18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 158: | Line 158: | ||
૧૯૩૦ થી ૧૯૩૪, એ વર્ષો ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામને સંકેલી લીધો ત્યાં સુધી વિવિધ રીતનાં પરિભ્રમણોમાં ગયાં. જંબુસર તાલુકાનો નાકરનો સત્યાગ્રહ ૧૯૩૧ના ઉનાળામાં સંકેલાઈ ગયો, અને ગાંધી-ઈરવિન કરાર થયા પછી, મુંબઈની ફેલોશિપ સ્કૂલમાંથી આમંત્રણ આવતાં હું ત્યાં શિક્ષક તરીકે ગયો, ૧૯૩૧ના જુલાઈથી ૧૯૩૨ના માર્ચ સુધી ત્યાં રહ્યો. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાંથી ગાંધીજી પાછા ફર્યા, સરકારે પાછો પોતાનો પંજો ઉપાડ્યો, ગાંધીજીને જેલમાં બેસાડ્યા, સંગ્રામ આગળ વધ્યો અને હું પાછો મુંબઈ મૂકીને જંબુસરનાં ગામડાઓમાં ગયો. ત્યાંથી મારી ધરપકડ થઈ, ૧૯૩૨ એપ્રિલથી ઓક્ટોબર સુધીનો સાડા છ માસનો મારો પ્રથમ કારાવાસ, સાબરમતી અને દૂરના વિસાપુરની જેલોમાં પસાર થયો. વિસાપુર જેલમાં હું અને ઉમાશંકર સાથે થયા, બેશક અમારી બૅરેકો જુદી હતી. | ૧૯૩૦ થી ૧૯૩૪, એ વર્ષો ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામને સંકેલી લીધો ત્યાં સુધી વિવિધ રીતનાં પરિભ્રમણોમાં ગયાં. જંબુસર તાલુકાનો નાકરનો સત્યાગ્રહ ૧૯૩૧ના ઉનાળામાં સંકેલાઈ ગયો, અને ગાંધી-ઈરવિન કરાર થયા પછી, મુંબઈની ફેલોશિપ સ્કૂલમાંથી આમંત્રણ આવતાં હું ત્યાં શિક્ષક તરીકે ગયો, ૧૯૩૧ના જુલાઈથી ૧૯૩૨ના માર્ચ સુધી ત્યાં રહ્યો. રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાંથી ગાંધીજી પાછા ફર્યા, સરકારે પાછો પોતાનો પંજો ઉપાડ્યો, ગાંધીજીને જેલમાં બેસાડ્યા, સંગ્રામ આગળ વધ્યો અને હું પાછો મુંબઈ મૂકીને જંબુસરનાં ગામડાઓમાં ગયો. ત્યાંથી મારી ધરપકડ થઈ, ૧૯૩૨ એપ્રિલથી ઓક્ટોબર સુધીનો સાડા છ માસનો મારો પ્રથમ કારાવાસ, સાબરમતી અને દૂરના વિસાપુરની જેલોમાં પસાર થયો. વિસાપુર જેલમાં હું અને ઉમાશંકર સાથે થયા, બેશક અમારી બૅરેકો જુદી હતી. | ||
૧૯૩૨ના ડિસેમ્બરમાં મારા દાદાનું અવસાન થયું, તે પછીના ૧૯૩૩ ફેબ્રુઆરીમાં અમારી બાનું ઑપરેશન કરાવવામાં આવ્યું નડિયાદની મિશન હોસ્પિટલમાં, ‘બાનો ફોટોગ્રાફ’ની કૃતિના નિમિત્ત રૂપે આ પ્રસંગ રહેલો. આ પછી હું અમારા જંબુસર તાલુકાનાં ગામડાંમાં જનસંપર્કની રીતે હરતો ફરતો રહ્યો તેમ જ વડોદરા-અમદાવાદમાં પણ વચ્ચે વચ્ચે પૂરતું ફરવાનું થતું રહેલું. અને આ સમયમાં મારા બે કાવ્યસંગ્રહો ‘કોયા ભગતની કડવી વાણી’ અને ‘કાવ્યમંગલા’ એકી સાથે તૈયાર થયા, ઓગસ્ટમાં. એને વિષેની કેટલીક બાબતો હવે ખાસ લખવાની વૃતિ રહે છે. | ૧૯૩૨ના ડિસેમ્બરમાં મારા દાદાનું અવસાન થયું, તે પછીના ૧૯૩૩ ફેબ્રુઆરીમાં અમારી બાનું ઑપરેશન કરાવવામાં આવ્યું નડિયાદની મિશન હોસ્પિટલમાં, ‘બાનો ફોટોગ્રાફ’ની કૃતિના નિમિત્ત રૂપે આ પ્રસંગ રહેલો. આ પછી હું અમારા જંબુસર તાલુકાનાં ગામડાંમાં જનસંપર્કની રીતે હરતો ફરતો રહ્યો તેમ જ વડોદરા-અમદાવાદમાં પણ વચ્ચે વચ્ચે પૂરતું ફરવાનું થતું રહેલું. અને આ સમયમાં મારા બે કાવ્યસંગ્રહો ‘કોયા ભગતની કડવી વાણી’ અને ‘કાવ્યમંગલા’ એકી સાથે તૈયાર થયા, ઓગસ્ટમાં. એને વિષેની કેટલીક બાબતો હવે ખાસ લખવાની વૃતિ રહે છે. | ||
