કવિની ચોકી/1: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 58: Line 58:
આના અનુવાદક રામમોહનરાય જસવંતરાય દેસાઈ છઠ્ઠી સાહિત્ય પરિષદના કાર્યવાહક મડંળના સભ્ય પણ હતા. ‘નવજીવન’ના પ્રથમ અંકમાં કવિ ટાગોરની કૃતિનો અનુવાદ સૂચક છે.
આના અનુવાદક રામમોહનરાય જસવંતરાય દેસાઈ છઠ્ઠી સાહિત્ય પરિષદના કાર્યવાહક મડંળના સભ્ય પણ હતા. ‘નવજીવન’ના પ્રથમ અંકમાં કવિ ટાગોરની કૃતિનો અનુવાદ સૂચક છે.
</ref>
</ref>
છઠ્ઠી સાહિત્ય પરિષદમાં બે નવાં તત્ત્વ ઉમેરવાનું અમદાવાદની સમિતિએ ઠરાવ્યું હતું : (1) દેશના જાણીતા પ્રતિભાવાન વિદ્વાનોને પરિષદમાં નિમંત્રણ આપવું અને તેમની વિદ્વત્તા-જ્ઞાન-અનુભવનો લાભ મેળવવો. (2) જુદા જુદા પ્રાંતની ભાષા-સાહિત્યથી પરિચિત રહેવું અને પ્રાંત પ્રાંત વચ્ચે વિચારોની આપ-લે કરવી. ‘‘તેમાં તાજેતરમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે વિશ્વનું નોબેલ પ્રાઇઝ મેળવી હિન્દની કીર્તિ ઉજ્જ્વળ કરી હતી. તેમનું દર્શન કરવાની અને તેમની કાવ્યમયવાણીનું શ્રવણ કરવાની ઉત્સુકતાથી તેમને આમંત્રણ આપી પરિષદનું ગૌરવ વધારવાનું વિચારાયું. પણ સવાલ એ થયો કે ટાગોરને આગ્રહપૂર્વક આમંત્રણ કોણ કરી શકે ? તરત જ ડૉ. હરિપ્રસાદે સૂચવ્યું કે એ માટે ગાંધીજી યોગ્ય પુરુષ ગણાય, એટલે તે બાબત ડૉક્ટરને જ સોંપવામાં આવી. "જ્યારે તેમણે ગાંધીજી આગળ આ વાત મૂકી ત્યારે ગાંધીજીએ તરત કહ્યું કે તેઓ તો ખુશીથી આવશે, પણ એ તો રાજવંશી પુરુષ છે, પરોણાગત ઊંચા દરજ્જાની હોવી જોઈશે. આ પરથી ડૉક્ટરના મિત્રમંડળમાંના હિતેચ્છુ પ્રેસના માલિક હરિપ્રસાદ મહેતા (જેમને અમે હરિપ્રસાદ હિતેચ્છુ કહેતા તે) બોલી ઊઠ્યા કે, ‘એમાં શું ? અંબાલાલ સારાભાઈને ત્યાં કરુણાશંકર માસ્તરનું શ્રીમતી સરલાદેવી સારું માન રાખે છે, તે આવા સુપ્રસિદ્ધ સંસ્કારી મહેમાન તેમને ત્યાં આવે તેથી તેઓ તો ખૂબ ખુશ થશે.’ એ યોજના પાર પડી.’’<ref></ref>
છઠ્ઠી સાહિત્ય પરિષદમાં બે નવાં તત્ત્વ ઉમેરવાનું અમદાવાદની સમિતિએ ઠરાવ્યું હતું : (1) દેશના જાણીતા પ્રતિભાવાન વિદ્વાનોને પરિષદમાં નિમંત્રણ આપવું અને તેમની વિદ્વત્તા-જ્ઞાન-અનુભવનો લાભ મેળવવો. (2) જુદા જુદા પ્રાંતની ભાષા-સાહિત્યથી પરિચિત રહેવું અને પ્રાંત પ્રાંત વચ્ચે વિચારોની આપ-લે કરવી. ‘‘તેમાં તાજેતરમાં કવિવર રવીન્દ્રનાથ ટાગોરે વિશ્વનું નોબેલ પ્રાઇઝ મેળવી હિન્દની કીર્તિ ઉજ્જ્વળ કરી હતી. તેમનું દર્શન કરવાની અને તેમની કાવ્યમયવાણીનું શ્રવણ કરવાની ઉત્સુકતાથી તેમને આમંત્રણ આપી પરિષદનું ગૌરવ વધારવાનું વિચારાયું. પણ સવાલ એ થયો કે ટાગોરને આગ્રહપૂર્વક આમંત્રણ કોણ કરી શકે ? તરત જ ડૉ. હરિપ્રસાદે સૂચવ્યું કે એ માટે ગાંધીજી યોગ્ય પુરુષ ગણાય, એટલે તે બાબત ડૉક્ટરને જ સોંપવામાં આવી. "જ્યારે તેમણે ગાંધીજી આગળ આ વાત મૂકી ત્યારે ગાંધીજીએ તરત કહ્યું કે તેઓ તો ખુશીથી આવશે, પણ એ તો રાજવંશી પુરુષ છે, પરોણાગત ઊંચા દરજ્જાની હોવી જોઈશે. આ પરથી ડૉક્ટરના મિત્રમંડળમાંના હિતેચ્છુ પ્રેસના માલિક હરિપ્રસાદ મહેતા (જેમને અમે હરિપ્રસાદ હિતેચ્છુ કહેતા તે) બોલી ઊઠ્યા કે, ‘એમાં શું ? અંબાલાલ સારાભાઈને ત્યાં કરુણાશંકર માસ્તરનું શ્રીમતી સરલાદેવી સારું માન રાખે છે, તે આવા સુપ્રસિદ્ધ સંસ્કારી મહેમાન તેમને ત્યાં આવે તેથી તેઓ તો ખૂબ ખુશ થશે.’ એ યોજના પાર પડી.’’<ref>31. રવિશંકર રાવળ, ગુજરાતમાં કલાનાં પગરણ, PP. 282-283</ref>
આ યોજના તો પાર પડી પણ તે વાતને ગુજરાતના સાહિત્યિકોમાં કવિ ટાગોર વિશે બહુ કૌતુક ન હતું, તેમનું સાહિત્ય વાંચનાર તો જવલ્લે જ કોઈ હતાં. ‘‘રવીન્દ્રનાથનું નામ તેમને ‘‘ગીતાંજલિ’’ના પુસ્તક માટે વિશ્વ પારિતોષિક મળવાને કારણે જ ગુજરાતને રોશન થયું હતું, પણ કોઈએ તેમના સાહિત્યનું કે કાવ્યોનું અયયન કરેલું જાણ્યું નહોતું. શ્રી મહાદેવભાઈ દેસાઈએ નરહરીભાઈ પરીખ સાથે ‘‘ચિત્રાંગદા’’નો ગુજરાતી અનુવાદ કરેલો અને ઝંડુ ફાર્મસીવાળા ભગવાનલાલ ગિરિજાશંકર ભટ્ટ જે વારંવાર તેમના ધંધા માટે કલકત્તા જતા તેમણે બંગાળી પરથી થોડી વાર્તાઓ ‘‘વીસમી સદી’’માં અનુવાદિત કરેલી, છતાં ટાગોર વિશે સાક્ષરોમાં ખાસ કૌતુક નહોતું, પણ હવે ડૉ. હરિપ્રસાદે સૌને કહ્યું કે ‘‘ગીતાંજલિ’’ની અંગ્રેજી આવૃત્તિ તો વાંચી લેવી જ જોઈએ, અને એમ ટાગોર સાહિત્ય તરફ ગુજરાત ખેંચાયું.’’32
આ યોજના તો પાર પડી પણ તે વાતને ગુજરાતના સાહિત્યિકોમાં કવિ ટાગોર વિશે બહુ કૌતુક ન હતું, તેમનું સાહિત્ય વાંચનાર તો જવલ્લે જ કોઈ હતાં. ‘‘રવીન્દ્રનાથનું નામ તેમને ‘‘ગીતાંજલિ’’ના પુસ્તક માટે વિશ્વ પારિતોષિક મળવાને કારણે જ ગુજરાતને રોશન થયું હતું, પણ કોઈએ તેમના સાહિત્યનું કે કાવ્યોનું અયયન કરેલું જાણ્યું નહોતું. શ્રી મહાદેવભાઈ દેસાઈએ નરહરીભાઈ પરીખ સાથે ‘‘ચિત્રાંગદા’’નો ગુજરાતી અનુવાદ કરેલો અને ઝંડુ ફાર્મસીવાળા ભગવાનલાલ ગિરિજાશંકર ભટ્ટ જે વારંવાર તેમના ધંધા માટે કલકત્તા જતા તેમણે બંગાળી પરથી થોડી વાર્તાઓ ‘‘વીસમી સદી’’માં અનુવાદિત કરેલી, છતાં ટાગોર વિશે સાક્ષરોમાં ખાસ કૌતુક નહોતું, પણ હવે ડૉ. હરિપ્રસાદે સૌને કહ્યું કે ‘‘ગીતાંજલિ’’ની અંગ્રેજી આવૃત્તિ તો વાંચી લેવી જ જોઈએ, અને એમ ટાગોર સાહિત્ય તરફ ગુજરાત ખેંચાયું.’’<ref>32. એજન, P. 283</ref>
સાહિત્ય પરિષદની વિનંતીથી ગાંધીજીએ 18 ઑક્ટોબર’ 1918ના રોજ ગુરુદેવને આમંત્રણ આપ્યું : ‘‘અમદાવાદમાં ડિસેમ્બરમાં એક સાહિત્ય પરિષદ ભરાવાની છે. એની તારીખો 13, 14 અને 15 ડિસેમ્બર છે. યોજકોની તીવ્ર ઇચ્છા છે કે આ પ્રસંગે હાજર રહી આપ પરિષદને શોભાવશો. એટલે હું આશા રાખું છું કે આપનાથી બની શકે એમ હોય તો આપ ગુજરાતને નિરાશ નહીં કરો.’’’33
સાહિત્ય પરિષદની વિનંતીથી ગાંધીજીએ 18 ઑક્ટોબર’ 1918ના રોજ ગુરુદેવને આમંત્રણ આપ્યું : ‘‘અમદાવાદમાં ડિસેમ્બરમાં એક સાહિત્ય પરિષદ ભરાવાની છે. એની તારીખો 13, 14 અને 15 ડિસેમ્બર છે. યોજકોની તીવ્ર ઇચ્છા છે કે આ પ્રસંગે હાજર રહી આપ પરિષદને શોભાવશો. એટલે હું આશા રાખું છું કે આપનાથી બની શકે એમ હોય તો આપ ગુજરાતને નિરાશ નહીં કરો.’’’<ref>અ. દે., Vol. 16, P. 229-230</ref>
કવિને મળેલી ટૂંકી મુદત તથા અન્ય કારણોસર પરિષદ મુલતવી રાખવામાં આવી અને ઇસ્ટરના તહેવારોમાં આનું આયોજન કરવાનું નક્કી થયું.34
કવિને મળેલી ટૂંકી મુદત તથા અન્ય કારણોસર પરિષદ મુલતવી રાખવામાં આવી અને ઇસ્ટરના તહેવારોમાં આનું આયોજન કરવાનું નક્કી થયું.<ref>છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદનો હેવાલ નોંધે છે કે; "...એમ માની લીધેલું કે ડિસેમ્બર માસમાં સુલેહના તહેવારોની રજા બધાંને અનુકૂળ થઈ પડશે; પરંતુ પાછળથી માલૂમ પડ્યું કે કેળવણી ખાતામાં કામ કરતો શિક્ષક વર્ગ, જે પરિષદના કામક્જમાં રસપૂર્વક ભાગ લે છે તે બીજાં જરૂરી રોક્ણને લીધે તે વખતે પરિષદમાં સમૂળગો હાજરી આપી શકશે નહિ. આ મુશ્કેલીની ખબર કમિટીને કાને આવતાં તા. 13મી નવેમ્બરે કારોબારી કમિટીની સભા મેળવી પરિષદની બેઠક સન 1920ના ઇસ્ટરના તહેવારમાં ભરવાનો છેવટનો નિર્ણય કરવામાં આવ્યો. છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદનો રિપોર્ટ, PP. 12-13, શૈલેષ પારેખ; અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 8 પર નોંધાયેલું.)</ref>
પરિષદના આયોજકો એ આ નિર્ણયની જાણ ગાંધીજીને કરવાની તસદી લીધી જણાતી નથી. આ નિર્ણયની જાણ ગાંધીજી પાસે ગુરુદેવને ફરી એક વાર નવી તારીખોનું આમંત્રણ મોકલવાની જરૂર થઈ ત્યારે થઈ હશે. ગાંધીજીએ કવિને લખ્યું; ‘‘આજ સુધી મને એ વાતનો ખ્યાલ નહોતો કે ગુજરાતી સાહિત્ય પરિષદ જે સમયે ભરાવાની હતી તે સમયે ભરાઈ નથી; પરંતુ એના મુખ્ય સંચાલક ડૉ. હરિપ્રસાદ મને જણાવે છે કે આ પરિષદમાં આપ હાજર નથી રહી શકતા એનું એક કારણ આપને બહુ મોડી ખબર આપવામાં આવી હતી એ હતું એટલે પરિષદ ઇસ્ટર સુધી મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરિષદ કંઈ નક્કી કરેલા વખતે ભરાતો વાર્ષિક સમારંભ નથી એટલે ઔચિત્યના કોઈ પણ નિયમનો ભંગ કર્યા સિવાય આ પ્રમાણે થઈ શકે તેમ હતું. હું જાણું છું કે આપની તબિયત અને બીજા સંજોગો ધ્યાનમાં લઈ આપ પરિષદનું આમંત્રણ સ્વીકારી શકો એમ હશો, તો જરૂર આવશો. એટલે મારી હાર્દિક અભિલાષા છે કે ગુજરાતના પાટનગરને ઇસ્ટરના તહેવારો દરમિયાન આપનું સ્વાગત કરવાનો લહાવો મળશે.’’35
પરિષદના આયોજકો એ આ નિર્ણયની જાણ ગાંધીજીને કરવાની તસદી લીધી જણાતી નથી. આ નિર્ણયની જાણ ગાંધીજી પાસે ગુરુદેવને ફરી એક વાર નવી તારીખોનું આમંત્રણ મોકલવાની જરૂર થઈ ત્યારે થઈ હશે. ગાંધીજીએ કવિને લખ્યું; ‘‘આજ સુધી મને એ વાતનો ખ્યાલ નહોતો કે ગુજરાતી સાહિત્ય પરિષદ જે સમયે ભરાવાની હતી તે સમયે ભરાઈ નથી; પરંતુ એના મુખ્ય સંચાલક ડૉ. હરિપ્રસાદ મને જણાવે છે કે આ પરિષદમાં આપ હાજર નથી રહી શકતા એનું એક કારણ આપને બહુ મોડી ખબર આપવામાં આવી હતી એ હતું એટલે પરિષદ ઇસ્ટર સુધી મુલતવી રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે. પરિષદ કંઈ નક્કી કરેલા વખતે ભરાતો વાર્ષિક સમારંભ નથી એટલે ઔચિત્યના કોઈ પણ નિયમનો ભંગ કર્યા સિવાય આ પ્રમાણે થઈ શકે તેમ હતું. હું જાણું છું કે આપની તબિયત અને બીજા સંજોગો ધ્યાનમાં લઈ આપ પરિષદનું આમંત્રણ સ્વીકારી શકો એમ હશો, તો જરૂર આવશો. એટલે મારી હાર્દિક અભિલાષા છે કે ગુજરાતના પાટનગરને ઇસ્ટરના તહેવારો દરમિયાન આપનું સ્વાગત કરવાનો લહાવો મળશે.’’<ref>અ. દે., Vol. 16, P. 459</ref>
કવિએ આમંત્રણ સ્વીકાર્યું. ગુજરાતની પ્રજાને અને સાક્ષરવર્ગને કવિના યોગ્ય સન્માન માટે તૈયાર કરવાની જવાબદારી ગાંધીજીએ ઉપાડી. 7 માર્ચ’ 1920ના નવજીવનમાં કવિનાં ભત્રીજી સરલાદેવી ચૌધરાણીનું ‘‘નમો હિંદુસ્તાન’’ ગીત છાપવામાં આવ્યું.36 1901માં રચાયેલા આ ગીતને કૉંગ્રેસનાં ‘રાષ્ટ્રગીતો’માં સ્થાન હતું. આ ગીતની નીચે કવિ ટાગોરના આગમનની ખબર છાપી અને પ્રજા પાસેની અપેક્ષાની નોંધ લેતાં ગાંધીજીએ લખ્યું; ‘‘તેમનું આગમન નાની વાત નહીં ગણાય. એ રાજપ્રકરણી પુરુષ નથી. એ મહા કવિ છે. તેમની જોડી હિંદમાં તો નથી જ. ભાઈ ઍન્ડ્રૂઝ પોતે એક કવિ છે ને તે માને છે કે તેમની જોડી આજે યુરોપમાં પણ નથી. તેઓ જેમ કવિ છે તેમ તત્વજ્ઞાની છે અને આસ્તિક પુરુષ છે... આ મહાકવિ હિંદુસ્તાનનું એક અણમોલું રત્ન છે... એમને લાયકનું માન ગુજરાતની રાજધાની આપો એમ હું ઇચ્છું છું. તેમને સારુ કાન ફાડી નાખે એવા પોકારો ન શોભે, માણસોની ભીડ હોવા છતાં ઘકાધકી વિના આપણને જે પ્રિય છે તેને સારુ આપણે રસ્તો આપી દઈએ. આપણે રસ્તા શણગારીએ તો તેમાંયે પશ્ચિમતા નહીં પણ પૂર્વતા હોવી જોઈએ. એ પોતે જેવા કવિ છે તેવા જ ચિત્રકળા ને સંગીતના પારખનાર છે. એટલે આપણે જે ભાવ બતાવવા માગીએ તે શાંતિમય, કળામય, સર્વપ્રકારે આડંબરથી, ઘેલછાથી રહિત એવો શુદ્ધ હોવો જોઈએ. કાર્યવાહકોને હું વિનંતી કરું છું કે તેઓ આજથી જ વિચાર કરી સુવ્યવસ્થા ઘડી કાઢે કે જેથી આપણા પરોણાને શ્રમ ન પહોંચે અને ગુજરાત ધાર્મિક વૃત્તિથી ગુજરાતને અને કવિશ્રીને શોભે એવો આવકાર આપે.’’37
કવિએ આમંત્રણ સ્વીકાર્યું. ગુજરાતની પ્રજાને અને સાક્ષરવર્ગને કવિના યોગ્ય સન્માન માટે તૈયાર કરવાની જવાબદારી ગાંધીજીએ ઉપાડી. 7 માર્ચ’ 1920ના નવજીવનમાં કવિનાં ભત્રીજી સરલાદેવી ચૌધરાણીનું ‘‘નમો હિંદુસ્તાન’’ ગીત છાપવામાં આવ્યું.<ref>અતીત ગૌરવવાહિની મેરી વાણિ, ગાઓ અબ (2) હિંદુસ્તાન
ગાંધીજી પ્રજાને ઘડવાની; તેને કેળવવાની એક પણ તક જવા દેતા નથી, તેનો આ સુંદર નમૂનો છે. કવિ અને રાજપ્રકરણી પુરુષ વચ્ચેનું અંતર અને તેમનો પ્રજા સાથેનો સંબંધ કઈ રીતે અલગ છે અને હોવો જોઈએ તે બાબત ગાંધીજી સ્પષ્ટ કરે છે. ગાંધીજી અને ફિનિક્સ કુમારો શાંતિનિકેતનના પરોણા થયા હતા. હવે સત્યાગ્રહ આશ્રમને કવિના આતિથ્યનો મોકો હતો. 11 માર્ચ, 1920ના રોજ ગાંધીજીએ ગુરુદેવને આશ્રમમાં રહેવા આમંત્રણ આપતા લખ્યું; ‘‘આપને કાર્યક્રમોથી અને તમાશાથી લાદી દેવામાં ન આવે તેનો પૂરો પ્રયત્ન થઈ રહ્યો છે. આપ આશ્રમમાં ઊતરશો ? આપ આશ્રમમાં મુકામ કરશો તો મને જે આનંદ થશે તે બીજા કશાથી નહીં થાય. મારી ઉત્કટ ઇચ્છા છે કે આપ અહીં રહો તે દરમિયાન આશ્રમ શી વસ્તુ છે અને તેના આદર્શો કેવા છે તે સમજી લો. આશ્રમમાં એવા ઘણા લોકો છે કે જેઓ આપના શિષ્યો બની ચૂક્યાનો દાવો કરે છે. એ બધાંને આપની હાજરીનો લાભ મળે એવી પણ મારી ખાસ ઇચ્છા છે... આ આશ્રમ અમદાવાદ શહેરના મધ્યભાગથી ચાર માઈલ દૂર આવેલો છે અને સાબરમતી નદીને કિનારે એક ટેકરા ઉપર વસેલો છે.’’38 કવિશ્રીની અનુકૂળતાનો વિચાર કરી તરત જ લખ્યું કે જો આશ્રમ અનુકૂળ ન હોય તો, ‘‘તમામ આધુનિક સગવડોથી સજ્જ એવા ખાનગી બંગલામાં રહી શકશો.’’39
મહાસભા ઉન્માદિની મેરી વાણિ, ગાઓ અબ (2) હિન્દુસ્તાન
પ્રજાને તૈયાર કરવામાં કેવળ સ્વાગત દરમિયાન વર્તનની સૂચના પર્યાપ્ત નથી. પ્રજાને ગુરુદેવનાં કામ અને તેમની સંસ્થાઓ, તેમના સાહિત્યથી પરિચિત કરાવવી જરૂરી હતી. રવિશંકર રાવળે નોંધ્યું છે તેમ તે સમયે ગુજરાતના સાક્ષરોને પણ કવિના સાહિત્યનો અભ્યાસ તો નહીં પણ પરિચય પણ ન હતો. આથી ગાંધીજીએ નવજીવન મારફત આ કામ માથે લીધું. 21 માર્ચ, 1920ના અંકમાં તેમણે સી. એફ. ઍન્ડ્રૂઝનો શાંતિનિકેતનનો પરિચય આપતો લેખ છાપ્યો. આ લેખ ઍન્ડ્રૂઝના નૈરોબીમાં આપેલા ભાષણનો સાર હતો. ‘‘શાંતિનિકેતનના સૌંદર્યનો સાક્ષાત્કાર શબ્દોથી કરાવી શકાય એમ નથી. અમારા લાડીલા કવિ રવીન્દ્રનાથ ટાગોરે – જેમને અમે ગુરુદેવના નામથી સંબોધીએ છીએ તેમણે – એને પોતાના ગીતમાં ‘‘અમારા હૃદયના લાડીલાની ઉપમા આપી છે અને તે યથાર્થ છે... મને તો મારા હૃદયમાં પૂરેપૂરી ખાતરી છે કે અમારા ગુરુદેવના પિતાજી મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર અને અમારા ગુરુદેવના જયેષ્ઠ બંધુ દ્વિજેન્દ્રનાથ ટાગોરનો પવિત્ર આત્મા40 અમારા આશ્રમની હવામાં વિચરી રહ્યો છે.
