કવિની ચોકી/1: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 10: Line 10:
શું હતો આ સંદેશો ? કવિનાં ગીતોથી મુગ્ધ તો હજી ગાંધીજી ન હતા પણ તેમના માટે કવિનો મુખ્ય સંદેશો ભારતના સત્વની, તેના પ્રાણની મુક્તિનો હતો. દેશ ગુલામ હતો પણ કવિ કહેતા હતા કે હિંદનો આત્મા જ્યાં સુધી મુક્ત છે ત્યાં સુધી આ બાહ્ય ગુલામી સામે ઝઝૂમી શકાશે, તે તો માયા  રૂપ છે, માયા અસત્ય હોઈ, અજ્ઞાન હોઈ અંતે તે વિખરાશે. કંઈક આવો જ વિચાર ગાંધીજીના હિંદ સ્વરાજનો હતો; હિંદ તેમના મતે અંગ્રેજી શાસન નહીં પણ આધુનિક સુધાર નીચે કચડાઈ રહ્યું હતું અને આ મળ તો કેવળ હિંદના કિનારાને લાગેલો હતો, અંગ્રેજી શિક્ષણ અને આધુનિક સુધારના મોહાંધ લોકો જ ગુલામ હતા.  
શું હતો આ સંદેશો ? કવિનાં ગીતોથી મુગ્ધ તો હજી ગાંધીજી ન હતા પણ તેમના માટે કવિનો મુખ્ય સંદેશો ભારતના સત્વની, તેના પ્રાણની મુક્તિનો હતો. દેશ ગુલામ હતો પણ કવિ કહેતા હતા કે હિંદનો આત્મા જ્યાં સુધી મુક્ત છે ત્યાં સુધી આ બાહ્ય ગુલામી સામે ઝઝૂમી શકાશે, તે તો માયા  રૂપ છે, માયા અસત્ય હોઈ, અજ્ઞાન હોઈ અંતે તે વિખરાશે. કંઈક આવો જ વિચાર ગાંધીજીના હિંદ સ્વરાજનો હતો; હિંદ તેમના મતે અંગ્રેજી શાસન નહીં પણ આધુનિક સુધાર નીચે કચડાઈ રહ્યું હતું અને આ મળ તો કેવળ હિંદના કિનારાને લાગેલો હતો, અંગ્રેજી શિક્ષણ અને આધુનિક સુધારના મોહાંધ લોકો જ ગુલામ હતા.  
ગાંધીજી, કવિ ટાગોરના વિચારોની મહત્તા સમજી રહ્યા હતા, તેની અગત્ય અન્યો સમજાવવા તત્પર હતા એ વાતની પુષ્ટિ કરતાં તેમણે લંડનમાં ‘હિંદી ઐચ્છિક સહાય દળ’ (Indian Ambulance Corp)ને તાલીમ આપનારા ડૉ. કેન્ટલીને ટાગોરનાં પુસ્તકોનો એક ‘સેટ’ 1 ઑક્ટોબર, 1914ના રોજ  ભેટમાં આપ્યો.<ref>5. એજન, P. 467</ref>  
ગાંધીજી, કવિ ટાગોરના વિચારોની મહત્તા સમજી રહ્યા હતા, તેની અગત્ય અન્યો સમજાવવા તત્પર હતા એ વાતની પુષ્ટિ કરતાં તેમણે લંડનમાં ‘હિંદી ઐચ્છિક સહાય દળ’ (Indian Ambulance Corp)ને તાલીમ આપનારા ડૉ. કેન્ટલીને ટાગોરનાં પુસ્તકોનો એક ‘સેટ’ 1 ઑક્ટોબર, 1914ના રોજ  ભેટમાં આપ્યો.<ref>5. એજન, P. 467</ref>  
ગાંધીજી દક્ષિણ આફ્રિક્થી નીકળ્યા ત્યારે ફિનિક્સવાસીઓ ને ક્યાં મૂકવા તે પ્રશ્ન તેમની સામે હતો. "સૌ એક સાથે જ રહી શકે અને ફિનિક્સ આશ્રમનું જીવન ગાળી શકે તો સારું એમ મારા મનમાં હતું. હું કોઈ આશ્રમ ચલાવનારના પરિચયમાં નહોતો કે જેથી તેમને ત્યાં જવાનું લખી શકું. તેથી મેં તેમને ઍન્ડ્રૂઝને મળી તે કહે તેમ કરવા લખ્યું હતું. તેમને પ્રથમ કાંગડી ગુરુકુળમાં મૂકવામાં આવ્યા. જ્યાં સદગત શ્રદ્ધાનંદજીએ તેમને પોતાનાં જ બાળકોની જેમ રાખ્યા. ત્યાર પછી તેમને શાંતિનિકેતનમાં મૂકવામાં આવ્યા. ત્યાં કવિવરે અને તેમના સમાજે તેમને એવા જ પ્રેમથી નવરાવ્યા. આ બે જગ્યાએ તેમને મળેલો અનુભવ તેમને સારુ ને મારે સારુ બહુ ઉપયોગી નીવડ્યો.<ref>‘સત્યના પ્રયોગો’ અથવા ‘આત્મકથા’, P. 344, હવે પછી આત્મકથા</ref> ઍન્ડ્રૂઝની ભલામણથી અને કવિના આમંત્રણથી ફિનિક્સના 25 વિદ્યાર્થીઓ, થોડા શિક્ષકો અને મગનલાલ ગાંધી શાંતિનિકેતનમાં રહ્યા. ગાંધીજીએ મગનલાલ ગાંધીને સૂચના આપતા લખ્યું; "કવિશ્રીની, મિ. ઍન્ડ્રૂઝની તથા મિ. પિયર્સનની સેવા કરજો. બધાં મોટેરાંની આમન્યા રાખતાં સમજે એ સંભાળ રાખજો. બધાં ત્યાંના રહીશો કરતાં વહેલાં ઊઠજો.7
ગાંધીજી દક્ષિણ આફ્રિક્થી નીકળ્યા ત્યારે ફિનિક્સવાસીઓ ને ક્યાં મૂકવા તે પ્રશ્ન તેમની સામે હતો. "સૌ એક સાથે જ રહી શકે અને ફિનિક્સ આશ્રમનું જીવન ગાળી શકે તો સારું એમ મારા મનમાં હતું. હું કોઈ આશ્રમ ચલાવનારના પરિચયમાં નહોતો કે જેથી તેમને ત્યાં જવાનું લખી શકું. તેથી મેં તેમને ઍન્ડ્રૂઝને મળી તે કહે તેમ કરવા લખ્યું હતું. તેમને પ્રથમ કાંગડી ગુરુકુળમાં મૂકવામાં આવ્યા. જ્યાં સદગત શ્રદ્ધાનંદજીએ તેમને પોતાનાં જ બાળકોની જેમ રાખ્યા. ત્યાર પછી તેમને શાંતિનિકેતનમાં મૂકવામાં આવ્યા. ત્યાં કવિવરે અને તેમના સમાજે તેમને એવા જ પ્રેમથી નવરાવ્યા. આ બે જગ્યાએ તેમને મળેલો અનુભવ તેમને સારુ ને મારે સારુ બહુ ઉપયોગી નીવડ્યો.<ref>‘સત્યના પ્રયોગો’ અથવા ‘આત્મકથા’, P. 344, હવે પછી આત્મકથા</ref> ઍન્ડ્રૂઝની ભલામણથી અને કવિના આમંત્રણથી ફિનિક્સના 25 વિદ્યાર્થીઓ, થોડા શિક્ષકો અને મગનલાલ ગાંધી શાંતિનિકેતનમાં રહ્યા. ગાંધીજીએ મગનલાલ ગાંધીને સૂચના આપતા લખ્યું; "કવિશ્રીની, મિ. ઍન્ડ્રૂઝની તથા મિ. પિયર્સનની સેવા કરજો. બધાં મોટેરાંની આમન્યા રાખતાં સમજે એ સંભાળ રાખજો. બધાં ત્યાંના રહીશો કરતાં વહેલાં ઊઠજો.<ref>અ. દે., Vol. 12, P. 483</ref>
ગાંધીજી 9 જાન્યુઆરી, 1915ના દિવસે મુંબઈ આવ્યા અને વહેલી તકે 17 ફેબ્રુઆરી, 1915ના રોજ શાંતિનિકેતન પહોંચ્યા. ઇચ્છા ફિનિક્સવાસીઓને મળવાની, ઍન્ડ્રૂઝના પ્રેમમાં નહાવાની, ઉપરાંત કવિવરના દર્શનની પણ ખરી. સાથે શાંતિનિકેતનના નવતર પ્રયોગને જાતે સમજવાની-નાણવાની પણ હશે. તેઓ શાંતિનિકેતન પહોંચ્યા ત્યારે ગુરુદેવ કૉલકાતા હતા અને આથી મુલાકાત ન થઈ શકી.  
ગાંધીજી 9 જાન્યુઆરી, 1915ના દિવસે મુંબઈ આવ્યા અને વહેલી તકે 17 ફેબ્રુઆરી, 1915ના રોજ શાંતિનિકેતન પહોંચ્યા. ઇચ્છા ફિનિક્સવાસીઓને મળવાની, ઍન્ડ્રૂઝના પ્રેમમાં નહાવાની, ઉપરાંત કવિવરના દર્શનની પણ ખરી. સાથે શાંતિનિકેતનના નવતર પ્રયોગને જાતે સમજવાની-નાણવાની પણ હશે. તેઓ શાંતિનિકેતન પહોંચ્યા ત્યારે ગુરુદેવ કૉલકાતા હતા અને આથી મુલાકાત ન થઈ શકી.  
