18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
હિંદમાં પાયાની સમસ્યા એ છે કે અમારી પ્રજા ટોળાની જેમ જીવે છે. કોઈ સર્વસામાન્ય સર્જનાત્મક ક્રિયા છે જ નહીં. અમે કેવળ આ ભૂમિના કબજેદાર છીએ. અમે તેને અમારો દેશ કરવા કોઈ યત્ન કરતા નથી. હિંદની સાચી સમસ્યા એ છે કે અમારે, અમારા દેશને અમારી સ્વયંની રચના કરવી રહી; એવું સર્જન કે જેમાં દરેક કોમ અને દરેક વ્યક્તિ સહભાગી થઈ શકે. મેં શાંતિનિકેતનની આસપાસનાં ગામડાંના રહીશો સાથે એક સંસ્થા સ્થાપી છે. તેમાં હિંદુ અને મુસલમાન બંને સામેલ છે. અમે તેઓ વચ્ચે કોઈ ભેદ રાખતા નથી. અમે તેમને ગ્રામસફાઈ સુધારવાની, તબીબી સારવારની, ગ્રામ્ય શાળાઓ સ્થાપવાની અને સહકારી સંસ્થાઓ ઊભી કરવાની તાલીમ આપીએ છીએ, જેમાં હિંદુ અને મુસલમાન બંને સહકલ્યાણ માટે સાથે કામ કરે છે. કૉલકાતાનાં રમખાણો દરમિયાન એક મહત્વની ઘટના બની. મોટી સંખ્યામાં મુસલમાન ગુંડાઓને બહારથી બોલપુર લાવવામાં આવ્યા. એક તોફાની અફવા ફેલાઈ કે હિંદુ મંદિર પર હુમલો કરી તેનો નાશ કરવામાં આવશે. વિચિત્ર વાત તો એ બની કે અમારે પોલીસની મદદ સુધ્ધાં માંગવી ન પડી. અમે અમારા મુસલમાન કાર્યકર્તાઓ પાસે ગયા. આ લોકોમાં કોઈ કોમી દ્વેષ કે ઘૃણા નથી. આ મુસલમાન ગ્રામવાસીઓએ મુસલમાન ગુંડાઓને કોઈ પ્રકારે ધમાલ કરવા ન દીધી અને બાજુના ગામેથી જ પાછા મોકલી આપ્યા. | હિંદમાં પાયાની સમસ્યા એ છે કે અમારી પ્રજા ટોળાની જેમ જીવે છે. કોઈ સર્વસામાન્ય સર્જનાત્મક ક્રિયા છે જ નહીં. અમે કેવળ આ ભૂમિના કબજેદાર છીએ. અમે તેને અમારો દેશ કરવા કોઈ યત્ન કરતા નથી. હિંદની સાચી સમસ્યા એ છે કે અમારે, અમારા દેશને અમારી સ્વયંની રચના કરવી રહી; એવું સર્જન કે જેમાં દરેક કોમ અને દરેક વ્યક્તિ સહભાગી થઈ શકે. મેં શાંતિનિકેતનની આસપાસનાં ગામડાંના રહીશો સાથે એક સંસ્થા સ્થાપી છે. તેમાં હિંદુ અને મુસલમાન બંને સામેલ છે. અમે તેઓ વચ્ચે કોઈ ભેદ રાખતા નથી. અમે તેમને ગ્રામસફાઈ સુધારવાની, તબીબી સારવારની, ગ્રામ્ય શાળાઓ સ્થાપવાની અને સહકારી સંસ્થાઓ ઊભી કરવાની તાલીમ આપીએ છીએ, જેમાં હિંદુ અને મુસલમાન બંને સહકલ્યાણ માટે સાથે કામ કરે છે. કૉલકાતાનાં રમખાણો દરમિયાન એક મહત્વની ઘટના બની. મોટી સંખ્યામાં મુસલમાન ગુંડાઓને બહારથી બોલપુર લાવવામાં આવ્યા. એક તોફાની અફવા ફેલાઈ કે હિંદુ મંદિર પર હુમલો કરી તેનો નાશ કરવામાં આવશે. વિચિત્ર વાત તો એ બની કે અમારે પોલીસની મદદ સુધ્ધાં માંગવી ન પડી. અમે અમારા મુસલમાન કાર્યકર્તાઓ પાસે ગયા. આ લોકોમાં કોઈ કોમી દ્વેષ કે ઘૃણા નથી. આ મુસલમાન ગ્રામવાસીઓએ મુસલમાન ગુંડાઓને કોઈ પ્રકારે ધમાલ કરવા ન દીધી અને બાજુના ગામેથી જ પાછા મોકલી આપ્યા. | ||