<center>મારું લેખન</center> | <br> | ||
<center>'''મારું લેખન'''</center> | |||
<br> | |||
મારી લેખન પ્રવૃત્તિ વિષે મેં પૂરતું લખ્યું છે. કવિતા માટેના કોઈ સુભગ ઉપનામની શોધમાં મને ‘સુન્દરમ્’ શબ્દ ગાંધીજીએ પોતાની આત્મકથા વર્ણવેલા એક ‘બાલસુન્દરમ્’ના નામમાંથી મળી આવ્યો. આમાં ‘બાલા’ શબ્દ, જે મૂળે તો ‘બાલ’ છે પણ દક્ષિણની રીતે એનો ‘અ’ ‘આ’ જેવો લંબાવીને બોલાય છે, તીરુપતિની મારી જાત્રામાં એ જોવા-સાંભળવા ખાસ મળેલું-એ આરંભભાગ પડતો મૂકીને મેં ‘સુન્દરમ્’ શબ્દ લઈ લીધો. જોકે દક્ષિણમાં ‘સુન્દરમ્’ શબ્દ પણ સ્વતંત્ર નામ તરીકે વપરાય છે, પણ આ ઉપનામ મેં અમારા વિદ્યાપીઠના હસ્તલિખિત તોફાની સાપ્તાહિક ‘પંચતંત્ર’-માં તોફાનપ્રધાન કાવ્યો માટે રાખેલું. અમારા દ્વૈમાસિક ‘સાબરમતી’માં મૂકેલાં ગંભીર કાવ્યો માટે ‘મરીચિ’ ‘વિશ્વકર્મા’ એવાં નામ વાપરેલાં. આ તોફાની ‘પંચતંત્ર’માં કોઈએ ‘સુન્દરમ્’ની આગળ, એ પાટિયા ઉપર ચોડવામાં આવતું ત્યાં ‘અ’ અક્ષર ઉમેરી દીધો. અને મેં ‘અ-સુન્દરમ્’ એ રીતે લખવાનું ચાલુ રાખ્યું, અને પેરડી-પ્રતિકાવ્યોની હવાથી ભરેલા એ ગાળામાં કોઈએ ‘છછુંદરમ્’ નામ પણ ધારણ કરી લખવા માંડેલું. પણ ‘પંચતંત્ર’ની લીલા થોડો વખત રહી. મારાં બીજાં કાવ્યો સાથે અને પછી બધા લેખન સાથે, અને અહીં આશ્રમમાં તેમ જ બીજે પણ મોટે ભાગે એ નામ હવે મારી સાથે જોડાયું છે. મને જન્મથી મળેલું નામ આખું આ પ્રમાણે થાય છે : ત્રિભુવનદાસ પુરુષોતમદાસ લુહાર. અને જૂના મિત્રો હજી ‘ત્રિભુવનભાઈ’ ના મધુર ઉદ્દગાર સાથે મને બોલાવે જ છે. | મારી લેખન પ્રવૃત્તિ વિષે મેં પૂરતું લખ્યું છે. કવિતા માટેના કોઈ સુભગ ઉપનામની શોધમાં મને ‘સુન્દરમ્’ શબ્દ ગાંધીજીએ પોતાની આત્મકથા વર્ણવેલા એક ‘બાલસુન્દરમ્’ના નામમાંથી મળી આવ્યો. આમાં ‘બાલા’ શબ્દ, જે મૂળે તો ‘બાલ’ છે પણ દક્ષિણની રીતે એનો ‘અ’ ‘આ’ જેવો લંબાવીને બોલાય છે, તીરુપતિની મારી જાત્રામાં એ જોવા-સાંભળવા ખાસ મળેલું-એ આરંભભાગ પડતો મૂકીને મેં ‘સુન્દરમ્’ શબ્દ લઈ લીધો. જોકે દક્ષિણમાં ‘સુન્દરમ્’ શબ્દ પણ સ્વતંત્ર નામ તરીકે વપરાય છે, પણ આ ઉપનામ મેં અમારા વિદ્યાપીઠના હસ્તલિખિત તોફાની સાપ્તાહિક ‘પંચતંત્ર’-માં તોફાનપ્રધાન કાવ્યો માટે રાખેલું. અમારા દ્વૈમાસિક ‘સાબરમતી’માં મૂકેલાં ગંભીર કાવ્યો માટે ‘મરીચિ’ ‘વિશ્વકર્મા’ એવાં નામ વાપરેલાં. આ તોફાની ‘પંચતંત્ર’માં કોઈએ ‘સુન્દરમ્’ની આગળ, એ પાટિયા ઉપર ચોડવામાં આવતું ત્યાં ‘અ’ અક્ષર ઉમેરી દીધો. અને મેં ‘અ-સુન્દરમ્’ એ રીતે લખવાનું ચાલુ રાખ્યું, અને પેરડી-પ્રતિકાવ્યોની હવાથી ભરેલા એ ગાળામાં કોઈએ ‘છછુંદરમ્’ નામ પણ ધારણ કરી લખવા માંડેલું. પણ ‘પંચતંત્ર’ની લીલા થોડો વખત રહી. મારાં બીજાં કાવ્યો સાથે અને પછી બધા લેખન સાથે, અને અહીં આશ્રમમાં તેમ જ બીજે પણ મોટે ભાગે એ નામ હવે મારી સાથે જોડાયું છે. મને જન્મથી મળેલું નામ આખું આ પ્રમાણે થાય છે : ત્રિભુવનદાસ પુરુષોતમદાસ લુહાર. અને જૂના મિત્રો હજી ‘ત્રિભુવનભાઈ’ ના મધુર ઉદ્દગાર સાથે મને બોલાવે જ છે. | ||
