18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 265: | Line 265: | ||
{{સ-મ||જ. એ. સંજાના}} | {{સ-મ||જ. એ. સંજાના}} | ||
{{સ-મ||'''[ ‘અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’(1955) ]'''}} | {{સ-મ||'''[ ‘અનાર્યનાં અડપલાં અને બીજા પ્રકીર્ણ લેખો’(1955) ]'''}} | ||
{{Poem2Close}} | |||
}} | |||
<br> | |||
{{Center block|width=23em|title=<big>'''૨૦.<br>સામયિકનું શહૂર'''</big>| | |||
{{Poem2Open}} | |||
દર મહિને અનેક નવાં સામયિકો પ્રગટ થયે જાય છે. તે સાથે જ વાચકોની ઉપેક્ષારૂપી પાનખરનાં ચિહ્નો પણ દેખાવા માંડ્યાં છે. નવાં નીકળતાં સામયિકો પ્રત્યે કેટલાંક ચાલુ સામયિકો અકળામણ પ્રગટ કરે છે તે બરાબર નથી. જો અકળામણ કોઈ વસ્તુ સામે પ્રગટ કરવા જેવી હોય તો તે કેમ બહુ સામયિકો નીકળે છે, અથવા બંધ થાય છે એ સામે નહીં, પણ ગુજરાતી ભાષાનાં તમામ સામયિકોમાં થઈને પણ થોડાંઘણાં વાંચવા જેવાં પાનાં કેમ મળતાં નથી તેની સામે કરવા જેવી છે. સર્જન તો પ્રતિભાનાં સ્વૈર સ્ફુરણની પ્રસાદી છે. સર્જનની ઓટ સામે ફરિયાદ ક્યાં કરવા જઈએ? પણ વિચારપૂર્ણ અને વિચારપ્રેરક લેખો વરસેદહાડે થઈને પણ કેમ ગણ્યાગાંઠ્યા પણ મળતા નથી એ જરૂર ચિંતા ઉપજાવે એવો પ્રશ્ન છે. | |||
{{સ-મ||ઉમાશંકર જોશી}} | |||
{{સ-મ||'''[‘સંસ્કૃતિ’, મે, 1948; ‘સમયરંગ’(1978)માંથી]'''}} | |||
{{Poem2Close}} | |||
}} | |||
<br> | |||
{{Center block|width=23em|title=<big>'''૨૧.<br>આનંદની વહેંચણી'''</big>| | |||
{{Poem2Open}} | |||
આનંદ એ વસ્તુ જ એવી છે કે એનો અનુભવ લેવા માટે બીજાને નોતરવાથી તે બેવડાય છે. દુ:ખોનો સંવિભાગ કરવાથી એની વેદના સહન કરવા જેટલી હળવી થાય છે અને સુખમાં કોઈનો ભાગ પાડવાથી તે બેવડાય છે, ઘણીવાર સાત્વિક બને છે અને એમાંથી સુખથીયે નિરાળો એવો નવો જ આનંદ પ્રાપ્ત થાય છે. સૌને આવા આનંદના સંવિભાગી કેમ કરાવાય? દરેકનું જીવન અલગ અલગ સ્વતંત્ર વહેણમાં વહે છે. તમામ દુનિયાને કાંઈ આપણે આપણા જીવનના સાથી બનાવી શકવાના નથી. પણ કળા દ્વારા – સાહિત્ય, સંગીત, ચિત્ર, સ્થાપત્યરચના દ્વારા આપણે અસંખ્ય લોકોને આપણા આનંદની ઝાંખી કરાવી શકીએ છીએ, અને જો વિશિષ્ટ જાતની શક્તિ કેળવેલી હોય તો જ્યાં અસંખ્ય લોકોને આનંદપ્રતીતિ થતી નહોતી ત્યાં આનંદ ગ્રહણ કરવાની શક્તિ અથવા ક્ષમતા અર્પી શકીએ છીએ. એને જ કલાદૃષ્ટિ કહે છે. | |||
{{સ-મ||કાકા કાલેલકર}} | |||
{{સ-મ||'''[‘જીવનનો આનંદ’(1936) પ્રસ્તાવનામાંથી]'''}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} |
edits