17 ફેબ્રુઆરીએ બોલપુર સ્ટેશને ગાંધીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.7a દેવેન્દ્રનાથ ટાગોરે તેમના માટે બગી મોકલી હતી, તેમાં આવવાને બદલે ગાંધીજીએ ચાલીને શાંતિનિકેતન જવાનું પસંદ કર્યું. રસ્તામાં ત્રણ શણગારેલાં કમાન-દરવાજા બનાવવામાં આવ્યાં હતાં. પહેલા દરવાજે આચાર્ય ક્ષિતિમોહન સેન તથા અન્યોએ હાર પહેરાવ્યા અને સ્વાગત ગાન ગાયું, બીજા દરવાજે ગાંધીજીના પગ ધોયા અને ત્રીજે દરવાજે વિધિવત્ સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત સમારંભમાં બડો દાદા દ્વિજેન્દ્રનાથના પૌત્ર અને દ્વિપેન્દ્રનાથના પુત્ર એવા સંગીતજ્ઞ દિનેન્દ્રનાથ ટાગોરે ગાન ગાયું અને આસિતકુમાર હાલદારે એક ચિત્ર ભેટ આપ્યું.8
17 ફેબ્રુઆરીએ બોલપુર સ્ટેશને ગાંધીજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.7a દેવેન્દ્રનાથ ટાગોરે તેમના માટે બગી મોકલી હતી, તેમાં આવવાને બદલે ગાંધીજીએ ચાલીને શાંતિનિકેતન જવાનું પસંદ કર્યું. રસ્તામાં ત્રણ શણગારેલાં કમાન-દરવાજા બનાવવામાં આવ્યાં હતાં. પહેલા દરવાજે આચાર્ય ક્ષિતિમોહન સેન તથા અન્યોએ હાર પહેરાવ્યા અને સ્વાગત ગાન ગાયું, બીજા દરવાજે ગાંધીજીના પગ ધોયા અને ત્રીજે દરવાજે વિધિવત્ સ્વાગત કરવામાં આવ્યું. સ્વાગત સમારંભમાં બડો દાદા દ્વિજેન્દ્રનાથના પૌત્ર અને દ્વિપેન્દ્રનાથના પુત્ર એવા સંગીતજ્ઞ દિનેન્દ્રનાથ ટાગોરે ગાન ગાયું અને આસિતકુમાર હાલદારે એક ચિત્ર ભેટ આપ્યું.<ref>જુઓ, ગોપાલકૃષ્ણ ગાંધી, Gandhi and Bengal : A Difficult Friendship, P. 52 હવે Gandhi And Bengal</ref>
ગાંધીજીએ સત્કારનો જવાબ આપતાં કહ્યું; ‘‘આજે મને જે આનંદ થાય છે એવો આનંદ મેં અગાઉ કદી અનુભવ્યો નથી. ગુરુદેવ રવીન્દ્રનાથ અહીં હાજર નથી, તેમ છતાં આપણાં દિલમાં આપણને એમની હાજરીનો અનુભવ થાય છે. વિશેષ આનંદ મને એ જોઈને થાય છે કે આપે આ સત્કારસમારંભની યોજના ભારતીય પદ્ધતિએ કરી છે... આજે હું બંગાળના આ આશ્રમ પ્રત્યે આત્મીયતા અનુભવું છું.’’9
ગાંધીજીએ સત્કારનો જવાબ આપતાં કહ્યું; ‘‘આજે મને જે આનંદ થાય છે એવો આનંદ મેં અગાઉ કદી અનુભવ્યો નથી. ગુરુદેવ રવીન્દ્રનાથ અહીં હાજર નથી, તેમ છતાં આપણાં દિલમાં આપણને એમની હાજરીનો અનુભવ થાય છે. વિશેષ આનંદ મને એ જોઈને થાય છે કે આપે આ સત્કારસમારંભની યોજના ભારતીય પદ્ધતિએ કરી છે... આજે હું બંગાળના આ આશ્રમ પ્રત્યે આત્મીયતા અનુભવું છું.’’<ref>અ. દે., Vol. 13, PP. 23-24</ref>
તેમણે આત્મકથામાં લખ્યું; ‘‘રાજકોટથી હું શાંતિનિકેતન ગયો. ત્યાં ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મને પ્રેમથી નવરાવ્યો. સ્વાગતના વિધિમાં સાદાઈ, કળા અને પ્રેમનું સુંદર મિશ્રણ હતું. ત્યાં મને કાકાસાહેબ કાલેલકરની પહેલી મુલાકાત થઈ... શાંતિનિકેતનમાં મારા મંડળને નોખો ઉતારો આપવામાં આવ્યો હતો. અને અહીં મગનલાલ ગાંધી તે મંડળને સાચવી રહ્યા હતા. ફિનિક્સ આશ્રમના બધા નિયમોનું સૂક્ષ્મતાએ પાલન કરતા હતા. ને મેં જોયું કે તેમણે શાંતિનિકેતનમાં પોતાની સુવાસ પોતાના પ્રેમ, જ્ઞાન અને ઉદ્યોગને લીધે ફેલાવી હતી. અહીં ઍન્ડ્રૂઝ તો હતા જ. પિયર્સન હતા. જગદાનંદ બાબુ, નેપાળબાબુ, સંતોષબાબુ, ખિતિમોહન બાબુ, નગીનબાબુ, શરદબાબુ અને કાલિબાબુની સાથે ઠીક સંબંધમાં આવ્યા.’’10
તેમણે આત્મકથામાં લખ્યું; ‘‘રાજકોટથી હું શાંતિનિકેતન ગયો. ત્યાં ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ મને પ્રેમથી નવરાવ્યો. સ્વાગતના વિધિમાં સાદાઈ, કળા અને પ્રેમનું સુંદર મિશ્રણ હતું. ત્યાં મને કાકાસાહેબ કાલેલકરની પહેલી મુલાકાત થઈ... શાંતિનિકેતનમાં મારા મંડળને નોખો ઉતારો આપવામાં આવ્યો હતો. અને અહીં મગનલાલ ગાંધી તે મંડળને સાચવી રહ્યા હતા. ફિનિક્સ આશ્રમના બધા નિયમોનું સૂક્ષ્મતાએ પાલન કરતા હતા. ને મેં જોયું કે તેમણે શાંતિનિકેતનમાં પોતાની સુવાસ પોતાના પ્રેમ, જ્ઞાન અને ઉદ્યોગને લીધે ફેલાવી હતી. અહીં ઍન્ડ્રૂઝ તો હતા જ. પિયર્સન હતા. જગદાનંદ બાબુ, નેપાળબાબુ, સંતોષબાબુ, ખિતિમોહન બાબુ, નગીનબાબુ, શરદબાબુ અને કાલિબાબુની સાથે ઠીક સંબંધમાં આવ્યા.’’<ref>આત્મકથા, PP. 351-352</ref>
18 અને 19 ગાંધીજી શાંતિનિકેતનમાં રહ્યા. 20 ફેબ્રુઆરીએ ગોખલેના અવસાનનો તાર આવતાં તેઓ તરત પૂના જવા રવાના થયા. તે દિવસે તેમણે શાંતિનિકેતનના સમાજ આગળ ગોખલેને શ્રદ્ધાંજલિ આપતું ભાષણ આપ્યું જે શાંતિનિકેતનના હસ્તલિખિત અંગ્રેજી માસિક ‘‘आश्रम’’ના જૂન-જુલાઈ 1915ના અંકમાં પ્રકાશિત થયું.
18 અને 19 ગાંધીજી શાંતિનિકેતનમાં રહ્યા. 20 ફેબ્રુઆરીએ ગોખલેના અવસાનનો તાર આવતાં તેઓ તરત પૂના જવા રવાના થયા. તે દિવસે તેમણે શાંતિનિકેતનના સમાજ આગળ ગોખલેને શ્રદ્ધાંજલિ આપતું ભાષણ આપ્યું જે શાંતિનિકેતનના હસ્તલિખિત અંગ્રેજી માસિક ‘‘आश्रम’’ના જૂન-જુલાઈ 1915ના અંકમાં પ્રકાશિત થયું.
કવિવરને મળ્યા વગર એકાએક પાછા જવાનો રંજ તો ગાંધીજીને હતો જ આથી તુરત જ તેઓ પરત આવ્યા. 6થી 11 માર્ચ 1915ના દિવસોમાં તેઓ શાંતિનિકેતન રહ્યા; 6 માર્ચે ગાંધીજી અને ગુરુદેવની પહેલી મુલાકાત થઈ. આ દિવસો દરમિયાન ગાંધીજીએ શાંતિનિકેતન ઝીણવટથી જોયું. 9 માર્ચે ‘સેનિટરી કમિટી’ સાથે ફર્યા નોંધ્યું; ‘‘સેનેટરી કમિટી સાથે બધું જોયું. ગંદકીનો પાર ન હતો.’’11
કવિવરને મળ્યા વગર એકાએક પાછા જવાનો રંજ તો ગાંધીજીને હતો જ આથી તુરત જ તેઓ પરત આવ્યા. 6થી 11 માર્ચ 1915ના દિવસોમાં તેઓ શાંતિનિકેતન રહ્યા; 6 માર્ચે ગાંધીજી અને ગુરુદેવની પહેલી મુલાકાત થઈ. આ દિવસો દરમિયાન ગાંધીજીએ શાંતિનિકેતન ઝીણવટથી જોયું. 9 માર્ચે ‘સેનિટરી કમિટી’ સાથે ફર્યા નોંધ્યું; ‘‘સેનેટરી કમિટી સાથે બધું જોયું. ગંદકીનો પાર ન હતો.’’<ref>અ. દે., Vol. 13, P. 151</ref>
આ અનુભવ એટલો ગાઢ અને વ્યથિત કરનારો હતો કે એમણે આત્મકથામાં લખ્યું; ‘‘અમે શાંતિનિકેતનમાં જ જોયું હતું કે ભંગીનું કામ કરવું એ તો અમારો હિંદુસ્તાનમાં વિશેષ ધંધો થઈ જ પડશે.’’12
આ અનુભવ એટલો ગાઢ અને વ્યથિત કરનારો હતો કે એમણે આત્મકથામાં લખ્યું; ‘‘અમે શાંતિનિકેતનમાં જ જોયું હતું કે ભંગીનું કામ કરવું એ તો અમારો હિંદુસ્તાનમાં વિશેષ ધંધો થઈ જ પડશે.’’<ref>આત્મકથા, P. 359</ref>
કદાચ આ અનુભવે જ ગાંધીજીને શાંતિનિકેતનમાં ‘સુધાર’ કરવાની જરૂરિયાત સમજાવી. સમજ અને અમલમાં અંતર રાખે એમાંનાં તો ગાંધીજી ન હતા. તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સામે ફિનિક્સના આદર્શ અનુસાર સ્વાશ્રયી જીવન જીવવાનો, જાતમહેનત કરવાનો વિચાર રજૂ કર્યો. આનું વિવરણ આપતાં ગાંધીજીએ લખ્યું : ‘‘મારા સ્વભાવ પ્રમાણે હું વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ભળી ગયો, અને જાતમહેનતને વિશે ચર્ચા કરવા લાગ્યો. પગારદાર રસોઈઆને બદલે જો શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાની રસોઈ કરી લે તો સારું થાય. રસોડાની ઉપર આરોગ્ય અને નીતિની દૃષ્ટિએ શિક્ષકવર્ગ કાબૂ મેળવે, અને વિદ્યાર્થીઓ સ્વાશ્રય અને સ્વયંપાકનો પદાર્થ પાઠ લે. આ વાત મેં ત્યાંના શિક્ષકો આગળ મૂકી. એકબે શિક્ષકે માથું ધુણાવ્યું. કેટલાકને આ પ્રયોગ બહુ ગમ્યો. બાળકોને તો નવી ચીજ ગમે તે હોય તે ગમે જ, તે ન્યાયે આ પણ ગમી. અને અખતરો શરૂ થયો. આ વાત કવિશ્રી આગળ મૂક્તાં શિક્ષકો અનુકૂળ થાય તો આ અખતરો પોતાને તો જરૂર ગમે એવો અભિપ્રાય એમણે આપ્યો. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, ‘આમાં સ્વરાજની ચાવી રહેલી છે.’