૧૯૨૬, ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં મારું પહેલું વર્ષ. અમારા અભ્યાસક્રમનું પહેલું વર્ષ ‘પ્રથમા’ કહેવાતું, અને પછીના ત્રણ વર્ષ સળંગ સ્નાતકનાં. ૨૭-૨૮-૨૯નાં ત્રણ વર્ષમાં મેં ઠીક ઠીક લખ્યું. હસ્તલિખિત ‘પંચતંત્ર’ અને મુદ્રિત ‘સાબરમતી’માં કવિતા-પદ્યની સાથે સાથે ગદ્યની અંદર પણ પૂરતી ગતિ થતી રહેલી. અને ‘સાબરમતી’માં ઉત્તમ લેખને માટેનો ‘તારાગૌરી રૌપ્યચંદ્રક’ મને મળેલો. પણ મારી કવિતાને મારા અધ્યાપકોના વત્સલ આશીર્વાદ મળતા રહેલા. આ બે પત્રોમાં હું લખતો થયો તે પહેલાં, વિદ્યાપીઠમાં ગયો ને તરત જ મેં એકલે હાથે ‘જટાધર’ નામનું ચાલુ નોટબુકના કદમાં માસિક શરુ કરી દીધેલું ! તેનો પહેલો અને છેલ્લો અંક અમારા તે વખતે ગૃહપતિ તરીકે પણ કામ કરતા ગુજરાતીના અધ્યાપક શ્રી રામનારાયણ વિ. પાઠક –પાઠક સાહેબ પાસે હું લઈ ગયો અને તે જોઇને, મેં લખેલા ગરબડિયા પૃથ્વી છંદ વિષે તેમણે કહેલું કે ‘છંદ રીતસર શીખવા જોઈએ.’ અને મેં છંદોનો તીવ્ર અભ્યાસ કરી તે શીખી લીધા. આ થયેલી મારી અપૂર્વ ‘છંદો –દીક્ષા.’ મારા બીજા અધ્યાપક સંસ્કૃતના શ્રી રસિકલાલ છો. પરીખે ‘સાબરમતી’માં મારું ‘અભય દાને’ આવ્યું ત્યારે મને ખાસ બોલાવીને ઉષ્માપૂર્વક કહેલું, ‘ઘણું સારું લખ્યું છે,’ ભાવિની અનેક શુભેચ્છાઓ ભાથા જેવું. શ્રી કાકાસાહેબ, જે અમારા આચાર્ય હતા, તે પણ ‘સાબરમતી’માં આવતાં કાવ્યો વિષે કહેતા. તે વખતે બારડોલી સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે મેં તેને વિષે કાવ્ય લખેલું. એમાં અંત ભાગે ‘લડયે જા, ઝૂઝ્યે જા’ એમ આવતું. કાકાસાહેબ કહે, ‘તું લડ્યા કર, અમે આ બેઠા બેઠા તે જોઈશું’, -એમ ન કહેવાય.-અને મેં બદલેલું, ‘લડીશું, ઝૂઝીશું.’ આમ અમારા અધ્યાપકોએ તેમ જ ઘણા સન્મિત્રો અને સુહ્રદોએ ‘સુન્દરમ્’નું પાલનપોષણ કરી તેને ઉછેરવા માંડ્યો. | ૧૯૨૬, ગૂજરાત વિદ્યાપીઠના મહાવિદ્યાલયમાં મારું પહેલું વર્ષ. અમારા અભ્યાસક્રમનું પહેલું વર્ષ ‘પ્રથમા’ કહેવાતું, અને પછીના ત્રણ વર્ષ સળંગ સ્નાતકનાં. ૨૭-૨૮-૨૯નાં ત્રણ વર્ષમાં મેં ઠીક ઠીક લખ્યું. હસ્તલિખિત ‘પંચતંત્ર’ અને મુદ્રિત ‘સાબરમતી’માં કવિતા-પદ્યની સાથે સાથે ગદ્યની અંદર પણ પૂરતી ગતિ થતી રહેલી. અને ‘સાબરમતી’માં ઉત્તમ લેખને માટેનો ‘તારાગૌરી રૌપ્યચંદ્રક’ મને મળેલો. પણ મારી કવિતાને મારા અધ્યાપકોના વત્સલ આશીર્વાદ મળતા રહેલા. આ બે પત્રોમાં હું લખતો થયો તે પહેલાં, વિદ્યાપીઠમાં ગયો ને તરત જ મેં એકલે હાથે ‘જટાધર’ નામનું ચાલુ નોટબુકના કદમાં માસિક શરુ કરી દીધેલું ! તેનો પહેલો અને છેલ્લો અંક અમારા તે વખતે ગૃહપતિ તરીકે પણ કામ કરતા ગુજરાતીના અધ્યાપક શ્રી રામનારાયણ વિ. પાઠક –પાઠક સાહેબ પાસે હું લઈ ગયો અને તે જોઇને, મેં લખેલા ગરબડિયા પૃથ્વી છંદ વિષે તેમણે કહેલું કે ‘છંદ રીતસર શીખવા જોઈએ.’ અને મેં છંદોનો તીવ્ર અભ્યાસ કરી તે શીખી લીધા. આ થયેલી મારી અપૂર્વ ‘છંદો –દીક્ષા.’ મારા બીજા અધ્યાપક સંસ્કૃતના શ્રી રસિકલાલ છો. પરીખે ‘સાબરમતી’માં મારું ‘અભય દાને’ આવ્યું ત્યારે મને ખાસ બોલાવીને ઉષ્માપૂર્વક કહેલું, ‘ઘણું સારું લખ્યું છે,’ ભાવિની અનેક શુભેચ્છાઓ ભાથા જેવું. શ્રી કાકાસાહેબ, જે અમારા આચાર્ય હતા, તે પણ ‘સાબરમતી’માં આવતાં કાવ્યો વિષે કહેતા. તે વખતે બારડોલી સત્યાગ્રહ ચાલતો હતો ત્યારે મેં તેને વિષે કાવ્ય લખેલું. એમાં અંત ભાગે ‘લડયે જા, ઝૂઝ્યે જા’ એમ આવતું. કાકાસાહેબ કહે, ‘તું લડ્યા કર, અમે આ બેઠા બેઠા તે જોઈશું’, -એમ ન કહેવાય.-અને મેં બદલેલું, ‘લડીશું, ઝૂઝીશું.’ આમ અમારા અધ્યાપકોએ તેમ જ ઘણા સન્મિત્રો અને સુહ્રદોએ ‘સુન્દરમ્’નું પાલનપોષણ કરી તેને ઉછેરવા માંડ્યો. | ||
Line 203: | Line 205: | ||
૧૮. ૬. ૮૦ | ૧૮. ૬. ૮૦ | ||
શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી. | શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી. | ||
{{Right|સુન્દરમ્}} | {{Right|સુન્દરમ્}}<br> | ||
તા. ક. આ સંસ્મરણોમાં થોડુંક ઉમેરાવા માગે છે તો તે કરી લઉં છું. ‘કાવ્યમંગલા’ પછી મારા બે મોટા કાવ્યસંગ્રહો થયા છે, ‘વસુધા’ ૧૯૩૮માં અને ‘યાત્રા’ ૧૯૫૧માં. ‘વસુધા’ શબ્દને મંગળાએ ૧૯૩૭માં અમને મળેલા સંતાન માટે લઈ લીધો, એને માટેનાં ઘણાં નામોમાં એ આમ ગોઠવાયું, પણ ૧૯૪૫માં હું શ્રી અરવિંદ આશ્રમમાં આવી ગયો ત્યારે ત્યાં પણ એક ‘વસુધા’ હતાં એટલે અમારી ‘વસુધા’ને અમે ‘સુધા’ કરી લીધી. ‘યાત્રા’ ને માટે મને ૧૯૫૫માં ‘નર્મદ સુવર્ણચંદ્રક’ મળ્યો, સુરતમાં. એ બંને ચંદ્રકો ઘણો સમય મારી પાસે રહ્યા. પણ પછી પોતે કોઈ વધારે ચરિતાર્થતા માગતા હોય તેવું કહેવા લાગતા દેખાયા અને એ બંનેને મેં એક ધન્ય ક્ષણે શ્રી માતાજીના કરકમળમાંમૂકી દીધા. | તા. ક. આ સંસ્મરણોમાં થોડુંક ઉમેરાવા માગે છે તો તે કરી લઉં છું. ‘કાવ્યમંગલા’ પછી મારા બે મોટા કાવ્યસંગ્રહો થયા છે, ‘વસુધા’ ૧૯૩૮માં અને ‘યાત્રા’ ૧૯૫૧માં. ‘વસુધા’ શબ્દને મંગળાએ ૧૯૩૭માં અમને મળેલા સંતાન માટે લઈ લીધો, એને માટેનાં ઘણાં નામોમાં એ આમ ગોઠવાયું, પણ ૧૯૪૫માં હું શ્રી અરવિંદ આશ્રમમાં આવી ગયો ત્યારે ત્યાં પણ એક ‘વસુધા’ હતાં એટલે અમારી ‘વસુધા’ને અમે ‘સુધા’ કરી લીધી. ‘યાત્રા’ ને માટે મને ૧૯૫૫માં ‘નર્મદ સુવર્ણચંદ્રક’ મળ્યો, સુરતમાં. એ બંને ચંદ્રકો ઘણો સમય મારી પાસે રહ્યા. પણ પછી પોતે કોઈ વધારે ચરિતાર્થતા માગતા હોય તેવું કહેવા લાગતા દેખાયા અને એ બંનેને મેં એક ધન્ય ક્ષણે શ્રી માતાજીના કરકમળમાંમૂકી દીધા. | ||
૧૯.૬.૮૦ | ૧૯.૬.૮૦ | ||
{{Right|સુ.}} | {{Right|સુ.}} <br> | ||