હિંદમાં અમારું આ કર્તવ્ય છે. અમારે એવી સંસ્થાઓ બનાવવી રહી કે જેની મદદથી અમે અમારા દેશને પાછો અમારો કરી શકીએ. અમારે માનવીય થવું રહ્યું, યંત્રવત્ નહીં. આ વાતમાં મારે મહાત્માજી સાથે ભેદ છે. તેઓ માને છે કે કેવળ ચરખાથી બધું સંપન્ન થશે. મારે તો આખું ગ્રામ્યજીવન સાથે લેવું છે. શાંતિનિકેતનમાં મારો નાનો પ્રયોગ સફળ થાય તો આખા બંગાળ માટે પદાર્થપાઠ હશે. બધા ગ્રામ્ય યુવાનો –કેટલાક મુસલમાન, કેટલાક બ્રાહ્મણો, કેટલાક નિમ્ન જ્ઞાતિના –સાથે મળીને ગ્રામોદ્ધાર માટે કામ કરે છે. તેઓ સહકારના વાતાવરણમાં જીવે છે અને ઊછરે છે. તેઓ ભાવિ ગ્રામ્યજનો છે અને જો તેમને સહિયારા કલ્યાણ અને ઉદ્ધાર વિશે જાગ્રત કરી શકાય તો સમસ્યાનું નિરાકરણ થશે... આમાં સમય લાગશે પણ આ જ એક રસ્તો છે. મને ખાતરી છે કે શરૂઆતની મુશ્કેલીઓમાંથી પાર નીકળીએ અને એક વાર સફળતા હાથ લાગે તો આ કામ આગની જેમ ફેલાશે. પહેલાં દસ વરસ મુશ્કેલ હશે. અમારે ધીરજ ધરવી પડશે. | હિંદમાં અમારું આ કર્તવ્ય છે. અમારે એવી સંસ્થાઓ બનાવવી રહી કે જેની મદદથી અમે અમારા દેશને પાછો અમારો કરી શકીએ. અમારે માનવીય થવું રહ્યું, યંત્રવત્ નહીં. આ વાતમાં મારે મહાત્માજી સાથે ભેદ છે. તેઓ માને છે કે કેવળ ચરખાથી બધું સંપન્ન થશે. મારે તો આખું ગ્રામ્યજીવન સાથે લેવું છે. શાંતિનિકેતનમાં મારો નાનો પ્રયોગ સફળ થાય તો આખા બંગાળ માટે પદાર્થપાઠ હશે. બધા ગ્રામ્ય યુવાનો –કેટલાક મુસલમાન, કેટલાક બ્રાહ્મણો, કેટલાક નિમ્ન જ્ઞાતિના –સાથે મળીને ગ્રામોદ્ધાર માટે કામ કરે છે. તેઓ સહકારના વાતાવરણમાં જીવે છે અને ઊછરે છે. તેઓ ભાવિ ગ્રામ્યજનો છે અને જો તેમને સહિયારા કલ્યાણ અને ઉદ્ધાર વિશે જાગ્રત કરી શકાય તો સમસ્યાનું નિરાકરણ થશે... આમાં સમય લાગશે પણ આ જ એક રસ્તો છે. મને ખાતરી છે કે શરૂઆતની મુશ્કેલીઓમાંથી પાર નીકળીએ અને એક વાર સફળતા હાથ લાગે તો આ કામ આગની જેમ ફેલાશે. પહેલાં દસ વરસ મુશ્કેલ હશે. અમારે ધીરજ ધરવી પડશે. | ||
જ્યારે લોકો મને પૂછે છે કે હું મહાત્માજી સાથે શા કારણે નથી જોડાતો ત્યારે હું તેમને સીધો જવાબ આપતો નથી. હું મારા અંતરમાં જાણું છું કે અમારાં ગામોમાં કામ કરીને, અમારી સમસ્યાનું નિરાકરણ એ જ મારો જવાબ હશે. | જ્યારે લોકો મને પૂછે છે કે હું મહાત્માજી સાથે શા કારણે નથી જોડાતો ત્યારે હું તેમને સીધો જવાબ આપતો નથી. હું મારા અંતરમાં જાણું છું કે અમારાં ગામોમાં કામ કરીને, અમારી સમસ્યાનું નિરાકરણ એ જ મારો જવાબ હશે.’’<ref>રવીન્દ્રનાથ ટાગોર, My Life in My Own Words, (સંપાદક) ઉમા દાસગુપ્તા, PP. 245-247.</ref> | ||
કવિ સ્વરાજઆંદોલનને કેવળ ચરખા સાથે સાંકળે છે. શરૂઆતની ચર્ચાઓથી તેમનું આ મંતવ્ય અને વલણ રહ્યાં. તેમણે હિંદુ-મુસ્લિમ એકતાના મુદ્દાનો ગાંધીજીના પ્રયાસને કેવળ રાજકીય મંચ ઊભો કરવાનો પ્રયાસ ગણ્યો. આનાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાં છે જ નહીં તેમ તેઓએ દલીલ કરી. ગ્રામોદ્ધાર, કુટિર-ઉદ્યોગ, ગ્રામોત્થાન, ગ્રામસફાઈ, સહકારી પ્રવૃત્તિ આ બધા વિષયમાં ગાંધીજીના વિચાર અને તેમનાં કાર્ય, તે માટે શરૂ કરાયેલી સંસ્થાઓ વિશે તેઓ બેધ્યાન રહ્યા. કૉંગ્રેસ દ્વારા સંચાલિત રાજકીય ચળવળ સ્વરાજ આંદોલનના અનેક અંગમાંનું – જોકે રાજકીય આઝાદી માટે મહત્વનું – એક અંગ હતું અને સ્વરાજની કલ્પના અને તેના માટેના પ્રયાસ સર્વગ્રાહી હતા તે વિશે પણ કવિ ઓછા