18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 345: | Line 345: | ||
{{સ-મ||વેઈન બૂથ}} | {{સ-મ||વેઈન બૂથ}} | ||
{{સ-મ||'''[‘ધ ક્રાફ્ટ ઓફ રિસર્ચ’(2003)માંથી, અનુ. રમણ સોની]'''}} | {{સ-મ||'''[‘ધ ક્રાફ્ટ ઓફ રિસર્ચ’(2003)માંથી, અનુ. રમણ સોની]'''}} | ||
{{Poem2Close}} | |||
}} | |||
<br> | |||
{{Center block|width=23em|title=<big>'''૩૧.<br>ગાંધી નામનો અનુભવ'''</big>| | |||
{{Poem2Open}} | |||
સારું છે ‘ગાંધી’ ફિલ્મ એક અંગ્રેજે ઉતારી. હિન્દુસ્તાની ઉતારી શકત નહીં. પ્લાઝા સિનેમાના ફોયરમાં ફિલ્મ શરૂ થતાં પહેલાં હું લોકોને જોઈ રહ્યો હતો : રબારણો, મેવાડી રસોઈયા, સ્કૂલી ફ્રોક પહેરેલી ત્રણ છોકરીઓ, એક વહોરા સંયુક્ત કુટુંબ, કપાળની ઉપર વાળમાં સન-ગ્લાસીસ ચડાવેલી બે ઓફિસ-ગર્લ, ખાદીની મેલી ટોપી પહેરેલા બે મહારાષ્ટ્રીયન ડોસા, એક યુવા કોલેજિયન ટોળું, બે-ત્રણ ટેક્સી કે ટ્રક-ડ્રાઈવરો જેવા લાગતા પઠ્ઠાઓ… ત્રણ પેઢીઓ સાથે ઊભી હોય એવાં કુટુંબો…! […] રવિશંકરનું પાર્શ્વસંગીત પાછળ જ રહે છે, હિન્દી ફિલ્મોની જેમ બીભત્સ બનીને કાનમાં અથડાતું નથી. અને વિલન નથી, હેલન નથી, …નાચંનાચ નથી, ધનાધન નથી. […] સફળ હિન્દી ફિલ્મમાં જે હોય છે એ બધું જ નથી – અને 1983માં આ ફિલ્મે આખા ભારતને રડાવ્યું અને રડાવી રહી છે! પાંત્રીસ વર્ષમાં કોઈ સિપ્પી કે સાગર કે ચોપડાને આવી ફિલ્મ બનાવવી જોઈએ એવું કેમ સૂઝ્યું નહીં? […] કદાચ ‘ગાંધી’ ફિલ્મ પોપડા ચોંટી ગયેલા આપણા ગંદા રાજકારણને હાઈડ્રોજન પૅરોક્સાઈડની જેમ સ્વચ્છ કરશે, આ દેશ પર કેવા ઘટિયા દેશનેતાઓ આવી ગયા છે એ નવી પેઢીને સાફ સાફ બતાવી શકશે…! […] જેમ ‘ગીતા’ને દરેકે પોતાની દૃષ્ટિ અને પ્રકાશમાં સમજવાની હોય છે એમ ગાંધી નામનો અનુભવ દરેકે પોતાની રીતે કરવો પડશે. | |||
{{સ-મ||ચંદ્રકાન્ત બક્ષી}} | |||
{{સ-મ||'''[‘મહાત્મા અને ગાંધી’ (2003), પૃ. 120]'''}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
}} | }} |
edits