કદાચ આ અનુભવે જ ગાંધીજીને શાંતિનિકેતનમાં ‘સુધાર’ કરવાની જરૂરિયાત સમજાવી. સમજ અને અમલમાં અંતર રાખે એમાંનાં તો ગાંધીજી ન હતા. તેમણે શિક્ષકો અને વિદ્યાર્થીઓ સામે ફિનિક્સના આદર્શ અનુસાર સ્વાશ્રયી જીવન જીવવાનો, જાતમહેનત કરવાનો વિચાર રજૂ કર્યો. આનું વિવરણ આપતાં ગાંધીજીએ લખ્યું : ‘‘મારા સ્વભાવ પ્રમાણે હું વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ભળી ગયો, અને જાતમહેનતને વિશે ચર્ચા કરવા લાગ્યો. પગારદાર રસોઈઆને બદલે જો શિક્ષકો અને વિદ્યાર્થીઓ પોતાની રસોઈ કરી લે તો સારું થાય. રસોડાની ઉપર આરોગ્ય અને નીતિની દૃષ્ટિએ શિક્ષકવર્ગ કાબૂ મેળવે, અને વિદ્યાર્થીઓ સ્વાશ્રય અને સ્વયંપાકનો પદાર્થ પાઠ લે. આ વાત મેં ત્યાંના શિક્ષકો આગળ મૂકી. એકબે શિક્ષકે માથું ધુણાવ્યું. કેટલાકને આ પ્રયોગ બહુ ગમ્યો. બાળકોને તો નવી ચીજ ગમે તે હોય તે ગમે જ, તે ન્યાયે આ પણ ગમી. અને અખતરો શરૂ થયો. આ વાત કવિશ્રી આગળ મૂક્તાં શિક્ષકો અનુકૂળ થાય તો આ અખતરો પોતાને તો જરૂર ગમે એવો અભિપ્રાય એમણે આપ્યો. તેમણે વિદ્યાર્થીઓને કહ્યું, ‘આમાં સ્વરાજની ચાવી રહેલી છે.’
"પિયર્સને અખતરો સફળ કરવામાં પોતાની કાયા નિચોવી. તેમને તે બહુ ગમ્યું. એક શાક મોળવાની મંડળી જામી, અને બીજી અનાજ સાફ કરવાની. રસોડાની આસપાસ શાસ્ત્રીય શુદ્ધિ કરવામાં નગીનબાબુ વગેરે રોકાયા. તેમને કોદાળી લઈ કામ કરતા જોઈ મારું હૈયું હરખાયું.
"પિયર્સને અખતરો સફળ કરવામાં પોતાની કાયા નિચોવી. તેમને તે બહુ ગમ્યું. એક શાક મોળવાની મંડળી જામી, અને બીજી અનાજ સાફ કરવાની. રસોડાની આસપાસ શાસ્ત્રીય શુદ્ધિ કરવામાં નગીનબાબુ વગેરે રોકાયા. તેમને કોદાળી લઈ કામ કરતા જોઈ મારું હૈયું હરખાયું.
‘‘પણ આ મહેનતનું કામ સવાસો છોકરા અને શિક્ષકો પણ એકદમ ઝીલી શકે એમ નહોતું. તેથી રોજ ચર્ચા થતી. કેટલાક થાકતા. પિયર્સનને થાક લાગે જ શાનો ? એ તો હસતે ચહેરે કંઈક ને કંઈક રસોડાના કામમાં લાગ્યા જ રહે. મોટાં મોટાં વાસણો માંજવાં એ તો એમનું જ કામ. વાસણ માંજનાર ટુકડીનો થાક ઉતારવા કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં સિતાર વગાડતા. દરેક કામ વિદ્યાર્થીઓએ પૂરતા ઉત્સાહથી ઝીલી લીધું, અને આખું શાંતિનિકેતન મધપૂડાની પેઠે ગણગણવા લાગ્યું.
‘‘પણ આ મહેનતનું કામ સવાસો છોકરા અને શિક્ષકો પણ એકદમ ઝીલી શકે એમ નહોતું. તેથી રોજ ચર્ચા થતી. કેટલાક થાકતા. પિયર્સનને થાક લાગે જ શાનો ? એ તો હસતે ચહેરે કંઈક ને કંઈક રસોડાના કામમાં લાગ્યા જ રહે. મોટાં મોટાં વાસણો માંજવાં એ તો એમનું જ કામ. વાસણ માંજનાર ટુકડીનો થાક ઉતારવા કેટલાક વિદ્યાર્થીઓ ત્યાં સિતાર વગાડતા. દરેક કામ વિદ્યાર્થીઓએ પૂરતા ઉત્સાહથી ઝીલી લીધું, અને આખું શાંતિનિકેતન મધપૂડાની પેઠે ગણગણવા લાગ્યું.
‘‘આવી જાતના ફેરફારોનો એક વાર આરંભ થયા પછી તે થોભી જતા નથી. ફિનિક્સ રસોડું સ્વાશ્રયી હતું, એટલું જ નહિ પણ તેમાં રસોઈ બહુ સાદી હતી. મસાલાનો ત્યાગ હતો. તેથી વરાળ મારફતે ભાત, દાળ, શાક અને ઘઉંના પદાર્થો પણ પકાવી લેવામાં આવતા હતા. બંગાળી ખોરાકમાં સુધારા કરવાના ઇરાદાથી એ જાતનું રસોડું કાઢ્યું હતું. એમાં એકબે અધ્યાપકો અને કેટલાક વિદ્યાર્થીઓ ભળ્યા હતા. આવા પ્રયોગોમાંથી સર્વસામાન્ય રસોડું સ્વાશ્રયી બનાવવાનો અખતરો શરૂ થઈ શક્યો હતો.
‘‘આવી જાતના ફેરફારોનો એક વાર આરંભ થયા પછી તે થોભી જતા નથી. ફિનિક્સ રસોડું સ્વાશ્રયી હતું, એટલું જ નહિ પણ તેમાં રસોઈ બહુ સાદી હતી. મસાલાનો ત્યાગ હતો. તેથી વરાળ મારફતે ભાત, દાળ, શાક અને ઘઉંના પદાર્થો પણ પકાવી લેવામાં આવતા હતા. બંગાળી ખોરાકમાં સુધારા કરવાના ઇરાદાથી એ જાતનું રસોડું કાઢ્યું હતું. એમાં એકબે અધ્યાપકો અને કેટલાક વિદ્યાર્થીઓ ભળ્યા હતા. આવા પ્રયોગોમાંથી સર્વસામાન્ય રસોડું સ્વાશ્રયી બનાવવાનો અખતરો શરૂ થઈ શક્યો હતો.