સહિષ્ણુ છે. | કવિ સ્વરાજઆંદોલનને કેવળ ચરખા સાથે સાંકળે છે. શરૂઆતની ચર્ચાઓથી તેમનું આ મંતવ્ય અને વલણ રહ્યાં. તેમણે હિંદુ-મુસ્લિમ એકતાના મુદ્દાનો ગાંધીજીના પ્રયાસને કેવળ રાજકીય મંચ ઊભો કરવાનો પ્રયાસ ગણ્યો. આનાં ધાર્મિક, સામાજિક અને સાંસ્કૃતિક પાસાં છે જ નહીં તેમ તેઓએ દલીલ કરી. ગ્રામોદ્ધાર, કુટિર-ઉદ્યોગ, ગ્રામોત્થાન, ગ્રામસફાઈ, સહકારી પ્રવૃત્તિ આ બધા વિષયમાં ગાંધીજીના વિચાર અને તેમનાં કાર્ય, તે માટે શરૂ કરાયેલી સંસ્થાઓ વિશે તેઓ બેધ્યાન રહ્યા. કૉંગ્રેસ દ્વારા સંચાલિત રાજકીય ચળવળ સ્વરાજ આંદોલનના અનેક અંગમાંનું – જોકે રાજકીય આઝાદી માટે મહત્વનું – એક અંગ હતું અને સ્વરાજની કલ્પના અને તેના માટેના પ્રયાસ સર્વગ્રાહી હતા તે વિશે પણ કવિ ઓછા સહિષ્ણુ છે. | ||
કવિ એમ કહે છે કે સર્જનાત્મક કાર્ય દ્વારા દેશની પ્રજાએ દેશને પોતાનો કરવાનો છે. આ સર્જનાત્મક કાર્ય ગ્રામઉદ્ધાર હોઈ શકે તેવું તેમના પોતાના શ્રીનિકેતનના પ્રયાસને આધારે તેઓ સ્વીકારે પણ છે. આ સિવાય બીજું સર્જનાત્મક કાર્ય શું હોઈ શકે તેની કોઈ ઝાંખી તેઓ આપતા નથી. રાજકારણ પણ સર્જનાત્મક હોઈ શકે, સત્યાગ્રહી પોતાના બલિદાનથી દેશનો કબજેદાર નહીં પણ તેનો નાગરિક બની શકે તે કવિના વિચારવિશ્વની બહાર રહે છે. વળી ચરખો પણ કેવળ આર્થિક ઉપાર્જનનું નહીં પણ એકતા અને સૂત્રયજ્ઞ દ્વારા સ્વાર્પણનું માધ્યમ બની શકે તે સ્વીકારવા તેઓ જરા પણ તૈયાર નથી. | કવિ એમ કહે છે કે સર્જનાત્મક કાર્ય દ્વારા દેશની પ્રજાએ દેશને પોતાનો કરવાનો છે. આ સર્જનાત્મક કાર્ય ગ્રામઉદ્ધાર હોઈ શકે તેવું તેમના પોતાના શ્રીનિકેતનના પ્રયાસને આધારે તેઓ સ્વીકારે પણ છે. આ સિવાય બીજું સર્જનાત્મક કાર્ય શું હોઈ શકે તેની કોઈ ઝાંખી તેઓ આપતા નથી. રાજકારણ પણ સર્જનાત્મક હોઈ શકે, સત્યાગ્રહી પોતાના બલિદાનથી દેશનો કબજેદાર નહીં પણ તેનો નાગરિક બની શકે તે કવિના વિચારવિશ્વની બહાર રહે છે. વળી ચરખો પણ કેવળ આર્થિક ઉપાર્જનનું નહીં પણ એકતા અને સૂત્રયજ્ઞ દ્વારા સ્વાર્પણનું માધ્યમ બની શકે તે સ્વીકારવા તેઓ જરા પણ તૈયાર નથી. | ||
1925થી 1930ના ગાળામાં ગાંધીજી અને કવિ ટાગોરનો પ્રત્યક્ષ સંબંધ, પત્રલેખન કે ચર્ચાપત્ર દ્વારા ઓછો રહ્યો. ગાંધીજી વખતોવખત કવિશ્રીનો ઉલ્લેખ તેમનાં ભાષણો અને લખાણોમાં કરતા રહ્યા. 13 ફેબ્રુઆરી, 1927ના રોજ ધૂળિયાની એક સભામાં ગાંધીજી રેંટિયો લઈને ગયા અને ભાષણ આપતી વખતે પોતે રેંટિયો ચલાવ્યો. આ વખતે તેમણે કવિ ટાગોરની 1920ની આશ્રમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો. ‘‘કવિવર ટાગોર જ્યારે આશ્રમમાં આવ્યા હતા ત્યારે પ્રાત: કાળે અમે એમને મળવાનો સમય રાખ્યો હતો. પ્રાર્થના કરી અને તેમને વિનંતી કરી, ‘કંઈ કહેશો ?’ તેમણે તો ન કંઈ પ્રસ્તાવના કરી. ન કાંઈ ભાષણ કર્યું, માત્ર તુરત જ પોતાનું એક મધુરું ભજન ગાવું શરૂ કર્યું અને તે પૂરું કરીને મૌન ધર્યું. એ તેમના વિનયની પરાકાષ્ઠા હતી. મધુર સંગીત વર્ષાવીને એમણે અમને તૃપ્ત કર્યા. આજે હું પણ તેમની રીતે તમારા પ્રેમનો બદલો વાળી રહ્યો છું. મારો રેંટિયો મારી વીણા છે. | 1925થી 1930ના ગાળામાં ગાંધીજી અને કવિ ટાગોરનો પ્રત્યક્ષ સંબંધ, પત્રલેખન કે ચર્ચાપત્ર દ્વારા ઓછો રહ્યો. ગાંધીજી વખતોવખત કવિશ્રીનો ઉલ્લેખ તેમનાં ભાષણો અને લખાણોમાં કરતા રહ્યા. 