કાવ્યમંગલા/પ્રારંભિક: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 202: Line 202:
‘કાવ્યમંગલા’ની આવૃતિઓ જોતાં હું જોઉં છું કે ૧૯૬૧ની આવૃત્તિમાં પ્રકાશક તરીકે ભુરાલાલને બદલે હવે ભગતભાઇ નામ આવ્યું છે. ત્રણ વર્ષ ઉપરની ૧૯૫૮ની આવૃત્તિમાં તો શ્રી ભુરાલાલ હતા, પણ તે તા. ૨૭-૬-૫૯ના રોજ શ્રીજીચરણ પામ્યા. ભગતભાઇ કુશળ રીતે ધંધો સંભાળી લે છે અને ધીરે ધીરે ઊંડી સમજપૂર્વક એમાં નવી ઝલક ઉમેરતા થાય છે. એમણે જે નવા કાવ્યસંગ્રહો લેવા માંડ્યા તેના રૂપરંગ અદ્યતન કરી તેનું કદ પણ ‘કાવ્યમંગલા’ના પ્રથમ કદની રીતે ડેમી આઠપેજીનું કરતા રહે છે. અને આ દસમી આવૃત્તિ પણ એ ડેમીના કદમાં મૂકવાનો મધુર નિર્ણય તેમણે મને જણાવ્યો, અને એમ થતાં હવે ‘કાવ્યમંગલા’ને પાછો પુનર્જન્મ મળતો હોય તેવું લાગે છે. ભગતભાઇ હવે ‘માલ’ વેચનાર બુકસેલર નહિ પણ સારા શિષ્ટ પ્રકાશક બને છે એની નોંધ આપણે લઈશું જ. વચલી આવૃતિઓમાં તો પુસ્તક ઉપેક્ષિત જેવું બનીને જાણે છપાતું હતું. ‘બુદ્ધનાં ચક્ષુ’નું ચિત્ર એમાંથી અદશ્ય પણ બની ગયેલું. પણ હું એને પાછું લઈ આવ્યો છું, અને આ આવૃત્તિમાં તે ઉત્તમ રીતે મુકાશે એવી આશા છે. શક્ય  બનશે તો બીજી આવૃત્તિ વખતે એક પાકી બંધાયેલી નકલ ઉપર એક કાબેલ ચિત્રકાર મિત્રે એક અતિરમણીય નારી આકૃતિ ચીતરી આપી હતી તેનો પણ એમાં સમાવેશ કરવા ધારું છું. એ ચિત્રકાર છે હરિવદન ભટ્ટ, જ્યોતિસંઘમાં અમે સાથે કામ કરતા હતા. આશ્રમમાં અમારા જાણીતા ચિત્રકાર શ્રી કૃષ્ણલાલ ભટ્ટ છે એ નાનાભાઈ છે. પણ એ નાની વયે જગત છોડી ચાલી ગયા. એમનું આ સ્મરણ-ચિહ્ન ખરેખર પુલકિત કરે એવું છે તે આપણે જોઈ શકીશું.

દરેક નવા મુદ્રણ સમયે સંગ્રહનું હું પુનઃ પુનઃ ચિંતન કરતો રહ્યો છું. ૧૯૫૩ની આવૃતિમાં તો મેં ઘણાં કાવ્યોનું સંમાર્જન કરેલું. પ્રસ્તાવનામાં પણ કંઇક નવુંજૂનું કરતો રહેલો છું. અને આ પ્રસંગે તો કવિતાની સાથે સીધા સંબંધ વિનાની પણ ઘણી વાતો વાતોડિયા બનીને જાણે લખી લીધી છે. કાવ્યોના પુનઃસંસ્કરણમાં કેટલાંક કાવ્યો ઉપર ખૂબ કામ કર્યું છે તો વળી ઘણે ઠેકાણે જે નાના સુધારા–નવા પાઠ કરેલા તેને બદલે મૂળના જ પ્રથમ વાર જેવા પ્રાપ્ત થયેલા તેવા જ ઉદ્દગારને પાછો લઈ આવ્યો છું. કેમે કર્યે નવા ગોઠવેલા શબ્દો બેસે જ નહિ અને પ્રથમનો શબ્દ જ ઝબ્બ દઈને ખડો થઈ જાય. એ રીતે સંગ્રહને તેનો આંતર તેમ જ બાહ્ય મૂળ આકાર પાછો મળે છે તો એનું પૂઠું પણ પીતવર્ણનું બને, એનું મુખપૃષ્ઠ પણ બચુભાઈએ ગોઠવી આપેલું તે જ ચાલુ રહે તેમ કરવા ધારું છું.

