ચન્દ્રકાન્ત બક્ષીથી ફેરો/‘પળ’નાં પ્રતિબિમ્બની સંકલના: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 21: Line 21:
અવગુણ બને છે ત્યાં કંઈક આવું જોવા મળે છે : અમસ્તી વાતોમાંથી પાત્રો ગંભીર અને ઊંડા ચિંતનમાં સરી પડે, ને ત્યારે લેખક વિધાનો સીધાં જ અવતારતા હોય એવું લાગે છે. હું કે તું કે અમેમાંથી ‘આપણે’માં સરી જવાનો આ અભિક્રમ કેટલેક સ્થળે રચનાને ધૂળ ચર્ચાવિચારણાની શુષ્કતામાં ખેંચી જાય છે. ક્ષણોના નિરૂપણના બહુ સાંકડા, મર્યાદિત, ફલક પર એ ચર્ચા પણ લાદેલી લાગે છે, સહજભાવે નિરાંતે વિકસી જણાતી નથી. આ રસમ હરીન્દ્રનાં પાત્રોના વૈયક્તિક વિકાસને પણ રુંધનારી બને છે. નિરૂપણપદ્ધતિ જ્યાં જ્યાં મનુષ્યના ભાવજગતની અનુભૂતિઓ વિલોકવાનું વીંધ બની હોય છે ત્યાં ત્યાં એની સિદ્ધિ જોઈ શકાય. ચિંતનના સંદર્ભમાં એ જોખમકારક નીવડે. ખાં સાહેબ સાથે મનોહરલાલ શતરંજ રમે છે ત્યારે લેખકે એક બહુ જ ભાવપૂર્ણ ક્ષણ પકડી છે. ‘હાથમાં વિદૂષક ઉઠાવી મનોહરલાલ એને ક્યાં મૂકવો એનો વિચાર કરી રહ્યા- એ વિચારક્ષણમાં, કાલે રંજના ઘેર નહીં હોય, સાંજના ડિનર વખતે હસતા મુખે પોતે મહેમાનોને મળશે, રંજના અને વત્સલ જશે, પોતે સુહાસ સાથે ઘેર આવશે એ રાત ટીપે ટીપે અંધકારને દ્રવતી હશે; રંજનાની ગેરહાજરીથી ઊભું થયેલું ખાલીપણું, સુહાસનું અરવ રુદન, પોતે એ ખાલીપણાને આંગળીથી ખૂંતી શકશે- વગેરે ચૈતસિક સંઘર્ષ ઝડપથી ફરતી ફિલ્મપટ્ટીની જેમ વલોવાતો જણાય છે. ચાલ ચાલવા માટે ઉઠાવેલા વિદૂષકને મનોહરલાલ, પછી પટમાં મૂકે છે.<ref>એજન, પૃ. ર૦૭-૮</ref> આની તુલનામાં, દિલાવર અને વત્સલના સુહાસ અને રંજના સાથેના ફિલસૂફીપરાયણ સંવાદો મૂકી જોવાથી ઉક્ત મુદ્દાનું સમર્થન મળી રહેશે. વિચાર અને ચિંતનને આવી પદ્ધતિમાં સર્જનાત્મક ન બનાવી શકાય તો નવલકથાના રસને બીજી રીતે પણ ખમવું પડે. શિકારી કૂતરાની અને કાળિયારની કથા ચિંતનના સર્જનાત્મક રૂપાન્તરનું આવું જ બળવાન નિદર્શન ગણાય.

જીવનને એની સમુચિત અવસ્થામાં પામી મૃત્યુનો સંદર્ભ પામતી આ સૃષ્ટિનો ભાવમર્મ એકંદરે આધુનિક છે, ને તેથી જ આ નાનકડી રચના પણ આ અભ્યાસમાં મહત્ત્વપૂર્ણ સ્થાનની અધિકારી બની છે. વત્સલ આદિને મળેલું જીવન પ્રત્યેક ક્ષણે કરુણનું જ પરિચાયક જણાય છે. ને એમાં માનવીય અસ્તિત્વની છબિ આધુનિક વેદનશીલતાના દ્રાવણમાં ધોવાઈને તૈયાર થતી જોવાય છે.  

<center>***</center>
{{reflist}}
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu