કવિની ચોકી/1: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 31: Line 31:
સાંસ્કૃતિક અને સાહિત્યિક ક્ષેત્રે ગાંધીજી કવિની દોરવણી અને વિચારોની પૃચ્છા કરતા રહ્યા. આ ગાળામાં ગાંધીજીએ સ્વભાષા અને હિંદીમાં આંતરપ્રાંતીય વ્યવહાર તથા જ્ઞાન-સાહિત્યના સર્જન વિશે પોતાના વિચારો સ્પષ્ટ કરવા ચાહ્યા. અન્ય વિદ્વાનો ઉપરાંત તેમણે કવિ ટાગોરને આંતરપ્રાંતીય વ્યવહાર માટે હિંદીની અનિવાર્યતા વિશે પૂછ્યું. કવિએ જવાબમાં લખ્યું; "એકમાત્ર શક્ય એવી રાષ્ટ્રીય ભાષા હિન્દી જ છે; પરંતુ મને લાગે છે કે લાંબા સમય સુધી આપણે એ વાતને ફરજિયાત બનાવી શકીશું નહીં.’’24

પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. દેશમાં પણ નવો જુવાળ જોવામાં આવી રહ્યો હતો. ચંપારણ, અમદાવાદ અને ખેડાની સફળતાને પગલે ગાંધીજી દેશના અગ્રગણ્ય નેતા જ નહીં પણ નવા વિચારો અને આશાના અગ્રદૂત તરીકે ઊભરી રહ્યા હતા. આ સમયે કવિએ વિદેશ પ્રવાસનો કાર્યક્રમ ઘડ્યો. ગાંધીજીને લાગ્યું કે આવા સંક્રાંતિકાળે દેશમાં તેની શ્રેષ્ઠ વ્યક્તિઓની હાજરી આશીર્વાદરૂપ બને. કદાચ, તેમને આશંકા પણ હતી કે યુદ્ધ સમયે, રાષ્ટ્રવાદથી રંગાયેલું પશ્ચિમ કવિનો સંદેશો સાંભળવામાં સંકોચ રાખશે. કવિ પોતે સંકુચિત રાષ્ટ્રવાદ પ્રત્યે અસમંજસ ધરાવતા હતા, અને વિશ્વયુદ્ધે તેમને રાષ્ટ્રવાદ પ્રત્યે વધુ વિહ્વળ બનાવ્યા હતા. ગાંધીજીએ તેઓને દેશ ન છોડવા વિનંતી કરી. ગુરુદેવ ઍન્ડ્રૂઝને સાથે લેઈ જવા માંગતા હતા. ચાર્લી ઍન્ડ્રૂઝ ગિરમીટના સવાલનો ઝીણવટભર્યો અભ્યાસ કરી ગાંધીજીની ચળવળને મોટું પીઠબળ આપી રહ્યા હતા. તેમની સંભવિત ગેરહાજરી પણ કદાચ ગાંધીજીને સાલી. ગુરુદેવને લખ્યું; ‘‘ઍન્ડ્રૂઝ તમારે પડખે હોય તો તમને બહુ શાતા રહે. તમને જરૂર હોય ત્યાં સુધી તમારી પાસે એને રાખશો.’’25 પણ તરત જ તેમણે કવિને દેશ ન છોડવા લખ્યું. ‘‘આપણે અત્યારે દેશમાં મહાન ફેરફારને ઊંબરે ઊભા છીએ. દેશના નવજન્મને ટાંકણે સઘળાં શુદ્ધ બળોની હાજરી દેશમાં હોય તે મને ગમે. તેથી દેશમાં જ કોઈ જગ્યાએ આરામ મળી શકે એમ હોય તો હું તમને અને ઍન્ડ્રૂઝને વીનવું કે તમે દેશમાં જ રહો અને અવારનવાર ઍન્ડ્રૂઝની મદદ પણ મને આપતા રહો.’’26 ગાંધીજીએ કેવળ સૂચના જ કરી તેમ નહીં, વિકલ્પ પણ બતાવ્યો. અંબાલાલ સારાભાઈના માથેરાનના બંગલામાં અથવા ઊટીમાં રહેવાની વ્યવસ્થા કરવા તૈયાર છે તેમ જણાવ્યું. ‘‘હું સૂચવું છું કે હાલ તુરત આપ માથેરાન રહેવા આવી જાવ અને ગરમીની બાકીની મોસમ ઊટીમાં ગાળવી કે કેમ તેનો નિર્ણય ત્યારબાદ કરો, એ વધારે ઠીક થઈ પડશે.’’27

આશ્રમમાં એક રાત્રિ
'''આશ્રમમાં એક રાત્રિ'''
કવિનું કુમારાવસ્થા બાદ ગુજરાતમાં પહેલી વાર આગમન અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ દરમિયાન થયું. 17 જુલાઈ, 1919ના રોજ અમદાવાદની સાહિત્ય સભાની કારોબારી બેઠકમાં આ પરિષદ ડિસેમ્બર માસમાં રાખવાનું નક્કી થયું.

ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળા સામે 22 ઑગસ્ટ, 1919ના રોજ ચૂંટણીમાં હાર્યા.28

18,450

edits

Navigation menu