'''તા. ક. (૨)''' | '''તા. ક. (૨)''' | ||
આ પૂર્વકથા લખાઈ, તે જેમને મારે હોંશપૂર્વક વંચાવવી હતી, એ આમ અણધાર્યા ચાલી જશે એવો ખ્યાલ ન હતો. આ સંગ્રહ સાથે, તેમ જ મારી ઘણી કવિતા સાથે સંકળાયેલા રહેલા મારા પરમ સુહૃદ બચુભાઈ રાવત આ જુલાઈની ૧૨મીએ ચાલ્યા ગયા. એમને અંગેનાં સ્મરણો તો થોકબંધ છે, પણ અત્યારે તો બે શબ્દમાં જ અટકવાનું છે. એ એક અનન્ય વ્યક્તિ હતા, પોતાના વ્યક્તિત્વને સાચવી રાખનાર અને બાંધનાર. ગુજરાતના જીવનમાં એ જાણે પોતાની કાયમની મનોહર મુદ્રા મૂકી ગયા છે. બચુભાઈ ગયા છે એમ નહિ, જાણે છે જ, દેહથી ઊર્ધ્વ થઈને પણ એ જાણે આપણી સાથે જોડાયેલા જ છે, અને પોતાની આગવી કેદીને કંડારી રહ્યા છે. પણ એમનું એક ચિત્ર, જે બહુ ઓછાઓએ જોયું હશે, તે અહીં તાજું થાય છે અને નોંધવા જેવું–અનન્ય છે. | આ પૂર્વકથા લખાઈ, તે જેમને મારે હોંશપૂર્વક વંચાવવી હતી, એ આમ અણધાર્યા ચાલી જશે એવો ખ્યાલ ન હતો. આ સંગ્રહ સાથે, તેમ જ મારી ઘણી કવિતા સાથે સંકળાયેલા રહેલા મારા પરમ સુહૃદ બચુભાઈ રાવત આ જુલાઈની ૧૨મીએ ચાલ્યા ગયા. એમને અંગેનાં સ્મરણો તો થોકબંધ છે, પણ અત્યારે તો બે શબ્દમાં જ અટકવાનું છે. એ એક અનન્ય વ્યક્તિ હતા, પોતાના વ્યક્તિત્વને સાચવી રાખનાર અને બાંધનાર. ગુજરાતના જીવનમાં એ જાણે પોતાની કાયમની મનોહર મુદ્રા મૂકી ગયા છે. બચુભાઈ ગયા છે એમ નહિ, જાણે છે જ, દેહથી ઊર્ધ્વ થઈને પણ એ જાણે આપણી સાથે જોડાયેલા જ છે, અને પોતાની આગવી કેદીને કંડારી રહ્યા છે. પણ એમનું એક ચિત્ર, જે બહુ ઓછાઓએ જોયું હશે, તે અહીં તાજું થાય છે અને નોંધવા જેવું–અનન્ય છે. | ||
રાયપુર ચકલાથી દક્ષિણે રાયપુર દરવાજા તરફ જતાં લગભગ વચ્ચે એક નાનકડું દેવાલય, ઘણુંખરું શંકરનું, આવે છે. બચુભાઈ ત્યાં અટકી જાય છે, નીચે દૂર જોડા કાળજીપૂર્વક ઉતારે છે, પછી માથેથી ટોપી ઉતારી, હાથ જોડી દેવનાં દર્શન કરે છે. પ્રણામ કરે છે. એમના વિશિષ્ટ પોષાકમાં ઊંચી અંકાયેલી સફેદ શુભ્ર મૂર્તિ. | રાયપુર ચકલાથી દક્ષિણે રાયપુર દરવાજા તરફ જતાં લગભગ વચ્ચે એક નાનકડું દેવાલય, ઘણુંખરું શંકરનું, આવે છે. બચુભાઈ ત્યાં અટકી જાય છે, નીચે દૂર જોડા કાળજીપૂર્વક ઉતારે છે, પછી માથેથી ટોપી ઉતારી, હાથ જોડી દેવનાં દર્શન કરે છે. પ્રણામ કરે છે. એમના વિશિષ્ટ પોષાકમાં ઊંચી અંકાયેલી સફેદ શુભ્ર મૂર્તિ. | ||
૨૯-૭-૮૦ | ૨૯-૭-૮૦ | ||
{{Right|સુ.}} | {{Right|સુ.}}<br> | ||
<center><big>'''સુજાગૃત સર્જન'''</big></center> | <center><big>'''સુજાગૃત સર્જન'''</big></center> | ||
Line 218: | Line 220: | ||
