18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 83: | Line 83: | ||
‘‘કદાચ તેઓ સફળ ન પણ થાય. કદાચ તેઓ બુદ્ધ નિષ્ફળ ગયા તેમ નિષ્ફળ જશે, જેમ ઈસુ માનવજાતને અસમાનતામાંથી ઉગારવામાં નિષ્ફળ ગયા તેમ તેઓ પણ નિષ્ફળ જશે, પણ તેઓ અનંતકાળ સુધી પોતાના જીવન દ્વારા યુગયુગ સુધી બોધ આપનારા તરીકે સ્મૃતિમાં જીવંત રહેશે.’’<ref>રવીન્દ્રનાથ ટાગોર, My Life in My Words, PP. 249-252</ref> | ‘‘કદાચ તેઓ સફળ ન પણ થાય. કદાચ તેઓ બુદ્ધ નિષ્ફળ ગયા તેમ નિષ્ફળ જશે, જેમ ઈસુ માનવજાતને અસમાનતામાંથી ઉગારવામાં નિષ્ફળ ગયા તેમ તેઓ પણ નિષ્ફળ જશે, પણ તેઓ અનંતકાળ સુધી પોતાના જીવન દ્વારા યુગયુગ સુધી બોધ આપનારા તરીકે સ્મૃતિમાં જીવંત રહેશે.’’<ref>રવીન્દ્રનાથ ટાગોર, My Life in My Words, PP. 249-252</ref> | ||
III | <center>III</center> | ||
કુશળ ભિખારી | <center>કુશળ ભિખારી</center> | ||
11 ઑક્ટોબર, 1937ના રોજ કવિ સારવાર માટે કૉલકાતા આવ્યા અને પ્રોફેસર મહાલનોબિસને ત્યાં ઉતારો કર્યો. 26મી તારીખે ગાંધીજી મહાદેવ દેસાઈ સાથે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠકમાં હાજરી આપવા કૉલકાતા આવ્યા. તેઓનો ઉતારો સરતચંદ્ર બોઝને ત્યાં 1, વુડબર્ન પાર્ક પર હતો. ગાંધીજીની તબિયત કંઈક નરમ હશે કારણ કે આવ્યા તે જ દિવસે ત્રણ તબીબોએ તેઓને તપાસ્યા : ડૉ. સુનીલ બોઝ (સુભાષચંદ્ર બોઝના મોટા ભાઈ), સર નીલરતન સરકાર અને ડૉ. બિધાનચંદ્ર રૉય. સવારે 11:30 કલાકે તેમનું લોહીનું દબાણ 194/130 હતું અને નાડી 72; જ્યારે દિવસના અંતે રક્તચાપ 180/118 અને નાડી 72 હતાં. બીજે દિવસે સવારે 10 વાગ્યે ડૉ. સુનીલ બોઝે ગાંધીજીનો ઈ.સી.જી. પણ લીધો. | 11 ઑક્ટોબર, 1937ના રોજ કવિ સારવાર માટે કૉલકાતા આવ્યા અને પ્રોફેસર મહાલનોબિસને ત્યાં ઉતારો કર્યો. 26મી તારીખે ગાંધીજી મહાદેવ દેસાઈ સાથે અખિલ ભારતીય કૉંગ્રેસ સમિતિની બેઠકમાં હાજરી આપવા કૉલકાતા આવ્યા. તેઓનો ઉતારો સરતચંદ્ર બોઝને ત્યાં 1, વુડબર્ન પાર્ક પર હતો. ગાંધીજીની તબિયત કંઈક નરમ હશે કારણ કે આવ્યા તે જ દિવસે ત્રણ તબીબોએ તેઓને તપાસ્યા : ડૉ. સુનીલ બોઝ (સુભાષચંદ્ર બોઝના મોટા ભાઈ), સર નીલરતન સરકાર અને ડૉ. બિધાનચંદ્ર રૉય. સવારે 11:30 કલાકે તેમનું લોહીનું દબાણ 194/130 હતું અને નાડી 72; જ્યારે દિવસના અંતે રક્તચાપ 180/118 અને નાડી 72 હતાં. બીજે દિવસે સવારે 10 વાગ્યે ડૉ. સુનીલ બોઝે ગાંધીજીનો ઈ.સી.જી. પણ લીધો.<ref>ગોપાલકૃષ્ણ ગાંધી, A Difficult Friendship, P. 261</ref> | ||
26મીએ ગાંધીજીએ કૉંગ્રેસ સમિતિની બેઠકમાં હાજરી આપી અને સાંજે મહાદેવભાઈ સાથે કવિવરની મુલાકાત લીધી. એકાદ કલાક ચાલેલી આ મુલાકાતમાં અવશ્ય વિશ્વભારતીની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા થઈ હશે; બીજી બાબતોના અહેવાલ મળતા નથી. ફરી મુલાકાત થઈ શકે તે પહેલાં ગાંધીજીની તબિયત લથડી અને તેઓ પથારીવશ થયા. 1 નવેમ્બર, 1937ના રોજ હમણાં જ માંદગીમાંથી બેઠા થયેલા કવિ ગાંધીજીને મળવા આવ્યા. આ મુલાકાતનું વર્ણન મહાદેવભાઈની કલમે : ‘‘બીજો સુંદર પ્રસંગ તે ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરની મુલાકાતનો હતો. ગુરુદેવને દયાધન ઈશ્વરે હજુ હમણાં જ મૃત્યુના મુખમાંથી ઉગાર્યા છે; એટલે તેઓ જો ઉપચારને માટે કૉલકાતામાં આવેલા ન હોત તો ગાંધીજી એમનાં દર્શન કરવાને સારુ જ શાંતિનિકેતન જાત. ગુરુદેવ સાથેની વાતો અને ગાંધીજીની તબિયત લથડેલી જાણીને તેઓ ધાઈ આવ્યા તે પ્રસંગ અવિસ્મરણીય રહેશે. એમની પોતાની તબિયત સારી નહોતી ને સીડી ચડાય એવું નહોતું એમ જાણવા છતાં તેઓ આવ્યા. ગાંધીજીને જરા ઠીક હતું એમ જાણીને તેઓ રાજી થયા ને પાછા જવા નીકળતા હતા, ત્યાં એમને કહેવામાં આવ્યું કે ગાંધીજી આપને મળવા ઇચ્છે છે એટલે ખુરશીમાં બેસી તે ઊપડાવીને ઉપલે માળે ગયા, પ્રાર્થના થઈ તેમાં બેઠા, પણ ગાંધીજીની સાથે જરા સરખી વાત ન કરતાં પ્રાર્થના પૂરી કરી આશીર્વાદ આપીને ગયા. | 26મીએ ગાંધીજીએ કૉંગ્રેસ સમિતિની બેઠકમાં હાજરી આપી અને સાંજે મહાદેવભાઈ સાથે કવિવરની મુલાકાત લીધી. એકાદ કલાક ચાલેલી આ મુલાકાતમાં અવશ્ય વિશ્વભારતીની આર્થિક સ્થિતિ અંગે ચર્ચા થઈ હશે; બીજી બાબતોના અહેવાલ મળતા નથી. ફરી મુલાકાત થઈ શકે તે પહેલાં ગાંધીજીની તબિયત લથડી અને તેઓ પથારીવશ થયા. 1 નવેમ્બર, 1937ના રોજ હમણાં જ માંદગીમાંથી બેઠા થયેલા કવિ ગાંધીજીને મળવા આવ્યા. આ મુલાકાતનું વર્ણન મહાદેવભાઈની કલમે : ‘‘બીજો સુંદર પ્રસંગ તે ગુરુદેવ રવીન્દ્રનાથ ઠાકુરની મુલાકાતનો હતો. ગુરુદેવને દયાધન ઈશ્વરે હજુ હમણાં જ મૃત્યુના મુખમાંથી ઉગાર્યા છે; એટલે તેઓ જો ઉપચારને માટે કૉલકાતામાં આવેલા ન હોત તો ગાંધીજી એમનાં દર્શન કરવાને સારુ જ શાંતિનિકેતન જાત. ગુરુદેવ સાથેની વાતો અને ગાંધીજીની તબિયત લથડેલી જાણીને તેઓ ધાઈ આવ્યા તે પ્રસંગ અવિસ્મરણીય રહેશે. એમની પોતાની તબિયત સારી નહોતી ને સીડી ચડાય એવું નહોતું એમ જાણવા છતાં તેઓ આવ્યા. ગાંધીજીને જરા ઠીક હતું એમ જાણીને તેઓ રાજી થયા ને પાછા જવા નીકળતા હતા, ત્યાં એમને કહેવામાં આવ્યું કે ગાંધીજી આપને મળવા ઇચ્છે છે એટલે ખુરશીમાં બેસી તે ઊપડાવીને ઉપલે માળે ગયા, પ્રાર્થના થઈ તેમાં બેઠા, પણ ગાંધીજીની સાથે જરા સરખી વાત ન કરતાં પ્રાર્થના પૂરી કરી આશીર્વાદ આપીને ગયા.’’<ref>કલકત્તામાં ગાંધીજી’, મહાદેવ દેસાઈ, હરિજનબંધુ, 21 નવેમ્બર, 1937, P. 295</ref> | ||
કવિનું વર્ણન કરતાં મહાદેવભાઈ લખે છે : ‘‘હું એમના દર્શન કરવા ગયો ત્યારે તેઓ ખુરશીમાં પડેલા હતા. મુખાકૃતિ પહેલાં કરતાં નાની અને ક્ષીણ થઈ ગયેલી મને લાગી. માથાના વાળ વ્યાધિ અને ડૉક્ટરોએ આછા કરી નાખેલા લાગ્યા. એ સ્થિતિમાં તેઓ એમના મોટા ભાઈ સ્વ. બોડોદાદા (દ્વિજેન્દ્રનાથ ઠાકુર)ના જેટલા જ પ્રસન્ન અને પ્રેમાળ દેખાતા હતા. કવિવરને માથાના વાળ પર કંઈક અનુરાગ ખરો, એટલે તેઓ બેભાન હતા એવે વખતે ડૉક્ટરોએ એમના વાળ થોડાક કાપી લીધા એનું એમને દુ:ખ થયું હતું એમ મેં સાંભળ્યું. ભાન આવ્યા પછી એમણે ડૉક્ટરો પર ક્રોધ કરવાને બદલે વિનોદ કર્યો ને કહ્યું; ‘‘યમ તો મને ખેંચી જવાને આવ્યો હતો. એણે મારા વાળ પકડ્યા હતા, ને મને ઘસડી ગયો હોત, પણ આ ભલા ડૉક્ટરોએ વાળ પર કાતર મૂકીને યમની ધારણા ખોટી પાડી. બિચારા યમના હાથમાં માથું આવ્યું જ નહીં ! | કવિનું વર્ણન કરતાં મહાદેવભાઈ લખે છે : ‘‘હું એમના દર્શન કરવા ગયો ત્યારે તેઓ ખુરશીમાં પડેલા હતા. મુખાકૃતિ પહેલાં કરતાં નાની અને ક્ષીણ થઈ ગયેલી મને લાગી. માથાના વાળ વ્યાધિ અને ડૉક્ટરોએ આછા કરી નાખેલા લાગ્યા. એ સ્થિતિમાં તેઓ એમના મોટા ભાઈ સ્વ. બોડોદાદા (દ્વિજેન્દ્રનાથ ઠાકુર)ના જેટલા જ પ્રસન્ન અને પ્રેમાળ દેખાતા હતા. કવિવરને માથાના વાળ પર કંઈક અનુરાગ ખરો, એટલે તેઓ બેભાન હતા એવે વખતે ડૉક્ટરોએ એમના વાળ થોડાક કાપી લીધા એનું એમને દુ:ખ થયું હતું એમ મેં સાંભળ્યું. ભાન આવ્યા પછી એમણે ડૉક્ટરો પર ક્રોધ કરવાને બદલે વિનોદ કર્યો ને કહ્યું; ‘‘યમ તો મને ખેંચી જવાને આવ્યો હતો. એણે મારા વાળ પકડ્યા હતા, ને મને ઘસડી ગયો હોત, પણ આ ભલા ડૉક્ટરોએ વાળ પર કાતર મૂકીને યમની ધારણા ખોટી પાડી. બિચારા યમના હાથમાં માથું આવ્યું જ નહીં !’’<ref>એજન, P. 296</ref> | ||
ગાંધીજીનો સમય તો નાદુરસ્ત સ્વાસ્થ્ય અને દેશની રાજકીય સમસ્યાઓની વાત-ચીત અને વાટાઘાટોમાં જતો પણ શાંતિનિકેતન પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી ચૂક્યા નહીં. 6 નવેમ્બરના રોજ મહાદેવભાઈએ કવિને રૂ. 13,000નો ચેક મોકલાવ્યો. પત્રમાં લખ્યું; | ગાંધીજીનો સમય તો નાદુરસ્ત સ્વાસ્થ્ય અને દેશની રાજકીય સમસ્યાઓની વાત-ચીત અને વાટાઘાટોમાં જતો પણ શાંતિનિકેતન પ્રત્યે પોતાની નૈતિક જવાબદારી ચૂક્યા નહીં. 6 નવેમ્બરના રોજ મહાદેવભાઈએ કવિને રૂ. 13,000નો ચેક મોકલાવ્યો. પત્રમાં લખ્યું; | ||
