ પિછાણી સમરકંદ-બુખારા. | |||
ઊંટપીઠે નોબત ગડગડતી, કંઈ પડછંદ નગારાં | |||
શોર કરે, ને પડઘમ ગાજે, બાજે કંઈ રણશિંગાં; | |||
એક પછી બીજાં સૌ નીકળી ચાલ્યાં લશ્કર ધિંગાં. | |||
ધીમે ધીમે સરી જતી પળમાં એ જંગસવારી, | |||
આંખ ઉઘાડું તો સામે દેખું અધખૂલી બારી. | |||
જોયા ત્યાં ગગને તગતગતા ધોળે દિવસે તારા, | |||
અરે! પડ્યાં છે પાછળ મારી સમરકંદ-બુખારા! | |||
પૂનમચાંદનીમાં સૂતો'તો અગાશીએ એકાકી, | |||
સ્વપ્નામાં ઓચિંતો શાથી ઝબકી ઊઠ્યો જાગી! | |||
પુરબહાર જ્યોત્સ્ના નીરખીને સહજ દિલડું મોહ્યું, | |||
ને કલંક જાણે તલ જેવું ચંદરમા પર જોયું! | |||
ક્યાંથી ત્યાં તો થઈ રહ્યા રે સ્મરણોના ઠમકારા, | |||
શરાબ છલછલ પ્યાલીભર એ સમરકંદ-બુખારા! | |||
એ શરાબની ભરભર પ્યાલી, કે એ જંગસવારી, | |||
કે કાળા તલવાળી પેલી માશૂક તુર્ક-શિરાઝી, | |||
પોતા પર આલમ આખી ચકચૂર હશે કરનારાં | |||
ભલે! પરંતુ મને સાંભરે સોટીના ચમકારા; | |||
ને ચમકારે મહેતાજીએ નક્શાનાં પરભારાં | |||
ભેટ દીધેલાં શ્હેર એ બે સમરકંદ-બુખારા! | |||
ભણ્યો હતો હું કંઈક `ગામડાં', યાદ રહ્યાં આ બે કાં? | |||
સૂતાં, સ્વપ્ને કે જાગરણે, ઘડી ઘડી પજવે કાં? | |||
ઇસ્પહાન, તેહરાન હતાં શાં ખોટાં? કેમ ભુલાયાં? | |||
કંચનજંઘા, ઉમાશિખર વા કેમ હશે વીસરાયાં? | |||
ને એથીયે સંગીતમય છે કેન્યા-કિલિમાન્જારો, | |||
શે તોયે આ બે જ સાંભરે? મૂકે ન કેડો મારો! | |||
જરી ભૂલવા કરું તહીં તો વાગે છે ભણકારા, | |||
મગજ-બારણે બજે ટકોરા સમરકંદ-બુખારા! | |||
મધરાતે મધુ નીંદરમાંયે સમરકંદ-બુખારા! | |||
નિશદિન મારે સ્મરણે રણકે સમરકંદ-બુખારા! | |||
{{Right|વીસાપુર જેલ, ૧-૭-૧૯૩૨}}</poem> |
edits