અને છેલ્લે એક નાનકડી વાત નોંધવા જેવી ગણું છું. આ સંગ્રહમાં મૂકેલી એક નાનકડી રચના વારંવાર ફેરફાર પામતી રહી છે. પૃ.૩૪ ઉપર આવેલી ‘હસતી કે રડતી?’ અંજનીની બે કડીની રચનાની બીજી કડી ઘણી વાર ફેરફાર માગતી રહી છે, આ વખતે પણ તેના બે શબ્દો બદલ્યા છે. એ રચના છે ૧૯૩૧ના મે માં જન્મી થોડા જ દિવસમાં પાછા ફરી ગયેલા મારા પ્રથમ સંતાન વિષેની. આજ સુધી આ વાતને મેં ક્યાંય સ્મૃતિના પટ ઉપર ગોઠવેલી નથી. પણ આ પ્રસ્તાવનામાં ઘણા ઘણા સ્વજનોનું સ્મરણ-શ્રાદ્ધ બન્યું છે, તેમાં એ બાળક પણ સ્મૃતિ-પટ ઉપર તાદ્દશ બની જાય છે, જરા ઊંડે જતાં તો સંવેદનોની પરંપરા ઊભી કરી જાય છે. પરંતુ એ બધું જીવનવિધાયક મહાશક્તિના ઉછંગ માં મૂકી આપણે સૌએ ત્યાં બેસવાનું છે તે રીતે મૌનમાં મૂકી દઉં છું. અને એ સદ્દગત બનેલા સંતાનની માતા, પોતાનું નામ આ સંગ્રહ સાથે જોડાયેલું જોઈ સદા પુલકિત થતી હતી એનું સાંનિધ્ય પણ જાગ્રત થતું અનુભવું છું. મંગલાને તો અમારા મિત્રમંડળમાં કોણે નથી જોઈ, કોણે નથી ઓળખી? એ ખરેખર ‘કાવ્યમંગલા’ થઈ છે એની ના નહિ પાડી શકાશે.

૧૮. ૬. ૮૦
૧૮. ૬. ૮૦

શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી.
શ્રી અરવિંદ આશ્રમ, પોંડિચેરી.

{{Right|સુન્દરમ્}}

{{Right|સુન્દરમ્}}

તા. ક. આ સંસ્મરણોમાં થોડુંક ઉમેરાવા માગે છે તો તે કરી લઉં છું. ‘કાવ્યમંગલા’ પછી મારા બે મોટા કાવ્યસંગ્રહો થયા છે, ‘વસુધા’ ૧૯૩૮માં અને ‘યાત્રા’ ૧૯૫૧માં. ‘વસુધા’ શબ્દને મંગળાએ ૧૯૩૭માં અમને મળેલા સંતાન માટે લઈ લીધો, એને માટેનાં ઘણાં નામોમાં એ આમ ગોઠવાયું, પણ ૧૯૪૫માં હું શ્રી અરવિંદ આશ્રમમાં આવી ગયો ત્યારે ત્યાં પણ એક ‘વસુધા’ હતાં એટલે અમારી ‘વસુધા’ને અમે ‘સુધા’ કરી લીધી. ‘યાત્રા’ ને માટે મને ૧૯૫૫માં ‘નર્મદ સુવર્ણચંદ્રક’ મળ્યો, સુરતમાં. એ બંને ચંદ્રકો ઘણો સમય મારી પાસે રહ્યા. પણ પછી પોતે કોઈ વધારે ચરિતાર્થતા માગતા હોય તેવું કહેવા લાગતા દેખાયા અને એ બંનેને મેં એક ધન્ય ક્ષણે શ્રી માતાજીના કરકમળમાંમૂકી દીધા.

૧૯.૬.૮૦
૧૯.૬.૮૦

{{Right|સુ.}}

{{Right|સુ.}}

'''તા. ક. (૨)'''
'''તા. ક. (૨)'''

આ પૂર્વકથા લખાઈ, તે જેમને મારે હોંશપૂર્વક વંચાવવી હતી, એ આમ અણધાર્યા ચાલી જશે એવો ખ્યાલ ન હતો. આ સંગ્રહ સાથે, તેમ જ મારી ઘણી કવિતા સાથે સંકળાયેલા રહેલા મારા પરમ સુહૃદ બચુભાઈ રાવત આ જુલાઈની ૧૨મીએ ચાલ્યા ગયા. એમને અંગેનાં સ્મરણો તો થોકબંધ છે, પણ અત્યારે તો બે શબ્દમાં જ અટકવાનું છે. એ એક અનન્ય વ્યક્તિ હતા, પોતાના વ્યક્તિત્વને સાચવી રાખનાર અને બાંધનાર. ગુજરાતના જીવનમાં એ જાણે પોતાની કાયમની મનોહર મુદ્રા મૂકી ગયા છે. બચુભાઈ ગયા છે એમ નહિ, જાણે છે જ, દેહથી ઊર્ધ્વ થઈને પણ એ જાણે આપણી સાથે જોડાયેલા જ છે, અને પોતાની આગવી કેદીને કંડારી રહ્યા છે. પણ એમનું એક ચિત્ર, જે બહુ ઓછાઓએ જોયું હશે, તે અહીં તાજું થાય છે અને નોંધવા જેવું–અનન્ય છે.