‘‘આદરણીય ગુરુદેવ, | ‘‘આદરણીય ગુરુદેવ, | ||
સાથે બાપુની ચિઠ્ઠી અને રૂપિયા 13,000નો ચેક સામેલ છે. મહેરબાની કરીને કોઈને આની પહોંચ મોકલવા કહેશો. | સાથે બાપુની ચિઠ્ઠી અને રૂપિયા 13,000નો ચેક સામેલ છે. મહેરબાની કરીને કોઈને આની પહોંચ મોકલવા કહેશો. | ||
બાપુની તબિયતમાં ધીમે ધીમે સુધાર થઈ રહ્યો છે, રક્તચાપનું માપ સ્થિર છે, જે સારું છે કારણ, એકાએક ઘટાડો પણ હિતાવહ નથી. તેઓ ઘણો આરામ, પોષણ અને ઊંઘ લે છે. અમોને આશા છે કે 9મીએ મહામહિમને મળવા સુધીમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે. | બાપુની તબિયતમાં ધીમે ધીમે સુધાર થઈ રહ્યો છે, રક્તચાપનું માપ સ્થિર છે, જે સારું છે કારણ, એકાએક ઘટાડો પણ હિતાવહ નથી. તેઓ ઘણો આરામ, પોષણ અને ઊંઘ લે છે. અમોને આશા છે કે 9મીએ મહામહિમને મળવા સુધીમાં સંપૂર્ણપણે સ્વસ્થ થઈ જશે.<ref>9મીએ બંગાળના ગવર્નર સાથે ગાંધીજીએ બરાકપુરમાં બે કલાક મંત્રણા કરી.</ref> આપની તબિયતમાં પણ યોગ્ય સુધારો થઈ રહ્યો હશે.’’<ref>વિશ્વભારતી ક્વાર્ટરલી, Gandhi Namber, Vol. 35, P. 76</ref> | ||
ગાંધીજીએ ચિટ્ઠીમાં લખ્યું; ‘‘(બિરલા) ભાઈઓ, બીજા મિત્રોની મદદથી કે મદદ વગર, દર મહિને રૂ. 1000 આપશે, રૂ. 800 ભારતીય વિદ્યાના વિભાગ માટે અને માસિક રૂ. 200 નંદબાબુના કલાભવન માટે. જ્યાં સુધી એ વિભાગો સંતોષકારક રીતે ચાલુ રહે ત્યાં સુધી આ રકમ ચાલુ રહેશે. | ગાંધીજીએ ચિટ્ઠીમાં લખ્યું; ‘‘(બિરલા) ભાઈઓ, બીજા મિત્રોની મદદથી કે મદદ વગર, દર મહિને રૂ. 1000 આપશે, રૂ. 800 ભારતીય વિદ્યાના વિભાગ માટે અને માસિક રૂ. 200 નંદબાબુના કલાભવન માટે. જ્યાં સુધી એ વિભાગો સંતોષકારક રીતે ચાલુ રહે ત્યાં સુધી આ રકમ ચાલુ રહેશે.’’<ref>અ. દે., Vol. 66, P. 291</ref> બીજે જ દિવસે, 7 નવેમ્બર, 1937ના રોજ કવિએ શાંતિનિકેતનથી લખ્યું; ‘‘મારી અપેક્ષાની સરખામણીમાં આપનો મારા પ્રત્યેનો પ્રેમ ઘણો વધારે પુરવાર થયો. આપને ખાતરી આપું છું કે આપે મારા ઉપર મોકલેલી ભેટ એ મારી શક્તિ નિચોવી નાખતી રોજિંદી ચિંતાઓમાંથી મને મુક્ત કરશે અને શાંતિ આપશે. છેલ્લાં ચાલીસ વર્ષથી હું એકલા હાથે ઝઝૂમી રહ્યો છું. એવા એક જીવનધ્યેય માટે કે જેનો મારી આસપાસના લોકો ઈર્ષ્યાથી વિરોધ કરે છે; અને આથી જ્યારે મારી જીવનયાત્રાના અંતે આવી રહ્યો છું ત્યારે એકાએક, અત્યંત ઉદારતાથી અને કોઈ સવાલ વગર અપાયેલી સહાનુભૂતિ મારા તરસ્યાં હૃદયને આનંદથી ભરી દે છે. મારી પાસે બીજા શબ્દો નથી. ઈશ્વર આપને આશીર્વાદ આપો.’’<ref>વિશ્વભારતી ક્વાર્ટરલી, Gandhi Namber, PP. 76-77</ref> | ||
વળતી ટપાલે ગાંધીજીએ જવાબ આપ્યો; ‘‘આપનો સંદેશવાહક પહોંચ્યો સાથે આપની મહામૂલી ચિઠ્ઠી લાવ્યો છે. મેં કશું કર્યું નથી. કરાવનાર ઈશ્વર છે; આપની મહેનત અને પ્રાર્થના ફળી છે. આર્થિક મુશ્કેલીઓની ચિંતા અને તરખડમાંથી આપને સંપૂર્ણ આરામ મળો. | વળતી ટપાલે ગાંધીજીએ જવાબ આપ્યો; ‘‘આપનો સંદેશવાહક પહોંચ્યો સાથે આપની મહામૂલી ચિઠ્ઠી લાવ્યો છે. મેં કશું કર્યું નથી. કરાવનાર ઈશ્વર છે; આપની મહેનત અને પ્રાર્થના ફળી છે. આર્થિક મુશ્કેલીઓની ચિંતા અને તરખડમાંથી આપને સંપૂર્ણ આરામ મળો.’’<ref>અ. દે., Vol. 66, P. 292</ref> | ||
તે વર્ષે કવિએ ગાંધીજીને વર્ષગાંઠની શુભેચ્છામાં લખ્યું; ‘‘તમારા જીવનની મહામૂલી ભેટ માટે અમે સૌ ૠણી છીએ.’’<ref>The Mahatma and The Poet, P. 5168</ref> | |||
IV | |||
કવિ અને કૉંગ્રેસ | <center>IV</center> | ||
સામાન્ય રીતે કવિ ટાગોર કૉંગ્રેસના આંતરિક રાજકારણથી પોતાને અળગા રાખતા. સુભાષચંદ્ર બોઝ કૉંગ્રેસ પ્રમુખ નિમાયા અને તે આસપાસના વિખવાદથી કવિ બંગાળની લાગણીને વ્યક્ત કરતાં પોતાની જાતને રોકી શક્યા નહીં. તેમણે 29 માર્ચ, 1939ના રોજ ગાંધીજીને પત્રમાં લખ્યું; ‘‘કૉંગ્રેસના છેલ્લા અધિવેશનમાં કેટલાક અસંસ્કારી લોકોએ પોતાના દુરાગ્રહથી બંગાળની લાગણી ખૂબ દુભાવી છે. આપ પોતાને હાથે જ એ ઘા ઉપર વિના વિલંબે મલમ લગાવો અને એને સડતો અટકાવો. | <center>કવિ અને કૉંગ્રેસ</center> | ||
ગાંધીજીએ 2 એપ્રિલના જવાબમાં લખ્યું; ‘‘આપનો મૃદુતાભર્યો પત્ર મળ્યો. આપે મારી સમક્ષ રજૂ કરેલી સમસ્યા મુશ્કેલ છે. મેં સુભાષને કેટલાંક સૂચનો કર્યાં છે. | |||
સામાન્ય રીતે કવિ ટાગોર કૉંગ્રેસના આંતરિક રાજકારણથી પોતાને અળગા રાખતા. સુભાષચંદ્ર બોઝ કૉંગ્રેસ પ્રમુખ નિમાયા અને તે આસપાસના વિખવાદથી કવિ બંગાળની લાગણીને વ્યક્ત કરતાં પોતાની જાતને રોકી શક્યા નહીં. તેમણે 29 માર્ચ, 1939ના રોજ ગાંધીજીને પત્રમાં લખ્યું; ‘‘કૉંગ્રેસના છેલ્લા અધિવેશનમાં કેટલાક અસંસ્કારી લોકોએ પોતાના દુરાગ્રહથી બંગાળની લાગણી ખૂબ દુભાવી છે. આપ પોતાને હાથે જ એ ઘા ઉપર વિના વિલંબે મલમ લગાવો અને એને સડતો અટકાવો.’’<ref>અ. દે., Vol. 69, PP. 109, પાદટીપ-2</ref> | |||
ગાંધીજીએ 2 એપ્રિલના જવાબમાં લખ્યું; ‘‘આપનો મૃદુતાભર્યો પત્ર મળ્યો. આપે મારી સમક્ષ રજૂ કરેલી સમસ્યા મુશ્કેલ છે. મેં સુભાષને કેટલાંક સૂચનો કર્યાં છે.<ref>ગાંધીજીએ સુભાષચંદ્ર બોઝને લખ્યું; ‘‘બે જૂથોના બિલકુલ વિરુદ્ધ વિચારોને ધ્યાનમાં લેતાં તમારે તરત જ તમારી નીતિનું પૂરેપૂરું પ્રતિનિધિત્વ ધરાવતી કારોબારી રચવી જોઈએ. તમારે તમારી નીતિ અને કાર્યક્રમ ઘડી કાઢીને પ્રસિદ્ધ કરવા જોઈએ અને તે મહાસમિતિ સમક્ષ રજૂ કરવાં જોઈએ. જો તમને બહુમતી મળે તો તમારી નીતિનો રોકટોક વગર અમલ કરી શકો એમ થવું જોઈએ. જો તમને બહુમતી ન મળે તો તમારે રાજીનામું આપવું જોઈએ અને મહાસમિતિને નવો પ્રમુખ ચૂંટવાનું કહેવું જોઈએ. જો આપણામાં પ્રામાણિકતા અને સદભાવ હોય તો મને આંતર કલહનો ભય નથી. અ. દે., Vol. 69, P. 109 | |||
કવિ બંગાળને પણ ચેતવે છે. કૉંગ્રેસ કારોબારીના ઠરાવોથી બંગાળને અન્યાય થયો છે તે વાત બંગાળી જનમાનસમાં ઘર કરી ગયેલી છે. પણ આવું માનવું તે દુર્બળ મનની નિશાની છે. ‘‘આસપાસના બધા જ આપણી સામે કાવાદાવા કરી રહ્યા છે તે શંકાથી સતત ગ્રસ્ત રહેવું એ રાજકીય ડહાપણની નિશાની નથી. | સુભાષચંદ્ર બોઝ કૉંગ્રેસ પ્રમુખ ચૂંટાયા પછી તેમની અને કવિની શાંતિનિકેતનમાં બે મુલાકાત થઈ હતી. કવિએ તેઓને ‘દેશનાયક’ કહી બિરદાવ્યા હતા. The Myrifd Minded Man, P. 341 | ||
તેઓ ગાંધીજીનો બચાવ કરે છે, તેઓ ગાંધીજીની નૈતિક તાકાત સ્વીકારે છે; ‘‘મને તો સ્પષ્ટ જણાય છે કે મહાત્માજીએ દેશની મુક્તિ માટેનો રસ્તો તૈયાર કર્યો છે, અને આ રસ્તા પરથી કોઈ ચલિત ન થાય તે વિશે તેઓ કાળજી રાખે છે. તેમણે કૉંગ્રેસનું વહાણ અત્યાર સુધી હંકાર્યું, તેના પૂર્વનિર્ધારિત ધ્યેયથી ચલિત ન થાય તેની કાળજીને સરમુખત્યારી તાકાત વાપરી ન કહેવાય. | </ref> આ મડાગાંઠમાંથી મને બીજો કોઈ માર્ગ સૂઝતો નથી. હું જરૂર એવી આશા રાખું છું કે આપની શક્તિ જળવાઈ રહી હશે.’’<ref>અ. દે., Vol. 69, PP. 109-110</ref> | ||
‘‘આવા સમયે મહાત્માજી એવો ઇલાજ લઈને આવ્યા કે જેમાં યાંત્રિક ઉપકરણની કોઈ જરૂર ન હતી. તેઓ નિર્ભયપણે, માથું ઊંચું રાખીને આવ્યા અને પુરવાર કર્યું કે અન્યાય સામે અસરકારક લડાઈ કોઈ પણ યાંત્રિક સાધનો વગર લડી શકાય છે. | કવિએ કૉંગ્રેસમાં ચાલી રહેલા વિખવાદ વિશે પોતાની મનોવ્યથા અને અભિપ્રાય અમિયા ચક્રવર્તીને લખેલા પત્રમાં વ્યક્ત કર્યા. આ પત્ર ध कॉंग्रेस નામના લેખ તરીકે જુલાઈ 1939 मॉडर्न रिव्यूમાં પ્રકાશિત થયો. આ લેખમાં તેઓ કહે છે કે, કૉંગ્રેસ એક સંસ્થા તરીકે ઊભરી તે પહેલાં હિંદુસ્તાનની પ્રજાનું માનસ રણ જેવું વેરાન હતું, આપસી વિખવાદ અને સંકુચિતતાથી ખિન્ન હતું. આવા સમયે કૉંગ્રેસ ઊભરી અને વટવૃક્ષની જેમ દેશભરમાં ફેલાઈ. ‘‘જનમાનસમાં આવેલું પરિવર્તન આશ્ચર્યજનક હતું, આપણે આશા રાખતાં શીખ્યાં, ભયને ભૂલ્યાં, અને બંધન ત્યજવાના વિચારથી આપણે ડર્યાં નહીં. થોડા સમય પહેલાં જે શક્યતાના વ્યાપની બહાર હતું તે હવે અશક્ય, અપ્રાપ્ય ન રહ્યું. ગભરુ આત્મા, જે હમણાં સુધી આશા અને ઇચ્છાથી ડરતો હતો તેનો ઇલાજ થયો.’’<ref>The Mahatma and The Poet, P. 169</ref> | ||