આ સંગ્રહની આ પાંચમી આવૃત્તિ છે, અથવા ખરું કહીએ તો ચોથી આવૃત્તિનું પુનમુદ્રણ છે. ફેરફાર છે તે એમાંની પ્રસ્તાવનામાં છે. અને તે પણ ઓછામાં ઓછું કહેવું એ દ્રષ્ટિથી કરેલો ફેરફાર છે. સંગ્રહની બીજી આવૃતિથી કાવ્યોમાં ‘સુધારા’ કરવા માંડેલા. ત્રીજી આવૃત્તિમાં એમાંના ઘણાને નામંજૂર કરી મૂળ પાઠને રાખ્યા અને કેટલાંક કાવ્યોને ઘણાં બદલી નાખ્યાં. ચોથી આવૃત્તિમાં વળી મૂળ પાઠો પાછા બને તેટલા ગોઠવી દીધા. કાવ્યનાં પ્રૂફ વાંચવા બેસું અને મૂળ પાઠનો જ ભણકાર આવે, નવો પાઠ અતડો-વરવો જ લાગે. પણ કેટલાંક કાવ્યો –‘ધૂમકેતુ’ ‘પોંક ખાવા’ ઇત્યાદિ તેમના નવા રૂપે, સુધારા વધારા કે ઘટાડા સાથે રહેલાં છે. આ આવૃતિમાં હવે બધાનું પુનર્મુદ્રણ જ થયું છે, ક્યાંય તો ભૂલોનું પણ ! | આ સંગ્રહની આ પાંચમી આવૃત્તિ છે, અથવા ખરું કહીએ તો ચોથી આવૃત્તિનું પુનમુદ્રણ છે. ફેરફાર છે તે એમાંની પ્રસ્તાવનામાં છે. અને તે પણ ઓછામાં ઓછું કહેવું એ દ્રષ્ટિથી કરેલો ફેરફાર છે. સંગ્રહની બીજી આવૃતિથી કાવ્યોમાં ‘સુધારા’ કરવા માંડેલા. ત્રીજી આવૃત્તિમાં એમાંના ઘણાને નામંજૂર કરી મૂળ પાઠને રાખ્યા અને કેટલાંક કાવ્યોને ઘણાં બદલી નાખ્યાં. ચોથી આવૃત્તિમાં વળી મૂળ પાઠો પાછા બને તેટલા ગોઠવી દીધા. કાવ્યનાં પ્રૂફ વાંચવા બેસું અને મૂળ પાઠનો જ ભણકાર આવે, નવો પાઠ અતડો-વરવો જ લાગે. પણ કેટલાંક કાવ્યો –‘ધૂમકેતુ’ ‘પોંક ખાવા’ ઇત્યાદિ તેમના નવા રૂપે, સુધારા વધારા કે ઘટાડા સાથે રહેલાં છે. આ આવૃતિમાં હવે બધાનું પુનર્મુદ્રણ જ થયું છે, ક્યાંય તો ભૂલોનું પણ ! | ||
કાવ્યને વધારે સારું કરવાની ઈચ્છા રાખવી એ પણ કેટલીક વાર લોભ અને લાલસાનું રૂપ લે છે. કળામાં ઉચ્ચ ગ્રાહ હોય એ એક વસ્તુ છે, અને કાવ્યને ઉચ્ચ કરવાની લાલસા થવી, આગ્રહ બનવો એ બીજી વસ્તુ છે. આવા આગ્રહમાંથી નહિ પણ સર્જનની પ્રેરણાને સમર્પણ ભાવે લખાય અને જાગૃત બુદ્ધિ શબ્દના, વિચારના, ઊર્મિના, વસ્તુના સત્યને વફાદાર રહેવાનો પ્રયત્ન કરે, તંબૂરના તાર મેળવીએ એ રીતે, તો પછી એમાંથી જે સરજાય તેને સ્વીકારી લેવું જોઈએ અને વિનમ્ર ભાવે જગતદેવતાને ચરણે ધરી દેવું જોઈએ. કાવ્ય કે હરકોઈ સર્જન કે હરકોઈ પ્રવૃત્તિ તેના કરનારને મહાન બનાવવા માટે નથી, પણ વિશ્વના અનંત સનાતન આવિર્ભાવની ગતિમાં અને લીલામાં તે એક સહજ અનિવાર્ય જેવો બની રહેતો વ્યાપાર છે. આવી સહજ અનિવાર્યતાની રીતે રચાતું કાવ્ય એનો નાનો મોટો ગમે તે ભાગ ભજવતું રહે છે અને વિશ્વની આનંદમયતામાં પોતાનો ફાળો આપતું રહે છે. | કાવ્યને વધારે સારું કરવાની ઈચ્છા રાખવી એ પણ કેટલીક વાર લોભ અને લાલસાનું રૂપ લે છે. કળામાં ઉચ્ચ ગ્રાહ હોય એ એક વસ્તુ છે, અને કાવ્યને ઉચ્ચ કરવાની લાલસા થવી, આગ્રહ બનવો એ બીજી વસ્તુ છે. આવા આગ્રહમાંથી નહિ પણ સર્જનની પ્રેરણાને સમર્પણ ભાવે લખાય અને જાગૃત બુદ્ધિ શબ્દના, વિચારના, ઊર્મિના, વસ્તુના સત્યને વફાદાર રહેવાનો પ્રયત્ન કરે, તંબૂરના તાર મેળવીએ એ રીતે, તો પછી એમાંથી જે સરજાય તેને સ્વીકારી લેવું જોઈએ અને વિનમ્ર ભાવે જગતદેવતાને ચરણે ધરી દેવું જોઈએ. કાવ્ય કે હરકોઈ સર્જન કે હરકોઈ પ્રવૃત્તિ તેના કરનારને મહાન બનાવવા માટે નથી, પણ વિશ્વના અનંત સનાતન આવિર્ભાવની ગતિમાં અને લીલામાં તે એક સહજ અનિવાર્ય જેવો બની રહેતો વ્યાપાર છે. આવી સહજ અનિવાર્યતાની રીતે રચાતું કાવ્ય એનો નાનો મોટો ગમે તે ભાગ ભજવતું રહે છે અને વિશ્વની આનંદમયતામાં પોતાનો ફાળો આપતું રહે છે. | ||