:::: કરો વિક્રમ વિભવ યશ: સૌરભ
:::: પૂરિત વહી નામ ગાન,
:::: બંગ, બિહાર, અયોધ્યા, ઉત્કલ
:::: મંદ્રજ, મરાઠ, ગુર્જર, નેપલ
:::: પંજાબ રાજપૂતાન,
:::: હિંદુ, પારસી, જૈન, ઇસાઈ
:::: શીખ, મુસલમાન,
:::: ગાઓ સકલ કંઠે, સકલ ભાવે,
:::: નમો હિન્દુસ્તાન
:::: હર હર હર જય હિંદુસ્તાન,
:::: સત શ્રિય ક્લ હિંદુસ્તાન,
:::: અલ્લાહો અકબર હિંદુસ્તાન
:::: નમો હિન્દુસ્તાન
<center>II</center>
::::ભેદ રિપુ નાશિનિ મેરી વાણિ, ગાઓ અજ (2) ઐક્ય ગાન,
:::: મહાબલ વિધાયિની મેરી વાણિ, ગાઓ અજ (2) ઐક્ય ગાન.
:::: મિલાઓ દુ:ખે સૌખ્યે, સખ્ય લક્ષ્યે
:::: કાય મન: પ્રાણ
:::: બંગ વિહાર... . ... ... ... ... નમો હિંદુસ્તાન
:::: હરે મુરારે હિંદુસ્તાન
:::: દાદા હોર્મઝદ હિંદુસ્તાન
:::: અલ્લાહો અકબર હિંદુસ્તાન
:::: નમો હિંદુસ્તાન.
<center>III</center>
:::: સકલજન ઉત્સાહની મેરી વાણિ, ગાઓ અજ (2) નવતાન.
:::: મહાજાતિ સંગઠિનિ મેરી વાણિ, ગાઓ અજ (2) નવતાન
:::: ઉઠાઓ કર્મ નિશાન, ધર્મ વિજ્ઞાન
:::: બજાઓ ચિતાએ પ્રાણ,
:::: બંગ બિહાર... ... ... ... ... ... નમો હિંદુસ્તાન
:::: જય જય બ્રહ્મ હિંદુસ્તાન
:::: જય જીહોવા હિંદુસ્તાન
:::: અલ્લાહો અકબર હિંદુસ્તાન નમો હિંદુસ્તાન.
‘નવજીવન’, 7 માર્ચ, 1920, P. 201
</ref> 1901માં રચાયેલા આ ગીતને કૉંગ્રેસનાં ‘રાષ્ટ્રગીતો’માં સ્થાન હતું. આ ગીતની નીચે કવિ ટાગોરના આગમનની ખબર છાપી અને પ્રજા પાસેની અપેક્ષાની નોંધ લેતાં ગાંધીજીએ લખ્યું; ‘‘તેમનું આગમન નાની વાત નહીં ગણાય. એ રાજપ્રકરણી પુરુષ નથી. એ મહા કવિ છે. તેમની જોડી હિંદમાં તો નથી જ. ભાઈ ઍન્ડ્રૂઝ પોતે એક કવિ છે ને તે માને છે કે તેમની જોડી આજે યુરોપમાં પણ નથી. તેઓ જેમ કવિ છે તેમ તત્વજ્ઞાની છે અને આસ્તિક પુરુષ છે... આ મહાકવિ હિંદુસ્તાનનું એક અણમોલું રત્ન છે... એમને લાયકનું માન ગુજરાતની રાજધાની આપો એમ હું ઇચ્છું છું. તેમને સારુ કાન ફાડી નાખે એવા પોકારો ન શોભે, માણસોની ભીડ હોવા છતાં ઘકાધકી વિના આપણને જે પ્રિય છે તેને સારુ આપણે રસ્તો આપી દઈએ. આપણે રસ્તા શણગારીએ તો તેમાંયે પશ્ચિમતા નહીં પણ પૂર્વતા હોવી જોઈએ. એ પોતે જેવા કવિ છે તેવા જ ચિત્રકળા ને સંગીતના પારખનાર છે. એટલે આપણે જે ભાવ બતાવવા માગીએ તે શાંતિમય, કળામય, સર્વપ્રકારે આડંબરથી, ઘેલછાથી રહિત એવો શુદ્ધ હોવો જોઈએ. કાર્યવાહકોને હું વિનંતી કરું છું કે તેઓ આજથી જ વિચાર કરી સુવ્યવસ્થા ઘડી કાઢે કે જેથી આપણા પરોણાને શ્રમ ન પહોંચે અને ગુજરાત ધાર્મિક વૃત્તિથી ગુજરાતને અને કવિશ્રીને શોભે એવો આવકાર આપે.’’<ref>અ. દે., Vol. 17, P. 73</ref>
ગાંધીજી પ્રજાને ઘડવાની; તેને કેળવવાની એક પણ તક જવા દેતા નથી, તેનો આ સુંદર નમૂનો છે. કવિ અને રાજપ્રકરણી પુરુષ વચ્ચેનું અંતર અને તેમનો પ્રજા સાથેનો સંબંધ કઈ રીતે અલગ છે અને હોવો જોઈએ તે બાબત ગાંધીજી સ્પષ્ટ કરે છે. ગાંધીજી અને ફિનિક્સ કુમારો શાંતિનિકેતનના પરોણા થયા હતા. હવે સત્યાગ્રહ આશ્રમને કવિના આતિથ્યનો મોકો હતો. 11 માર્ચ, 1920ના રોજ ગાંધીજીએ ગુરુદેવને આશ્રમમાં રહેવા આમંત્રણ આપતા લખ્યું; ‘‘આપને કાર્યક્રમોથી અને તમાશાથી લાદી દેવામાં ન આવે તેનો પૂરો પ્રયત્ન થઈ રહ્યો છે. આપ આશ્રમમાં ઊતરશો ? આપ આશ્રમમાં મુકામ કરશો તો મને જે આનંદ થશે તે બીજા કશાથી નહીં થાય. મારી ઉત્કટ ઇચ્છા છે કે આપ અહીં રહો તે દરમિયાન આશ્રમ શી વસ્તુ છે અને તેના આદર્શો કેવા છે તે સમજી લો. આશ્રમમાં એવા ઘણા લોકો છે કે જેઓ આપના શિષ્યો બની ચૂક્યાનો દાવો કરે છે. એ બધાંને આપની હાજરીનો લાભ મળે એવી પણ મારી ખાસ ઇચ્છા છે... આ આશ્રમ અમદાવાદ શહેરના મધ્યભાગથી ચાર માઈલ દૂર આવેલો છે અને સાબરમતી નદીને કિનારે એક ટેકરા ઉપર વસેલો છે.’’<ref>એજન, P. 87</ref> કવિશ્રીની અનુકૂળતાનો વિચાર કરી તરત જ લખ્યું કે જો આશ્રમ અનુકૂળ ન હોય તો, ‘‘તમામ આધુનિક સગવડોથી સજ્જ એવા ખાનગી બંગલામાં રહી શકશો.’’<ref>એજન. કવિશ્રી તથા તેમની સાથે આવેલા આચાર્ય ક્ષિતિમોહન સેન, ઍન્ડ્રૂઝ તથા વિલ્યમ પિયર્સને એક રાત આશ્રમમાં ગાળી, બાકીના દિવસો શેઠ અંબાલાલ સારાભાઈ અને સરલાદેવીના મહેમાન તરીકે તેમના શાહીબાગના નિવાસસ્થાન ‘રિટ્રીટ’માં રહ્યા.</ref>
પ્રજાને તૈયાર કરવામાં કેવળ સ્વાગત દરમિયાન વર્તનની સૂચના પર્યાપ્ત નથી. પ્રજાને ગુરુદેવનાં કામ અને તેમની સંસ્થાઓ, તેમના સાહિત્યથી પરિચિત કરાવવી જરૂરી હતી. રવિશંકર રાવળે નોંધ્યું છે તેમ તે સમયે ગુજરાતના સાક્ષરોને પણ કવિના સાહિત્યનો અભ્યાસ તો નહીં પણ પરિચય પણ ન હતો. આથી ગાંધીજીએ નવજીવન મારફત આ કામ માથે લીધું. 21 માર્ચ, 1920ના અંકમાં તેમણે સી. એફ. ઍન્ડ્રૂઝનો શાંતિનિકેતનનો પરિચય આપતો લેખ છાપ્યો. આ લેખ ઍન્ડ્રૂઝના નૈરોબીમાં આપેલા ભાષણનો સાર હતો. ‘‘શાંતિનિકેતનના સૌંદર્યનો સાક્ષાત્કાર શબ્દોથી કરાવી શકાય એમ નથી. અમારા લાડીલા કવિ રવીન્દ્રનાથ ટાગોરે – જેમને અમે ગુરુદેવના નામથી સંબોધીએ છીએ તેમણે – એને પોતાના ગીતમાં ‘‘અમારા હૃદયના લાડીલાની ઉપમા આપી છે અને તે યથાર્થ છે... મને તો મારા હૃદયમાં પૂરેપૂરી ખાતરી છે કે અમારા ગુરુદેવના પિતાજી મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર અને અમારા ગુરુદેવના જયેષ્ઠ બંધુ દ્વિજેન્દ્રનાથ ટાગોરનો પવિત્ર આત્મા<ref>અહીં નોંધવું જોઈએ કે આ સમયે ‘બડોદાદા’ દ્વિજેન્દ્રનાથ ટાગોર હયાત હતા અને શાંતિનિકેતનમાં નિવાસ કરતા હતા. આત્માનો અર્થ અહીં સત્ત્વનો છે.</ref> અમારા આશ્રમની હવામાં વિચરી રહ્યો છે.