કવિ કહે છે કે આ પરિવર્તન હિંદની પ્રજા અને તેના ભાવીમાં શ્રદ્ધા રાખનાર કેવળ એક વ્યક્તિથી થયું, પણ આપણે જાણે એ હકીકતને વીસરવા લાગ્યા છીએ. જો કૉંગ્રેસનું પુન:ગઠન કરવાનો ખ્યાલ હોય તો આવનારી નવી કૉંગ્રેસે પોતાનો રસ્તો શોધવો પડશે, પોતાનો વિસ્તાર કરવો પડશે અને કાર્યપદ્ધતિમાં સુધારા કરવા પડશે. પણ કવિ ચેતવે છે કે બિનજરૂરી ઉતાવળ કરવા કરતાં કૉંગ્રેસનો પાયો તૂટવાનો ભય છે. કારણ કે ગાંધીજી જેવી બીજી કોઈ પ્રતિભા નથી જે કૉંગ્રેસને એના પાયા ઉપર પ્રહાર કર્યા વિના મૂળભૂત રીતે જુદા રસ્તે વાળી શકે. અને આથી ‘‘હું માનું છું કે આ ભગીરથ કાર્ય, જેમાં દેશની ભિન્ન શક્તિઓ એકઠી મળી કાર્ય કરે છે, તેનો વિકાસ આ કાર્યના જનક એવા મહાત્માની દોરવણી હેઠળ જ થવો જોઈએ.’’<ref>એજન, P. 170</ref> કવિ કહે છે કે મહાત્માનું નેતૃત્વ સ્વીકારવાનું કારણ રૂઢિચુસ્ત વલણ નથી, પોતે ક્યારેય પરંપરાના પૂજારી રહ્યા નથી; તેઓ એવું પણ નથી માનતા કે કૉંગ્રેસના ધ્યેય અને તેનાં સાધન એકવાર કામયાબ થયા તે કારણે તેને વળગી રહેવામાં ડહાપણ છે. ‘‘આમ છતાં, હું જ્યારે આ મહાન શિક્ષકે ઊભી કરેલી સંસ્થાની બેજોડ અનિવાર્યતા વિશે વિચાર કરું છું ત્યારે સંસ્થાની બહારથી એની ઉપર વારંવાર થઈ રહેલા હુમલાઓથી હું ચિંતિત થઉં છું. કારણ કે જે આવશ્યક સુધાર હોય તે સંસ્થાની આંતરિક પ્રક્રિયામાંથી આવવો જોઈએ.’’<ref>એજન</ref> તેઓ ગાંધીજી હિંદમાં આવીને નેતૃત્વ સંભાળ્યું તે પહેલાંની કૉંગ્રેસને યાદ કરીને કહે છે કે શરૂઆતની કૉંગ્રેસે જનમાનસને જાગ્રત કરવા કશું જ કર્યું ન હતું, તેણે માત્ર સત્તાધીશો પાસે જઈને મુક્તિની યાચના કરી, જાણે દેશની મુક્તિ અન્યોના હાથમાં હોય. પ્રજાએ યાદ રાખવું રહ્યું કે અહિંસાને વીરનું સાધન બનાવી જે જાદુઈ છડી આપણી ચેતના પર ફરી વળી, તેણે જનસમુદાયને સદીઓની તંદ્રામાંથી ઉઠાડ્યો. તેઓ કહે છે કે કૉંગ્રેસને બદલવા ધારતાં પરિબળોની દલીલ પર પણ ધ્યાન આપવું જરૂરી છે. કૉંગ્રેસ આ તબક્કે તેની પ્રતિષ્ઠાના શિખરે છે, દુનિયા આખીની નજર એના તરફ છે. સત્તાધીશોના દરવાજા કૉંગ્રેસ માટે ખુલી ગયા છે. પણ સત્તા જ્યારે બેમર્યાદ બને –જેમકે ફાંસીવાદ કે સામ્રાજ્યવાદ –ત્યારે તેના વિનાશનાં બીજ પણ રોપાય છે. ‘‘મહાત્માએ શીખવ્યું કે આઝાદી, માણસજાતમાં જે શ્રેષ્ઠ છે તેને આગળ કરીને જ મળી શકે.’’<ref>એજન, P. 171</ref> પણ કવિ પૂછે છે કે આજે જે લોકો આ મહાકાર્યને સંભાળવા એકઠા થયા છે તે શું વ્યક્તિગત ઈર્ષ્યાથી પર છે ? તેઓ સિદ્ધાંતની આડ લઈને વ્યક્તિગત પ્રહાર કરવાથી પર છે ? ગાંધીજીને કૉંગ્રેસના ‘સરમુખત્યાર’ કહેવાના વલણથી દુ:ખી કવિ કહે છે; ‘‘શક્તિનો સંપ્રદાય કૉંગ્રેસમાં પ્રસરી રહ્યો છે. મહાત્માજીના અનુયાયીઓ તેઓને હિટલર કે મુસોલિની જેવા સરમુખત્યાર જાહેર કરવાની હામ ભીડે ત્યારે આના ખરાં રૂપરંગ બહાર આવે છે.’’<ref>એજન</ref> કવિને કૉંગ્રેસનું મોવડી મંડળ સત્તાના નશામાં ચૂર લાગે છે. ‘‘મને જવાહરલાલ પ્રત્યે ઊંડું માન છે. તેઓ ધન, અંધશ્રદ્ધા કે સામ્રાજ્યની સત્તા સામે મોરચો માંડવા હંમેશાં તત્પર હોય છે. હું એમને પૂછું છું કે શું કૉંગ્રેસના રખેવાળો વ્યક્તિગત સત્તાના નશામાં મદહોશ હોવાના ચિહ્નો નથી બતાવતા ?’’<ref>એજન, PP. 171-172</ref> | |||
કવિ બંગાળને પણ ચેતવે છે. કૉંગ્રેસ કારોબારીના ઠરાવોથી બંગાળને અન્યાય થયો છે તે વાત બંગાળી જનમાનસમાં ઘર કરી ગયેલી છે. પણ આવું માનવું તે દુર્બળ મનની નિશાની છે. ‘‘આસપાસના બધા જ આપણી સામે કાવાદાવા કરી રહ્યા છે તે શંકાથી સતત ગ્રસ્ત રહેવું એ રાજકીય ડહાપણની નિશાની નથી.’’<ref>એજન, P. 172</ref> પણ કવિને પ્રાદેશિક કૉંગ્રેસ સંસ્થાઓ તૂટતી જણાય છે, મજબૂત કેન્દ્રીય નેતૃત્વ હોવા છતાં, અથવા કદાચ તેને કારણે. તેઓ કહે છે કે આપણામાં ધર્મ અને રીત-રિવાજોને કારણે વિખવાદ રહ્યો છે. જેટલું અનિવાર્ય હિંદુ-મુસ્લિમ ઐક્ય છે, તેટલું જ જરૂરી છે પ્રદેશોએ સાથે મળી સહિયારા હિત માટે કામ કરવું. ‘‘બંગાળના કિસ્સામાં, તેના અને કૉંગ્રેસ મોવડી મંડળ વચ્ચેના સંબંધ તૂટવાની અણી પર પહોંચી ગયા છે.’’<ref>એજન, P. 173</ref> | |||
તેઓ ગાંધીજીનો બચાવ કરે છે, તેઓ ગાંધીજીની નૈતિક તાકાત સ્વીકારે છે; ‘‘મને તો સ્પષ્ટ જણાય છે કે મહાત્માજીએ દેશની મુક્તિ માટેનો રસ્તો તૈયાર કર્યો છે, અને આ રસ્તા પરથી કોઈ ચલિત ન થાય તે વિશે તેઓ કાળજી રાખે છે. તેમણે કૉંગ્રેસનું વહાણ અત્યાર સુધી હંકાર્યું, તેના પૂર્વનિર્ધારિત ધ્યેયથી ચલિત ન થાય તેની કાળજીને સરમુખત્યારી તાકાત વાપરી ન કહેવાય.’’<ref>એજન</ref> તેઓ કહે છે કે તેમણે મહાત્માજી સાથેના પોતાના મતભેદ હંમેશાં જાહેર કર્યા છે, પણ મહાત્માજીએ દેશની મુક્તિનું સમણું જોયું, પોતાની પદ્ધતિ વિકસાવી, પ્રજાને તે રસ્તે દોરી. હવે તેમાં તેઓ છેલ્લા રંગ પૂરવા માંગતા હોય તો તેમ કરવા દેવું પ્રજાની ફરજ છે. ‘‘મારામાં કલ્પનાશક્તિ છે, પણ તેને વ્યવહારમાં મૂકવાની તાકાત નથી. દુનિયામાં બહુ ઓછાં, ગણ્યાં-ગાંઠ્યા લોકો પાસે આવી શક્તિ હોય છે; અને આપણા દેશના સૌભાગ્યે એક આવી વ્યક્તિએ જન્મ લીધો છે, ખરો રસ્તો તો તેમનો માર્ગ મોકળો કરવાનો છે – હું તેમના માર્ગમાં અવરોધ બનવાનું ક્યારેય વિચારી ન શકું.’’<ref>એજન</ref> સમય આવશે જ્યારે મહાત્માજીની ભૂલ કે તેમના કાર્યમાં રહેલી ઊણપ સુધારવી પડશે, તે વખતે દરેક વ્યક્તિએ પોતાની શ્રેષ્ઠ કાબેલિયત કામે લગાડવી પડશે, પણ જ્યાં સુધી એવો સમય ન આવ્યો હોય ત્યાં સુધી કૉંગ્રેસને તેની દિશામાં પ્રગતિ કરવા દેવી રહી. તેમણે પહાડના એકાંતમાં હિંદની દશા અને પોતાના મનોભાવનો અનાસક્તપણે મૂલ્યાંકન કર્યું અને ‘‘રાજકારણમાં બે પ્રકારની શક્તિનો સમન્વય છે તે હું સ્પષ્ટપણે જોઈ શકું છું. યાંત્રિક અને આધ્યાત્મિક.’’<ref>એજન, P. 174</ref> યુરોપ આ બે તાકાત વચ્ચે અટવાઈ રહ્યું છે. આ બંને તાકાત સહેલાઈથી મળે એમ નથી, તેની કિંમત ચૂકવવી પડે છે, તેના માટે સજ્જ થવું પડે છે. હિંદની પ્રજા યુરોપની યાંત્રિક તાકાત નીચે કચડાયેલી રહી છે એટલે આપણે આ તાકાતને આપણા કાબૂમાં લાવવાનું વિચારી પણ નથી શકતા, જ્યારે શુદ્ધ હથિયારોથી લડાય-જીતાય એવો સમય હોય ત્યારે આપણા અપ્રશિક્ષિત શરીર અને મન આના માટે કેળવાયેલાં નથી હોતાં. | |||
‘‘આવા સમયે મહાત્માજી એવો ઇલાજ લઈને આવ્યા કે જેમાં યાંત્રિક ઉપકરણની કોઈ જરૂર ન હતી. તેઓ નિર્ભયપણે, માથું ઊંચું રાખીને આવ્યા અને પુરવાર કર્યું કે અન્યાય સામે અસરકારક લડાઈ કોઈ પણ યાંત્રિક સાધનો વગર લડી શકાય છે.’’<ref>એજન, P. 175</ref> તેઓ જાણે છે કે હિંસક સેના ઊભી કરવું સહેલું છે, તેના માટે એકાદ વર્ષનું પ્રશિક્ષણ પૂરતું છે પણ આત્માને અહિંસક પ્રતિકાર માટે સજ્જ કરવો કપરો છે, આથી ગાંધીજીની શક્તિ જનશિક્ષણ પાછળ ખર્ચાય છે. કૉંગ્રેસનાં ભિન્ન જૂથોમાં પદ્ધતિ વિશે, સાધન વિશે મતભેદ છે તે કવિ સ્વીકારે છે. તેઓ એ પણ સ્વીકારે છે કેવળ ગાંધીજી જ અશક્યને શક્ય બનાવવાની શક્તિ ધરાવે છે તેમ ન કહી શકાય, એમ પણ ન કહેવાય કે તેઓ પોતાના દરેક કાર્યમાં સફળ જ થાય. નવું નેતાગણ પણ આવે. ‘‘શક્ય છે કે આવી વ્યક્તિએ પોતાની આગવી રીતે કામ કરવું પડશે, પોતાની આગવી સંસ્થા બનાવવી પડશે.’’<ref>એજન, P. 176</ref> પણ આ વ્યક્તિનું મૂલ્યાંકન કરતાં આપણને સમય લાગશે.પોતાના માટે તો કવિ સ્પષ્ટ છે, ‘‘હું તેમની સાથે હાથોહાથ મિલાવીને કામ નહીં કરી શકું.’’<ref>એજન</ref> | |||