13 ફેબ્રુઆરી, 1927ના રોજ ધૂળિયાની એક સભામાં ગાંધીજી રેંટિયો લઈને ગયા અને ભાષણ આપતી વખતે પોતે રેંટિયો ચલાવ્યો. આ વખતે તેમણે કવિ ટાગોરની 1920ની આશ્રમની મુલાકાતનો ઉલ્લેખ કર્યો. ‘‘કવિવર ટાગોર જ્યારે આશ્રમમાં આવ્યા હતા ત્યારે પ્રાત: કાળે અમે એમને મળવાનો સમય રાખ્યો હતો. પ્રાર્થના કરી અને તેમને વિનંતી કરી, ‘કંઈ કહેશો ?’ તેમણે તો ન કંઈ પ્રસ્તાવના કરી. ન કાંઈ ભાષણ કર્યું, માત્ર તુરત જ પોતાનું એક મધુરું ભજન ગાવું શરૂ કર્યું અને તે પૂરું કરીને મૌન ધર્યું. એ તેમના વિનયની પરાકાષ્ઠા હતી. મધુર સંગીત વર્ષાવીને એમણે અમને તૃપ્ત કર્યા. આજે હું પણ તેમની રીતે તમારા પ્રેમનો બદલો વાળી રહ્યો છું. મારો રેંટિયો મારી વીણા છે.’’<ref>અ. દે., Vol. 33, P. 73</ref> | ||
પરસ્પર પૃચ્છા પણ ચાલુ રહી. 1 એપ્રિલ, 1928ના રોજ કવિના સ્વાસ્થ્યની ચિંતા કરતાં ગાંધીજીએ ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘ગુરુદેવને તમે યુરોપમાં લાંબો આરામ લેવાનું સમજાવી ન શકો ? આટલી બધી ઝડપથી વૃદ્ધ થઈ જવાનું તેમને માટે કાંઈ કારણ નથી. | પરસ્પર પૃચ્છા પણ ચાલુ રહી. 1 એપ્રિલ, 1928ના રોજ કવિના સ્વાસ્થ્યની ચિંતા કરતાં ગાંધીજીએ ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘ગુરુદેવને તમે યુરોપમાં લાંબો આરામ લેવાનું સમજાવી ન શકો ? આટલી બધી ઝડપથી વૃદ્ધ થઈ જવાનું તેમને માટે કાંઈ કારણ નથી.’’<ref>અ. દે., Vol. 36, P. 176</ref> 11 એપ્રિલે ફરી વાર ઍન્ડૂઝને લખ્યું; ‘‘ગુરુદેવ આટલા બધા બીમાર છે અને તેમને લોહીનું દબાણ વધ્યું છે એ ખૂબ જ દુ:ખદાયક છે.’’<ref>એજન, P. 218</ref> | ||
એપ્રિલ 23, 1928ના રોજ મગનલાલ ગાંધીનું અવસાન થયું, આશ્રમનો પ્રાણ ગયો, ગાંધીજીનો ઉત્તમ સાથી ગયો. ગુરુદેવ તથા ઍન્ડ્રૂઝે તાર દ્વારા દિલસોજી પાઠવી. ગાંધીજીએ જવાબમાં લખ્યું; ‘‘આ કદાચ મારા જીવનની મોટામાં મોટી ક્સોટી છે. | એપ્રિલ 23, 1928ના રોજ મગનલાલ ગાંધીનું અવસાન થયું, આશ્રમનો પ્રાણ ગયો, ગાંધીજીનો ઉત્તમ સાથી ગયો. ગુરુદેવ તથા ઍન્ડ્રૂઝે તાર દ્વારા દિલસોજી પાઠવી. ગાંધીજીએ જવાબમાં લખ્યું; ‘‘આ કદાચ મારા જીવનની મોટામાં મોટી ક્સોટી છે.’’<ref>એજન, P. 270</ref> કવિ 1928, 1930ના ગાળામાં ઘણો ભાગ વિદેશમાં રહ્યા. આ દરમિયાન તેમનું સ્વાસ્થ્ય કથળતાં 8 May’ 1928ના રોજ ગાંધીજીએ ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘મારું સમગ્ર હૃદય ગુરુદેવ તરફ ખેંચાય છે. હું આશા રાખું છું કે તે દરિયાઈ સફર માટે તદ્દન સાજા અને સ્વસ્થ થઈ જશે અને યુરોપમાં સંપૂર્ણ આરામ કરીને નવી શક્તિ મેળવી તેઓ સ્વદેશ પાછા ફરશે.’’<ref>એજન, PP. 339-340</ref> | ||