‘‘પણ છેવટે કેટલાંક કારણોને લઈને આ પ્રયોગ બંધ રહ્યો. મારી માન્યતા છે કે આ જગવિખ્યાત સંસ્થાએ આ પ્રયોગ ટૂંકી મુદતને સારુ પણ ચલાવીને કંઈ ગુમાવ્યું નથી. અને તેમાંથી મળેલા કેટલાક અનુભવો તેને સારુ ઉપયોગી થયા હતા.’’13
‘‘પણ છેવટે કેટલાંક કારણોને લઈને આ પ્રયોગ બંધ રહ્યો. મારી માન્યતા છે કે આ જગવિખ્યાત સંસ્થાએ આ પ્રયોગ ટૂંકી મુદતને સારુ પણ ચલાવીને કંઈ ગુમાવ્યું નથી. અને તેમાંથી મળેલા કેટલાક અનુભવો તેને સારુ ઉપયોગી થયા હતા.’’<ref>એજન, P. 352-353 (આત્મકથા લખતી વખતે શાંતિનિકેતનની પહેલી બે મુલાકાતો વચ્ચેનું અંતર ભૂંસાઈ ગયું છે. આ અખતરો બીજી મુલાકાત દરમિયાન થયો. પણ આનું વિવરણ આપ્યા બાદ ગાંધીજી ગોખલેના અવસાનના તારને કારણે શાંતિનિકેતન છોડવું પડ્યું તેમ નોંધે છે.)</ref>
ગાંધીજીની આ મુલાકાત વખતે બંગાળી સમાજમાં, ત્યાંના શિક્ષિત, અંગ્રેજીથી મોહિત ‘ભદ્ર’ વર્ગમાં શાંતિનિકેતનના શિક્ષણની, ત્યાંની જીવનશૈલીની છાપ સારી ન હતી. કવિની જીવનકથા લેખકો ક્રિષ્ના દત્ત અને એન્ડ્રૂ રોબિન્સના કહે છે કે 1914માં શાંતિનિકેતન વંઠેલા છોકરાઓને સુધારવાની જગ્યા તરીકે બંગાળી માતા-પિતા જોતાં. જેનું કારણ તેમના મતે શાંતિનિકેતનમાંથી ગુરુદેવની લાંબી ગેરહાજરી હતું.14
ગાંધીજીની આ મુલાકાત વખતે બંગાળી સમાજમાં, ત્યાંના શિક્ષિત, અંગ્રેજીથી મોહિત ‘ભદ્ર’ વર્ગમાં શાંતિનિકેતનના શિક્ષણની, ત્યાંની જીવનશૈલીની છાપ સારી ન હતી. કવિની જીવનકથા લેખકો ક્રિષ્ના દત્ત અને એન્ડ્રૂ રોબિન્સના કહે છે કે 1914માં શાંતિનિકેતન વંઠેલા છોકરાઓને સુધારવાની જગ્યા તરીકે બંગાળી માતા-પિતા જોતાં. જેનું કારણ તેમના મતે શાંતિનિકેતનમાંથી ગુરુદેવની લાંબી ગેરહાજરી હતું.<ref>ક્રિષ્ના દત્ત, ઍન્ડ્રૂઝ રોબિન્સન; Rabindranath Tagore : The Myriad-Minded Man, P. 196</ref>
ગાંધીજી આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેના અંતરને કળવામાં માહિર હતા. તેમનો યત્ન પણ આ બે વચ્ચેની ખાઈને શકાય તેટલી હદે પૂરવાની હતી. આ વિશે તેમણે માર્ચ મહિનાની મુલાકાત બાદ 14 માર્ચ, 1915ના રોજ મગનલાલ ગાંધીને લખ્યું, ‘‘ગુરુદેવનો આદર્શ ગમે તેવો ઊંચો હશે તોપણ જો તે આદર્શને અમલમાં મૂકનાર કોઈ નહીં જાગે તો તે આદર્શ જમાનાના ગાઢ અંધકારમાં પડી રહેવાનો અને તેથી ઊલટું, જો તે આદર્શ મુજબ વર્તનારાઓ નીકળી આવશે તો તે પોતાનો પ્રકાશ અનેકગણી રીતે ફેલાવી શકશે.’’15 આથી તેમણે મગનલાલ સહિત આશ્રમવાસીઓને તપ કરવા સૂચન કર્યું.
ગાંધીજી આદર્શ અને વાસ્તવિકતા વચ્ચેના અંતરને કળવામાં માહિર હતા. તેમનો યત્ન પણ આ બે વચ્ચેની ખાઈને શકાય તેટલી હદે પૂરવાની હતી. આ વિશે તેમણે માર્ચ મહિનાની મુલાકાત બાદ 14 માર્ચ, 1915ના રોજ મગનલાલ ગાંધીને લખ્યું, ‘‘ગુરુદેવનો આદર્શ ગમે તેવો ઊંચો હશે તોપણ જો તે આદર્શને અમલમાં મૂકનાર કોઈ નહીં જાગે તો તે આદર્શ જમાનાના ગાઢ અંધકારમાં પડી રહેવાનો અને તેથી ઊલટું, જો તે આદર્શ મુજબ વર્તનારાઓ નીકળી આવશે તો તે પોતાનો પ્રકાશ અનેકગણી રીતે ફેલાવી શકશે.’’<ref>અ. દે., Vol. 13, P. 38</ref> આથી તેમણે મગનલાલ સહિત આશ્રમવાસીઓને તપ કરવા સૂચન કર્યું.
જો ગાંધીજીને ગુરુદેવના આદર્શમાં શ્રદ્ધા હતી અને તેના અમલ વિશે પ્રશ્નો હતા તો શરૂઆતમાં ગુરુદેવને ફિનિક્સના આદર્શ અને આ આદર્શને અમલમાં મૂકવાની તત્પરતા બંને વિશે શંકા હતી. જોકે આ શંકા કે અવઢવ તેમને ફિનિક્સ વિદ્યાર્થીઓને પોતાના કરતાં રોકી ન શક્યા. ફિનિક્સ વિદ્યાર્થીઓ શાંતિનિકેતનમાં આશરો લેશે તે વિચારથી આનંદિત કવિએ ગાંધીજીને 17 ફેબ્રુઆરી, 1915ના રોજ પહેલો પત્ર લખ્યો. ‘મિ. ગાંધી’ને સંબોધિત પત્રમાં તેમણે લખ્યું; ‘‘આપના ફિનિક્સ કુમારો હિંદુસ્તાનમાં હોય ત્યારે મારી શાળા તેઓ માટે યોગ્ય અને સંભવિત જગ્યા છે તેવા આપના વિચારથી મને સાચો આનંદ થયો – અને જ્યારે મેં કુમારોને જોયા ત્યારે આનંદ બેવડાયો. અમો બધાને લાગે છે કે અમારા વિદ્યાર્થીઓ ઉપર તેમના સંસર્ગની અસર ઘણી કીમતી હશે અને હું આશા રાખું છું કે તેઓ પણ એવું કંઈક મેળવશે કે જેથી તેમનો શાંતિનિકેતન વાસ ફળદાયી નીવડશે. આ પત્ર હું આપનો આભાર માનવા લખું છું કે આપે આપના કુમારોને અમારા કુમાર બનવા દીધા અને આમ તેઓ આપણાં બંનેની જીવન સાધનામાં કડી બન્યાં.’’16
જો ગાંધીજીને ગુરુદેવના આદર્શમાં શ્રદ્ધા હતી અને તેના અમલ વિશે પ્રશ્નો હતા તો શરૂઆતમાં ગુરુદેવને ફિનિક્સના આદર્શ અને આ આદર્શને અમલમાં મૂકવાની તત્પરતા બંને વિશે શંકા હતી. જોકે આ શંકા કે અવઢવ તેમને ફિનિક્સ વિદ્યાર્થીઓને પોતાના કરતાં રોકી ન શક્યા. ફિનિક્સ વિદ્યાર્થીઓ શાંતિનિકેતનમાં આશરો લેશે તે વિચારથી આનંદિત કવિએ ગાંધીજીને 17 ફેબ્રુઆરી, 1915ના રોજ પહેલો પત્ર લખ્યો. ‘મિ. ગાંધી’ને સંબોધિત પત્રમાં તેમણે લખ્યું; ‘‘આપના ફિનિક્સ કુમારો હિંદુસ્તાનમાં હોય ત્યારે મારી શાળા તેઓ માટે યોગ્ય અને સંભવિત જગ્યા છે તેવા આપના વિચારથી મને સાચો આનંદ થયો – અને જ્યારે મેં કુમારોને જોયા ત્યારે આનંદ બેવડાયો. અમો બધાને લાગે છે કે અમારા વિદ્યાર્થીઓ ઉપર તેમના સંસર્ગની અસર ઘણી કીમતી હશે અને હું આશા રાખું છું કે તેઓ પણ એવું કંઈક મેળવશે કે જેથી તેમનો શાંતિનિકેતન વાસ ફળદાયી નીવડશે. આ પત્ર હું આપનો આભાર માનવા લખું છું કે આપે આપના કુમારોને અમારા કુમાર બનવા દીધા અને આમ તેઓ આપણાં બંનેની જીવન સાધનામાં કડી બન્યાં.’’<ref>સવ્યસાચી ભટ્ટાચાર્ય (સંપા.) The Poet and The Mahatma, P. 44 મૂળ અંગ્રેજીમાંથી આ લેખકનો ગુજરાતી અનુવાદ. જ્યાં સ્પષ્ટપણે જણાવવામાં ન આવે તે સિવાયનાં બધા મૂળ અંગ્રેજીના અનુવાદ આ લેખકના છે</ref>