કદાચ, કવિને આઝાદ હિંદ રોજના એંધાણ આપી ગયાં ! | કદાચ, કવિને આઝાદ હિંદ રોજના એંધાણ આપી ગયાં ! | ||
કૉંગ્રેસના ઇતિહાસના આ પ્રકરણમાં વિગતે જવાની અહીં જરૂર નથી પણ કૉંગ્રેસ કારોબારી સમિતિએ 11 ઑગસ્ટ, 1939ના રોજ સુભાષચંદ્ર બોઝને ત્રણ વર્ષ માટે કોઈ પણ ચૂંટણીથી ભરવાના પદ માટે નાલાયક ઠરાવતો પ્રસ્તાવ કર્યો. 20 ડિસેમ્બર, 1939ના રોજ કવિએ ગાંધીજીને તાર કરી જણાવ્યું કે, ‘‘આખા હિંદુસ્તાનમાં, ખાસ કરીને બંગાળમાં ગંભીર કટોકટીભરી પરિસ્થિતિ હોઈ કૉંગ્રેસ કારોબારી સમિતિને મારી આગ્રહભરી વિનંતી છે કે સુભાષ સાથેનો પ્રતિબંધ ઉઠાવી લઈ રાષ્ટ્રની એકતાના સર્વોપરી હિત ખાતર તેમનો હાર્દિક સહકાર માંગે. | કૉંગ્રેસના ઇતિહાસના આ પ્રકરણમાં વિગતે જવાની અહીં જરૂર નથી પણ કૉંગ્રેસ કારોબારી સમિતિએ 11 ઑગસ્ટ, 1939ના રોજ સુભાષચંદ્ર બોઝને ત્રણ વર્ષ માટે કોઈ પણ ચૂંટણીથી ભરવાના પદ માટે નાલાયક ઠરાવતો પ્રસ્તાવ કર્યો. 20 ડિસેમ્બર, 1939ના રોજ કવિએ ગાંધીજીને તાર કરી જણાવ્યું કે, ‘‘આખા હિંદુસ્તાનમાં, ખાસ કરીને બંગાળમાં ગંભીર કટોકટીભરી પરિસ્થિતિ હોઈ કૉંગ્રેસ કારોબારી સમિતિને મારી આગ્રહભરી વિનંતી છે કે સુભાષ સાથેનો પ્રતિબંધ ઉઠાવી લઈ રાષ્ટ્રની એકતાના સર્વોપરી હિત ખાતર તેમનો હાર્દિક સહકાર માંગે.’’<ref>The Selected Letters of Rabindranath Tagore, P. 513</ref> | ||
ગાંધીજીએ જવાબમાં લખ્યું; ‘‘આપના તારનો કારોબારી સમિતિએ વિચાર કર્યો હતો. એમને જે માહિતી છે તે જોતાં તેઓ પ્રતિબંધ ઉઠાવી શકે તેમ નથી. મારો પોતાનો અભિપ્રાય એવો છે કે જો પ્રતિબંધ ઉઠાવી લેવડાવવો હોય તો આપે સુભાષબાબુને શિસ્તને તાબે થવાની સલાહ આપવી જોઈએ. આશા રાખું છું કે આપની તબિયત સારી હશે. | ગાંધીજીએ જવાબમાં લખ્યું; ‘‘આપના તારનો કારોબારી સમિતિએ વિચાર કર્યો હતો. એમને જે માહિતી છે તે જોતાં તેઓ પ્રતિબંધ ઉઠાવી શકે તેમ નથી. મારો પોતાનો અભિપ્રાય એવો છે કે જો પ્રતિબંધ ઉઠાવી લેવડાવવો હોય તો આપે સુભાષબાબુને શિસ્તને તાબે થવાની સલાહ આપવી જોઈએ. આશા રાખું છું કે આપની તબિયત સારી હશે.’’<ref>અ. દે., Vol 71, P. 52</ref> | ||
આ પત્ર લખ્યો તે જ દિવસે, એટલે કે 15 જાન્યુઆરી, 1940ના રોજ ગાંધીજીએ ચાર્લી ઍન્ડ્રૂઝને પત્ર લખી જણાવ્યું કે સુભાષ બોઝવાળા મામલામાં ગુરુદેવને અળગા રહેવું જોઈએ. ‘‘જો તમને યોગ્ય લાગે તો તમે ગુરુદેવને કહેજો કે તેમના તારને કે બંગાળને અંગેની ચિંતાને હું એક ક્ષણ માટે પણ ભૂલ્યો નથી. મને એમ લાગે છે કે સુભાષ, કુટુંબના લાડ લડાવેલા છોકરાની જેમ વર્તી રહ્યો છે. એની સાથે કામ પાડવાનો એક જ રસ્તો છે ને તે એ કે તેમની આંખ ખોલવી. ઉપરાંત એમનું રાજકારણ તીવ્ર મતભેદો વ્યક્ત કરે છે. એ મતભેદો લાંઘી શકાય એવા નથી લાગતા. હું એ બાબતમાં સ્પષ્ટ છું કે આ બાબત એટલી તો ગૂંચવણભરી છે કે ગુરુદેવે એમાં ન પડવું જોઈએ. તેઓ એટલો વિશ્વાસ રાખે કે સમિતિમાં એવો એક પણ સભ્ય નથી જેને સુભાષ સામે વ્યક્તિગત વાંધો હોય. | આ પત્ર લખ્યો તે જ દિવસે, એટલે કે 15 જાન્યુઆરી, 1940ના રોજ ગાંધીજીએ ચાર્લી ઍન્ડ્રૂઝને પત્ર લખી જણાવ્યું કે સુભાષ બોઝવાળા મામલામાં ગુરુદેવને અળગા રહેવું જોઈએ. ‘‘જો તમને યોગ્ય લાગે તો તમે ગુરુદેવને કહેજો કે તેમના તારને કે બંગાળને અંગેની ચિંતાને હું એક ક્ષણ માટે પણ ભૂલ્યો નથી. મને એમ લાગે છે કે સુભાષ, કુટુંબના લાડ લડાવેલા છોકરાની જેમ વર્તી રહ્યો છે. એની સાથે કામ પાડવાનો એક જ રસ્તો છે ને તે એ કે તેમની આંખ ખોલવી. ઉપરાંત એમનું રાજકારણ તીવ્ર મતભેદો વ્યક્ત કરે છે. એ મતભેદો લાંઘી શકાય એવા નથી લાગતા. હું એ બાબતમાં સ્પષ્ટ છું કે આ બાબત એટલી તો ગૂંચવણભરી છે કે ગુરુદેવે એમાં ન પડવું જોઈએ. તેઓ એટલો વિશ્વાસ રાખે કે સમિતિમાં એવો એક પણ સભ્ય નથી જેને સુભાષ સામે વ્યક્તિગત વાંધો હોય.’’<ref>એજન, PP. 121-122</ref> | ||
સવાલ એ થાય કે કવિ ટાગોર, જે રાજકારણથી પોતાની જાતને અળગા રાખવાનો વિશેષ પ્રયાસ કરતા તેમણે આ મામલામાં, કૉંગ્રેસ કારોબારી સાથે ચર્ચામાં ઊતરવાનું કેમ પસંદ કર્યું. | સવાલ એ થાય કે કવિ ટાગોર, જે રાજકારણથી પોતાની જાતને અળગા રાખવાનો વિશેષ પ્રયાસ કરતા તેમણે આ મામલામાં, કૉંગ્રેસ કારોબારી સાથે ચર્ચામાં ઊતરવાનું કેમ પસંદ કર્યું. | ||
કવિના જીવનકથાના લેખકો ક્રિષ્ના દત્ત અને ઍન્ડ્રૂ રોબિન્સન એવું માને છે કે બંગાળમાં તે સમયે, અને દેશબંધુ ચિત્તરંજનદાસના અવસાન બાદ, કોઈ સશક્ત, પ્રતિભાશાળી નેતા નહોતો. કવિ બંગાળના રાજકારણ અને જાહેરજીવનથી હતાશ હતા. સુભાષ બોઝ કૉંગ્રેસ પ્રમુખ ચૂંટાયા પછી તેઓ બે વાર એકબીજાને મળેલા પણ, આ તબક્કા સુધી ગુરુદેવે સુભાષને પોતાનાથી દૂર રાખેલા. સુભાષ બોઝનાં ગાંધીજી વિરોધી વલણો આ માટે જવાબદાર હતાં. | કવિના જીવનકથાના લેખકો ક્રિષ્ના દત્ત અને ઍન્ડ્રૂ રોબિન્સન એવું માને છે કે બંગાળમાં તે સમયે, અને દેશબંધુ ચિત્તરંજનદાસના અવસાન બાદ, કોઈ સશક્ત, પ્રતિભાશાળી નેતા નહોતો. કવિ બંગાળના રાજકારણ અને જાહેરજીવનથી હતાશ હતા. સુભાષ બોઝ કૉંગ્રેસ પ્રમુખ ચૂંટાયા પછી તેઓ બે વાર એકબીજાને મળેલા પણ, આ તબક્કા સુધી ગુરુદેવે સુભાષને પોતાનાથી દૂર રાખેલા. સુભાષ બોઝનાં ગાંધીજી વિરોધી વલણો આ માટે જવાબદાર હતાં.<ref>The Myrid Minded Man, P. 341</ref> સુભાષ બોઝને એમ પણ લાગ્યું કે કવિ ગાંધીજીના આંધળા ભક્ત થઈ ગયા છે. તેમણે 3 ઑગસ્ટ, 1934ના રોજ પોતાના પુસ્તક ध इन्डियन स्ट्रगलનું આમુખ લખવા વિનંતી કરતો પત્ર કવિ ટાગોરને લખેલો. આ પત્રમાં જ, વિનંતી સાથે તેમણે લખ્યું કે કવિ આમુખ લખવા તૈયાર થશે કે નહીં તે વિશે તેમને શંકા હતી કારણ, ‘‘તમે હમણાં હમણાં મહાત્માજીના અંધભકાત થઈ ગયા છો – તમારાં લખાણોમાંથી તો આ તારણ નીકળે છે.’’<ref>લેનાર્ડ એ ગોર્ડન; Brothers Against The eaj : A Biography A Indian Nationalists Sarat and Shbhas Bose, P. 289</ref> સુભાષ કૉંગ્રેસના પ્રમુખ ચૂંટાયા પછી કવિએ તેમને ‘દેશનાયક’ કહી બિરદાવ્યા. સુભાષ બોઝના સન્માનમાં કૉલકાતામાં એક જાહેરસભા કરવાની હતી તે માટે કવિએ લખ્યું; ‘‘રાષ્ટ્રીય કટોકટીની આ ઘડીએ, આપણે સબળ વ્યક્તિત્વવાળા, સ્વાભાવિક નેતાગીરીના ગુણોવાળા નેતાની અજેય શ્રદ્ધાની સેવાઓ આવશ્યક છે જે આપણી પ્રગતિની સામે આવી ચડેલા દુર્ભાગ્યને દૂર કરી શકે... સૌથી વધારે તો, બંગાળે આજે તમારા દૃઢ મનોબળ અને સ્વ-નિર્ભર શૌર્યનું અનુકરણ કરવાનું છે... બંગાળ એક સાદે પોકાર કરે કે તેના મુક્તિદાતાનું આસન આપના માટે બિછાવે છે.’’<ref>એજન, PP. 402-403</ref> | ||
દત્ત અને રોબિન્સન કહે છે, ‘‘એવું લાગે છે કે ટાગોરને બંગાળી મુસોલિની મળી ગયા. | દત્ત અને રોબિન્સન કહે છે, ‘‘એવું લાગે છે કે ટાગોરને બંગાળી મુસોલિની મળી ગયા.’’<ref>સુભાષ બોઝ ફાંસીવાદ પ્રત્યે કૂણું, સહાનુભૂતિવાળું વલણ ધરાવતા હતા તે પ્રસિદ્ધ છે. પણ કવિ 1926ની સાલમાં મુસોલિની અને ઇટાલીના પ્રશંસક રહ્યા હતા તે ઓછું જાણીતું છે. 1925માં આર્જેન્ટિનાથી પાછા આવતી વખતે તેઓ ઇટાલીમાં રોકાયા હતા, તે વખતે તેમને ફાંસીવાદ ઘૃણાસ્પદ લાગ્યો હતો. પણ પછી તરત જ 1925ના નવેમ્બરમાં રોમ વિશ્વવિદ્યાલયના સંસ્કૃતના પ્રાધ્યાપક કાર્લો ફોર્મેસી શાંતિનિકેતન આવ્યા, સાથે મુસોલિનીનો સંદેશો અને ઇટાલિયન પુસ્તકોનો ભંડાર લાવ્યા. 1926માં કવિને ઇટાલીએ વધાવી લીધા, ત્યાં તેમણે મુસોલિનીની મુક્તકંઠે પ્રશંસા પણ કરી. આથી વ્યથિત રોમાં રોલાંએ તેમને ફાંસીવાદનું સાચું સ્વરૂપ સમજાવ્યું. જુઓ, The Myrid Minded Man, PP. 266-273.</ref> | ||
<center>V</center> | |||