૧૩ ફેબ્રુઆરી, ૧૯૬૧ | ૧૩ ફેબ્રુઆરી, ૧૯૬૧ | ||
શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી | શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી | ||
{{Right|સુન્દરમ્}}<br> | |||
<center>નવમી વેળાએ</center> | <center>'''નવમી વેળાએ'''</center> | ||
આ સંગ્રહ અત્યારે નવમી વાર છપાય છે. આ પહેલાં તે ચોથી વાર, પાંચ છ અને સાતમી વાર છપાયો તેને મેં પુનર્મુદ્રણો કહ્યાં છે. પણ એને પણ આવૃત્તિ કહી શકાય તેવું કાંઈ ને કાંઈ અવનવું –આઘુંપાછું એમાં હું કરતો રહ્યો છું. માત્ર આ પહેલાં છેલ્લી વાર, આઠમી વાર તે છપાયો, પ્રકાશકે તેને સીધેસીધો છાપી લીધો, તેને જ પુનમુદ્રણ કહી શકાય. આ નવમી વાર છાપવાને હાથમાં લેતાં તેને ફરીથી જોઈ ગયો અને સ્વાભાવિક રીતે જ એમાં કશુંક કશુંક નવો સંસ્કાર પામ્યું છે. આ સંગ્રહમાંની રચનાઓને મેં મોટા પાયા ઉપર સંસ્કારી ૧૯૫૩માં, ત્રીજી આવૃત્તિની વેળાએ. આમાંની કૃતિઓના કાવ્યગુણ પરત્વે અતૃપ્ત રહેનાર વિવેચકોએ જો એ ત્રીજી આવૃત્તિને કે તે પછીની આવૃતિઓને જોઈ હશે ઓ તેમની અતૃપ્તિને ફરીથી વિચારવા માટે થોડુંએક કારણ તો મળી શકે તેમ છે એમમાનું છું. એ ત્રીજી આવૃત્તિની કે તે પછીની આવૃત્તિની પ્રસ્તાવનામાં કરેલી કેટલીએક વાતો દરેક આવૃત્તિમાં તાજી કરવા જેવી છે, પણ આ વખતે તો તે નહિ બની શકે. | આ સંગ્રહ અત્યારે નવમી વાર છપાય છે. આ પહેલાં તે ચોથી વાર, પાંચ છ અને સાતમી વાર છપાયો તેને મેં પુનર્મુદ્રણો કહ્યાં છે. પણ એને પણ આવૃત્તિ કહી શકાય તેવું કાંઈ ને કાંઈ અવનવું –આઘુંપાછું એમાં હું કરતો રહ્યો છું. માત્ર આ પહેલાં છેલ્લી વાર, આઠમી વાર તે છપાયો, પ્રકાશકે તેને સીધેસીધો છાપી લીધો, તેને જ પુનમુદ્રણ કહી શકાય. આ નવમી વાર છાપવાને હાથમાં લેતાં તેને ફરીથી જોઈ ગયો અને સ્વાભાવિક રીતે જ એમાં કશુંક કશુંક નવો સંસ્કાર પામ્યું છે. આ સંગ્રહમાંની રચનાઓને મેં મોટા પાયા ઉપર સંસ્કારી ૧૯૫૩માં, ત્રીજી આવૃત્તિની વેળાએ. આમાંની કૃતિઓના કાવ્યગુણ પરત્વે અતૃપ્ત રહેનાર વિવેચકોએ જો એ ત્રીજી આવૃત્તિને કે તે પછીની આવૃતિઓને જોઈ હશે ઓ તેમની અતૃપ્તિને ફરીથી વિચારવા માટે થોડુંએક કારણ તો મળી શકે તેમ છે એમમાનું છું. એ ત્રીજી આવૃત્તિની કે તે પછીની આવૃત્તિની પ્રસ્તાવનામાં કરેલી કેટલીએક વાતો દરેક આવૃત્તિમાં તાજી કરવા જેવી છે, પણ આ વખતે તો તે નહિ બની શકે. | ||
આ સંગ્રહને આ નવમા મુદ્રણ માટે તૈયાર કરતો ગયો ત્યારે કોઈ નવાં, અણધારેલાં સંવેદનો અનુભવવા મળ્યાં. ૧૯૩૩ અને ૧૯૭૭, ‘કાવ્યમંગલા’ નામ ધારણ કરી આ સંગ્રહ પ્રગટ થયો ૧૯૩૩માં, ત્યાર પછીનાં આ ૪૪ વર્ષના સમયે પણ, એ આખું વાતાવરણ પાછું એવું ને એવું જ જીવંત, એની તે વખતની મુગ્ધ પુલકિત સભરતા સાથે જાગૃત થઈ આવ્યું. મેં કવિતા લખવા માંડી, અમારા વિદ્યાપીઠના દ્વૈમાસિક ‘સાબરમતી’માં