‘‘શાંતિનિકેતન વિશે એક વાર્તા એવી છે કે ઘણાં વરસો ઉપર મહર્ષિ દેવેન્દ્રનાથ એમના સૌથી નાના દીકરા રવીન્દ્રનાથ સાથે સૂર્યાસ્તને સમયે શાંતિનિકેતનના સુરમ્ય સ્થળ નજીક આવી પહોંચ્યા અને શ્વેત પુષ્પોથી સુશોભિત વેલાઓથી ઢંકાયેલા બે વૃક્ષની વચ્ચે બેસીને પ્રભુનું ધ્યાન ધરવા લાગ્યા. ધ્યાન ધરતાં ધરતાં સંધ્યાકાળ વીતી ગયો અને નિશાની કાલિમાએ આસપાસના ક્ષેત્રો પર પોતાનું સામ્રાજ્ય પ્રવર્તાવ્યું. ચંદ્રિકા પોતાના પૂરબહારમાં ખીલી ઊઠી પણ તેઓ તો પ્રભુના ધ્યાનમાં જ નિમગ્ન રહ્યા. સુવર્ણમય, ઝળહળતા પ્રભાત સમયે પણ મહર્ષિ બેઠેલા જ જણાયા અને એમનું હૃદય અખંડ રાત્રિના એકતાનથી ઉત્પન્ન થયેલા પ્રભુના પ્રેમાનંદથી ઊભરાઈ જતું જણાયું. પોતાના પુત્રને સંબોધી તેઓ બોલ્યા, ‘‘આ મારું શાંતિનિકેતન છે, મારી જીવનયાત્રાનું છેલ્લું ધામ છે.’’ અને ત્યાં તેમણે વરસો સુધી પોતાની ઉત્તરાવસ્થામાં વાસ કર્યો.

‘‘આશ્રમની અંદરની ખૂબી તમારી આગળ રજૂ કરવાને સારું હું અમારા આશ્રમના વિદ્યાર્થીઓની દિનચર્યાનું વિવરણ કરીશ. સૂર્યોદય પહેલાં અમારા આંબાવાડીઆના પંખીની જેમ અમારા વિદ્યાર્થીઓ જાગ્રત થઈ જાય છે. ગાયક વિદ્યાર્થીગણ સૌથી પહેલાં નિંદ પરહરે છે અને પ્રભાત સંગીત ગાતો ગાતો આખા આશ્રમમાં ફરી વળે છે... થોડો સમય વીત્યા બાદ દરેક વિદ્યાર્થી પોતાનું આસન લઈને ખેતરમાં ચાલી નીકળે છે અને તે આસન પર બેસી એકલો વિશ્વંભરના ધ્યાનમાં મગ્ન થઈ જાય છે... લગભગ સાડા દશ વાગ્યા સુધી શાળાનું કામ ચાલે છે. અમારી શાળાને સારું મકાન કે ઓરડી નથી. સર્વ વિદ્યાર્થીઓ ઝાડની નીચે ખુલ્લી હવામાં પોતપોતાના શિક્ષકોની સમીપ બેસી જાય છે... અમારી શાળામાં પુસ્તકો જવલ્લે જ વાપરવામાં આવે છે. ફિલસૂફ પ્લેટોની મારફત અમારું ઘણુંખરું શિક્ષણ વાર્તા દ્વારા જ અપાય છે.. બે વાગતાં શિક્ષણનું કાર્ય પાછું શરૂ થાય છે પણ તે સમય પછી શિક્ષણનો ઘણો ખરો ભાગ અંગ-મહેનતનો હોય છે... બપોરના સમયમાં પુસ્તકનું અધ્યયન જવલ્લેજ થાય છે. ચાર વાગે શાળાનું કામ પૂરું થાય છે અને તે પછી ફૂટબૉલ રમવાને મેદાનમાં સૌ દોડી જાય છે. અમારા શાંતિનિકેતનમાં વિદ્યાર્થીઓ એમના રમતગમતના શોખને માટે સર્વત્ર મશહૂર છે... દર અઠવાડિયે એક વાર અમારા ગુરુદેવ મંદિરના સ્ફટિક આસન પર બિરાજે છે અને બધાં બાળકો તેમની આસપાસ પ્રભુની વાર્તા સાંભળવા વીંટળાઈ વળે છે... બાળકો તો તેમના શ્રોતાજનો છે, તેમના ટીકારારો છે, અને તેથી કરીને જ એમના સૌથી ઊંચી પ્રતિનાં ગીતો તાજાં ને તાજાં જ દીસે છે... અમારા ગુરુદેવની પ્રકૃતિના વિષયમાં અને અમારા આશ્રમના ભવિષ્યના વિષયમાં અમને નિરંતર ચિંતા રહ્યાં જ કરે છે, જોકે અમને આ દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીમાં અમારા નાનકડા ભંડોળમાંથી આશ્રમનું ખરચ કેવી રીતે નભાવવું એ નથી સૂઝતું.’’41
‘‘આશ્રમની અંદરની ખૂબી તમારી આગળ રજૂ કરવાને સારું હું અમારા આશ્રમના વિદ્યાર્થીઓની દિનચર્યાનું વિવરણ કરીશ. સૂર્યોદય પહેલાં અમારા આંબાવાડીઆના પંખીની જેમ અમારા વિદ્યાર્થીઓ જાગ્રત થઈ જાય છે. ગાયક વિદ્યાર્થીગણ સૌથી પહેલાં નિંદ પરહરે છે અને પ્રભાત સંગીત ગાતો ગાતો આખા આશ્રમમાં ફરી વળે છે... થોડો સમય વીત્યા બાદ દરેક વિદ્યાર્થી પોતાનું આસન લઈને ખેતરમાં ચાલી નીકળે છે અને તે આસન પર બેસી એકલો વિશ્વંભરના ધ્યાનમાં મગ્ન થઈ જાય છે... લગભગ સાડા દશ વાગ્યા સુધી શાળાનું કામ ચાલે છે. અમારી શાળાને સારું મકાન કે ઓરડી નથી. સર્વ વિદ્યાર્થીઓ ઝાડની નીચે ખુલ્લી હવામાં પોતપોતાના શિક્ષકોની સમીપ બેસી જાય છે... અમારી શાળામાં પુસ્તકો જવલ્લે જ વાપરવામાં આવે છે. ફિલસૂફ પ્લેટોની મારફત અમારું ઘણુંખરું શિક્ષણ વાર્તા દ્વારા જ અપાય છે.. બે વાગતાં શિક્ષણનું કાર્ય પાછું શરૂ થાય છે પણ તે સમય પછી શિક્ષણનો ઘણો ખરો ભાગ અંગ-મહેનતનો હોય છે... બપોરના સમયમાં પુસ્તકનું અધ્યયન જવલ્લેજ થાય છે. ચાર વાગે શાળાનું કામ પૂરું થાય છે અને તે પછી ફૂટબૉલ રમવાને મેદાનમાં સૌ દોડી જાય છે. અમારા શાંતિનિકેતનમાં વિદ્યાર્થીઓ એમના રમતગમતના શોખને માટે સર્વત્ર મશહૂર છે... દર અઠવાડિયે એક વાર અમારા ગુરુદેવ મંદિરના સ્ફટિક આસન પર બિરાજે છે અને બધાં બાળકો તેમની આસપાસ પ્રભુની વાર્તા સાંભળવા વીંટળાઈ વળે છે... બાળકો તો તેમના શ્રોતાજનો છે, તેમના ટીકારારો છે, અને તેથી કરીને જ એમના સૌથી ઊંચી પ્રતિનાં ગીતો તાજાં ને તાજાં જ દીસે છે... અમારા ગુરુદેવની પ્રકૃતિના વિષયમાં અને અમારા આશ્રમના ભવિષ્યના વિષયમાં અમને નિરંતર ચિંતા રહ્યાં જ કરે છે, જોકે અમને આ દિનપ્રતિદિન વધતી જતી મોંઘવારીમાં અમારા નાનકડા ભંડોળમાંથી આશ્રમનું ખરચ કેવી રીતે નભાવવું એ નથી સૂઝતું.’’<ref>નવજીવન, 21 માર્ચ, 1920, P. 432</ref>
પ્રજાને શાંતિનિકેતનથી, તેના સૌંદર્યથી, તેની આગવી શિક્ષણ ફિલસૂફીથી વાકેફ કર્યા પછી ગાંધીજીએ કવિના સ્વાગતનો, તેમનાં માન-સન્માનનો સાચો અર્થ સમજાવતા લખ્યું, "તેમને સારામાં સારું માન કેમ આપી શકાય? તેમના સાહસને આર્થિક મદદ આપીને. તેમને શાંતિનિકેતન આશ્રમ ઉપર અને ત્યાં ચાલતી શાળા ઉપર સંપૂર્ણ પ્રેમ છે. આશ્રમ તેમના પિતાશ્રીએ સ્થાપ્યો છે, શાળા પણ સ્થાપી છે. તેને લગતું ખર્ચ પોતાને મળતી મદદથી ચલાવે છે. પોતાના પૈસા પણ તેમણે આ સાહસમાં વાપર્યા છે. જ્યારે તેમણે ચેન્નાઈમાં ગયે વરસે મુસાફરી કરી હતી ત્યારે દરેક જગ્યાએથી તેમને શાંતિનિકેતનને સારુ ભેટો કરવામાં આવી હતી. અમે માનીએ છીએ કે આવું કંઈક ગુજરાતમાં થાય તો શોભી નીકળશે. અમારી ઉમેદ છે કે દરેક સ્થળે જ્યાં તેમની પધરામણી થાય ત્યાં ઉપરની વાત ધ્યાનમાં રાખવામાં આવશે.’’42
પ્રજાને શાંતિનિકેતનથી, તેના સૌંદર્યથી, તેની આગવી શિક્ષણ ફિલસૂફીથી વાકેફ કર્યા પછી ગાંધીજીએ કવિના સ્વાગતનો, તેમનાં માન-સન્માનનો સાચો અર્થ સમજાવતા લખ્યું, "તેમને સારામાં સારું માન કેમ આપી શકાય? તેમના સાહસને આર્થિક મદદ આપીને. તેમને શાંતિનિકેતન આશ્રમ ઉપર અને ત્યાં ચાલતી શાળા ઉપર સંપૂર્ણ પ્રેમ છે. આશ્રમ તેમના પિતાશ્રીએ સ્થાપ્યો છે, શાળા પણ સ્થાપી છે. તેને લગતું ખર્ચ પોતાને મળતી મદદથી ચલાવે છે. પોતાના પૈસા પણ તેમણે આ સાહસમાં વાપર્યા છે. જ્યારે તેમણે ચેન્નાઈમાં ગયે વરસે મુસાફરી કરી હતી ત્યારે દરેક જગ્યાએથી તેમને શાંતિનિકેતનને સારુ ભેટો કરવામાં આવી હતી. અમે માનીએ છીએ કે આવું કંઈક ગુજરાતમાં થાય તો શોભી નીકળશે. અમારી ઉમેદ છે કે દરેક સ્થળે જ્યાં તેમની પધરામણી થાય ત્યાં ઉપરની વાત ધ્યાનમાં રાખવામાં આવશે.’’<ref>અ. દે., Vol. 17, P. 281</ref>
ગાંધીજીનો અને આશ્રમના અંતેવાસીઓનો પ્રયાસ ગુજરાતને શક્ય હોય તેટલી હદે ગુરુદેવના પ્રવાસ અને તેમના સંદેશાને ઝીલવા માટે તૈયાર કરવાનો હતો. આથી શાંતિનિકેતન વિશે ઍન્ડ્રૂઝના લખાણના બીજે જ અઠવાડિયે કાકાસાહેબ કાલેલકર અને નરહરિ પરીખે, ‘‘આપણા માનવંતા મહેમાન કવિવર રવીન્દ્રનાથ ઠાકુર : તેઆશ્રીનો પરિચય નામે લાંબો લેખ ‘નવજીવન’માં લખ્યો. કાકાસાહેબ તો શાંતિનિકેતનમાં ગુરુદેવના અંતેવાસી રહી ચૂકેલા જ્યારે નરહરિ પરીખે મહાદેવભાઈ સાથે ‘ચિત્રાંગદા’નો અનુવાદ આપેલો. આમ કવિની પ્રતિભાનું વર્ણન કરવા માટે ગાંધીજીએ બે શ્રેષ્ઠ વ્યક્તિઓ પસંદ કરી. લેખની માંડણી કરતાં તેમણે જે પ્રજા પોતાની મહાન પ્રતિભાઓને પારખવાની ક્ષમતા ખોઈ બેસે છે અથવા ધરાવતી ન હોય તે પ્રજા પરતંત્રમાં રહેવા લાયક છે તેમ કહેતાં લખ્યું; ‘‘દુનિયામાં મહત્તા દુર્લભ છે એ સૌ કોઈ માને છે. પણ એથી પણ દુર્લભ વસ્તુ મહત્તાની પારખ છે... આ પારખવાની શક્તિ અથવા પોતાની મેળે વસ્તુનું મહત્વ આંકવાની શક્તિ એ જ રાષ્ટ્રનો પ્રાણ છે. જે રાષ્ટ્રમાં એ શક્તિ ન હોય તો તે રાષ્ટ્ર પાસે ધન, દોલત, બુદ્ધિ અથવા શક્તિ હોય, તોપણ તે અલ્પપ્રાણ રાષ્ટ્ર છે અને તે પરતંત્રતામાં જ રહેવા લાયક છે... અંગ્રેજોએ જે દિવસે હિંદુસ્તાન પોતાના કબજામાં લીધું તે દિવસે આપણે પરતંત્ર થયા નહીં. પણ જે દિવસથી અંગ્રેજોની દૃષ્ટિથી આપણે આપણા સામાજિક, ધાર્મિક, સાહિત્યવિષયક પ્રશ્નોનું નિરીક્ષણ કરવા લાગ્યા તે દિવસથી આપણે ખરેખરા પરતંત્ર થયા... સ્વદેશસંસ્કૃતિનું મહત્વ જે જાણે છે, સ્વદેશસંસ્કૃતિ પર જેની શ્રદ્ધા છે, તેમાં જ આ ખાનદાની અને પ્રાણ વસી શકે છે.