ફિનિક્સ જૂથની પોતાની જાતને વંચિત રાખવાની, શિસ્તનું પાલન કરવાની તત્પરતાથી તેઓ જરૂર વિહ્વળ થયા. તેમને જણાયું કે આ કુમારોના જીવનમાં કોઈ આનંદ નથી કારણ કે શિસ્તનાં બંધનોમાં, આત્મપરિક્ષણમાં, સ્વૈચ્છિક ન હોય તેવા ત્યાગમાં આનંદ સંભવી જ ન શકે. તેમણે 14 નવેમ્બર, 1915ના રોજ ચાર્લી ઍન્ડ્રૂઝને પત્રમાં આ વિટંબણા રજૂ કરતાં લખ્યું; ‘‘મને ડર છે કે આ છોકરાઓ કશી પણ ઇચ્છા કરવાનું ભૂલી જશે અને ઇચ્છા તો પ્રાપ્તિની સુંદર ક્ષણ છે. આમ છતાં તેઓ આનંદમાં છે, જોકે તેમને આનંદમાં હોવાનું કોઈ કારણ નથી.’’17 ચાર દિવસ પછીના પત્રમાં તેમણે પોતાનો અભિપ્રાય બદલ્યો. જોકે ફિનિક્સ પ્રથા અંગે તેમની શંકાઓ તો કાયમ રહી. તેમણે ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘મને લાગે છે કે તેઓ ખૂબ પ્રેમપાત્ર છે, જોકે હું તેમની કેળવણી પ્રથા વિશે મારી શંકામાંથી મુક્ત થઈ શકાતો નથી.’’18 શાંતિનિકેતન વિશે અને કવિના આદર્શને અમલમાં મૂકનારાઓ વિશે ગાંધીજીને અંદેશો ભલે હોય પણ કવિ માટે તો ભરપૂર આદર હતો. તેમણે પ્રયત્નપૂર્વક ગુજરાત અને દેશની પ્રજા સમક્ષ કવિને આદર્શ તરીકે મૂક્યા. 20 ઑક્ટોબર, 1917ના રોજ ભરૂચ ખાતે બીજી ગુજરાતી કેળવણી પરિષદ સમક્ષ ભાષણમાં કવિનો આદર્શ અને તેમનો મહિમા સમજાવતાં ગાંધીજીએ કહ્યું; ‘‘સર રવીન્દ્રનાથ ટાગોરનું ચમત્ક્રી બંગાળી તેમના અંગ્રેજીને આભારી નથી. તેમની ચમત્કૃતિ તેમના સ્વભાષાભિમાનમાં છે. ‘‘गीतांजलि’’ પ્રથમ બંગભાષામાં લખાઈ. આ મહાકવિ બંગાળમાં બંગાળીનો જ ઉપયોગ કરે છે... તેમણે પોતાના વિચારો અંગ્રેજી સાહિત્યમાંથી નથી લીધા... તે વિચારો આ દેશના વાતાવરણમાંથી લીધા છે. ઉપનિષદોમાંથી દોહી ક્ઢ્યા છે. હિંદુસ્તાનના આકાશમાંથી તેમની ઉપર વિચારવૃષ્ટિ થઈ છે.’’19
ફિનિક્સ જૂથની પોતાની જાતને વંચિત રાખવાની, શિસ્તનું પાલન કરવાની તત્પરતાથી તેઓ જરૂર વિહ્વળ થયા. તેમને જણાયું કે આ કુમારોના જીવનમાં કોઈ આનંદ નથી કારણ કે શિસ્તનાં બંધનોમાં, આત્મપરિક્ષણમાં, સ્વૈચ્છિક ન હોય તેવા ત્યાગમાં આનંદ સંભવી જ ન શકે. તેમણે 14 નવેમ્બર, 1915ના રોજ ચાર્લી ઍન્ડ્રૂઝને પત્રમાં આ વિટંબણા રજૂ કરતાં લખ્યું; ‘‘મને ડર છે કે આ છોકરાઓ કશી પણ ઇચ્છા કરવાનું ભૂલી જશે અને ઇચ્છા તો પ્રાપ્તિની સુંદર ક્ષણ છે. આમ છતાં તેઓ આનંદમાં છે, જોકે તેમને આનંદમાં હોવાનું કોઈ કારણ નથી.’’<ref>The Myrid Minded Man., P. 418</ref> ચાર દિવસ પછીના પત્રમાં તેમણે પોતાનો અભિપ્રાય બદલ્યો. જોકે ફિનિક્સ પ્રથા અંગે તેમની શંકાઓ તો કાયમ રહી. તેમણે ઍન્ડ્રૂઝને લખ્યું; ‘‘મને લાગે છે કે તેઓ ખૂબ પ્રેમપાત્ર છે, જોકે હું તેમની કેળવણી પ્રથા વિશે મારી શંકામાંથી મુક્ત થઈ શકાતો નથી.’’<ref>એજન, P. 197</ref>શાંતિનિકેતન વિશે અને કવિના આદર્શને અમલમાં મૂકનારાઓ વિશે ગાંધીજીને અંદેશો ભલે હોય પણ કવિ માટે તો ભરપૂર આદર હતો. તેમણે પ્રયત્નપૂર્વક ગુજરાત અને દેશની પ્રજા સમક્ષ કવિને આદર્શ તરીકે મૂક્યા. 20 ઑક્ટોબર, 1917ના રોજ ભરૂચ ખાતે બીજી ગુજરાતી કેળવણી પરિષદ સમક્ષ ભાષણમાં કવિનો આદર્શ અને તેમનો મહિમા સમજાવતાં ગાંધીજીએ કહ્યું; ‘‘સર રવીન્દ્રનાથ ટાગોરનું ચમત્ક્રી બંગાળી તેમના અંગ્રેજીને આભારી નથી. તેમની ચમત્કૃતિ તેમના સ્વભાષાભિમાનમાં છે. ‘‘गीतांजलि’’ પ્રથમ બંગભાષામાં લખાઈ. આ મહાકવિ બંગાળમાં બંગાળીનો જ ઉપયોગ કરે છે... તેમણે પોતાના વિચારો અંગ્રેજી સાહિત્યમાંથી નથી લીધા... તે વિચારો આ દેશના વાતાવરણમાંથી લીધા છે. ઉપનિષદોમાંથી દોહી ક્ઢ્યા છે. હિંદુસ્તાનના આકાશમાંથી તેમની ઉપર વિચારવૃષ્ટિ થઈ છે.’’<ref>અ. દે., Vol. 14, P. 16</ref>
ગાંધીજીના સ્વાશ્રયના, જાતમહેતના અધૂરા પ્રયોગની સ્મૃતિમાં દર વર્ષે 10 માર્ચે શાંતિનિકેતનમાં ‘ગાંધી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. પણ આ અવસર કેવળ પ્રતીકરૂપ ન હતો. ગાંધીજીના વિચારોની અને કાર્યની સીધી અસર પણ શાંતિનિકેતનમાં પડી. ગુજરાતની પ્રજા સમક્ષ કવિના આદર્શ મૂકવાનું એક પરિણામ મોટી સંખ્યામાં ગુજરાતી વિદ્યાર્થીઓનું શાંતિનિકેતનમાં અભ્યાસ કરવાનું આવ્યું. ઍન્ડ્રૂઝે ગાંધીજીને જણાવ્યું કે શાંતિનિકેતનમાં 70 ગુજરાતી અને મારવાડી વિદ્યાર્થીઓ છે અને કવિ ટાગોર તેમની પ્રેમપૂર્વક સંભાળ લે છે; તેમનાં મા-બાપ આવે ત્યારે તેમનું પ્રેમપૂર્વક સ્વાગત કરે છે. જવાબમાં ગાંધીજીએ લખ્યું; ‘‘બહુ ગમે તેવી નવાઈની વાત કહી, જો બધા વિદ્યાર્થીઓ ત્યાં રહે તો ગુજરાત-બંગાળ વચ્ચે કેવી સાંકળ બાંધે ? કવિ પોતાનું કામ ચાલુ રાખશે તો ગુજરાતીઓને પૂરો વખત રાખી શકશે.’’20 આ વખતે પણ ગાંધીજી સફાઈની વાત યાદ કરાવવાનું ચૂક્યા નહીં. ‘‘મને એટલું પૂછવાની લાલચ થઈ આવે છે કે ત્યાંની સફાઈ પાછળ કોઈ ખાસ માણસ ધ્યાન આપે છે ખરું ? પાણીની વ્યવસ્થા બરાબર થઈ છે ખરી ?’’21
ગાંધીજીના સ્વાશ્રયના, જાતમહેતના અધૂરા પ્રયોગની સ્મૃતિમાં દર વર્ષે 10 માર્ચે શાંતિનિકેતનમાં ‘ગાંધી દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. પણ આ અવસર કેવળ પ્રતીકરૂપ ન હતો. ગાંધીજીના વિચારોની અને કાર્યની સીધી અસર પણ શાંતિનિકેતનમાં પડી. ગુજરાતની પ્રજા સમક્ષ કવિના આદર્શ મૂકવાનું એક પરિણામ મોટી સંખ્યામાં ગુજરાતી વિદ્યાર્થીઓનું શાંતિનિકેતનમાં અભ્યાસ કરવાનું આવ્યું. ઍન્ડ્રૂઝે ગાંધીજીને જણાવ્યું કે શાંતિનિકેતનમાં 70 ગુજરાતી અને મારવાડી વિદ્યાર્થીઓ છે અને કવિ ટાગોર તેમની પ્રેમપૂર્વક સંભાળ લે છે; તેમનાં મા-બાપ આવે ત્યારે તેમનું પ્રેમપૂર્વક સ્વાગત કરે છે. જવાબમાં ગાંધીજીએ લખ્યું; ‘‘બહુ ગમે તેવી નવાઈની વાત કહી, જો બધા વિદ્યાર્થીઓ ત્યાં રહે તો ગુજરાત-બંગાળ વચ્ચે કેવી સાંકળ બાંધે ? કવિ પોતાનું કામ ચાલુ રાખશે તો ગુજરાતીઓને પૂરો વખત રાખી શકશે.’’<ref>અ. દે., Vol. 15, P. 38</ref> આ વખતે પણ ગાંધીજી સફાઈની વાત યાદ કરાવવાનું ચૂક્યા નહીં. ‘‘મને એટલું પૂછવાની લાલચ થઈ આવે છે કે ત્યાંની સફાઈ પાછળ કોઈ ખાસ માણસ ધ્યાન આપે છે ખરું ? પાણીની વ્યવસ્થા બરાબર થઈ છે ખરી ?’’<ref>એજન</ref>
1917ના ડિસેમ્બરમાં ગાંધીજી કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા કૉલકાતા ગયા. કૉંગ્રેસની કાર્યવાહીમાં હાજરી સાથે તેમણે કવિને મળવાનો લહાવો લીધો. નાતાલના દિવસે ગાંધીજી માટે ટાગોર કુટુંબના રહેઠાણ ‘જોરા શાંકો’ના વિચિત્રા હૉલમાં કવિએ 1912માં લખેલું નાટક ‘ડાકઘર’ ભજવાયું.22 આની મોહિની ગાંધીજીને લાગી. 16 જાન્યુઆરી 1918ના પત્રમાં ચાર્લીના અને તેમના મિત્ર અને દિલ્હીની સેંટ સ્ટીફન્સ કૉલેજના પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ સુશીલકુમાર રુદ્રને લખ્યું; ‘‘કલક્તામાં મને બહુ મજા પડી, પણ એ કૉંગ્રેસના મંડપમાં નહીં, બધી જ મજા મંડપની બહાર મળી. કવિ અને તેમની મંડળીએ ‘‘ડાકઘર’’ ભજવ્યું તે જોઈને હું મુગ્ધ થઈ ગયો. આ લખાવતી વખતે કવિનો જાણે અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો છે... બંગાળી સંગીતે મને મોહિની લગાડી.’’23