મારું પ્રથમ કાવ્ય છપાયું ૧૯૨૬માં, ત્યારથી માંડી આ સંગ્રહ તૈયાર થયો તેનું નામકરણ થયું, પ્રકાશકને ત્યાં જ તેના મહેમાન તરીકે રહી સંગ્રહ છપાયો, અનેક મુરબ્બીઓ-મુરબ્બી સાક્ષરોનો તેને સત્કાર, સ્નેહ સાંપડ્યો, આપણા સાહિત્ય જગતે તેને રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માન્યો, અને પછી તો તે અને તેમાંનાં કાવ્યો વિદ્યાર્થીજગતમાં હરતાં ફરતાં થઈ ગયાં, એમાંનાં ઘણાં ઘણાં કાવ્યો મેં ઘણે સ્થળે, ઘણી સ્નેહભરી વ્યક્તિઓ સાથે વાંચ્યાં, એ બધી ‘કાવ્યમંગલા’ની એક અનોખી સૃષ્ટિ જેવું બની રહેલું છે. એ બધાની વાત પણ કહેવા જેવી, આસ્વાદનીય છે. પણ તે કામ પણ આત્યારે કે અહીં તો કરવાનું નથી. અને ખાસ મજાનો વિચાર તો આ સંગ્રહનું ‘વિવેચન’ લખવાનો આવ્યો ! ‘અર્વાચીન કવિતા’ના, ‘અવલોકના’ના લેખક તરીકે તો એ હું કરી પણ શકું ! પણ હવે વધુ સમય તો કવિતાદેવીને આપવો જોઈએ એમ પાછું ગણિત ગણાય છે. પણ અત્યારે તો હવે વિદ્યાર્થીબંધુઓના હાથમાં આ પુસ્તક યથાસમય પહોંચી શકે તે કર્તવ્ય કરીને જ અટકું છું. | આ સંગ્રહને આ નવમા મુદ્રણ માટે તૈયાર કરતો ગયો ત્યારે કોઈ નવાં, અણધારેલાં સંવેદનો અનુભવવા મળ્યાં. ૧૯૩૩ અને ૧૯૭૭, ‘કાવ્યમંગલા’ નામ ધારણ કરી આ સંગ્રહ પ્રગટ થયો ૧૯૩૩માં, ત્યાર પછીનાં આ ૪૪ વર્ષના સમયે પણ, એ આખું વાતાવરણ પાછું એવું ને એવું જ જીવંત, એની તે વખતની મુગ્ધ પુલકિત સભરતા સાથે જાગૃત થઈ આવ્યું. મેં કવિતા લખવા માંડી, અમારા વિદ્યાપીઠના દ્વૈમાસિક ‘સાબરમતી’માં મારું પ્રથમ કાવ્ય છપાયું ૧૯૨૬માં, ત્યારથી માંડી આ સંગ્રહ તૈયાર થયો તેનું નામકરણ થયું, પ્રકાશકને ત્યાં જ તેના મહેમાન તરીકે રહી સંગ્રહ છપાયો, અનેક મુરબ્બીઓ-મુરબ્બી સાક્ષરોનો તેને સત્કાર, સ્નેહ સાંપડ્યો, આપણા સાહિત્ય જગતે તેને રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માન્યો, અને પછી તો તે અને તેમાંનાં કાવ્યો વિદ્યાર્થીજગતમાં હરતાં ફરતાં થઈ ગયાં, એમાંનાં ઘણાં ઘણાં કાવ્યો મેં ઘણે સ્થળે, ઘણી સ્નેહભરી વ્યક્તિઓ સાથે વાંચ્યાં, એ બધી ‘કાવ્યમંગલા’ની એક અનોખી સૃષ્ટિ જેવું બની રહેલું છે. એ બધાની વાત પણ કહેવા જેવી, આસ્વાદનીય છે. પણ તે કામ પણ આત્યારે કે અહીં તો કરવાનું નથી. અને ખાસ મજાનો વિચાર તો આ સંગ્રહનું ‘વિવેચન’ લખવાનો આવ્યો ! ‘અર્વાચીન કવિતા’ના, ‘અવલોકના’ના લેખક તરીકે તો એ હું કરી પણ શકું ! પણ હવે વધુ સમય તો કવિતાદેવીને આપવો જોઈએ એમ પાછું ગણિત ગણાય છે. પણ અત્યારે તો હવે વિદ્યાર્થીબંધુઓના હાથમાં આ પુસ્તક યથાસમય પહોંચી શકે તે કર્તવ્ય કરીને જ અટકું છું. | ||
૨૮-૫-૧૯૭૭ | ૨૮-૫-૧૯૭૭ | ||
શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી | શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી | ||
{{Right|સુન્દરમ્}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|next = અહો પૃથ્વીમૈયા! | |next = અહો પૃથ્વીમૈયા! | ||
}} | }} |
edits