‘‘આવી વૃત્તિવાળા એક પ્રતિભાવાન કવિ આપણું આમંત્રણ સ્વીકારીને અહીં પધારે છે. હિંદી સંસ્કૃતિનું ગૌરવ તેમની રગેરગમાં સ્ફુરી રહ્યું છે. આર્યોનું જીવન કેટલું ઉદાત્ત, ઉચ્ચ અને ઉજ્જ્વળ હોઈ શકે છે એનું દર્શન એમની મૂર્તિ જોતાં આપણને થશે. માટે તેઓશ્રી કેવા છે, શું કરે છે, શું ધારે છે, તેમના આદર્શ કેવા છે, તેમને શું પસંદ છે, શું પસંદ નથી, દેશની પડતી દશામાં પણ તેઓએ જગતની કેવી ભારે સેવા કરી છે તે આપણે જાણીએ તો તેમના સ્વાગતમાં આપણી ત્રુટિ ઓછી થાય અને સ્વાગતનું કાંઈ પણ પુણ્ય આપણે મેળવી શકીએ... તેઓ ખરા અર્થમાં કવિ છે. કવિ એટલે દ્રષ્ટા. બહુ વાંચવાથી, પૂછવાથી અથવા અનુમાન કરવાથી ઘણા લોકો જે સમજી શક્તા નથી તે કવિ સહેજે જુએ છે. આપણી દૃષ્ટિ વર્તમાનકાળથી મર્યાદિત હોય છે. નિર્મળ દૃષ્ટિવાળા કવિ ભવિષ્યકાળમાં પણ જોઈ શકે છે... આ દેશમાં રહીને લગભગ પચાસ વર્ષ સુધી જેમણે પોતાના કવિત્વનો વરસાદ આપણા ઉપર વર્ષાવ્યો છે તેમનો આજે પરિચય આપવો પડે એ આપણા દેશની દયામણી દશા ગણાય. પણ મહત્તા ઓળખવાની શક્તિ આપણે ગુમાવી બેઠા છીએ તેથી સાત વર્ષ પહેલાં યુરોપના મહાન વિદ્વાનો અને સાહિત્યાચાર્યોએ તેમને અગ્રપૂજાનું માન આપીને દુનિયામાં આ એક મહાન વિભૂતિ છે એમ આપણને કહી દીધું, ત્યાં સુધી આપણા દેશમાં એમની યોગ્યતા જાણનાર અને જાણતા હોય, તોપણ મુક્તકંઠે સ્વીકારનાર બહુ જ ઓછા હતા... મહા યુદ્ધ પછી અને મહા યુદ્ધને લીધે યુરોપના સાત્ત્વિક વિદ્વાનોની મનોરચનામાં જે ફેરફાર થયો છે અને ‘નૅશનલિઝમ’ એટલે રાષ્ટ્રપૂજા ધર્મ –એની સામે જે અણગમો પેદા થયેલો છે તે વૃત્તિ મહાયુદ્ધની છાયા પણ યુરોપ ઉપર પડેલી ન હતી ત્યારે રવીન્દ્રનાથમાં સ્ફુરી હતી અને રાષ્ટ્ર-ઉપાસનામાં કેટલો અધ:પાત છે એ તેઓ તે વખતથી કહેતા આવ્યા છે. धर्मो रक्षति रक्षित: એ વ્યાસ – વચનમાં અડગ શ્રદ્ધા રાખીને બંગ-ભંગની હિલચાલ અત્યંત જોસમાં હતી ત્યારે પણ એમણે એ હિલચાલના રાજસિક અને તામસિક સ્વરૂપને નિર્ભયતાથી વખોડ્યું હતું. છતાં યુરોપે એમની મહત્તા સ્વીકારી ત્યારે જ આપણે એમની જય બોલાવા લાગ્યા... બંગાળી લોકો તો એમને પહેલેથી જ જાણતા હતા. તોપણ તેમણે આ સાહિત્યરત્નને દુનિયા આગળ મૂકવા જેટલો ઉત્સાહ બતાવ્યો ન હતો. જે સ્થિતિ રવીન્દ્રનાથ ઠાકુરની છે તે જ સ્થિતિ આપણી સંસ્કૃતિની છે... આવી સ્થિતિમાં પોતાની સંસ્કૃતિ ઉપર શ્રદ્ધા રાખનાર, એટલું જ નહિ પણ એ સંસ્કૃતિનું રહસ્ય પી જઈ આજના જમાનામાં તે સંસ્કૃતિ કેટલી દીપી નીકળી શકે છે એનો વસ્તુપાઠ આપનાર જે થોડી મહાન વિભૂતિઓ છે તેમાં શ્રી રવીન્દ્રનાથ ઠાકુર છે. માટે એમનું દર્શન આપણને પ્રિય, બોધક અને પ્રતિભાવક થવું જોઈએ.