રાયપુર ચકલાથી દક્ષિણે રાયપુર દરવાજા તરફ જતાં લગભગ વચ્ચે એક નાનકડું દેવાલય, ઘણુંખરું શંકરનું, આવે છે. બચુભાઈ ત્યાં અટકી જાય છે, નીચે દૂર જોડા કાળજીપૂર્વક ઉતારે છે, પછી માથેથી ટોપી ઉતારી, હાથ જોડી દેવનાં દર્શન કરે છે. પ્રણામ કરે છે. એમના વિશિષ્ટ પોષાકમાં ઊંચી અંકાયેલી સફેદ શુભ્ર મૂર્તિ.

૨૯-૭-૮૦
૨૯-૭-૮૦

{{Right|સુ.}}

{{Right|સુ.}}

Line 220: Line 220:
આ સંગ્રહની આ પાંચમી આવૃત્તિ છે, અથવા ખરું કહીએ તો ચોથી આવૃત્તિનું પુનમુદ્રણ છે. ફેરફાર છે તે એમાંની પ્રસ્તાવનામાં છે. અને તે પણ ઓછામાં ઓછું કહેવું એ દ્રષ્ટિથી કરેલો ફેરફાર છે. સંગ્રહની બીજી આવૃતિથી કાવ્યોમાં ‘સુધારા’ કરવા માંડેલા. ત્રીજી આવૃત્તિમાં એમાંના ઘણાને નામંજૂર કરી મૂળ પાઠને રાખ્યા અને કેટલાંક કાવ્યોને ઘણાં બદલી નાખ્યાં. ચોથી આવૃત્તિમાં વળી મૂળ પાઠો પાછા બને તેટલા ગોઠવી દીધા. કાવ્યનાં પ્રૂફ વાંચવા બેસું અને મૂળ પાઠનો જ ભણકાર આવે, નવો પાઠ અતડો-વરવો જ લાગે. પણ કેટલાંક કાવ્યો –‘ધૂમકેતુ’ ‘પોંક ખાવા’ ઇત્યાદિ તેમના નવા રૂપે, સુધારા વધારા કે ઘટાડા સાથે રહેલાં છે. આ આવૃતિમાં હવે બધાનું પુનર્મુદ્રણ જ થયું છે, ક્યાંય તો ભૂલોનું પણ !

કાવ્યને વધારે સારું કરવાની ઈચ્છા રાખવી એ પણ કેટલીક વાર લોભ અને લાલસાનું રૂપ લે છે. કળામાં ઉચ્ચ ગ્રાહ હોય એ એક વસ્તુ છે, અને કાવ્યને ઉચ્ચ કરવાની લાલસા થવી, આગ્રહ બનવો એ બીજી વસ્તુ છે. આવા આગ્રહમાંથી નહિ પણ સર્જનની પ્રેરણાને સમર્પણ ભાવે લખાય અને જાગૃત બુદ્ધિ શબ્દના, વિચારના, ઊર્મિના, વસ્તુના સત્યને વફાદાર રહેવાનો પ્રયત્ન કરે, તંબૂરના તાર મેળવીએ એ રીતે, તો પછી એમાંથી જે સરજાય તેને સ્વીકારી લેવું જોઈએ અને વિનમ્ર ભાવે જગતદેવતાને ચરણે ધરી દેવું જોઈએ. કાવ્ય કે હરકોઈ સર્જન કે હરકોઈ પ્રવૃત્તિ તેના કરનારને મહાન બનાવવા માટે નથી, પણ વિશ્વના અનંત સનાતન આવિર્ભાવની ગતિમાં અને લીલામાં તે એક સહજ અનિવાર્ય જેવો બની રહેતો વ્યાપાર છે. આવી સહજ અનિવાર્યતાની રીતે રચાતું કાવ્ય એનો નાનો મોટો ગમે તે ભાગ ભજવતું રહે છે અને વિશ્વની આનંદમયતામાં પોતાનો ફાળો આપતું રહે છે.