1917ના ડિસેમ્બરમાં ગાંધીજી કૉંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા કૉલકાતા ગયા. કૉંગ્રેસની કાર્યવાહીમાં હાજરી સાથે તેમણે કવિને મળવાનો લહાવો લીધો. નાતાલના દિવસે ગાંધીજી માટે ટાગોર કુટુંબના રહેઠાણ ‘જોરા શાંકો’ના વિચિત્રા હૉલમાં કવિએ 1912માં લખેલું નાટક ‘ડાકઘર’ ભજવાયું.<ref>ગોપાલકૃષ્ણ ગાંધી; Gandhi and Bengal, P. 81</ref> આની મોહિની ગાંધીજીને લાગી. 16 જાન્યુઆરી 1918ના પત્રમાં ચાર્લીના અને તેમના મિત્ર અને દિલ્હીની સેંટ સ્ટીફન્સ કૉલેજના પ્રાધ્યાપક અને પ્રિન્સિપાલ સુશીલકુમાર રુદ્રને લખ્યું; ‘‘કલક્તામાં મને બહુ મજા પડી, પણ એ કૉંગ્રેસના મંડપમાં નહીં, બધી જ મજા મંડપની બહાર મળી. કવિ અને તેમની મંડળીએ ‘‘ડાકઘર’’ ભજવ્યું તે જોઈને હું મુગ્ધ થઈ ગયો. આ લખાવતી વખતે કવિનો જાણે અવાજ મારા કાનમાં ગુંજી રહ્યો છે... બંગાળી સંગીતે મને મોહિની લગાડી.’’<ref>અ. દે., Vol. 14, PP. 128-129</ref>
સાંસ્કૃતિક અને સાહિત્યિક ક્ષેત્રે ગાંધીજી કવિની દોરવણી અને વિચારોની પૃચ્છા કરતા રહ્યા. આ ગાળામાં ગાંધીજીએ સ્વભાષા અને હિંદીમાં આંતરપ્રાંતીય વ્યવહાર તથા જ્ઞાન-સાહિત્યના સર્જન વિશે પોતાના વિચારો સ્પષ્ટ કરવા ચાહ્યા. અન્ય વિદ્વાનો ઉપરાંત તેમણે કવિ ટાગોરને આંતરપ્રાંતીય વ્યવહાર માટે હિંદીની અનિવાર્યતા વિશે પૂછ્યું. કવિએ જવાબમાં લખ્યું; "એકમાત્ર શક્ય એવી રાષ્ટ્રીય ભાષા હિન્દી જ છે; પરંતુ મને લાગે છે કે લાંબા સમય સુધી આપણે એ વાતને ફરજિયાત બનાવી શકીશું નહીં.’’24
સાંસ્કૃતિક અને સાહિત્યિક ક્ષેત્રે ગાંધીજી કવિની દોરવણી અને વિચારોની પૃચ્છા કરતા રહ્યા. આ ગાળામાં ગાંધીજીએ સ્વભાષા અને હિંદીમાં આંતરપ્રાંતીય વ્યવહાર તથા જ્ઞાન-સાહિત્યના સર્જન વિશે પોતાના વિચારો સ્પષ્ટ કરવા ચાહ્યા. અન્ય વિદ્વાનો ઉપરાંત તેમણે કવિ ટાગોરને આંતરપ્રાંતીય વ્યવહાર માટે હિંદીની અનિવાર્યતા વિશે પૂછ્યું. કવિએ જવાબમાં લખ્યું; "એકમાત્ર શક્ય એવી રાષ્ટ્રીય ભાષા હિન્દી જ છે; પરંતુ મને લાગે છે કે લાંબા સમય સુધી આપણે એ વાતને ફરજિયાત બનાવી શકીશું નહીં.’<ref>અ. દે., Vol. 14, P. 137</ref>
પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. દેશમાં પણ નવો જુવાળ જોવામાં આવી રહ્યો હતો. ચંપારણ, અમદાવાદ અને ખેડાની સફળતાને પગલે ગાંધીજી દેશના અગ્રગણ્ય નેતા જ નહીં પણ નવા વિચારો અને આશાના અગ્રદૂત તરીકે ઊભરી રહ્યા હતા. આ સમયે કવિએ વિદેશ પ્રવાસનો કાર્યક્રમ ઘડ્યો. ગાંધીજીને લાગ્યું કે આવા સંક્રાંતિકાળે દેશમાં તેની શ્રેષ્ઠ વ્યક્તિઓની હાજરી આશીર્વાદરૂપ બને. કદાચ, તેમને આશંકા પણ હતી કે યુદ્ધ સમયે, રાષ્ટ્રવાદથી રંગાયેલું પશ્ચિમ કવિનો સંદેશો સાંભળવામાં સંકોચ રાખશે. કવિ પોતે સંકુચિત રાષ્ટ્રવાદ પ્રત્યે અસમંજસ ધરાવતા હતા, અને વિશ્વયુદ્ધે તેમને રાષ્ટ્રવાદ પ્રત્યે વધુ વિહ્વળ બનાવ્યા હતા. ગાંધીજીએ તેઓને દેશ ન છોડવા વિનંતી કરી. ગુરુદેવ ઍન્ડ્રૂઝને સાથે લેઈ જવા માંગતા હતા. ચાર્લી ઍન્ડ્રૂઝ ગિરમીટના સવાલનો ઝીણવટભર્યો અભ્યાસ કરી ગાંધીજીની ચળવળને મોટું પીઠબળ આપી રહ્યા હતા. તેમની સંભવિત ગેરહાજરી પણ કદાચ ગાંધીજીને સાલી. ગુરુદેવને લખ્યું; ‘‘ઍન્ડ્રૂઝ તમારે પડખે હોય તો તમને બહુ શાતા રહે. તમને જરૂર હોય ત્યાં સુધી તમારી પાસે એને રાખશો.’’25 પણ તરત જ તેમણે કવિને દેશ ન છોડવા લખ્યું. ‘‘આપણે અત્યારે દેશમાં મહાન ફેરફારને ઊંબરે ઊભા છીએ. દેશના નવજન્મને ટાંકણે સઘળાં શુદ્ધ બળોની હાજરી દેશમાં હોય તે મને ગમે. તેથી દેશમાં જ કોઈ જગ્યાએ આરામ મળી શકે એમ હોય તો હું તમને અને ઍન્ડ્રૂઝને વીનવું કે તમે દેશમાં જ રહો અને અવારનવાર ઍન્ડ્રૂઝની મદદ પણ મને આપતા રહો.’’26 ગાંધીજીએ કેવળ સૂચના જ કરી તેમ નહીં, વિકલ્પ પણ બતાવ્યો. અંબાલાલ સારાભાઈના માથેરાનના બંગલામાં અથવા ઊટીમાં રહેવાની વ્યવસ્થા કરવા તૈયાર છે તેમ જણાવ્યું. ‘‘હું સૂચવું છું કે હાલ તુરત આપ માથેરાન રહેવા આવી જાવ અને ગરમીની બાકીની મોસમ ઊટીમાં ગાળવી કે કેમ તેનો નિર્ણય ત્યારબાદ કરો, એ વધારે ઠીક થઈ પડશે.’’27
પ્રથમ વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. દેશમાં પણ નવો જુવાળ જોવામાં આવી રહ્યો હતો. ચંપારણ, અમદાવાદ અને ખેડાની સફળતાને પગલે ગાંધીજી દેશના અગ્રગણ્ય નેતા જ નહીં પણ નવા વિચારો અને આશાના અગ્રદૂત તરીકે ઊભરી રહ્યા હતા. આ સમયે કવિએ વિદેશ પ્રવાસનો કાર્યક્રમ ઘડ્યો. ગાંધીજીને લાગ્યું કે આવા સંક્રાંતિકાળે દેશમાં તેની શ્રેષ્ઠ વ્યક્તિઓની હાજરી આશીર્વાદરૂપ બને. કદાચ, તેમને આશંકા પણ હતી કે યુદ્ધ સમયે, રાષ્ટ્રવાદથી રંગાયેલું પશ્ચિમ કવિનો સંદેશો સાંભળવામાં સંકોચ રાખશે. કવિ પોતે સંકુચિત રાષ્ટ્રવાદ પ્રત્યે અસમંજસ ધરાવતા હતા, અને વિશ્વયુદ્ધે તેમને રાષ્ટ્રવાદ પ્રત્યે વધુ વિહ્વળ બનાવ્યા હતા. ગાંધીજીએ તેઓને દેશ ન છોડવા વિનંતી કરી. ગુરુદેવ ઍન્ડ્રૂઝને સાથે લેઈ જવા માંગતા હતા. ચાર્લી ઍન્ડ્રૂઝ ગિરમીટના સવાલનો ઝીણવટભર્યો અભ્યાસ કરી ગાંધીજીની ચળવળને મોટું પીઠબળ આપી રહ્યા હતા. તેમની સંભવિત ગેરહાજરી પણ કદાચ ગાંધીજીને સાલી. ગુરુદેવને લખ્યું; ‘‘ઍન્ડ્રૂઝ તમારે પડખે હોય તો તમને બહુ શાતા રહે. તમને જરૂર હોય ત્યાં સુધી તમારી પાસે એને રાખશો.’’<ref>અ. દે., Vol. 14, P. 335</ref> પણ તરત જ તેમણે કવિને દેશ ન છોડવા લખ્યું. ‘‘આપણે અત્યારે દેશમાં મહાન ફેરફારને ઊંબરે ઊભા છીએ. દેશના નવજન્મને ટાંકણે સઘળાં શુદ્ધ બળોની હાજરી દેશમાં હોય તે મને ગમે. તેથી દેશમાં જ કોઈ જગ્યાએ આરામ મળી શકે એમ હોય તો હું તમને અને ઍન્ડ્રૂઝને વીનવું કે તમે દેશમાં જ રહો અને અવારનવાર ઍન્ડ્રૂઝની મદદ પણ મને આપતા રહો.’’<ref>26. એજન</ref> ગાંધીજીએ કેવળ સૂચના જ કરી તેમ નહીં, વિકલ્પ પણ બતાવ્યો. અંબાલાલ સારાભાઈના માથેરાનના બંગલામાં અથવા ઊટીમાં રહેવાની વ્યવસ્થા કરવા તૈયાર છે તેમ જણાવ્યું. ‘‘હું સૂચવું છું કે હાલ તુરત આપ માથેરાન રહેવા આવી જાવ અને ગરમીની બાકીની મોસમ ઊટીમાં ગાળવી કે કેમ તેનો નિર્ણય ત્યારબાદ કરો, એ વધારે ઠીક થઈ પડશે.’’<ref>27. એજન</ref>
'''આશ્રમમાં એક રાત્રિ'''
'''આશ્રમમાં એક રાત્રિ'''
કવિનું કુમારાવસ્થા બાદ ગુજરાતમાં પહેલી વાર આગમન અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ દરમિયાન થયું. 17 જુલાઈ, 1919ના રોજ અમદાવાદની સાહિત્ય સભાની કારોબારી બેઠકમાં આ પરિષદ ડિસેમ્બર માસમાં રાખવાનું નક્કી થયું.