હિંદનું રાજકારણ ઝડપથી બદલાઈ રહ્યું હતું. લાહોર કૉંગ્રેસે પૂર્ણ સ્વરાજનો ઠરાવ કર્યો અને સવિનય કાનૂનભંગનો વિચાર પણ કર્યો. સવિનય કાનૂનભંગની ચળવળનું નેતૃત્વ કૉંગ્રેસે ગાંધીજીને આપવાનું ઠરાવ્યું. લાહોર કૉંગ્રેસના ઠરાવ પછી અને ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રાની પહેલાં કવિ મહારાજા સયાજીરાવ ગાયકવાડના આમંત્રણે વડોદરા આવવા નીકળ્યા. તેમણે 10 જાન્યુઆરી, 1930ના રોજ કૉલકાતા છોડ્યું અને લગભગ એક પખવાડિયું અમદાવાદમાં રહ્યા. આ દરમિયાન તેઓ સરલાદેવી અને શેઠ અંબાલાલ સારાભાઈના મહેમાન હતા. | હિંદનું રાજકારણ ઝડપથી બદલાઈ રહ્યું હતું. લાહોર કૉંગ્રેસે પૂર્ણ સ્વરાજનો ઠરાવ કર્યો અને સવિનય કાનૂનભંગનો વિચાર પણ કર્યો. સવિનય કાનૂનભંગની ચળવળનું નેતૃત્વ કૉંગ્રેસે ગાંધીજીને આપવાનું ઠરાવ્યું. લાહોર કૉંગ્રેસના ઠરાવ પછી અને ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રાની પહેલાં કવિ મહારાજા સયાજીરાવ ગાયકવાડના આમંત્રણે વડોદરા આવવા નીકળ્યા. તેમણે 10 જાન્યુઆરી, 1930ના રોજ કૉલકાતા છોડ્યું અને લગભગ એક પખવાડિયું અમદાવાદમાં રહ્યા. આ દરમિયાન તેઓ સરલાદેવી અને શેઠ અંબાલાલ સારાભાઈના મહેમાન હતા.<ref>કવિ ટાગોરે 27 જાન્યુઆરી, 1930ના રોજ વડોદરામાં मेन ध आर्टिस्ट વ્યાખ્યાન આપ્યું અને 30 જાન્યુઆરીએ શિક્ષણ મહાવિદ્યાલયના શિક્ષકો સાથે વાર્તાલાપ કર્યો. ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં તેઓ શાંતિનિકેતન પરત આવ્યા.</ref> 18મી જાન્યુઆરીના રોજ કવિ ટાગોર સત્યાગ્રહ આશ્રમ, સાબરમતી, જે હવે ઉદ્યોગમંદિર હતું ત્યાં, ગાંધીજીની મુલાકાતે ગયા અને સાથે લગભગ બે કલાક ગાળ્યા. મહાદેવભાઈએ ‘આશ્રમમાં કવિવર’ નામે હેવાલ તૈયાર કર્યો. આ લખાણ કોઈ પણ કાપ-કૂપ વગર અહીં આપ્યું છે : | ||
‘‘ગાંધીજીને ખાદીને માટે ભિક્ષા માગવા નીકળવું પડે છે તો કવિવર રવીન્દ્રનાથ ટાગોરને વિશ્વભારતી માટે ભિક્ષા માગવા જવું પડે છે. કવિશ્રીએ ભિક્ષા માગવાની પોતાની અશક્તિ વિશે કહ્યું; ‘‘માલવીયાજી જેવી શક્તિ મારામાં હોત તો કેવું સારું ? તમેય માલવીયાજીને થોડે ઘણે અંશે પહોંચી જાવ ખરા.’’ ગાંધીજી કહે : ‘પહોંચું; પણ મારે ગરીબની પાસે લેવાના; માલવીયાજી તો કરોડાધિપતિ પાસે જ જાય. મને કોડી મળે ત્યારે એમને માણેક-મોતી મળે છે.’ કવિવર કહે : ‘સાચી વાત. માલવીયાજીએ ભિક્ષા માગવાનું શીખવવાનો વર્ગ કઢાવો જોઈએ.’ | ‘‘ગાંધીજીને ખાદીને માટે ભિક્ષા માગવા નીકળવું પડે છે તો કવિવર રવીન્દ્રનાથ ટાગોરને વિશ્વભારતી માટે ભિક્ષા માગવા જવું પડે છે. કવિશ્રીએ ભિક્ષા માગવાની પોતાની અશક્તિ વિશે કહ્યું; ‘‘માલવીયાજી જેવી શક્તિ મારામાં હોત તો કેવું સારું ? તમેય માલવીયાજીને થોડે ઘણે અંશે પહોંચી જાવ ખરા.’’ ગાંધીજી કહે : ‘પહોંચું; પણ મારે ગરીબની પાસે લેવાના; માલવીયાજી તો કરોડાધિપતિ પાસે જ જાય. મને કોડી મળે ત્યારે એમને માણેક-મોતી મળે છે.’ કવિવર કહે : ‘સાચી વાત. માલવીયાજીએ ભિક્ષા માગવાનું શીખવવાનો વર્ગ કઢાવો જોઈએ.’ | ||