૧૩ ફેબ્રુઆરી, ૧૯૬૧
૧૩ ફેબ્રુઆરી, ૧૯૬૧

શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી
શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી

{{Right|સુન્દરમ્}}

{{Right|સુન્દરમ્}}

Line 228: Line 228:
આ સંગ્રહ અત્યારે નવમી વાર છપાય છે. આ પહેલાં તે ચોથી વાર, પાંચ છ અને સાતમી વાર છપાયો તેને મેં પુનર્મુદ્રણો કહ્યાં છે. પણ એને પણ આવૃત્તિ કહી શકાય તેવું કાંઈ ને કાંઈ અવનવું –આઘુંપાછું એમાં હું કરતો રહ્યો છું. માત્ર આ પહેલાં છેલ્લી વાર, આઠમી વાર તે છપાયો, પ્રકાશકે તેને સીધેસીધો છાપી લીધો, તેને જ પુનમુદ્રણ કહી શકાય. આ નવમી વાર છાપવાને હાથમાં લેતાં તેને ફરીથી જોઈ ગયો અને સ્વાભાવિક રીતે જ એમાં કશુંક કશુંક નવો સંસ્કાર પામ્યું છે. આ સંગ્રહમાંની રચનાઓને મેં મોટા પાયા ઉપર સંસ્કારી ૧૯૫૩માં, ત્રીજી આવૃત્તિની વેળાએ. આમાંની કૃતિઓના કાવ્યગુણ પરત્વે અતૃપ્ત રહેનાર વિવેચકોએ જો એ ત્રીજી આવૃત્તિને કે તે પછીની આવૃતિઓને જોઈ હશે ઓ તેમની અતૃપ્તિને ફરીથી વિચારવા માટે થોડુંએક કારણ તો મળી શકે તેમ છે એમમાનું છું. એ ત્રીજી આવૃત્તિની કે તે પછીની આવૃત્તિની પ્રસ્તાવનામાં કરેલી કેટલીએક વાતો દરેક આવૃત્તિમાં તાજી કરવા જેવી છે, પણ આ વખતે તો તે નહિ બની શકે.

આ સંગ્રહને આ નવમા મુદ્રણ માટે તૈયાર કરતો ગયો ત્યારે કોઈ નવાં, અણધારેલાં સંવેદનો અનુભવવા મળ્યાં. ૧૯૩૩ અને ૧૯૭૭, ‘કાવ્યમંગલા’ નામ ધારણ કરી આ સંગ્રહ પ્રગટ થયો ૧૯૩૩માં, ત્યાર પછીનાં આ ૪૪ વર્ષના સમયે પણ, એ આખું વાતાવરણ પાછું એવું ને એવું જ જીવંત, એની તે વખતની મુગ્ધ પુલકિત સભરતા સાથે જાગૃત થઈ આવ્યું. મેં કવિતા લખવા માંડી, અમારા વિદ્યાપીઠના દ્વૈમાસિક ‘સાબરમતી’માં મારું પ્રથમ કાવ્ય છપાયું ૧૯૨૬માં, ત્યારથી માંડી આ સંગ્રહ તૈયાર થયો તેનું નામકરણ થયું, પ્રકાશકને ત્યાં જ તેના મહેમાન તરીકે રહી સંગ્રહ છપાયો, અનેક મુરબ્બીઓ-મુરબ્બી સાક્ષરોનો તેને સત્કાર, સ્નેહ સાંપડ્યો, આપણા સાહિત્ય જગતે તેને રણજિતરામ સુવર્ણચંદ્રકથી સન્માન્યો, અને પછી તો તે અને તેમાંનાં કાવ્યો વિદ્યાર્થીજગતમાં હરતાં ફરતાં થઈ ગયાં, એમાંનાં ઘણાં ઘણાં કાવ્યો મેં ઘણે સ્થળે, ઘણી સ્નેહભરી વ્યક્તિઓ સાથે વાંચ્યાં, એ બધી ‘કાવ્યમંગલા’ની એક અનોખી સૃષ્ટિ જેવું બની રહેલું છે. એ બધાની વાત પણ કહેવા જેવી, આસ્વાદનીય છે. પણ તે કામ પણ આત્યારે કે અહીં તો કરવાનું નથી. અને ખાસ મજાનો વિચાર તો આ સંગ્રહનું ‘વિવેચન’ લખવાનો આવ્યો ! ‘અર્વાચીન કવિતા’ના, ‘અવલોકના’ના લેખક તરીકે તો એ હું કરી પણ શકું ! પણ હવે વધુ સમય તો કવિતાદેવીને આપવો જોઈએ એમ પાછું ગણિત ગણાય છે. પણ અત્યારે તો હવે વિદ્યાર્થીબંધુઓના હાથમાં આ પુસ્તક યથાસમય પહોંચી શકે તે કર્તવ્ય કરીને જ અટકું છું.

૨૮-૫-૧૯૭૭
૨૮-૫-૧૯૭૭

શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી
શ્રી અરવિન્દ આશ્રમ, પોંડિચેરી

{{Right|સુન્દરમ્}}
{{Right|સુન્દરમ્}}
{{Poem2Close}}
{{Poem2Close}}
18,450

edits

Navigation menu