<center>આમદેર શાંતિનિકેતન</center> | |||
20 જાન્યુઆરી, 1940ના રોજ કવિએ ગાંધીજીને શાંતિનિકેતન આવવાનું આમંત્રણ આપ્યું. "છાપામાંથી આપના બંગાળ પ્રવાસ વિશે જાણ્યું. આશા છે કે આપ શાંતિનિકેતનમાં મારી સાથે બેએક દિવસ ગાળશો.<ref>The Mahatma and The Poet, P. 177</ref> ત્રેવીસમી તારીખે ગાંધીજીએ તારથી જવાબ આપ્યો; ‘‘પંદર અથવા સોળ તારીખે શાંતિનિકેતન પહોંચીશું, બે દિવસ તો રહીશું જ. પ્યાર.’’<ref>એજન</ref> 29મીએ ફરી વાર તારથી જાણ કરી કે તેઓ મોટા કુટુંબ સાથે આવશે, બા ઉપરાંત રાજકુમારી અમૃતકૌર પણ હશે.<ref>ગોપાલકૃષ્ણ ગાંધી, A Difficult Friendaship, P. 314</ref> | |||
20 જાન્યુઆરી, 1940ના રોજ કવિએ ગાંધીજીને શાંતિનિકેતન આવવાનું આમંત્રણ આપ્યું. "છાપામાંથી આપના બંગાળ પ્રવાસ વિશે જાણ્યું. આશા છે કે આપ શાંતિનિકેતનમાં મારી સાથે બેએક દિવસ ગાળશો. | |||
17 ફેબ્રુઆરી, 1940ના રોજ ગાંધીજી, કસ્તૂરબા, પ્યારેલાલ અને મહાદેવ દેસાઈ હાવડા સ્ટેશન પર પહોંચ્યાં. તેમણે સેગાંવથી ‘નાગપુર ફાસ્ટ પેસેન્જર’માં પ્રવાસ કર્યો હતો. આવીને તરત જ પ્રેસિડેન્સી જનરલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દીનબંધુ ઍન્ડ્રૂઝને મળવા ગયા; સાથે આચાર્ય કૃપલાની અને અમિયા ચક્રવર્તી પણ હતા. આ મુલાકાત બાદ સવારનો નાસ્તો કરી, પ્રોફેસર મહાલનોબિસને મળ્યા અને બોલપુર ‘સાહેબગંજ લુપ એક્સપ્રેસ’માં ગયા. ત્યાં કવિવર ટાગોર, આચાર્ય ક્ષિતિમોહન સેન અને અન્યોએ તેમનું સ્વાગત કર્યું. તેમનો ઉતારો ‘શામલી’માં હતો. | 17 ફેબ્રુઆરી, 1940ના રોજ ગાંધીજી, કસ્તૂરબા, પ્યારેલાલ અને મહાદેવ દેસાઈ હાવડા સ્ટેશન પર પહોંચ્યાં. તેમણે સેગાંવથી ‘નાગપુર ફાસ્ટ પેસેન્જર’માં પ્રવાસ કર્યો હતો. આવીને તરત જ પ્રેસિડેન્સી જનરલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહેલા દીનબંધુ ઍન્ડ્રૂઝને મળવા ગયા; સાથે આચાર્ય કૃપલાની અને અમિયા ચક્રવર્તી પણ હતા. આ મુલાકાત બાદ સવારનો નાસ્તો કરી, પ્રોફેસર મહાલનોબિસને મળ્યા અને બોલપુર ‘સાહેબગંજ લુપ એક્સપ્રેસ’માં ગયા. ત્યાં કવિવર ટાગોર, આચાર્ય ક્ષિતિમોહન સેન અને અન્યોએ તેમનું સ્વાગત કર્યું. તેમનો ઉતારો ‘શામલી’માં હતો. | ||
ગાંધીજીની આ ચોથી શાંતિનિકેતન યાત્રા હતી અને કવિવરની હયાતિમાં છેલ્લી. 17 ફેબ્રુઆરી તેમની પહેલી શાંતિનિકેતન યાત્રાની પણ તારીખ હતી. "આમ્રકુંજમાં ગાંધીજીનું વિધિવત્ સ્વાગત થયું. નાદુરસ્ત તબિયત છતાં કવિ ‘‘આમ્રકુંજ’’માં આવ્યા. ‘‘આમ્રકુંજ’’ તો મહર્ષિ દેવેન્દ્રનાથનું ધ્યાનસ્થળ, તેઓની પુણ્ય સ્મૃતિ સાથે જોડાયેલું સ્થાન. કવિએ ફૂલોનો હાર પહેરાવી ગાંધીજીનું સ્વાગત, અભિવાદન કર્યું. ટૂંકા સ્વાગત પ્રવચનમાં કહ્યું; ‘‘હું આશા રાખું છું કે આપનું અમારા આશ્રમમાં સ્વાગત કરવામાં અને પ્રેમની અભિવ્યક્તિને સંયમિત રાખી શકીશું, અને તેને કદી વાણીના વધુ પડતા વિલાસમાં ઊભરવા નહીં દઈએ. મહાન વિભૂતિ પ્રત્યેની અંજલિ સ્વાભાવિક રીતે જ સાદી વાણીમાં વ્યક્ત થવા મથે છે અને અમે આપના પોતાના તરીકે, આખી માનવજાતના તરીકે સ્વીકારીએ છીએ તે જણાવવા આ થોડા શબ્દો ધરીએ છીએ. | ગાંધીજીની આ ચોથી શાંતિનિકેતન યાત્રા હતી અને કવિવરની હયાતિમાં છેલ્લી. 17 ફેબ્રુઆરી તેમની પહેલી શાંતિનિકેતન યાત્રાની પણ તારીખ હતી. "આમ્રકુંજમાં ગાંધીજીનું વિધિવત્ સ્વાગત થયું. નાદુરસ્ત તબિયત છતાં કવિ ‘‘આમ્રકુંજ’’માં આવ્યા. ‘‘આમ્રકુંજ’’ તો મહર્ષિ દેવેન્દ્રનાથનું ધ્યાનસ્થળ, તેઓની પુણ્ય સ્મૃતિ સાથે જોડાયેલું સ્થાન. કવિએ ફૂલોનો હાર પહેરાવી ગાંધીજીનું સ્વાગત, અભિવાદન કર્યું. ટૂંકા સ્વાગત પ્રવચનમાં કહ્યું; ‘‘હું આશા રાખું છું કે આપનું અમારા આશ્રમમાં સ્વાગત કરવામાં અને પ્રેમની અભિવ્યક્તિને સંયમિત રાખી શકીશું, અને તેને કદી વાણીના વધુ પડતા વિલાસમાં ઊભરવા નહીં દઈએ. મહાન વિભૂતિ પ્રત્યેની અંજલિ સ્વાભાવિક રીતે જ સાદી વાણીમાં વ્યક્ત થવા મથે છે અને અમે આપના પોતાના તરીકે, આખી માનવજાતના તરીકે સ્વીકારીએ છીએ તે જણાવવા આ થોડા શબ્દો ધરીએ છીએ. | ||
‘‘બરાબર આ જ ઘડીએ આપણા ભાવિને કાળું બનાવી દે એવા પ્રશ્નો ઊભા થયા છે. અમે જાણીએ છીએ કે એ પ્રશ્નો આપના માર્ગમાં ભીડ મચાવી રહ્યા છે અને આપણામાંનો કોઈ પણ તેમના હુમલાથી મુક્ત નથી. ઘડીભર આપણે એ બધા ક્ષોભની સીમાની બહાર ચાલ્યા જઈને આપણા આજના મિલનને સાદું હૃદયનું મિલન બનાવીએ, જેની સ્મૃતિ, આપના ક્ષુબ્ધ રાજકારણની બધી નૈતિક ગૂંચો શમી ગઈ હશે અને આપણા પ્રયત્નનું શાશ્વત મૂલ્ય જ્યારે પ્રગટ થયું હશે ત્યારે કાયમ રહેશે. | ‘‘બરાબર આ જ ઘડીએ આપણા ભાવિને કાળું બનાવી દે એવા પ્રશ્નો ઊભા થયા છે. અમે જાણીએ છીએ કે એ પ્રશ્નો આપના માર્ગમાં ભીડ મચાવી રહ્યા છે અને આપણામાંનો કોઈ પણ તેમના હુમલાથી મુક્ત નથી. ઘડીભર આપણે એ બધા ક્ષોભની સીમાની બહાર ચાલ્યા જઈને આપણા આજના મિલનને સાદું હૃદયનું મિલન બનાવીએ, જેની સ્મૃતિ, આપના ક્ષુબ્ધ રાજકારણની બધી નૈતિક ગૂંચો શમી ગઈ હશે અને આપણા પ્રયત્નનું શાશ્વત મૂલ્ય જ્યારે પ્રગટ થયું હશે ત્યારે કાયમ રહેશે.’’<ref>અ. દે., Vol. 71, P. 233, પાદટીપ 1</ref> | ||
ગાંધીજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે શાંતિનિકેતનમાં આવતાં જ તેઓને પહેલો વિચાર દીનબંધુ ઍન્ડ્રૂઝનો આવે. ઍન્ડ્રૂઝની ઇચ્છા હતી કે ગુરુદેવ સાથે મિલનવેળાએ તેઓ હાજર હોય અને એક-એક શબ્દ, હિલચાલને સ્મૃતિમાં તેઓ સંઘરે. ‘‘ગુરુદેવને મારા પર કેટલો બધો પ્રેમ છે તે હું જાણું છું. 1915માં જ્યારે મારે માથું મૂકવાને કોઈ સ્થાન નહોતું ત્યારે આ આશ્રમમાં ગાળેલા શરૂઆતના દિવસો મને સાંભરે છે. હું અહીં અજાણ્યા કે મહેમાન તરીકે નથી આવ્યો. શાંતિનિકેતન મારા માટે ઘર કરતાં પણ વિશેષ છે... હું અહીં રાજકારણની બધી ચિંતાઓ અને બધા બોજાઓ પાછળ નાખીને કેવળ ગુરુદેવનાં દર્શન અને આશીર્વાદ લેવાને આવ્યો છું. મેં ઘણીવાર મને કુશળ ભિખારી તરીકે ઓળખાવ્યો છે. પણ મારા ભિક્ષાપાત્રમાં આજના ગુરુદેવના આશીર્વાદ કરતાં વધુ કીમતી ભેટ કદી પડી નથી. હું જાણું છું કે એમના આશીર્વાદ મારા ઉપર સદા છે જ. પણ આજે એ પ્રત્યક્ષ રીતે એમની પાસેથી પામ્યો એને હું મારું વિશેષ સદભાગ્ય લેખું છું. અને એથી મારું હૃદય આનંદથી ભરાઈ જાય છે. જ્યારે પ્રેમનો સંબંધ હોય છે ત્યારે વાણી નકામી બની જાય છે. | ગાંધીજીએ પ્રત્યુત્તરમાં જણાવ્યું કે શાંતિનિકેતનમાં આવતાં જ તેઓને પહેલો વિચાર દીનબંધુ ઍન્ડ્રૂઝનો આવે. ઍન્ડ્રૂઝની ઇચ્છા હતી કે ગુરુદેવ સાથે મિલનવેળાએ તેઓ હાજર હોય અને એક-એક શબ્દ, હિલચાલને સ્મૃતિમાં તેઓ સંઘરે. ‘‘ગુરુદેવને મારા પર કેટલો બધો પ્રેમ છે તે હું જાણું છું. 1915માં જ્યારે મારે માથું મૂકવાને કોઈ સ્થાન નહોતું ત્યારે આ આશ્રમમાં ગાળેલા શરૂઆતના દિવસો મને સાંભરે છે. હું અહીં અજાણ્યા કે મહેમાન તરીકે નથી આવ્યો. શાંતિનિકેતન મારા માટે ઘર કરતાં પણ વિશેષ છે... હું અહીં રાજકારણની બધી ચિંતાઓ અને બધા બોજાઓ પાછળ નાખીને કેવળ ગુરુદેવનાં દર્શન અને આશીર્વાદ લેવાને આવ્યો છું. મેં ઘણીવાર મને કુશળ ભિખારી તરીકે ઓળખાવ્યો છે. પણ મારા ભિક્ષાપાત્રમાં આજના ગુરુદેવના આશીર્વાદ કરતાં વધુ કીમતી ભેટ કદી પડી નથી. હું જાણું છું કે એમના આશીર્વાદ મારા ઉપર સદા છે જ. પણ આજે એ પ્રત્યક્ષ રીતે એમની પાસેથી પામ્યો એને હું મારું વિશેષ સદભાગ્ય લેખું છું. અને એથી મારું હૃદય આનંદથી ભરાઈ જાય છે. જ્યારે પ્રેમનો સંબંધ હોય છે ત્યારે વાણી નકામી બની જાય છે.’’<ref>એજન, PP. 233-234. શ્રી ગોપાલકૃષ્ણ ગાંધી આની તારીખ 18 ફેબ્રુઆરી આપે છે, અ. દે. અને મહાદેવભાઈ 17 ફેબ્રુઆરી.</ref> | ||