‘‘પરમેશ્વરે એમને શરીર પણ એવું આપ્યું છે કે એમને જોતાં જ મનમાં શ્રદ્ધાભક્તિ ઉત્પન્ન થાય... કવિની વૃત્તિ સર્વ વાતમાં લહેરી હોય છે, અને રવીન્દ્રનાથ ઠાકુર પોતાના પોશાકમાં પણ લહેરી છે, કોઈ દિવસ સાદું પહેરણ જેને બંગાળીઓ પંજાબી કહે છે તે પહેરીને એના ઉપર રેશમી ખેશ ઓઢે છે, કોઈ દિવસ લખનૌના નવાબની માફક ઊંચી ટોપી અને લાંબો ડગલો ચઢાવે છે, તો કોઈ દિવસ જાપાની ઝભ્ભો નાંખે છે. એમની સામે કોઈ હિંદી માણસ બૂટ, સૂટ અને હૅટ પહેરીને ઊભો રહે તો તેની ગ્રામ્યતા આપણી આગળ તરી આવ્યા વગર રહે નહિ... ટૂંક્માં કહીએ તો એમની મુખચર્યા, એમનો પોશાક, એમનો અવાજ, એમનો વિવેક વગેરે બધી બાબતોમાં એટલું બધું મીઠાશ ભર્યું ઔચિત્ય જણાય છે કે તેમને મળવાથી સુસંસ્કૃત માણસનો આદર્શ આજે આપણે જોયો છે એવું સમાધાન આપણને થાય છે.’’43
‘‘પરમેશ્વરે એમને શરીર પણ એવું આપ્યું છે કે એમને જોતાં જ મનમાં શ્રદ્ધાભક્તિ ઉત્પન્ન થાય... કવિની વૃત્તિ સર્વ વાતમાં લહેરી હોય છે, અને રવીન્દ્રનાથ ઠાકુર પોતાના પોશાકમાં પણ લહેરી છે, કોઈ દિવસ સાદું પહેરણ જેને બંગાળીઓ પંજાબી કહે છે તે પહેરીને એના ઉપર રેશમી ખેશ ઓઢે છે, કોઈ દિવસ લખનૌના નવાબની માફક ઊંચી ટોપી અને લાંબો ડગલો ચઢાવે છે, તો કોઈ દિવસ જાપાની ઝભ્ભો નાંખે છે. એમની સામે કોઈ હિંદી માણસ બૂટ, સૂટ અને હૅટ પહેરીને ઊભો રહે તો તેની ગ્રામ્યતા આપણી આગળ તરી આવ્યા વગર રહે નહિ... ટૂંક્માં કહીએ તો એમની મુખચર્યા, એમનો પોશાક, એમનો અવાજ, એમનો વિવેક વગેરે બધી બાબતોમાં એટલું બધું મીઠાશ ભર્યું ઔચિત્ય જણાય છે કે તેમને મળવાથી સુસંસ્કૃત માણસનો આદર્શ આજે આપણે જોયો છે એવું સમાધાન આપણને થાય છે.’’<ref>નવજીવન, 28 માર્ચ 1920, PP. 440-441</ref>
કવિના વ્યક્તિત્વ અને પ્રતિભાની ઝાંખી આપ્યા બાદ કાકાસાહેબ અને નરહરિભાઈ તેમની બાલ્યાવસ્થા, ટાગોર કુટુંબમાં સ્વતંત્રતાનું વાતાવરણ, નૈસર્ગિક શક્તિઓ ખીલવવાની તક અને જાતઅભ્યાસનું વિવરણ આપે છે. સોળ વર્ષની વયે વિલાયત જતા પહેલાં અમદાવાદમાં રહ્યા હતા તેનો ઉલ્લેખ પણ કરે છે. ઓગણીસ વર્ષની વયે લખેલી ‘‘વાલ્મીકિ પ્રતિભા’’ અને ભાનુસિંહના તખલ્લુસ હેઠળ રચેલ વૈષ્ણવપંથી કાવ્યોનો ચિતાર આપે છે. ‘‘ગીતાંજલિ’’ને તેઓ કવિની ‘‘પાકી ઉંમરનું પરિપક્વ રૂપ’’ કહે છે. ‘‘ગીતાંજલિ’’નો રસાસ્વાદ કરાવતાં કહે છે; ‘‘રવિબાબુની વિશ્વવિખ્યાત ગીતાંજલિમાં પણ વૈષ્ણવ કવિઓના ભાવ અને સંકેત જોવામાં આવે છે. પણ ગીતાંજલિની ભાવનાઓ એટલી બધી સૂક્ષ્મ અને સાર્વભૌમ છે કે આઇરિશ લોકોને તેમજ જાપાનીઓને, મુસલમાનોને તેમજ અમેરિકન લોકોને ગીતાંજલિમાં ક્યાંય પારકાપણું લાગતું નથી. ગીતાંજલિનું ખાસ લક્ષણ તો તેની અભિજાત રસજ્ઞતામાં છે. ગીતાંજલિમાં આવતા ભાવો તો ચિરપરિચિત લાગે છે, પણ તેમના પહેરવેશમાં અને ચિત્રામણમાં એટલી બધી નવીનતા, કોમળતા અને પ્રસન્નતા છે કે દરેક પદમાં કોઈ પણ નવીન તત્ત્વ અથવા અનુભવનો સાક્ષાત્કાર આપણને થયો છે એમ લાગ્યા વિના રહેતું નથી.’’44
કવિના વ્યક્તિત્વ અને પ્રતિભાની ઝાંખી આપ્યા બાદ કાકાસાહેબ અને નરહરિભાઈ તેમની બાલ્યાવસ્થા, ટાગોર કુટુંબમાં સ્વતંત્રતાનું વાતાવરણ, નૈસર્ગિક શક્તિઓ ખીલવવાની તક અને જાતઅભ્યાસનું વિવરણ આપે છે. સોળ વર્ષની વયે વિલાયત જતા પહેલાં અમદાવાદમાં રહ્યા હતા તેનો ઉલ્લેખ પણ કરે છે. ઓગણીસ વર્ષની વયે લખેલી ‘‘વાલ્મીકિ પ્રતિભા’’ અને ભાનુસિંહના તખલ્લુસ હેઠળ રચેલ વૈષ્ણવપંથી કાવ્યોનો ચિતાર આપે છે. ‘‘ગીતાંજલિ’’ને તેઓ કવિની ‘‘પાકી ઉંમરનું પરિપક્વ રૂપ’’ કહે છે. ‘‘ગીતાંજલિ’’નો રસાસ્વાદ કરાવતાં કહે છે; ‘‘રવિબાબુની વિશ્વવિખ્યાત ગીતાંજલિમાં પણ વૈષ્ણવ કવિઓના ભાવ અને સંકેત જોવામાં આવે છે. પણ ગીતાંજલિની ભાવનાઓ એટલી બધી સૂક્ષ્મ અને સાર્વભૌમ છે કે આઇરિશ લોકોને તેમજ જાપાનીઓને, મુસલમાનોને તેમજ અમેરિકન લોકોને ગીતાંજલિમાં ક્યાંય પારકાપણું લાગતું નથી. ગીતાંજલિનું ખાસ લક્ષણ તો તેની અભિજાત રસજ્ઞતામાં છે. ગીતાંજલિમાં આવતા ભાવો તો ચિરપરિચિત લાગે છે, પણ તેમના પહેરવેશમાં અને ચિત્રામણમાં એટલી બધી નવીનતા, કોમળતા અને પ્રસન્નતા છે કે દરેક પદમાં કોઈ પણ નવીન તત્ત્વ અથવા અનુભવનો સાક્ષાત્કાર આપણને થયો છે એમ લાગ્યા વિના રહેતું નથી.’’<ref>એજન, P. 442</ref>
બંને સમીક્ષકો કવિની સૂક્ષ્મવૃત્તિના, સામાન્ય વાચક અને વિવેચકની નજરથી અજ્ઞાત રહેતાં પાસાંને પણ ઊજળાં કરે છે. કવિના કબીરનાં પદોના અનુવાદ અંગે તેઓ કહે છે; "એમના કવિતાસાગરમાંથી નીકળતાં પહેલાં એટલું કહેવું પડે છે કે જેમ તેઓ વૈષ્ણવ કે બાઉલ સંપ્રદાય સાથે એક્તાન થઈ શક્યા તેમ સુરતા માર્ગી કબીર સાથે થયેલા જણાતા નથી. અને તેથી તેમણે કબીરનાં સો એક પદોનું જે ભાષાંતર કર્યું છે તેથી પૂરેપૂરો આનંદ થતો નથી.’’45
બંને સમીક્ષકો કવિની સૂક્ષ્મવૃત્તિના, સામાન્ય વાચક અને વિવેચકની નજરથી અજ્ઞાત રહેતાં પાસાંને પણ ઊજળાં કરે છે. કવિના કબીરનાં પદોના અનુવાદ અંગે તેઓ કહે છે; "એમના કવિતાસાગરમાંથી નીકળતાં પહેલાં એટલું કહેવું પડે છે કે જેમ તેઓ વૈષ્ણવ કે બાઉલ સંપ્રદાય સાથે એક્તાન થઈ શક્યા તેમ સુરતા માર્ગી કબીર સાથે થયેલા જણાતા નથી. અને તેથી તેમણે કબીરનાં સો એક પદોનું જે ભાષાંતર કર્યું છે તેથી પૂરેપૂરો આનંદ થતો નથી.’’<ref>એજન, PP. 442-443</ref>
કવિતા પછી તેઓ કવિના નિબંધો, ટૂંકી વાર્તાઓ અને કવિની ત્રણ મહત્વની નવલકથાઓ ‘ઘરે-બાહિરે’, ‘ગોરા’ અને ‘ચોખેર-બાલી’નો પણ ગુજરાતના વાચકો અને સાક્ષરોને પરિચય કરાવે છે. અંતે તેઓ કવિના ‘નૅશનૅલિઝમ’નાં ચાર વ્યાખ્યાનોની ચર્ચા કરી કવિનો સંદેશો સ્પષ્ટ કરે છે. ‘નૅશનૅલિઝમ’ અથવા રાષ્ટ્ર-ઉપાસના એ આધુનિક જાતિઓને થયેલો રોગ છે અને તેમાં બધાનો નાશ છે એ કહી દીધું છે. એ સંદેશો ‘ઘરે-બાહિરે’માં એમણે હિંદુસ્તાન જેવા પરતંત્ર રાષ્ટ્રને લાગુ પાડી બતાવ્યો છે અને ‘નૅશનૅલિઝમ’માં વિજયોન્મત્ત પાશ્ચાત્ય રાષ્ટ્રોને અને જાપાનને લાગુ પાડેલો છે... આત્માની ઉપાસના છોડીને અહંકારની કે રાષ્ટ્ર-ઉપાસનાની પાછળ પડોમા. આત્માને જ વળગી રહો. તે શિવ છે, મંગળ છે, પરમ સુંદર છે. તેની જ ઉપાસના કરો. તેની જ ઉપાસના કરો.’’46
કવિતા પછી તેઓ કવિના નિબંધો, ટૂંકી વાર્તાઓ અને કવિની ત્રણ મહત્વની નવલકથાઓ ‘ઘરે-બાહિરે’, ‘ગોરા’ અને ‘ચોખેર-બાલી’નો પણ ગુજરાતના વાચકો અને સાક્ષરોને પરિચય કરાવે છે. અંતે તેઓ કવિના ‘નૅશનૅલિઝમ’નાં ચાર વ્યાખ્યાનોની ચર્ચા કરી કવિનો સંદેશો સ્પષ્ટ કરે છે. ‘નૅશનૅલિઝમ’ અથવા રાષ્ટ્ર-ઉપાસના એ આધુનિક જાતિઓને થયેલો રોગ છે અને તેમાં બધાનો નાશ છે એ કહી દીધું છે. એ સંદેશો ‘ઘરે-બાહિરે’માં એમણે હિંદુસ્તાન જેવા પરતંત્ર રાષ્ટ્રને લાગુ પાડી બતાવ્યો છે અને ‘નૅશનૅલિઝમ’માં વિજયોન્મત્ત પાશ્ચાત્ય રાષ્ટ્રોને અને જાપાનને લાગુ પાડેલો છે... આત્માની ઉપાસના છોડીને અહંકારની કે રાષ્ટ્ર-ઉપાસનાની પાછળ પડોમા. આત્માને જ વળગી રહો. તે શિવ છે, મંગળ છે, પરમ સુંદર છે. તેની જ ઉપાસના કરો. તેની જ ઉપાસના કરો.’’<ref>એજન, PP. 444-445 આ જ અંકમાં પાન 452 ઉપર  1 એપ્રિલ 1920થી 8 એપ્રિલ 1920 સુધી યોજાનાર ગુજરાતી સાહિત્ય પરિષદની બેઠકોની વિગતવાર યાદી આપવામાં આવી</ref>