પણ ગમે તેમ હોય; ભિક્ષા માગવાનું ન હોત તો મિલોના ધુમાડાવાળા અમદાવાદમાં કવિવરનાં પગલાં શી રીતે થાત ? એટલે એક રીતે સારું જ છે કે કવિવરને બે-ચાર વર્ષમાં એકાદ વખત આણી તરફ આવવું પડે છે, અને તેથી અનાયાસે આશ્રમને પણ એમનાં દર્શનનો લાભ મળે છે. આ વેળા કવિવરની ઉપર ચોથી અવસ્થાનાં ચિહ્નો સ્પષ્ટ ભાસતાં હતાં. એમના અવાજમાં હંમેશનું જોર નહોતું, એમની ગતિમાં સામર્થ્ય નહોતું અને એમના મોં ઉપર થાક અને ઘડપણ દેખાતાં હતાં. કવિએ પોતે જ આવતાંની સાથે કહ્યું. ‘હું હવે સિત્તેરનો થયો એટલે તમારા કરતાં ઘણો મોટો કહેવાઉં ને ?’ ગાંધીજી કહે; ‘સાચું; પણ જ્યારે 60 વર્ષનો વૃદ્ધ નાચી નથી શકતો, ત્યારે 70 વર્ષનો યુવાન કવિ નાચી શકે છે.’ હસતાં હસતાં કવિવરે એ વાત કબૂલ કરી. પછી કહે ‘વડોદરા મને કાંઈ ઇલકાબ આપવા માગે છે. મને પૂરતા મળ્યા છે અને વધુ સ્વીકારવા એ હું ન વહી શકું એટલા ભારરૂપ મને લાગે છે.’ | પણ ગમે તેમ હોય; ભિક્ષા માગવાનું ન હોત તો મિલોના ધુમાડાવાળા અમદાવાદમાં કવિવરનાં પગલાં શી રીતે થાત ? એટલે એક રીતે સારું જ છે કે કવિવરને બે-ચાર વર્ષમાં એકાદ વખત આણી તરફ આવવું પડે છે, અને તેથી અનાયાસે આશ્રમને પણ એમનાં દર્શનનો લાભ મળે છે. આ વેળા કવિવરની ઉપર ચોથી અવસ્થાનાં ચિહ્નો સ્પષ્ટ ભાસતાં હતાં. એમના અવાજમાં હંમેશનું જોર નહોતું, એમની ગતિમાં સામર્થ્ય નહોતું અને એમના મોં ઉપર થાક અને ઘડપણ દેખાતાં હતાં. કવિએ પોતે જ આવતાંની સાથે કહ્યું. ‘હું હવે સિત્તેરનો થયો એટલે તમારા કરતાં ઘણો મોટો કહેવાઉં ને ?’ ગાંધીજી કહે; ‘સાચું; પણ જ્યારે 60 વર્ષનો વૃદ્ધ નાચી નથી શકતો, ત્યારે 70 વર્ષનો યુવાન કવિ નાચી શકે છે.’ હસતાં હસતાં કવિવરે એ વાત કબૂલ કરી. પછી કહે ‘વડોદરા મને કાંઈ ઇલકાબ આપવા માગે છે. મને પૂરતા મળ્યા છે અને વધુ સ્વીકારવા એ હું ન વહી શકું એટલા ભારરૂપ મને લાગે છે.’ | ||
પછી ગાંધીજી પાસે તબિયત જાળવવાની અનેક કૂંચીઓ છે તેની જાણે અદેખાઈ કરતા હોય તેમ કવિવર બોલ્યા: ‘તમે વળી પાછા એક ‘એરેસ્ટ ક્યોર’ની તૈયારી કરી રહ્યા લાગો છે. (માણસ થાકીને તબિયત સુધારવા આરામ લે છે, તેને ‘રેસ્ટ ક્યોર’ કહે છે. એ શબ્દ ઉપર જરા શ્ર્લેષ કરીને કવિએ ‘એરેસ્ટ ક્યોર’ શબ્દ વાપર્યો. ‘એરેસ્ટ ક્યોર’ એટલે પકડાઈને જેલમાં જઈ આરામ મેળવી તબિયત સુધારવી.) | પછી ગાંધીજી પાસે તબિયત જાળવવાની અનેક કૂંચીઓ છે તેની જાણે અદેખાઈ કરતા હોય તેમ કવિવર બોલ્યા: ‘તમે વળી પાછા એક ‘એરેસ્ટ ક્યોર’ની તૈયારી કરી રહ્યા લાગો છે. (માણસ થાકીને તબિયત સુધારવા આરામ લે છે, તેને ‘રેસ્ટ ક્યોર’ કહે છે. એ શબ્દ ઉપર જરા શ્ર્લેષ કરીને કવિએ ‘એરેસ્ટ ક્યોર’ શબ્દ વાપર્યો. ‘એરેસ્ટ ક્યોર’ એટલે પકડાઈને જેલમાં જઈ આરામ મેળવી તબિયત સુધારવી.)<ref>અસલમાં આ શબ્દો કૌંસમાં છે.</ref> મને પણ કહે સરકાર થોડા દહાડા ક્યાંક દેશનિકાલ કરે તો કેવું સારું ?’ ગાંધીજી કહે : ‘તમારા ઢંગ તેવા નથી એટલે સરકાર બિચારી શું કરે ?’ સૌ ખડખડાટ હસ્યા, અને સાબરમતી ઉપરનો સ્વ. મગનલાલ ગાંધીનો ઓરડો જેમાં કવિવર અને રેંટિયો કાંતતા ગાંધીજી બેઠા હતા તે આ હાસ્યથી ગાજી ઊઠ્યો. | ||