બીજા દિવસે ગાંધીજીએ શાંતિનિકેતનના વિવિધ વિભાગો અને શ્રીનિકેતનની મુલાકાત લીધી; કવિવર સાથે લંબાણથી વાર્તાલાપ કર્યો. મહાદેવભાઈ નોંધે છે કે આ એટલી પવિત્ર ઘડી હતી કે જેની જાહેરાત ન થઈ શકે. તે દિવસે સાંજે કવિવર અને ગાંધીજીએ સાથે બેસીને ‘ચંડાલિકા’ નૃત્યનાટિકા જોઈ. કવિવરે તેમને ‘શામલી’ કુટિરની માલિકી આપવાનું કહ્યું, શરત માત્ર એ કે ગાંધીજીએ દર વર્ષે આવીને થોડા દિવસ ત્યાં રહેવું. બૅરિસ્ટર ગાંધીએ તરત જવાબ આપ્યો કે ભેટ બિનશરતી જ હોઈ શકે ! | બીજા દિવસે ગાંધીજીએ શાંતિનિકેતનના વિવિધ વિભાગો અને શ્રીનિકેતનની મુલાકાત લીધી; કવિવર સાથે લંબાણથી વાર્તાલાપ કર્યો. મહાદેવભાઈ નોંધે છે કે આ એટલી પવિત્ર ઘડી હતી કે જેની જાહેરાત ન થઈ શકે. તે દિવસે સાંજે કવિવર અને ગાંધીજીએ સાથે બેસીને ‘ચંડાલિકા’ નૃત્યનાટિકા જોઈ. કવિવરે તેમને ‘શામલી’ કુટિરની માલિકી આપવાનું કહ્યું, શરત માત્ર એ કે ગાંધીજીએ દર વર્ષે આવીને થોડા દિવસ ત્યાં રહેવું. બૅરિસ્ટર ગાંધીએ તરત જવાબ આપ્યો કે ભેટ બિનશરતી જ હોઈ શકે !<ref>A Difficult Friendship, P. 319</ref> | ||
વિદાયવેળાએ ગુરુદેવે ગાંધીજીના હાથમાં એક મહામૂલો પત્ર મૂક્યો; | વિદાયવેળાએ ગુરુદેવે ગાંધીજીના હાથમાં એક મહામૂલો પત્ર મૂક્યો; | ||
‘‘પ્રિય મહાત્માજી, | ‘‘પ્રિય મહાત્માજી, | ||
અમારી વિશ્વભારતી સંસ્થાની પ્રવૃત્તિઓ હમણાં જ તમે ઊડતી નજરે નિહાળી છે. | અમારી વિશ્વભારતી સંસ્થાની પ્રવૃત્તિઓ હમણાં જ તમે ઊડતી નજરે નિહાળી છે. | ||
તેના ગુણ વિશે તમે શો ક્યાસ બાંધ્યો તે હું નથી જાણતો. તમે જાણો છો કે આ સંસ્થા નિકટ રૂપમાં રાષ્ટ્રીય છતાં ભારતવર્ષના ગજા મુજબ અત્યારે તેની સંસ્કૃતિના દાનથી બાકીની તમામ દુનિયાનું આતિથ્ય કરે છે. એ દૃષ્ટિએ તે આંતરરાષ્ટ્રીય છે. | તેના ગુણ વિશે તમે શો ક્યાસ બાંધ્યો તે હું નથી જાણતો. તમે જાણો છો કે આ સંસ્થા નિકટ રૂપમાં રાષ્ટ્રીય છતાં ભારતવર્ષના ગજા મુજબ અત્યારે તેની સંસ્કૃતિના દાનથી બાકીની તમામ દુનિયાનું આતિથ્ય કરે છે. એ દૃષ્ટિએ તે આંતરરાષ્ટ્રીય છે. | ||
એક કટોકટીની વેળાએ તમે જ તેને સાવ ભાંગી પડતી બચાવીને પગભર કરી હતી. અમે સૌ આ મિત્રકાર્ય માટે તમારા સદાને માટે ૠણી છીએ. અને હવે તમે આ વખતે શાંતિનિકેતન છોડો તે અગાઉ હું તમને મારા અંતરની આ ઉત્કટ વિજ્ઞપ્તિ કરું છું. આ સંસ્થાને તમારી છત્રછાયા નીચે લો, અને જો તમે એને રાષ્ટ્રના ધન રૂપે ગણતા હો તો એના સ્થાયીપણાની બાંયધરી ઉઠાવો. વિશ્વભારતી મારી નૌકા છે જે મારા જીવનનો કીમતીમાં કીમતી ખજાનો ભરીને હંકારી રહેલ છે. તેની સલામતીને સારુ મારા દેશવાસીઓ પાસેથી ખાસ કાળજીની અપેક્ષા રાખવાનો મને લાગે છે કે હું હકદાર છું. | એક કટોકટીની વેળાએ તમે જ તેને સાવ ભાંગી પડતી બચાવીને પગભર કરી હતી. અમે સૌ આ મિત્રકાર્ય માટે તમારા સદાને માટે ૠણી છીએ. અને હવે તમે આ વખતે શાંતિનિકેતન છોડો તે અગાઉ હું તમને મારા અંતરની આ ઉત્કટ વિજ્ઞપ્તિ કરું છું. આ સંસ્થાને તમારી છત્રછાયા નીચે લો, અને જો તમે એને રાષ્ટ્રના ધન રૂપે ગણતા હો તો એના સ્થાયીપણાની બાંયધરી ઉઠાવો. વિશ્વભારતી મારી નૌકા છે જે મારા જીવનનો કીમતીમાં કીમતી ખજાનો ભરીને હંકારી રહેલ છે. તેની સલામતીને સારુ મારા દેશવાસીઓ પાસેથી ખાસ કાળજીની અપેક્ષા રાખવાનો મને લાગે છે કે હું હકદાર છું.’’<ref>અ. દે., Vol. 71, PP. 303-304</ref> | ||
ગાંઘીજીએ કૉલકાતા જતાં ટ્રેનમાંથી પત્ર લખ્યો; | ગાંઘીજીએ કૉલકાતા જતાં ટ્રેનમાંથી પત્ર લખ્યો; | ||
‘‘પ્રિય ગુરુદેવ, | ‘‘પ્રિય ગુરુદેવ, | ||
આપે જે હૃદયસ્પર્શી ચિઠ્ઠી જુદા પડતી વખતે મારા હાથમાં મૂકી હતી તે સીધી મારા હૃદયમાં ઊતરી ગઈ છે. બેશક વિશ્વભારતી એ રાષ્ટ્રીય સંસ્થા છે જ. એ આંતરરાષ્ટ્રીય પણ છે જ, એમાં શંકા નથી. આપ એટલી ખાતરી રાખશો કે એને કાયમ રાખવાના સહિયારા પ્રયાસમાં હું મારાથી બનતું બધું કરીશ. | આપે જે હૃદયસ્પર્શી ચિઠ્ઠી જુદા પડતી વખતે મારા હાથમાં મૂકી હતી તે સીધી મારા હૃદયમાં ઊતરી ગઈ છે. બેશક વિશ્વભારતી એ રાષ્ટ્રીય સંસ્થા છે જ. એ આંતરરાષ્ટ્રીય પણ છે જ, એમાં શંકા નથી. આપ એટલી ખાતરી રાખશો કે એને કાયમ રાખવાના સહિયારા પ્રયાસમાં હું મારાથી બનતું બધું કરીશ. | ||
દરરોજ દિવસ દરમિયાન લગભગ એક કલાક ધર્મબુદ્ધિથી ઊંઘ લેવાનું આપનું વચન પાળશો એવી હું આશા રાખું છું. જોકે હું હંમેશાં શાંતિનિકેતનને મારું બીજું ઘર માનતો આવ્યો છું તેમ છતાં આ મુલાકાતથી હું પહેલાં કરતાં એની વધુ નિકટ આવ્યો છું. | દરરોજ દિવસ દરમિયાન લગભગ એક કલાક ધર્મબુદ્ધિથી ઊંઘ લેવાનું આપનું વચન પાળશો એવી હું આશા રાખું છું. જોકે હું હંમેશાં શાંતિનિકેતનને મારું બીજું ઘર માનતો આવ્યો છું તેમ છતાં આ મુલાકાતથી હું પહેલાં કરતાં એની વધુ નિકટ આવ્યો છું.’’<ref>એજન, P. 121</ref> | ||
આ મુલાકાતના પખવાડિયા પછી ગાંધીજીએ શાંતિનિકેતન યાત્રા વિશે અને આ સંસ્થા નિત્ય નવો વિકાસ અને ફાલ પામ્યે જાય તે વિશે લખ્યું; ‘‘શાંતિનિકેતનનો વિકાસ પણ જ્યાં સુધી ગુરુદેવનો આત્મા એને છાઈ રહ્યો છે ત્યાં લગી કદી અટકવાનો નથી.ત્યાંની એક એક વ્યક્તિમાં અને એકેએક વસ્તુમાં ગુરુદેવ ભર્યા છે એવો આપણને અનુભવ થાય છે. જે પૂજ્યભાવ એમના પ્રત્યે સૌ કોઈના અંતરમાં ત્યાં વસી રહ્યો છે તે ઉદાત્ત પ્રેરણાદાયી છે, કારણ કે તે સ્વયંભૂ છે. મને તો ખરેખર એણે ઉચ્ચ પ્રેરણા પાઈ. | આ મુલાકાતના પખવાડિયા પછી ગાંધીજીએ શાંતિનિકેતન યાત્રા વિશે અને આ સંસ્થા નિત્ય નવો વિકાસ અને ફાલ પામ્યે જાય તે વિશે લખ્યું; ‘‘શાંતિનિકેતનનો વિકાસ પણ જ્યાં સુધી ગુરુદેવનો આત્મા એને છાઈ રહ્યો છે ત્યાં લગી કદી અટકવાનો નથી.ત્યાંની એક એક વ્યક્તિમાં અને એકેએક વસ્તુમાં ગુરુદેવ ભર્યા છે એવો આપણને અનુભવ થાય છે. જે પૂજ્યભાવ એમના પ્રત્યે સૌ કોઈના અંતરમાં ત્યાં વસી રહ્યો છે તે ઉદાત્ત પ્રેરણાદાયી છે, કારણ કે તે સ્વયંભૂ છે. મને તો ખરેખર એણે ઉચ્ચ પ્રેરણા પાઈ.’’<ref>એજન, P. 303</ref> | ||
આ પછી તેમણે ગુરુદેવે આપેલા પત્રની વાત કરતાં કહ્યું; ‘‘વિશ્વભારતી જેવી સંસ્થાને મારી છત્રછાયા હેઠળ લેનારો હું કોણ ? ઈશ્વરની છત્રછાયા સદાય એના પર ઢળેલી છે કારણ એક ઉત્કટ અનન્યપરાયણ આત્માની એ કૃતિ છે. એ કંઈ દેખાવની વસ્તુ નથી. ગુરુદેવ પોતે આંતરરાષ્ટ્રીય વિભૂતિ છે, કારણ કે એઓ સાચા અર્થમાં રાષ્ટ્રીય છે. તેથી જ એમની બધી કૃતિઓ આંતરરાષ્ટ્રીય દરજ્જાની છે. અને વિશ્વભારતી એ સૌમાં સર્વોપરી છે. મને લગીરે શંકા નથી કે ગુરુદેવને વિશ્વભારતી અંગે ભાવિ કાળને સારુ નાણાંને લગતી ચિંતામાંથી પ્રજા મુક્ત કરી દે. એ સર્વથા ઉચિત છે. પ્રજા ઉપર એમનો એટલો અધિકાર છે જ. એમની હૃદયસ્પર્શી અપીલના જવાબમાં મારાથી બનતી બધી મદદ આપવાનું મેં એમને વચન આપ્યું છે. આ લખાણ મારા એ પ્રયત્નની શરૂઆત રૂપે છે. | આ પછી તેમણે ગુરુદેવે આપેલા પત્રની વાત કરતાં કહ્યું; ‘‘વિશ્વભારતી જેવી સંસ્થાને મારી છત્રછાયા હેઠળ લેનારો હું કોણ ? ઈશ્વરની છત્રછાયા સદાય એના પર ઢળેલી છે કારણ એક ઉત્કટ અનન્યપરાયણ આત્માની એ કૃતિ છે. એ કંઈ દેખાવની વસ્તુ નથી. ગુરુદેવ પોતે આંતરરાષ્ટ્રીય વિભૂતિ છે, કારણ કે એઓ સાચા અર્થમાં રાષ્ટ્રીય છે. તેથી જ એમની બધી કૃતિઓ આંતરરાષ્ટ્રીય દરજ્જાની છે. અને વિશ્વભારતી એ સૌમાં સર્વોપરી છે. મને લગીરે શંકા નથી કે ગુરુદેવને વિશ્વભારતી અંગે ભાવિ કાળને સારુ નાણાંને લગતી ચિંતામાંથી પ્રજા મુક્ત કરી દે. એ સર્વથા ઉચિત છે. પ્રજા ઉપર એમનો એટલો અધિકાર છે જ. એમની હૃદયસ્પર્શી અપીલના જવાબમાં મારાથી બનતી બધી મદદ આપવાનું મેં એમને વચન આપ્યું છે. આ લખાણ મારા એ પ્રયત્નની શરૂઆત રૂપે છે.’’<ref>એજન, P. 304</ref> | ||