કવિનું કુમારાવસ્થા બાદ ગુજરાતમાં પહેલી વાર આગમન અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ દરમિયાન થયું. 17 જુલાઈ, 1919ના રોજ અમદાવાદની સાહિત્ય સભાની કારોબારી બેઠકમાં આ પરિષદ ડિસેમ્બર માસમાં રાખવાનું નક્કી થયું.
ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળા સામે 22 ઑગસ્ટ, 1919ના રોજ ચૂંટણીમાં હાર્યા.28
ગાંધીજીએ ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખની ચૂંટણીમાં ઝંપલાવ્યું અને રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળા સામે 22 ઑગસ્ટ, 1919ના રોજ ચૂંટણીમાં હાર્યા.<ref>જે બતાવે છે કે ગુજરાતના સાહિત્યરસિકો અને સાહિત્યકારોમાં આ સમયે ગાંધીજીના કામ અને ગુજરાતી ભાષા દ્વારા દેશસેવા કરાવાની તેમની મહેચ્છા બંને વિશે અવઢવ હતું. આ અવઢવનું પ્રમાણ માત્ર ચૂંટણીમાં ગાંધીજીની હાર જ નથી પણ બાદના ઇતિહાસકારોની આ બાબત પર ઢાંકપછોડો કરવાની વૃત્તિ પણ છે. ચંદુભાઈ ભગુભાઈ દલાલની ગાંધીજીની દિનવારી, P. 85 સિવાય અન્ય આધારભૂત સ્રોતોમાં આ હકીકાતનો ઉલ્લેખ સુધાં નથી. ગુજરાત સાહિત્ય પરિષદના ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ-4ને ગાંધીયુગનું સાહિત્ય કહેવામાં આવ્યું, તેમાં પ્રો. ચી. ના. પટેલનો ગાંધીજી વિશેનો લેખ છે પણ આ ચૂંટણીમાં હારની ઘટનાનો ઉલ્લેખ સુધ્ધાં આ લેખ કે સર્વશ્રી ઉમાશંકર જોશી, અનંતરાય રાવળ અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદીના સંપાદકીય લેખમાં પણ નથી.</ref>
7 સપ્ટેમ્બર, 1919ના રોજ ગાંધીજીના અધિપતિપણા હેઠળ ‘નવજીવન’નું પ્રકાશન શરૂ થયું. તેના પહેલા જ અંકમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે સમાચાર આપવામાં આવ્યા. ‘‘આવતા કાર્તિક માસમાં ગુજરાતના પાટનગર અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ ભરવાનું નક્કી થઈ ગયું છે; એટલું જ નહિ; પરંતુ સાહિત્યરસિક સેક્રેટરીઓના ઉત્સાહથી તેને લગતું ઘણું કામકાજ અત્યાર પહેલાનું નક્કી થઈ ગયું છે. ગયા માસમાં પરિષદની સ્થાનિક મંડળીએ રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળાને તેના પ્રમુખ તરીકે ચૂંટણી કર્યા ઉપરાંત સાહિત્યના જુદા જુદા વિષયોની ચર્ચા કરવાની સગવડને ખાતર, સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન એવા ત્રણ ખંડમાં સાહિત્યના વિભાગો પાડીને દરેક વિભાગ ઉપર વિચાર ચલાવનારા રસિકોમાં પરિતોષ માટે ત્રણ વિભાગના ત્રણ જુદા જુદા તે તે વિભાગને શોભા આપે એવા, રા. બા. રમણભાઈ, પ્રો. બી. કે. ઠાકોર અને ખા. બ. મસાનીને વિભાગી પ્રમુખો નીમ્યા છે... આગામી સાહિત્ય પરિષદ માટે પણ જેમ વિશેષ ચર્ચા અને ચવર્ણ ચાલશે તેમ તે વધારે લોકપ્રિય બનશે. માત્ર એટલું જ કે કાર્ય કરનારાઓને પોતે હાથ ધરેલા કાર્યને પાર ઉતારવાને હંમેશાં કટીબદ્ધ રહેવું જોઈએ. અત્રે કાર્ય કરનારાઓમાં ધીરજ ઇત્યાદિ ગુણો છે એમ અમે માનીએ છીએ. તેથી સાહિત્ય પરિષદનું કાર્ય ગુજરાતને અને ગુજરાતના પાટનગરને ખરેખર શોભા આપનારું નીવડવું જોઈએ. અમે તેની ફતેહ ઇચ્છીએ છીએ.’’29
7 સપ્ટેમ્બર, 1919ના રોજ ગાંધીજીના અધિપતિપણા હેઠળ ‘નવજીવન’નું પ્રકાશન શરૂ થયું. તેના પહેલા જ અંકમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ વિશે સમાચાર આપવામાં આવ્યા. ‘‘આવતા કાર્તિક માસમાં ગુજરાતના પાટનગર અમદાવાદમાં છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદ ભરવાનું નક્કી થઈ ગયું છે; એટલું જ નહિ; પરંતુ સાહિત્યરસિક સેક્રેટરીઓના ઉત્સાહથી તેને લગતું ઘણું કામકાજ અત્યાર પહેલાનું નક્કી થઈ ગયું છે. ગયા માસમાં પરિષદની સ્થાનિક મંડળીએ રા. બા. હરગોવિંદદાસ દ્વારકાદાસ ક્ંટાવાળાને તેના પ્રમુખ તરીકે ચૂંટણી કર્યા ઉપરાંત સાહિત્યના જુદા જુદા વિષયોની ચર્ચા કરવાની સગવડને ખાતર, સાહિત્ય, ઇતિહાસ અને વિજ્ઞાન એવા ત્રણ ખંડમાં સાહિત્યના વિભાગો પાડીને દરેક વિભાગ ઉપર વિચાર ચલાવનારા રસિકોમાં પરિતોષ માટે ત્રણ વિભાગના ત્રણ જુદા જુદા તે તે વિભાગને શોભા આપે એવા, રા. બા. રમણભાઈ, પ્રો. બી. કે. ઠાકોર અને ખા. બ. મસાનીને વિભાગી પ્રમુખો નીમ્યા છે... આગામી સાહિત્ય પરિષદ માટે પણ જેમ વિશેષ ચર્ચા અને ચવર્ણ ચાલશે તેમ તે વધારે લોકપ્રિય બનશે. માત્ર એટલું જ કે કાર્ય કરનારાઓને પોતે હાથ ધરેલા કાર્યને પાર ઉતારવાને હંમેશાં કટીબદ્ધ રહેવું જોઈએ. અત્રે કાર્ય કરનારાઓમાં ધીરજ ઇત્યાદિ ગુણો છે એમ અમે માનીએ છીએ. તેથી સાહિત્ય પરિષદનું કાર્ય ગુજરાતને અને ગુજરાતના પાટનગરને ખરેખર શોભા આપનારું નીવડવું જોઈએ. અમે તેની ફતેહ ઇચ્છીએ છીએ.’’<ref>‘નવજીવન’, સપ્ટેમ્બર, 7, 1919, P. 12</ref>
આ સમાચારની નીચે ‘‘સ્વતંત્રતાનું સ્વર્ગ નામે ‘શ્રીમાન ડૉ. રવીન્દ્રનાથ ઠાકુરની એક કૃતિ ઉપરથી અનુવાદ’ છાપવામાં આવ્યો.’’30
આ સમાચારની નીચે ‘‘સ્વતંત્રતાનું સ્વર્ગ નામે ‘શ્રીમાન ડૉ. રવીન્દ્રનાથ ઠાકુરની એક કૃતિ ઉપરથી અનુવાદ’ છાપવામાં આવ્યો.’’<ref>
છઠ્ઠી સાહિત્ય પરિષદમાં બે નવાં તત્ત્વ ઉમેરવાનું અમદાવાદની સમિતિએ ઠરાવ્યું હતું : (1) દેશના જાણીતા પ્રતિભાવાન વિદ્વાનોને પરિષદમાં નિમંત્રણ આપવું અને તેમની વિદ્વત્તા-જ્ઞાન-અનુભવનો લાભ મેળવવો. (2) જુદા જુદા પ્રાંતની ભાષા-સાહિત્યથી પરિચિત રહેવું અને પ્રાંત પ્રાંત વચ્ચે વિચારોની આપ-લે કરવી. ‘‘તેમાં તાજેતરમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે વિશ્વનું નોબેલ પ્રાઇઝ મેળવી હિન્દની કીર્તિ ઉજ્જ્વળ કરી હતી. તેમનું દર્શન કરવાની અને તેમની કાવ્યમયવાણીનું શ્રવણ કરવાની ઉત્સુકતાથી તેમને આમંત્રણ આપી પરિષદનું ગૌરવ વધારવાનું વિચારાયું. પણ સવાલ એ થયો કે ટાગોરને આગ્રહપૂર્વક આમંત્રણ કોણ કરી શકે ? તરત જ ડૉ. હરિપ્રસાદે સૂચવ્યું કે એ માટે ગાંધીજી યોગ્ય પુરુષ ગણાય, એટલે તે બાબત ડૉક્ટરને જ સોંપવામાં આવી. "જ્યારે તેમણે ગાંધીજી આગળ આ વાત મૂકી ત્યારે ગાંધીજીએ તરત કહ્યું કે તેઓ તો ખુશીથી આવશે, પણ એ તો રાજવંશી પુરુષ છે, પરોણાગત ઊંચા દરજ્જાની હોવી જોઈશે. આ પરથી ડૉક્ટરના મિત્રમંડળમાંના હિતેચ્છુ પ્રેસના માલિક હરિપ્રસાદ મહેતા (જેમને અમે હરિપ્રસાદ હિતેચ્છુ કહેતા તે) બોલી ઊઠ્યા કે, ‘એમાં શું ? અંબાલાલ સારાભાઈને ત્યાં કરુણાશંકર માસ્તરનું શ્રીમતી સરલાદેવી સારું માન રાખે છે, તે આવા સુપ્રસિદ્ધ સંસ્કારી મહેમાન તેમને ત્યાં આવે તેથી તેઓ તો ખૂબ ખુશ થશે.’ એ યોજના પાર પડી.’’31
‘‘જ્યાં મન નિર્ભય રહે સદાયે,
::: મસ્તક ઊંચું રાખી શકાય,
જ્યહાં જ્ઞાન છે સ્વતંત્ર, વસતું
::: વચન દરેક સત્યની માંહ્ય.