1 એપ્રિલના રોજ કવિ ટાગોર અને તેમના સાથીઓ ‘ગુજરાત મેલ’માં અમદાવાદ આવ્યા. શ્રી રવિશંકર રાવળ આગમન તથા આસપાસની ઘટનાઓનો ચિતાર આપતાં લખે છે : ‘‘પરિષદ તથા પ્રદર્શનનું મોટું આકર્ષણ તો કવિવર રવીન્દ્રનાથ ટાગોર હાજરી આપવાના હતા. તે પ્રદર્શન અને પરિષદની શિસ્ત અને સેવાનું કાર્ય ડૉક્ટરના મંડળના નિત્ય મુલાકાતી અને મિત્ર શ્રી અંબાલાલ પુરાણીને સોંપાયું હતું. અને તેમણે સ્થાપેલા અખાડાઓના વિદ્યાર્થીઓની સેનાએ બધા દિવસોમાં પ્રશસ્ય સેવા આપી. મુંબઈથી હાજી મહમ્મદે આ પ્રસંગના બને તેટલા ફોટોગ્રાફ મેળવવા મને કહી રાખેલું એટલે તે માટે હું તાજેતરમાં મિત્ર બનેલા જાણીતા ફોટોગ્રાફર જર્નાદન અને પરીખને મળ્યો. તે ભાઈઓએ આ સમારંભને પોતાનો માની દરેક પ્રસંગે પોતાના મોટો કૅમેરા લઈને હાજર રહેવા સ્વીકાર્યું અને પહેલી તારીખની સવારે ટાગોરના આવવાના વખતે જોઉં છું તો તેઓ પોતાના મોટા ફિલ્ડ કૅમેરા અને તેની ઊંચી ઘોડી તથા કળા પરદા સાથે સ્ટેશનમાં એક થાંભલા આગળ ગોઠવાઈ ગયા હતા ! સ્ટેશન પર પરિષદના મુખ્ય કાર્યકરો, અમદાવાદના શ્રીમંતો ને નાગરિકોએ ટાગોરનું ભવ્ય સ્વાગત કર્યું. તેમની ભીડ વચ્ચે ટાગોરની આરતી થઈ રહી કે તરત જ કૅમેરાની ઘોડી મંડાઈ અને જનાર્દને લેન્સનું ઢાંકણ ઉઠાવી ‘વન-ટુ-થ્રી’ બોલી બંધ કરી ઘોડી ઉઠાવી ચાલતી પકડી.’’47
1 એપ્રિલના રોજ કવિ ટાગોર અને તેમના સાથીઓ ‘ગુજરાત મેલ’માં અમદાવાદ આવ્યા. શ્રી રવિશંકર રાવળ આગમન તથા આસપાસની ઘટનાઓનો ચિતાર આપતાં લખે છે : ‘‘પરિષદ તથા પ્રદર્શનનું મોટું આકર્ષણ તો કવિવર રવીન્દ્રનાથ ટાગોર હાજરી આપવાના હતા. તે પ્રદર્શન અને પરિષદની શિસ્ત અને સેવાનું કાર્ય ડૉક્ટરના મંડળના નિત્ય મુલાકાતી અને મિત્ર શ્રી અંબાલાલ પુરાણીને સોંપાયું હતું. અને તેમણે સ્થાપેલા અખાડાઓના વિદ્યાર્થીઓની સેનાએ બધા દિવસોમાં પ્રશસ્ય સેવા આપી. મુંબઈથી હાજી મહમ્મદે આ પ્રસંગના બને તેટલા ફોટોગ્રાફ મેળવવા મને કહી રાખેલું એટલે તે માટે હું તાજેતરમાં મિત્ર બનેલા જાણીતા ફોટોગ્રાફર જર્નાદન અને પરીખને મળ્યો. તે ભાઈઓએ આ સમારંભને પોતાનો માની દરેક પ્રસંગે પોતાના મોટો કૅમેરા લઈને હાજર રહેવા સ્વીકાર્યું અને પહેલી તારીખની સવારે ટાગોરના આવવાના વખતે જોઉં છું તો તેઓ પોતાના મોટા ફિલ્ડ કૅમેરા અને તેની ઊંચી ઘોડી તથા કળા પરદા સાથે સ્ટેશનમાં એક થાંભલા આગળ ગોઠવાઈ ગયા હતા ! સ્ટેશન પર પરિષદના મુખ્ય કાર્યકરો, અમદાવાદના શ્રીમંતો ને નાગરિકોએ ટાગોરનું ભવ્ય સ્વાગત કર્યું. તેમની ભીડ વચ્ચે ટાગોરની આરતી થઈ રહી કે તરત જ કૅમેરાની ઘોડી મંડાઈ અને જનાર્દને લેન્સનું ઢાંકણ ઉઠાવી ‘વન-ટુ-થ્રી’ બોલી બંધ કરી ઘોડી ઉઠાવી ચાલતી પકડી.’’<ref>રવિશંકર રાવળ, ગુજરાતમાં કલાનાં પગરણ, P. 289</ref>
પરિષદની બેઠક પહેલાં પ્રેમાભાઈ હૉલમાં રાખવાનો નિર્ણય થયો હતો પણ કવિની હાજરીને કારણે સમગ્ર કાર્યક્રમ અંબાલાલ સારાભાઈના આનંદભવન થિયેટરમાં યોજવામાં આવ્યો. આ આનંદભવ થિયેટર ઘીકાંટા રોડ પર આવેલું હતું. પરિષદની પ્રારંભની બેઠકનો હેવાલ નોંધે છે : ‘‘પરિષદનું રીતસરનું કામકાજ તા. 2જી એપ્રિલ, 1920ને શુક્રવારે બપોરના 12 વાગે આનંદભવન થિયેટરમાં શરૂ થનાર હતું; પરંતુ મુકરર સમય પૂર્વે આખું થિયેટર વિદ્યાવિલાસી સ્ત્રી-પુરુષો, સંભાવિત શહેરીઓ અને શેઠિયાઓ અને બહારગામથી આવેલા જાણીતા વિદ્વાનો અને મહેમાનોથી ચિક્કાર ભરાઈ ગયું હતું. વળી સ્ટેજને સારી રીતે ફૂલપાનથી શણગારવામાં આવ્યું હતું; તેમજ મહાત્મા ગાંધીજી, શ્રીમતી સરલાદેવી ચોધરાણી, પ્રો. આનંદશંકર ધ્રુવ, રા. બ. હરગોવિંદદાસ કાંટાવાળા, સર ગિરિજાપ્રસાદ ચીનુભાઈ, વિદ્યાગૌરી નીલકંઠ, સૌ. શારદા મહેતા, રા. કૃષ્ણલાલ ઝવેરી, પ્રો. બળવંતરાય, રા. ડાહ્યાભાઈ દેરાસરી, શેઠ પુરુષોત્તમ વિશ્રામ માવજી, રા. મટુભાઈ ક્ંટાવાળા, મિ. કેખુશરૂ અરદેસર બાલા, પ્રો. સાંકળચંદ શાહ, ડૉ. લાલાભાઈ, રા. માનશંકર પીતાંબરદાસ, પ્રો. વિઠ્ઠલરાય, રા. કૃષ્ણરાવ દિવેટિયા, રા. મનહરરામ, રા. ચંદ્રશંકર વગેરે વગેરે જાણીતાં સ્ત્રી-પુરુષોની સ્ટેજ પર હાજરી સૌનું ધ્યાન ખેંચી રહી હતી.

‘‘સમય થતાં બાળાઓ કવિ ન્હાનાલાલનું ‘ધન્ય હો, ધન્ય જ પુણ્ય પ્રદેશ, અમારો ગુણિયલ ગુર્જ્જર દેશ’ એ કાવ્ય ગાઈ સંભળાવતી હતી તે અરસામાં પરિષદના માનવંતા મહેમાન કવિવર રવીન્દ્રનાથ, શેઠ અંબાલાલ સારાભાઈએ મિ. ઍન્ડ્રૂઝ સાથે આવી પહોંચતાં આખી સભાએ માનપૂર્વક સત્કાર કર્યો હતો : જે પછી રા. કેશવ હ. શેઠનું મોઘેરા મહેમાન નામનું કાવ્ય ગવાતાં શ્રોતા વર્ગનાં મન રંજિત થયાં હતાં...’’48
‘‘સમય થતાં બાળાઓ કવિ ન્હાનાલાલનું ‘ધન્ય હો, ધન્ય જ પુણ્ય પ્રદેશ, અમારો ગુણિયલ ગુર્જ્જર દેશ’ એ કાવ્ય ગાઈ સંભળાવતી હતી તે અરસામાં પરિષદના માનવંતા મહેમાન કવિવર રવીન્દ્રનાથ, શેઠ અંબાલાલ સારાભાઈએ મિ. ઍન્ડ્રૂઝ સાથે આવી પહોંચતાં આખી સભાએ માનપૂર્વક સત્કાર કર્યો હતો : જે પછી રા. કેશવ હ. શેઠનું મોઘેરા મહેમાન નામનું કાવ્ય ગવાતાં શ્રોતા વર્ગનાં મન રંજિત થયાં હતાં...’’<ref>છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદનો રિપોર્ટ, P. 12, શૈલેષ પારેખ, અમદાવાદમાં રવીન્દ્રનાથ, P. 14, ઉપર</ref>
ઔપચારિક વિધિ પછી પરિષદ ત્રણ વાગ્યા સુધી મુલતવી રહી હતી, સાંજની બેઠક કવિને માનપાત્ર આપવા માટે ખાસ રાખવામાં આવી હતી. ‘‘તે પ્રસંગ પરિષદના ઇતિહાસમાં સોનેરી અક્ષરે કોતરાઈ રહેશે. તેનો દબદબો અને ભવ્યતા કંઈ જુદાં જ જણાતાં હતાં. પ્રથમ શ્રીયુત લલિતે ડૉ. ટાગોરના એક અંગ્રેજી કાવ્યનો તરજુમો જે નીચે આપ્યો છે, ને ભાવવાહી રીતે સુમધુર કંઠે ગાઈ સંભળાવ્યો હતો :

‘અહા જ્યાં અભયભર્યાં મન ખીલે,
‘અહા જ્યાં અભયભર્યાં મન ખીલે,
અને જ્યાં ઊર્ધ્વજ્યોતિ શિર ઝીલે 
અને જ્યાં ઊર્ધ્વજ્યોતિ શિર ઝીલે  
અહા ! જ્યાં જન કુટુંબ વિસ્તરે,
અહા ! જ્યાં જન કુટુંબ વિસ્તરે,
અને જ્યાં સત્ય મોતી મુખ સરે.
અને જ્યાં સત્ય મોતી મુખ સરે.
પિતા ! એ સ્વતંત્રતાને સ્વર્ગ,
પિતા ! એ સ્વતંત્રતાને સ્વર્ગ,
પ્રભુ ! હો અમ સ્વદેશ ઉત્કર્ષ !
પ્રભુ ! હો અમ સ્વદેશ ઉત્કર્ષ !
અહા જ્યાં પૂર્ણોદય સહુ પૂરે –
અહા જ્યાં પૂર્ણોદય સહુ પૂરે
અને જ્યાં વિવેકસર નિર્ઝરે –
અને જ્યાં વિવેકસર નિર્ઝરે
અહા જ્યાં મન તુંમય વિચરે –
અહા જ્યાં મન તુંમય વિચરે
વિચારો વિશાળ વર્તન ધરે –
વિચારો વિશાળ વર્તન ધરે
પિતા ! એ સ્વતંત્રતાને સ્વર્ગ
પિતા ! એ સ્વતંત્રતાને સ્વર્ગ
પ્રભુ ! હો પ્રિય સ્વદેશ-ઉત્કર્ષ.’49
પ્રભુ ! હો પ્રિય સ્વદેશ-ઉત્કર્ષ.’<ref>એજન, P. 15</ref>
સંગીતબાદ પ્રો. આનંદશંકર ધ્રુવે કવિને અર્પણ કરાયેલું માનપત્ર વાંચી સંભળાવ્યું.50
સંગીતબાદ પ્રો. આનંદશંકર ધ્રુવે કવિને અર્પણ કરાયેલું માનપત્ર વાંચી સંભળાવ્યું.<ref>માનપત્રના પૂરા પાઠ માટે જુઓ પરિશિષ્ટ-1 </ref>
‘‘પરમ માનનીય કવિવર ડૉ. રવીન્દ્રનાથ ટાગોર. છઠ્ઠી ગુજરાતી સાહિત્ય પરિષદને વિશિષ્ટ પ્રસંગે આપ અમારું આમંત્રણ સ્વીકારી અત્રે પધાર્યા છો તે કૃપા માટે અમે ગૂર્જર ગિરાના નમ્ર સેવકો કૃતજ્ઞ છીએ, અને આપને અંત:કરણપૂર્વક સ્વાગત દઈ સવિનય અભિવંદન કરીએ છીએ. સરસ્વતી દેવીના ઉપાસનમાં આપે અમર કીર્તિ સંપાદન કરી છે અને આપનું પ્રત્યક્ષ સંનિધાન એ દેવીની સેવા કરવામાં અમને વિશેષ પ્રોત્સાહક થશે એવી અમને પ્રતીતિ છે.