5 એપ્રિલ, 1940ના દિવસે રેવ. ચાર્લ્સ ફ્રિઅર ઍન્ડ્રૂઝ, ‘દીનબંધુ’નું અવસાન થયું. ગાંધીજીને મોહન કહેનારા પ્રાણપ્રિય દોસ્ત ગયા અને કવિ સાથેની પહેલી કડી પણ. | 5 એપ્રિલ, 1940ના દિવસે રેવ. ચાર્લ્સ ફ્રિઅર ઍન્ડ્રૂઝ, ‘દીનબંધુ’નું અવસાન થયું. ગાંધીજીને મોહન કહેનારા પ્રાણપ્રિય દોસ્ત ગયા અને કવિ સાથેની પહેલી કડી પણ. | ||
15 એપ્રિલે કવિના પુત્ર રથીન્દ્રનાથે ગાંધીજીને પત્ર લખી કવિની દીનબંધુની સ્મૃતિમાં કોઈ સંસ્થા યા પ્રવૃત્તિ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે ગાંધીજીનો અભિપ્રાય માંગ્યો અને ફાળા માટે ગાંધીજી, કવિ અને કલકત્તા બિશપ(ધર્માચાર્ય)ના નામે અપીલ થાય એવું સૂચન કર્યું. દીનબંધુ સ્મારકના ચાર હેતુ હતા. | 15 એપ્રિલે કવિના પુત્ર રથીન્દ્રનાથે ગાંધીજીને પત્ર લખી કવિની દીનબંધુની સ્મૃતિમાં કોઈ સંસ્થા યા પ્રવૃત્તિ શરૂ કરવાની ઇચ્છા વ્યક્ત કરી. તેમણે ગાંધીજીનો અભિપ્રાય માંગ્યો અને ફાળા માટે ગાંધીજી, કવિ અને કલકત્તા બિશપ(ધર્માચાર્ય)ના નામે અપીલ થાય એવું સૂચન કર્યું. દીનબંધુ સ્મારકના ચાર હેતુ હતા. | ||
::: (1) શાંતિનિકેતન સંસ્થા હાલની નાણાંને લગતી સતત ચિંતાથી મુક્ત રહીને સ્વર્ગસ્થ દીનબંધુએ સેવેલી મહાન આશાઓ પૂરી કરી શકે તેવા સ્થાયી પાયા ઉપર કાયમી ધોરણે મૂકવું. બચેલાં નાણાંમાંથી | |||
::: (2) નાની પણ પૂરતી સામગ્રીવાળી ઇસ્પિતાલ | |||
::: (3) જિલ્લામાં ‘દીનબંધુ’ કૂવાની જોગવાઈ | |||
::: (4) ખ્રિસ્ત સંસ્કૃતિનું ભવન. | |||
અત્યંત વ્યસ્ત હોવાને કારણે ગાંધીજી તરત જવાબ આપી ન શક્યા. તેમણે 5 મેના રોજ કવિને લખ્યું; ‘‘કોણ જાણે કેમ પણ સભાખંડ અને હૉસ્પિટલ માટેની અપીલ સાથે હું સંમત થઈ શકતો નથી. શાંતિનિકેતન જેટલું તમારું છે તેટલું જ તેમનું પણ હતું. જેને એમણે જીવન સમર્પણ કર્યું હતું અને જેમાંથી એમને પ્રેરણા થઈ હતી તેને કાયમી બનાવવામાં આવે, એનાં કરતાં રૂડું બીજું શું હોઈ શકે ? | અત્યંત વ્યસ્ત હોવાને કારણે ગાંધીજી તરત જવાબ આપી ન શક્યા. તેમણે 5 મેના રોજ કવિને લખ્યું; ‘‘કોણ જાણે કેમ પણ સભાખંડ અને હૉસ્પિટલ માટેની અપીલ સાથે હું સંમત થઈ શકતો નથી. શાંતિનિકેતન જેટલું તમારું છે તેટલું જ તેમનું પણ હતું. જેને એમણે જીવન સમર્પણ કર્યું હતું અને જેમાંથી એમને પ્રેરણા થઈ હતી તેને કાયમી બનાવવામાં આવે, એનાં કરતાં રૂડું બીજું શું હોઈ શકે ?’’<ref>અ. દે., Vol. 72, P. 40</ref> | ||
કવિએ કલીંગપોંગથી 13 મે, 1940ના રોજ જવાબ લખ્યો. દીનબંધુ ઍન્ડ્રૂઝ સ્મારક અંગે ગાંધીજીના વિચારનું તેમણે અનુમોદન કર્યું. પણ જે ફાળો શાંતિનિકેતનને જવાનો હોય તો આ અપીલમાં પોતે સહી કરે તે અયોગ્ય ગણાય તેવું સૂચન કર્યું. ગાંધીજીએ અપીલનો જે મુસદ્દો તૈયાર કર્યો હતો તે પણ કવિએ સુધારાવધારા સાથે પાછો મોકલ્યો. અંતે આ અપીલમાં ગાંધીજી ઉપરાંત અબુલ કલામ આઝાદ, એસ. કે. દત્ત, મદનમોહન માલવીય, સરોજિની નાયડુ, પંડિત નહેરુ, સર વી. એસ. શ્રીનિવાસ શાસ્ત્રી અને બિશપ ફૉસ વૅસ્કોટે સહી કરી. | કવિએ કલીંગપોંગથી 13 મે, 1940ના રોજ જવાબ લખ્યો. દીનબંધુ ઍન્ડ્રૂઝ સ્મારક અંગે ગાંધીજીના વિચારનું તેમણે અનુમોદન કર્યું. પણ જે ફાળો શાંતિનિકેતનને જવાનો હોય તો આ અપીલમાં પોતે સહી કરે તે અયોગ્ય ગણાય તેવું સૂચન કર્યું. ગાંધીજીએ અપીલનો જે મુસદ્દો તૈયાર કર્યો હતો તે પણ કવિએ સુધારાવધારા સાથે પાછો મોકલ્યો. અંતે આ અપીલમાં ગાંધીજી ઉપરાંત અબુલ કલામ આઝાદ, એસ. કે. દત્ત, મદનમોહન માલવીય, સરોજિની નાયડુ, પંડિત નહેરુ, સર વી. એસ. શ્રીનિવાસ શાસ્ત્રી અને બિશપ ફૉસ વૅસ્કોટે સહી કરી. | ||
સપ્ટેમ્બર 28, 1940ના રોજ ગાંધીજી વાઇસરૉય લિનલિથગોના આમંત્રણને માન આપી મંત્રણા માટે સિમલા હતા. કાલકાથી સિમલા મોટર માર્ગે આવતાં ગાંધીજી કવિને યાદ કરતા રહ્યા. વર્ણન મહાદેવભાઈની કલમે : ‘‘કાલકાથી સિમલા મોટરમાં આવતાં ગાંધીજી કલાકેક તો ઘસઘસાટ ઊંઘી ગયા, કારણ ચડેલી ઊંઘના કેટલાય હફતા એમને ફેડવાના હોય જ છે. પછી પણ મેં વાતો ન કરાવી કાંઈક એમને વિચાર અને શાંતિનો સમય આપવા માટે, કંઈક પાછા સૂવા દેવા માટે. બે વાર સૂવાનું કહ્યું પણ ખરું, પણ ન સૂતા. પછી કંઈક ત્રૂટક વાતો કરતા રહ્યા. પણ એમના હૃદયમાં તો ભગવાન જાણે શું મંથન ચાલતું હતું. એકાએક એમણે મને પૂછ્યું : ‘મહાદેવ, ‘લુકાયે જાય’ એટલે શું ?’ મેં કહ્યું; ‘છુપાઈ જાય.’ એટલે કહે : ‘પહેલી લીટીમાં તો એમ છે ના કે ‘જીવન જખન શુક્યે જાય.’ તો પછી ‘લુક્યે જાય’ એ શાના માટે છે ?’ મેં કહ્યું : ‘જીવન સુકાઈ જાય ત્યારે કરુણાધારા રૂપે આવો, અને માધુરી છુપાઈ જાય ત્યારે ગીત સુધા રૂપે આવો,’ એ ગીતનો ધ્રુવ છે.’ એમના મુખ ઉપર આનંદ છવાયો; જાણે પોતાના જીવનમાં કરુણાધારા અને માધુરી વર્ષ્યાં. મેં છેલ્લી કડીઓ ગાઈ સંભળાવી : | સપ્ટેમ્બર 28, 1940ના રોજ ગાંધીજી વાઇસરૉય લિનલિથગોના આમંત્રણને માન આપી મંત્રણા માટે સિમલા હતા. કાલકાથી સિમલા મોટર માર્ગે આવતાં ગાંધીજી કવિને યાદ કરતા રહ્યા. વર્ણન મહાદેવભાઈની કલમે : ‘‘કાલકાથી સિમલા મોટરમાં આવતાં ગાંધીજી કલાકેક તો ઘસઘસાટ ઊંઘી ગયા, કારણ ચડેલી ઊંઘના કેટલાય હફતા એમને ફેડવાના હોય જ છે. પછી પણ મેં વાતો ન કરાવી કાંઈક એમને વિચાર અને શાંતિનો સમય આપવા માટે, કંઈક પાછા સૂવા દેવા માટે. બે વાર સૂવાનું કહ્યું પણ ખરું, પણ ન સૂતા. પછી કંઈક ત્રૂટક વાતો કરતા રહ્યા. પણ એમના હૃદયમાં તો ભગવાન જાણે શું મંથન ચાલતું હતું. એકાએક એમણે મને પૂછ્યું : ‘મહાદેવ, ‘લુકાયે જાય’ એટલે શું ?’ મેં કહ્યું; ‘છુપાઈ જાય.’ એટલે કહે : ‘પહેલી લીટીમાં તો એમ છે ના કે ‘જીવન જખન શુક્યે જાય.’ તો પછી ‘લુક્યે જાય’ એ શાના માટે છે ?’ મેં કહ્યું : ‘જીવન સુકાઈ જાય ત્યારે કરુણાધારા રૂપે આવો, અને માધુરી છુપાઈ જાય ત્યારે ગીત સુધા રૂપે આવો,’ એ ગીતનો ધ્રુવ છે.’ એમના મુખ ઉપર આનંદ છવાયો; જાણે પોતાના જીવનમાં કરુણાધારા અને માધુરી વર્ષ્યાં. મેં છેલ્લી કડીઓ ગાઈ સંભળાવી : | ||
Line 152: | Line 157: | ||
એટલે મને પાછલી પુણ્યકથા યાદ આવી. યરવડા જેલમાં ગાંધીજીએ 1932માં કરેલા ઉપવાસ વખતે ગુરુદેવ પોતાની નબળી તબિયત છતાં પૂના દોડી આવ્યા હતા, અને જેલમાં તેમના આવ્યા પછી થોડા વખતમાં ખુશખબર આપી કે બ્રિટિશ પ્રધાનનો નિર્ણય ગાંધીજીની ઇચ્છાને અનુકૂળ રીતે ફેરવવામાં આવ્યો છે. આ પછી સૌ પ્રાર્થના માટે ભેગા થયા. બાપુએ કહ્યું : ‘ગુરુદેવની પાસે ગવરાવો.’ મેં ગુરુદેવને ‘જીવન જખન સુકાયે જાય કરુણાધારાય એસો’ ગાવાનું કહ્યું, અને તેમણે ગાયું. બાપુ કહે : ‘એમણે શું ગાયેલું તે તો હું ભૂલી ગયો, પણ બાકી તો બધું મારી આંખ આગળ તરે છે.’ પછી મેં એનું ભાષાંતર કર્યું, અને છેલ્લાં આઠ વર્ષમાં બેચાર વાર ગાંધીજીએ મારી પાસે બંગાળી અને ગુજરાતી ભાષાંતર સાંભળ્યું હશે. એટલે એનો ધ્વનિ તો એમના મનમાં રહી ગયેલો, પણ શબ્દો થોડા રહી ગયેલા, અને સિમલા જેમ પાસે આવતું હતું તેમ તેમનું હૃદય ગાઈ રહ્યું હતું : | એટલે મને પાછલી પુણ્યકથા યાદ આવી. યરવડા જેલમાં ગાંધીજીએ 1932માં કરેલા ઉપવાસ વખતે ગુરુદેવ પોતાની નબળી તબિયત છતાં પૂના દોડી આવ્યા હતા, અને જેલમાં તેમના આવ્યા પછી થોડા વખતમાં ખુશખબર આપી કે બ્રિટિશ પ્રધાનનો નિર્ણય ગાંધીજીની ઇચ્છાને અનુકૂળ રીતે ફેરવવામાં આવ્યો છે. આ પછી સૌ પ્રાર્થના માટે ભેગા થયા. બાપુએ કહ્યું : ‘ગુરુદેવની પાસે ગવરાવો.’ મેં ગુરુદેવને ‘જીવન જખન સુકાયે જાય કરુણાધારાય એસો’ ગાવાનું કહ્યું, અને તેમણે ગાયું. બાપુ કહે : ‘એમણે શું ગાયેલું તે તો હું ભૂલી ગયો, પણ બાકી તો બધું મારી આંખ આગળ તરે છે.’ પછી મેં એનું ભાષાંતર કર્યું, અને છેલ્લાં આઠ વર્ષમાં બેચાર વાર ગાંધીજીએ મારી પાસે બંગાળી અને ગુજરાતી ભાષાંતર સાંભળ્યું હશે. એટલે એનો ધ્વનિ તો એમના મનમાં રહી ગયેલો, પણ શબ્દો થોડા રહી ગયેલા, અને સિમલા જેમ પાસે આવતું હતું તેમ તેમનું હૃદય ગાઈ રહ્યું હતું : | ||