‘તમારી ઉંમરે હું જ્યારે પહોંચીશ ત્યારે હુંય અમેરિકા ગયા વિના રહીશ નહીં.’ ગાંધીજી બોલ્યા. | ‘તમારી ઉંમરે હું જ્યારે પહોંચીશ ત્યારે હુંય અમેરિકા ગયા વિના રહીશ નહીં.’ ગાંધીજી બોલ્યા. | ||
કવિવરની બધી વાતો નોંધી જાય એમ નથી. અને ધાર્યા કરતાં ઠીક વધારે વખત કવિશ્રીએ પોતાની હાજરીનો લાભ આપ્યો. એટલે આ દેશ-પરદેશની અનેક વાતો થઈ. કોરિયાનો એક સજ્જન એમને મળ્યો હતો તેની કવિશ્રીએ વાત કરી. સ્વાતંત્ર્યના આ જમાનામાં, પેલો, સ્વતંત્ર કોરિયાનાં સ્વપ્ન જોતો હતો. કવિશ્રીએ પૂછ્યું : ‘ભક્ષક જાપાનનો મુકાબલો તમારાથી શી રીતે થશે ?’ (સાડા ચાર કરોડની વસતિવાળા જાપાને સવા કરોડની વસતિવાળા કોરિયાનો કબજો છેક 1910માં મેળવ્યો હતો. મૂળ એ ચીનનું બચ્ચું હતું, પણ સ્વતંત્ર રાજ્ય હતું.) | કવિવરની બધી વાતો નોંધી જાય એમ નથી. અને ધાર્યા કરતાં ઠીક વધારે વખત કવિશ્રીએ પોતાની હાજરીનો લાભ આપ્યો. એટલે આ દેશ-પરદેશની અનેક વાતો થઈ. કોરિયાનો એક સજ્જન એમને મળ્યો હતો તેની કવિશ્રીએ વાત કરી. સ્વાતંત્ર્યના આ જમાનામાં, પેલો, સ્વતંત્ર કોરિયાનાં સ્વપ્ન જોતો હતો. કવિશ્રીએ પૂછ્યું : ‘ભક્ષક જાપાનનો મુકાબલો તમારાથી શી રીતે થશે ?’ (સાડા ચાર કરોડની વસતિવાળા જાપાને સવા કરોડની વસતિવાળા કોરિયાનો કબજો છેક 1910માં મેળવ્યો હતો. મૂળ એ ચીનનું બચ્ચું હતું, પણ સ્વતંત્ર રાજ્ય હતું.)<ref>એમ જ. </ref> એટલે પેલાએ કવિવરને જવાબ આપેલો : ‘જગતની પ્રજાના બે ભાગ પાડી શકાય : ચૂસનારી પ્રજા અને ચુસાતી પ્રજા. એ તો ચુસાતી પ્રજાનો સંપ થાય તો ચૂસનારાઓને હટાવી શકાય. એ સંપ એક દિવસ થવાનો જ છે અને મને આશા છે કે જાપાનની સામે લડવામાં, ચુસાતો જાપાની આમવર્ગ અમારી સાથે હશે.’ આ વાત કરીને કવિવર બોલ્યા : ‘એ વાત સાચી નથી, મહાત્માજી ? માતબર લોકોનો સંપ ન થઈ શકે; માત્ર પીડિત અને દલિત લોકોનો જ સંપ થઈ શકે.’ | ||
‘સાચી વાત, સાચી વાત.’ ગાંધીજીએ કહ્યું : ‘માતબર લોકો સંપ શી રીતે કરી શકે ? કારણ તેમને તો એકબીજાની અદેખાઈ થાય અને એકબીજાના ભોગે માતબર બનવું હોય.’ | ‘સાચી વાત, સાચી વાત.’ ગાંધીજીએ કહ્યું : ‘માતબર લોકો સંપ શી રીતે કરી શકે ? કારણ તેમને તો એકબીજાની અદેખાઈ થાય અને એકબીજાના ભોગે માતબર બનવું હોય.’ | ||
કવિવરે આગળ ચલાવ્યું : ‘એવા એ માણસના વિચાર હતા. અને એ એમ પણ કહેતો હતો કે ચુસાતી પ્રજા ચૂસનારી પ્રજાની સાથે તેમનાં શસ્ત્રો ન લડી શકે; એ લોકોએ પોતાનાં જ શસ્ત્રો યોજવાં પડશે. (બિચારાને ખબર હતી કે ચુસાતી પ્રજા દારૂગોળો ક્યાંથી લાવે ? એની પાસે તો મોટામાં મોટું શ અસહકાર જ હોય. અસહકાર – એના મનમાં હશે કે નહીં, પણ મારું અનુમાન છે – મેં કવિની વાતમાં વિક્ષેપ ન પાડતા એમને પૂછ્યું નહીં.) | કવિવરે આગળ ચલાવ્યું : ‘એવા એ માણસના વિચાર હતા. અને એ એમ પણ કહેતો હતો કે ચુસાતી પ્રજા ચૂસનારી પ્રજાની સાથે તેમનાં શસ્ત્રો ન લડી શકે; એ લોકોએ પોતાનાં જ શસ્ત્રો યોજવાં પડશે. (બિચારાને ખબર હતી કે ચુસાતી પ્રજા દારૂગોળો ક્યાંથી લાવે ? એની પાસે તો મોટામાં મોટું શ અસહકાર જ હોય. અસહકાર – એના મનમાં હશે કે નહીં, પણ મારું અનુમાન છે – મેં કવિની વાતમાં વિક્ષેપ ન પાડતા એમને પૂછ્યું નહીં.)