આ અમદાવાદ શહેર ગૂર્જરભૂમિનું પાટનગર છે અને ઐતિહાસિક ખ્યાતિથી પૂર્ણ છે. અમારું શહેર વેપાર-ઉદ્યોગમાં મશગૂલ છે અને લક્ષ્મીના ઉપાર્જનમાં ઘણો કાળ કાઢે છે, તે છતાં શુભાગ્યે તે સરસ્વતીથી વિમુખ નથી. સાહિત્યના પ્રયાસ માટે કેન્દ્રસ્થાન ઉત્પન્ન કરવાનું કાર્ય આ શહેરે ઘણાં વર્ષથી ઉપાડી લીધું છે અને તે ચાલુ રાખ્યું છે.

Line 98: Line 133:
जे प्राण-तरंगमाला रात्रिदिन धाय
जे प्राण-तरंगमाला रात्रिदिन धाय
सेइ प्राण छुटिया छे विश्व-दिग्विजये
सेइ प्राण छुटिया छे विश्व-दिग्विजये
सेइ प्राणा अपरुप छन्दे ताले लय नाचि छे भुवने — 
सेइ प्राणा अपरुप छन्दे ताले लय नाचि छे भुवने —  
એ આપનો અલૌકિક અનુભવ ગુજરાતની પ્રજામાં અલ્પાંશે પણ સંક્રાન્ત થાય, આપની ‘પ્રણવરંગમાલા’નું પાન ગુજરાતની તૃષાર્ત ભારતીને થોડુંઘણું પણ થાય એ ઉત્કંઠાથી આપના વિવિધ વાગ્વિલાસ ગુજરાતી ભાષામાં ઉતારવામાં આવ્યા છે... પ્રભુ પાસે આજના શુભ પ્રસંગે અમારી પ્રાર્થના છે કે આપ દીર્ઘાર્યું થાઓ અને ભારતનું ગૌરવ હજી પણ વધે એવા અનેક મંગલ કાર્ય આપને હાથે થાઓ.

આ માનપત્રવાળું કાસકેટ, હારતોરા અર્પણ કર્યા પછી કવિ ટાગોરે "નિર્માણ વિરુદ્ધ સર્જન નામે વિખ્યાત થયેલું તેમનું ભાષણ વાંચી સંભળાવ્યું.52 તેમણે કહ્યું કે નિર્માણમાં પ્રયોજન હોય છે પણ સર્જન સર્જનને ખાતર હોય છે, સર્જનમાં એક પ્રકારની અંતિમતા છે. "એ આપણા મુક્ત અને આનંદમય ચૈતન્યને પામવા માટેની પ્રક્રિયા છે... સર્જન એટલે આકારોની લયલીલામાં સત્યનું દર્શન. એમાં વસ્તુ અને વક્તવ્યનું દ્વૈત હોય છે.’’53 તેમણે જગતના સત્યની વાત કરી. આ સત્ય વસ્તુઓના ખાલી ખડકલામાં નથી, તે તો વસ્તુઓના સંબંધમાં છે – કેવળ સંબંધમાં નહીં પણ અખિલાઈભર્યા સંબંધમાં છે. જો આ સત્ય સંબંધોના વિષયોમાં સમાયું હોય તો મનુષ્યનું કર્તવ્ય આ તાલમાં તાલ મિલાવવો રહ્યું. ‘‘માનવજગતને દુ:ખની યાતના સહન કરવી પડે છે. કારણ કે એની અનેકવિધ ગતિ તાલબદ્ધ નથી... આધુનિક યુગમાં મનુષ્યોનું જે ઐતિહાસિક મિલન થયું છે એમાં આ મહાસંગીતનો અભાવ છે. એની અનેકવિધ ગતિમાં જે અસંબદ્ધતા છે એ અનેક દુ:ખો જન્માવે છે.’’54 કવિ પણ ગાંધીજીની માફક આધુનિકતાથી વિહ્વળ છે. કવિ માટે આધુનિકતા ચીજવસ્તુનો અતિરેક કરે છે, જડ અને ચેતન વચ્ચેનું અંતર વધારે છે. ‘‘મનુષ્યની શક્તિ બાહ્ય જગત તરફ વળી છે. એથી અઢળક ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. એ આપણામાં આપણી શક્તિ અંગેનું અભિમાન પ્રેરી શકે, પણ જીવનનો આનંદ આપી ન શકે. દિનપ્રતિદિન ચીજવસ્તુઓનો ગંજાવર જથ્થો મનુષ્યની માનવતાને આંજી રહ્યો છે. જડ અને ચેતન વચ્ચેનું અંતર વધતું જાય છે. જ્યારે ચીજવસ્તુઓનો અતિરેક થાય ત્યારે જીવન સાથે એ એકરસ થતી નથી, પરિણામે એ જીવનની ભારે ખતરનાક હરીફ બની જાય છે, જેમ બળતણનો મોટો ઢગલો અગ્નિનો હરીફ બની જાય છે તેમ.’’55
આ માનપત્રવાળું કાસકેટ, હારતોરા અર્પણ કર્યા પછી કવિ ટાગોરે "નિર્માણ વિરુદ્ધ સર્જન નામે વિખ્યાત થયેલું તેમનું ભાષણ વાંચી સંભળાવ્યું.<ref>‘નિર્માણ વિરુદ્ધ સર્જન’ના પાઠ માટે જુઓ પરિશિષ્ટ-2</ref> તેમણે કહ્યું કે નિર્માણમાં પ્રયોજન હોય છે પણ સર્જન સર્જનને ખાતર હોય છે, સર્જનમાં એક પ્રકારની અંતિમતા છે. "એ આપણા મુક્ત અને આનંદમય ચૈતન્યને પામવા માટેની પ્રક્રિયા છે... સર્જન એટલે આકારોની લયલીલામાં સત્યનું દર્શન. એમાં વસ્તુ અને વક્તવ્યનું દ્વૈત હોય છે.’’53 તેમણે જગતના સત્યની વાત કરી. આ સત્ય વસ્તુઓના ખાલી ખડકલામાં નથી, તે તો વસ્તુઓના સંબંધમાં છે – કેવળ સંબંધમાં નહીં પણ અખિલાઈભર્યા સંબંધમાં છે. જો આ સત્ય સંબંધોના વિષયોમાં સમાયું હોય તો મનુષ્યનું કર્તવ્ય આ તાલમાં તાલ મિલાવવો રહ્યું. ‘‘માનવજગતને દુ:ખની યાતના સહન કરવી પડે છે. કારણ કે એની અનેકવિધ ગતિ તાલબદ્ધ નથી... આધુનિક યુગમાં મનુષ્યોનું જે ઐતિહાસિક મિલન થયું છે એમાં આ મહાસંગીતનો અભાવ છે. એની અનેકવિધ ગતિમાં જે અસંબદ્ધતા છે એ અનેક દુ:ખો જન્માવે છે.’’54 કવિ પણ ગાંધીજીની માફક આધુનિકતાથી વિહ્વળ છે. કવિ માટે આધુનિકતા ચીજવસ્તુનો અતિરેક કરે છે, જડ અને ચેતન વચ્ચેનું અંતર વધારે છે. ‘‘મનુષ્યની શક્તિ બાહ્ય જગત તરફ વળી છે. એથી અઢળક ચીજવસ્તુઓનું ઉત્પાદન થાય છે. એ આપણામાં આપણી શક્તિ અંગેનું અભિમાન પ્રેરી શકે, પણ જીવનનો આનંદ આપી ન શકે. દિનપ્રતિદિન ચીજવસ્તુઓનો ગંજાવર જથ્થો મનુષ્યની માનવતાને આંજી રહ્યો છે. જડ અને ચેતન વચ્ચેનું અંતર વધતું જાય છે. જ્યારે ચીજવસ્તુઓનો અતિરેક થાય ત્યારે જીવન સાથે એ એકરસ થતી નથી, પરિણામે એ જીવનની ભારે ખતરનાક હરીફ બની જાય છે, જેમ બળતણનો મોટો ઢગલો અગ્નિનો હરીફ બની જાય છે તેમ.’’55
હિંદ સ્વરાજમાં ગાંધીજીએ આધુનિક સુધાર જે ખરેખર કુધાર છે તેને બહિરની શોધમાં સાર્થક્ય અને પુરુષાર્થની શોધ ગણાવ્યો હતો. બંને માટે આધુનિકતા જડ અને ચેતન વચ્ચેનું અંતર વધારનારી અને આથી માનવ હોવાપણાનો, તેની સર્જનશક્તિનો હ્રાસ કરનારી વ્યવસ્થા છે. આથી તે માનવને તેના સત્યથી, પરમેશ્વરથી, નીતિપરાયણતાથી દૂર લઈ જનારી વ્યવસ્થા બને છે. કવિ તો વિકાસનો અર્થ પણ ચીજવસ્તુઓના સંવર્ધન એમ ન થાય તેવું કહે છે. ચીજવસ્તુ પોતાની રીતે, તેની ભૌતિકતામાં અર્થસભર નથી હોતી પણ "જ્યારે કોઈ જીવંત વિચાર સાથે એ ઓતપ્રોત થાય છે ત્યારે જ એમને એમનું સત્ય પ્રાપ્ત થાય છે; પણ જ્યાં લગી માત્ર સંગ્રહ કરવાની તીવ્ર ઇચ્છા જ મનુષ્યના મનમાં વસી હોય છે ત્યાં લગી આ ઓતપ્રોતતા પણ અશક્ય હોય છે. ત્યાં લગી તો જીવનનાં પરિબળોને પણ સર્જન કરવાના એના મહાન કાર્યને માટે વિશેષ અવકાશ હોતો નથી.56

કવિ આધુનિક વિજ્ઞાનને પણ અમર્યાદ નફાખોરી, સમાજની ખંડિત સમતુલા અને નૈતિક ઉદાસીનતા અને સૌંદર્ય પ્રતિ નષ્ટ થઈ રહેલા પૂજ્ય ભાવ સાથે સાંકળે છે.
કવિ આધુનિક વિજ્ઞાનને પણ અમર્યાદ નફાખોરી, સમાજની ખંડિત સમતુલા અને નૈતિક ઉદાસીનતા અને સૌંદર્ય પ્રતિ નષ્ટ થઈ રહેલા પૂજ્ય ભાવ સાથે સાંકળે છે.
18,450

edits

Navigation menu