જીવન જખન સુકાયે જાય | જીવન જખન સુકાયે જાય | ||
::: કરુણા ધારાય એસો, | |||
સકલ માધુરી સુકાયે જાય, | સકલ માધુરી સુકાયે જાય, | ||
::: ગીત સુધારસે એસો.’’<ref>મહાદેવ દેસાઈ, ‘કરુણા વર્ષંતા આવો’, હરિજનબંધુ, 5 ઑક્ટોબર, 1940, P. 243 | |||
મહાદેવભાઈ નોંધે છે : ‘‘ઈશ્વરની લીલા અપાર છે. જાણે ગુરુદેવની ગંભીર માંદગીમાં એ બાપુને અને મને એમનું સ્મરણ કરાવી રહ્યો હોય ને, એમ જ બન્યું. | આ ગીતનું મહાદેવભાઈએ કરેલું ગુજરાતી રૂપાંતર : | ||
ગાંધીજીએ સિમલાથી વળતો તાર કર્યો. ‘‘તમારો તાર મળ્યો. પ્રભુ ગુરુદેવને પાર ઉતારો અને એમને થોડો સમય સમગ્ર માનવજાતિ માટે રાખે એવી પ્રાર્થના છે. અગાઉ આપણી પ્રાર્થના એણે સાંભળી હતી, હજીયે સાંભળે એવી આશા છે. | જીવન જળ સુકાઈ જાય | ||
ગુરુદેવની તબિયતમાં થોડો સુધારો થયો. મહાદેવભાઈ ગાંધીજીનો પત્ર લઈને કૉલકાતા ગુરુદેવનાં દર્શને ગયા; ‘‘આપે હજી થોડો સમય રહેવું જ જોઈએ. માનવજાતને આપની જરૂર છે. આપની તબિયત પહેલાં કરતાં સારી છે, જાણી મને અપાર આનંદ થયો હતો. | કરુણ વર્ષંતા આવો ! | ||
માધુરી માત્ર છુપાઈ જાય | |||
ગીત સુધા ઝરતા આવો ! | |||
કર્મનાં જ્યારે કાળાં વાદળ | |||
ગરજી ગગડી ઢાંકે સહુ સ્થળ | |||
હૃદય આંગણે હે નીરવ નાથ ! | |||
પ્રશાંત પગલે આવો ! | |||
મોટું મન જ્યારે નાનું થઈ | |||
ખૂણે ભરાય તાળું દઈ, | |||
તાળું તોડી હે ઉદાર નાથ ! | |||
વાજંતા ગાજંતા આવો ! | |||
કામ-ક્રોધનાં આકરાં તુફાન | |||
આંધળા કરી ભુલાવે ભાન, | |||
હે સદા જાગંત ! પાપ ધુવંત ! | |||
વીજળી ચમકંતા આવો ! | |||
</ref> | |||
મહાદેવભાઈ નોંધે છે : ‘‘ઈશ્વરની લીલા અપાર છે. જાણે ગુરુદેવની ગંભીર માંદગીમાં એ બાપુને અને મને એમનું સ્મરણ કરાવી રહ્યો હોય ને, એમ જ બન્યું.<ref>એજન</ref> આ લેખ છપાઈ રહ્યા બાદ 28 સપ્ટેમ્બર, 1940ના રોજ ગુરુદેવના સચિવ પ્રો. એસ. કે. ચંદનો ક્લીમપોંગથી તાર આવ્યો; ‘‘ગુરુદેવની સ્થિતિ ગંભીર છે. એમને આજે કૉલકાતા લઈ જઈએ છીએ. સાથે કૉલકાતાના દાક્તરો છે.’’<ref>અ. દે., Vol. 73, P. 63 પાદટીપ-2.</ref> | |||
ગાંધીજીએ સિમલાથી વળતો તાર કર્યો. ‘‘તમારો તાર મળ્યો. પ્રભુ ગુરુદેવને પાર ઉતારો અને એમને થોડો સમય સમગ્ર માનવજાતિ માટે રાખે એવી પ્રાર્થના છે. અગાઉ આપણી પ્રાર્થના એણે સાંભળી હતી, હજીયે સાંભળે એવી આશા છે.’’<ref>એજન, P. 63</ref> | |||
ગુરુદેવની તબિયતમાં થોડો સુધારો થયો. મહાદેવભાઈ ગાંધીજીનો પત્ર લઈને કૉલકાતા ગુરુદેવનાં દર્શને ગયા; ‘‘આપે હજી થોડો સમય રહેવું જ જોઈએ. માનવજાતને આપની જરૂર છે. આપની તબિયત પહેલાં કરતાં સારી છે, જાણી મને અપાર આનંદ થયો હતો.’’<ref>એજન, P. 74</ref> | |||
અવારનવાર ગાંધીજી ગુરુદેવના જીવન માટે પ્રભુનો પાડ માનતા રહ્યા અને કવિની પોતે સતત હાજરી અનુભવી રહ્યા છે તેની પ્રતીતિ કરાવતા સંદેશા મોકલતા રહ્યા. | અવારનવાર ગાંધીજી ગુરુદેવના જીવન માટે પ્રભુનો પાડ માનતા રહ્યા અને કવિની પોતે સતત હાજરી અનુભવી રહ્યા છે તેની પ્રતીતિ કરાવતા સંદેશા મોકલતા રહ્યા. | ||
23 ઑક્ટોબર, 1940ના રોજ લખ્યું; ‘‘પ્રભુનો પાડ માનો કે આપ જોખમમાંથી બહાર આવ્યા. જો એથી આપની તબિયત જલદી સુધરે એમ હોય તો હું આપને સમાચાર આપું છું કે એવો એક પણ દિવસ નથી ગયો જ્યારે મેં ઍન્ડ્રૂઝ સ્મારક વિશે વિચાર ન કર્યો હોય. આવવાં જોઈએ એટલાં નાણાં ન આવે ત્યાં સુધી હું જંપવાનો નથી. હું સમયની રાહ જોઈ રહ્યો છું. | 23 ઑક્ટોબર, 1940ના રોજ લખ્યું; ‘‘પ્રભુનો પાડ માનો કે આપ જોખમમાંથી બહાર આવ્યા. જો એથી આપની તબિયત જલદી સુધરે એમ હોય તો હું આપને સમાચાર આપું છું કે એવો એક પણ દિવસ નથી ગયો જ્યારે મેં ઍન્ડ્રૂઝ સ્મારક વિશે વિચાર ન કર્યો હોય. આવવાં જોઈએ એટલાં નાણાં ન આવે ત્યાં સુધી હું જંપવાનો નથી. હું સમયની રાહ જોઈ રહ્યો છું.’’<ref>એજન, P. 127</ref> | ||
12 એપ્રિલ, 1941ના રોજ ગુરુદેવની 80મી વર્ષગાંઠે ગાંધીજીએ તાર કર્યો; ‘‘એંસી પૂરતાં નથી. સો પૂરાં કરો એ જ પ્રાર્થના. | 12 એપ્રિલ, 1941ના રોજ ગુરુદેવની 80મી વર્ષગાંઠે ગાંધીજીએ તાર કર્યો; ‘‘એંસી પૂરતાં નથી. સો પૂરાં કરો એ જ પ્રાર્થના.’’<ref>એજન, P. 453</ref> | ||
ગુરુદેવે 15મી એ જવાબમાં લખ્યું; ‘‘તમારા સંદેશા માટે આભાર. પણ જો એંસીએ એ ગુસ્તાખી હોય તો સો તો અસહ્ય થઈ પડશે. | ગુરુદેવે 15મી એ જવાબમાં લખ્યું; ‘‘તમારા સંદેશા માટે આભાર. પણ જો એંસીએ એ ગુસ્તાખી હોય તો સો તો અસહ્ય થઈ પડશે.’’<ref>એજન, પાદટીપ-1</ref> | ||
કવિની તબિયત લથડતી ચાલી. 16 જુલાઈએ ગાંધીજીએ કવિ ટાગોરને તાર કર્યો, ‘‘છાપાંના હેવાલો અસ્વસ્થ કરે એવા છે. ચોક્કસ સ્થિતિ શી છે તારથી જણાવો. | કવિની તબિયત લથડતી ચાલી. 16 જુલાઈએ ગાંધીજીએ કવિ ટાગોરને તાર કર્યો, ‘‘છાપાંના હેવાલો અસ્વસ્થ કરે એવા છે. ચોક્કસ સ્થિતિ શી છે તારથી જણાવો.’’<ref>અ. દે., Vol. 74, P. 171</ref> | ||
25 જુલાઈ, 1941ની સવારે ગુરુદેવે શાંતિનિકેતનની છેલ્લી વિદાય લીધી. બોલી ન શકાય તેટલા તેઓ નબળા હતા; વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમની ચરણરજ લઈ શકે તેવી પણ તેમની અવસ્થા ન હતી. શાંતિનિકેતનની બસમાં તેમને ખાસ તૈયાર કરેલી પથારીમાં સુવડાવવામાં આવ્યા. બસ નીકળી ત્યારે સૌ આશ્રમવાસીઓએ ગુરુદેવને ‘આમાદેર શાંતિનિકેતન’ ગાઈ વિદાય આપી. | 25 જુલાઈ, 1941ની સવારે ગુરુદેવે શાંતિનિકેતનની છેલ્લી વિદાય લીધી. બોલી ન શકાય તેટલા તેઓ નબળા હતા; વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમની ચરણરજ લઈ શકે તેવી પણ તેમની અવસ્થા ન હતી. શાંતિનિકેતનની બસમાં તેમને ખાસ તૈયાર કરેલી પથારીમાં સુવડાવવામાં આવ્યા. બસ નીકળી ત્યારે સૌ આશ્રમવાસીઓએ ગુરુદેવને ‘આમાદેર શાંતિનિકેતન’ ગાઈ વિદાય આપી. | ||
7 ઑગસ્ટ, 1941ના રોજ સૂરજ મધ્યાહને હતો ત્યારે કવિએ દેહ છોડ્યો. | 7 ઑગસ્ટ, 1941ના રોજ સૂરજ મધ્યાહને હતો ત્યારે કવિએ દેહ છોડ્યો. | ||
ગાંધીજીએ રથીન્દ્રનાથને દિલાસો આપતાં લખ્યું; ‘‘તમારી ખોટ તે મારી પણ છે, ના, એ રાષ્ટ્રની બલકે જગતની ખોટ છે. ગુરુદેવ તો એક સંસ્થારૂપ બની ગયા હતા. આપણે આપણાં કાર્યો દ્વારા તેમને લાયક બનીએ. તમને બધાંને મારો દિલાસો. | ગાંધીજીએ રથીન્દ્રનાથને દિલાસો આપતાં લખ્યું; ‘‘તમારી ખોટ તે મારી પણ છે, ના, એ રાષ્ટ્રની બલકે જગતની ખોટ છે. ગુરુદેવ તો એક સંસ્થારૂપ બની ગયા હતા. આપણે આપણાં કાર્યો દ્વારા તેમને લાયક બનીએ. તમને બધાંને મારો દિલાસો.’’<ref>એજન, P. 231</ref> | ||
ગુરુદેવને અંજલિ આપતાં લખ્યું; | ગુરુદેવને અંજલિ આપતાં લખ્યું; | ||
‘‘રવીન્દ્રનાથ ટાગોરના મૃત્યુથી આપણે આ યુગના મોટામાં મોટા કવિ જ ખોયા છે એમ નથી, પણ એક પ્રખર રાષ્ટ્રવાદી ગુમાવ્યા છે, જેઓ માનવતાવાદી પણ હતા. એવી ભાગ્યે જ કોઈ જાહેર પ્રવૃત્તિ હશે જેના ઉપર તેમના પ્રબળ વ્યક્તિત્વની મુદ્રા અંકિત ન થઈ હોય. શાંતિનિકેતન અને શ્રીનિકેતન રૂપે તેઓ આખા રાષ્ટ્ર માટે બલ્કે જગત માટે વારસો મૂકતા ગયા છે. એ ઉદાત્ત આત્માને ચિર શાંતિ મળો અને જેઓ શાંતિનિકેતનને સંભાળે છે તેઓ તેમને માથે રહેલી જવાબદારીને પાત્ર નીવડો.’’100 | ‘‘રવીન્દ્રનાથ ટાગોરના મૃત્યુથી આપણે આ યુગના મોટામાં મોટા કવિ જ ખોયા છે એમ નથી, પણ એક પ્રખર રાષ્ટ્રવાદી ગુમાવ્યા છે, જેઓ માનવતાવાદી પણ હતા. એવી ભાગ્યે જ કોઈ જાહેર પ્રવૃત્તિ હશે જેના ઉપર તેમના પ્રબળ વ્યક્તિત્વની મુદ્રા અંકિત ન થઈ હોય. શાંતિનિકેતન અને શ્રીનિકેતન રૂપે તેઓ આખા રાષ્ટ્ર માટે બલ્કે જગત માટે વારસો મૂકતા ગયા છે. એ ઉદાત્ત આત્માને ચિર શાંતિ મળો અને જેઓ શાંતિનિકેતનને સંભાળે છે તેઓ તેમને માથે રહેલી જવાબદારીને પાત્ર નીવડો.’’100 |
edits