<ref>એમ જ.</ref> એ માણસે એમ પણ કહ્યું કે એક દિવસ આખું જગત અમારી તરફ રહીને લડવાનું છે. આ વિચાર એને બૉલ્શેવિકો પાસેથી મળેલો લાગે છે. આજે બૉલ્શેવિઝમ અને રશિયાનું નામ લેતાં આપણે ધ્રૂજીએ છીએ, આપણી સરકાર પણ ધ્રૂજે છે. અને બધે રશિયાની સામે મોટી દીવાલો રચવામાં આવે છે. પણ વિચારનો પ્રવેશ તે કોઈ રીતે રોકી શકતો હશે ખરો ? આપણે ત્યાં એક કાળે બ્રાહ્મણોની સર્વોપરિતા હતી; પછી ક્ષત્રિયોની આવી, આજે વૈશ્યોની છે, અને હવે શૂદ્રોની આવે છે. આજે શૂદ્રોની સંખ્યા વધારેમાં વધારે છે ના ? શિક્ષણ એટલું બધું પ્રસારિત થવું જોઈએ કે જેઓથી શૂદ્રો પણ પોતાનું મન જાણી શકે.’ | ||
આમ કવિવરે ભાવી હિંદનું પોતાનું સ્વપ્ન દોરી બતાવ્યું. ચીન વિશે પણ એમણે ખૂબ વાતો કરી. ‘હું ચીન ગયો હતો જ્યારે સુન-યાટ્-સેનના પક્ષ સાથે મુલાકાત થઈ હતી.’ ત્યાં મુસલમાન ચીનાઓમાં અને બીજા ધર્મના ચીનાઓમાં તો સમાજભેદ તો છે જ નહીં, ભોજનવ્યવહાર અને કન્યાવ્યવહાર છે, છતાં એકબીજાની કાપાકાપી ચાલી રહી છે એમ કવિવરે જણાવ્યું. (એટલે ભોજનવ્યવહાર અને કન્યાવ્યવહારથી ઐક્ય ન થઈ શકે એ ચોખ્ખું દેખાય છે.) | આમ કવિવરે ભાવી હિંદનું પોતાનું સ્વપ્ન દોરી બતાવ્યું. ચીન વિશે પણ એમણે ખૂબ વાતો કરી. ‘હું ચીન ગયો હતો જ્યારે સુન-યાટ્-સેનના પક્ષ સાથે મુલાકાત થઈ હતી.’ ત્યાં મુસલમાન ચીનાઓમાં અને બીજા ધર્મના ચીનાઓમાં તો સમાજભેદ તો છે જ નહીં, ભોજનવ્યવહાર અને કન્યાવ્યવહાર છે, છતાં એકબીજાની કાપાકાપી ચાલી રહી છે એમ કવિવરે જણાવ્યું. (એટલે ભોજનવ્યવહાર અને કન્યાવ્યવહારથી ઐક્ય ન થઈ શકે એ ચોખ્ખું દેખાય છે.)<ref>એમ જ.</ref> રાજ્યની અંધાધૂંધીની એમણે વાત કરી; અને પ્રજાસત્તાક રાજ્ય કહેવાય છે, પણ અમુક ટોળીઓનું જ રાજ્ય છે. એ બધી વાતનો ઉપસંહાર કરતાં બોલ્યા : ‘જે રાજ્યમાં આમવર્ગનો અવાજ નથી તે રાજ્ય નભી જ ન શકે. આમવર્ગને કેળવવો જોઈએ, અને તે લોકોને પોતાની જરૂરિયાતો સ્પષ્ટ રીતે જણાવવાની શક્તિ આવવી જોઈએ. એ જરૂરિયાત સંતોષીને જ રાજ ચાલી શકે.’ | ||
પછી કહે; ‘બંગાળ આખું થોડા વખતમાં મુસલમાન થઈ જશે. એમનામાં કશા પ્રતિબંધો નથી. એઓ બહુ ઝડપે વધતા જાય છે. જાવા અને સિયામમાં પણ મેં એ જ જોયું. બાલિ એક હિંદુ સંસ્થાન હતું પણ આજે એની પરંપરા એ બહુ ઝડપે ભૂલતું જાય છે. એક હિંદુ, બાલિ છોકરીને નહીં પરણે, પણ એક મુસલમાન પરણશે. અને એ લોકો બહુપ્રસવી છે. | પછી કહે; ‘બંગાળ આખું થોડા વખતમાં મુસલમાન થઈ જશે. એમનામાં કશા પ્રતિબંધો નથી. એઓ બહુ ઝડપે વધતા જાય છે. જાવા અને સિયામમાં પણ મેં એ જ જોયું. બાલિ એક હિંદુ સંસ્થાન હતું પણ આજે એની પરંપરા એ બહુ ઝડપે ભૂલતું જાય છે. એક હિંદુ, બાલિ છોકરીને નહીં પરણે, પણ એક મુસલમાન પરણશે. અને એ લોકો બહુપ્રસવી છે. | ||
‘સ્વરક્ષણની કળા હસ્તગત કરવા માટે અને જૂજુત્સુ શીખવાની વ્યવસ્થા કરી છે. છોકરીઓ એમાં બહુ રસ લે છે.’ | ‘સ્વરક્ષણની કળા હસ્તગત કરવા માટે અને જૂજુત્સુ શીખવાની વ્યવસ્થા કરી છે. છોકરીઓ એમાં બહુ રસ લે છે.’ |
edits