દુનિયા નહિં વ્હેંચાઈ-કપાઈ
::: દીવાલ અનેક વડે જ્યહાં,
ટુકડા થઈ સેંકડો સાંકડી
::: કૌટુમ્બિક કોટડીઓ માંહ્ય.
ઉત્તમતા મેળવવા યત્નો
::: જ્યહાં નિરંતર ચાલુ રહેજ,
નહિ થાક ને નહિં વેદના 
::: નિષ્ફળતા નહિ રોકી શકે જ.
બુદ્ધિનું નિર્મળ ઝરણું જ્યાં
::: વ્હયાં કરે છે પ્રબળ હંમેશ,
ચેતનહીન રૂઢિના રણમાં,
::: ભૂલી પન્થ ન ડૂબે લેશ.
નિત્ય વિકાસતાં વિચાર-કર્મો
::: વિશે તુંથી મન જ્યાં પ્રેરાય
સ્વતંત્રતાના એ સ્વર્ગે
::: પ્રિય બાપુજી ! આમ દેશ જગાવ્ય.’’
આના અનુવાદક રામમોહનરાય જસવંતરાય દેસાઈ છઠ્ઠી સાહિત્ય પરિષદના કાર્યવાહક મડંળના સભ્ય પણ હતા. ‘નવજીવન’ના પ્રથમ અંકમાં કવિ ટાગોરની કૃતિનો અનુવાદ સૂચક છે.
</ref>
છઠ્ઠી સાહિત્ય પરિષદમાં બે નવાં તત્ત્વ ઉમેરવાનું અમદાવાદની સમિતિએ ઠરાવ્યું હતું : (1) દેશના જાણીતા પ્રતિભાવાન વિદ્વાનોને પરિષદમાં નિમંત્રણ આપવું અને તેમની વિદ્વત્તા-જ્ઞાન-અનુભવનો લાભ મેળવવો. (2) જુદા જુદા પ્રાંતની ભાષા-સાહિત્યથી પરિચિત રહેવું અને પ્રાંત પ્રાંત વચ્ચે વિચારોની આપ-લે કરવી. ‘‘તેમાં તાજેતરમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે વિશ્વનું નોબેલ પ્રાઇઝ મેળવી હિન્દની કીર્તિ ઉજ્જ્વળ કરી હતી. તેમનું દર્શન કરવાની અને તેમની કાવ્યમયવાણીનું શ્રવણ કરવાની ઉત્સુકતાથી તેમને આમંત્રણ આપી પરિષદનું ગૌરવ વધારવાનું વિચારાયું. પણ સવાલ એ થયો કે ટાગોરને આગ્રહપૂર્વક આમંત્રણ કોણ કરી શકે ? તરત જ ડૉ. હરિપ્રસાદે સૂચવ્યું કે એ માટે ગાંધીજી યોગ્ય પુરુષ ગણાય, એટલે તે બાબત ડૉક્ટરને જ સોંપવામાં આવી. "જ્યારે તેમણે ગાંધીજી આગળ આ વાત મૂકી ત્યારે ગાંધીજીએ તરત કહ્યું કે તેઓ તો ખુશીથી આવશે, પણ એ તો રાજવંશી પુરુષ છે, પરોણાગત ઊંચા દરજ્જાની હોવી જોઈશે. આ પરથી ડૉક્ટરના મિત્રમંડળમાંના હિતેચ્છુ પ્રેસના માલિક હરિપ્રસાદ મહેતા (જેમને અમે હરિપ્રસાદ હિતેચ્છુ કહેતા તે) બોલી ઊઠ્યા કે, ‘એમાં શું ? અંબાલાલ સારાભાઈને ત્યાં કરુણાશંકર માસ્તરનું શ્રીમતી સરલાદેવી સારું માન રાખે છે, તે આવા સુપ્રસિદ્ધ સંસ્કારી મહેમાન તેમને ત્યાં આવે તેથી તેઓ તો ખૂબ ખુશ થશે.’ એ યોજના પાર પડી.’’<ref></ref>
આ યોજના તો પાર પડી પણ તે વાતને ગુજરાતના સાહિત્યિકોમાં કવિ ટાગોર વિશે બહુ કૌતુક ન હતું, તેમનું સાહિત્ય વાંચનાર તો જવલ્લે જ કોઈ હતાં. ‘‘રવીન્દ્રનાથનું નામ તેમને ‘‘ગીતાંજલિ’’ના પુસ્તક માટે વિશ્વ પારિતોષિક મળવાને કારણે જ ગુજરાતને રોશન થયું હતું, પણ કોઈએ તેમના સાહિત્યનું કે કાવ્યોનું અયયન કરેલું જાણ્યું નહોતું. શ્રી મહાદેવભાઈ દેસાઈએ નરહરીભાઈ પરીખ સાથે ‘‘ચિત્રાંગદા’’નો ગુજરાતી અનુવાદ કરેલો અને ઝંડુ ફાર્મસીવાળા ભગવાનલાલ ગિરિજાશંકર ભટ્ટ જે વારંવાર તેમના ધંધા માટે કલકત્તા જતા તેમણે બંગાળી પરથી થોડી વાર્તાઓ ‘‘વીસમી સદી’’માં અનુવાદિત કરેલી, છતાં ટાગોર વિશે સાક્ષરોમાં ખાસ કૌતુક નહોતું, પણ હવે ડૉ. હરિપ્રસાદે સૌને કહ્યું કે ‘‘ગીતાંજલિ’’ની અંગ્રેજી આવૃત્તિ તો વાંચી લેવી જ જોઈએ, અને એમ ટાગોર સાહિત્ય તરફ ગુજરાત ખેંચાયું.’’32
આ યોજના તો પાર પડી પણ તે વાતને ગુજરાતના સાહિત્યિકોમાં કવિ ટાગોર વિશે બહુ કૌતુક ન હતું, તેમનું સાહિત્ય વાંચનાર તો જવલ્લે જ કોઈ હતાં. ‘‘રવીન્દ્રનાથનું નામ તેમને ‘‘ગીતાંજલિ’’ના પુસ્તક માટે વિશ્વ પારિતોષિક મળવાને કારણે જ ગુજરાતને રોશન થયું હતું, પણ કોઈએ તેમના સાહિત્યનું કે કાવ્યોનું અયયન કરેલું જાણ્યું નહોતું. શ્રી મહાદેવભાઈ દેસાઈએ નરહરીભાઈ પરીખ સાથે ‘‘ચિત્રાંગદા’’નો ગુજરાતી અનુવાદ કરેલો અને ઝંડુ ફાર્મસીવાળા ભગવાનલાલ ગિરિજાશંકર ભટ્ટ જે વારંવાર તેમના ધંધા માટે કલકત્તા જતા તેમણે બંગાળી પરથી થોડી વાર્તાઓ ‘‘વીસમી સદી’’માં અનુવાદિત કરેલી, છતાં ટાગોર વિશે સાક્ષરોમાં ખાસ કૌતુક નહોતું, પણ હવે ડૉ. હરિપ્રસાદે સૌને કહ્યું કે ‘‘ગીતાંજલિ’’ની અંગ્રેજી આવૃત્તિ તો વાંચી લેવી જ જોઈએ, અને એમ ટાગોર સાહિત્ય તરફ ગુજરાત ખેંચાયું.’’32
સાહિત્ય પરિષદની વિનંતીથી ગાંધીજીએ 18 ઑક્ટોબર’ 1918ના રોજ ગુરુદેવને આમંત્રણ આપ્યું : ‘‘અમદાવાદમાં ડિસેમ્બરમાં એક સાહિત્ય પરિષદ ભરાવાની છે. એની તારીખો 13, 14 અને 15 ડિસેમ્બર છે. યોજકોની તીવ્ર ઇચ્છા છે કે આ પ્રસંગે હાજર રહી આપ પરિષદને શોભાવશો. એટલે હું આશા રાખું છું કે આપનાથી બની શકે એમ હોય તો આપ ગુજરાતને નિરાશ નહીં કરો.’’’33
સાહિત્ય પરિષદની વિનંતીથી ગાંધીજીએ 18 ઑક્ટોબર’ 1918ના રોજ ગુરુદેવને આમંત્રણ આપ્યું : ‘‘અમદાવાદમાં ડિસેમ્બરમાં એક સાહિત્ય પરિષદ ભરાવાની છે. એની તારીખો 13, 14 અને 15 ડિસેમ્બર છે. યોજકોની તીવ્ર ઇચ્છા છે કે આ પ્રસંગે હાજર રહી આપ પરિષદને શોભાવશો. એટલે હું આશા રાખું છું કે આપનાથી બની શકે એમ હોય તો આપ ગુજરાતને નિરાશ નહીં કરો.’’’33
18,450

edits

Navigation menu