અવતરણ: Difference between revisions

Jump to navigation Jump to search
7,080 bytes added ,  09:55, 21 September 2022
no edit summary
No edit summary
No edit summary
Line 464: Line 464:
{{સ-મ||'''યશવંત શુક્લ'''}}
{{સ-મ||'''યશવંત શુક્લ'''}}
{{સ-મ||'''[‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’-3 (1976, 2005)માંથી]'''}}
{{સ-મ||'''[‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’-3 (1976, 2005)માંથી]'''}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''૪૬.
વિવેચન ગુણદર્શન નહીં પણ યથાર્થદર્શન'''|
{{Poem2Open}}
ગુજરાતી કવિતામાં છીછરાપણું, અધકચરાપણું, માયકાંગલાપણું હોય તો તે આપણા કહેવાતા વિવેચનને આભારી છે. આપણા વિવેચકો ગુણદર્શન માટે ખડે પગે હોય છે એ જાણવા છતાં મારાથી આમ કહેવાઈ જાય છે, કારણ કે જેની જરૂર છે તે ગુણદર્શન નહીં પણ યથાર્થદર્શન છે. જાણ્યા વગર વખાણ કરવાં તે જાણી જોઈને ગાળ દેવા કરતાં કોઈ પણ રીતે સારી વાત નથી. અને ઘણી વખત તો મગનું નામ જ કોઈ પાડતું નથી. ‘શરૂઆતમાં આમ જ હોય’, ‘બધું ઓછું પ્રથમ પંક્તિનું હોઈ શકે?’, ‘વિકાસ થતો જાય છે’ – આવું આવું જ્યારે કોઈ વિવેચક તરફથી કોઈને વિશે સાંભળવા કે વાંચવા મળે છે ત્યારે ખરે જ બહુ ભૂંડું લાગે છે. અને નાના બાળકને નાનાં ડગલાં ભરતાં જોઈ પ્રોત્સાહન ખાતર વાહવાહ પોકારે છે એવી વાહવાહ ઉંમરલાયક માણસને પાપા પગલી ચાલતા જોઈને પોકારવાનું પણ આપણે ત્યાં હજી અટક્યું નથી.
{{સ-મ||'''ઉમાશંકર જોશી'''}}
{{સ-મ||'''[‘34ની કવિતા ’લેખ, 1935,’ શૈલી અને સ્વરૂપ’(1960)માંથી]'''}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''૪૭.
યુનિવસિર્ટીમાં વિદ્યાપ્રાપ્તિ?'''|
{{Poem2Open}}
સંખ્યાબહુલતાને કારણે શિક્ષક-શિષ્ય વચ્ચેનો પ્રત્યક્ષ સંપર્ક ઝાઝો સંભવિત રહેતો નથી. પ્રામાણિકપણે એ કબૂલ કરવું રહ્યું કે શિક્ષકો પણ પોતાના જ્ઞાનના સામર્થ્યથી ઝાઝો પ્રભાવ પાડે એવા રહ્યા નથી. એમાં દરેક યુનિવસિર્ટીમાંથી થોડાક સુખદ અપવાદો મળી રહે. આ વિષય શીખવો હોય તો અમુક વિદ્યાપીઠના અમુક અધ્યાપક પાસે જ જવું જોઈએ એવી જે પરિસ્થિતિ પશ્ચિમમાં છે તેવું કશું આપણે ત્યાં ખાસ નથી. મોટા ભાગના વિદ્યાર્થીઓ પણ યુનિવસિર્ટી કૅમ્પસમાં, વિદ્યાપ્રાપ્તિની પ્રવૃત્તિમાં સંડોવાયા વિના, અહીંતહીં ભટકતા ને ઈતર પ્રવૃત્તિઓમાં રાચતા દેખાય છે. પરીક્ષા પસાર કરવા પૂરતું એ ધંધાદારી દૃષ્ટિએ ચાલતા વર્ગોમાંથી ‘હૅન્ડ આઉટ્સ’ને રૂપે મેળવી લે છે. એટલું જ નહીં, યુનિવસિર્ટીના કેટલાક શિક્ષકો સીધી કે આડકતરી રીતે આવી ધંધાદારી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય છે. આ બધું યુનિવસિર્ટીના મૂળ ઉદ્દેશને વિફળ બનાવવામાં મોટો ભાગ ભજવે છે.
{{સ-મ||'''સુરેશ જોશી'''}}
{{સ-મ||'''[‘વિદ્યાવિનાશને માર્ગે’, (1985), પૃ. 63]'''}}
{{Poem2Close}}

{{Center block|width=23em|title='''૪૮.
વિચારવારસો'''|
{{Poem2Open}}
જે વિચારો બતાવ્યા છે તે મારા છે, ને મારા નથી, તે મારા છે, કેમકે તે પ્રમાણે વર્તન કરવાની મારી ઉમેદ છે; તે મારા આત્મામાં ઘડાઈ ગયા જેવા છે. મારા નથી, કેમકે તે મેં જ વિચાર્યા છે એમ નથી; તે કેટલાંક પુસ્તકો વાંચ્યા પછી બંધાયેલા છે. મનમાં જે ઊંડું ઊંડું જોતો હતો તેને પુસ્તકોએ ટેકો આપ્યો. જે વિચારો વાંચનાર પાસે રજૂ કરું છું તે હિંદુસ્તાનમાં સુધારાની ધૂનમાં નહીં આવેલા એવા ઘણા હિંદી ધરાવે છે, એ તો કંઈ સાબિત કરવા જેવું રહેતું નથી. પણ તે જ વિચારો યુરોપના હજારો માણસો ધરાવે છે એ હું વાંચનારના મનમાં મારા પુરાવાથી જ ઠસાવવા માગું છું. જેને તે શોધ કરવી હોય, જેને તેવો અવકાશ હોય, તે માણસ તે પુસ્તકો જોઈ શકશે. જ્યારે મને અવકાશ મળશે ત્યારે તે પુસ્તકોમાંથી કંઈક કંઈક વાંચનાર આગળ રજૂ કરવાની ઉમેદ છે. મારા વિચાર ખોટા નીવડે તો તેને પકડી રાખવાનો મારો આગ્રહ નથી. જો તે સાચા નીવડે તો તે પ્રમાણે બીજાઓ કરે એમ દેશના હિતાર્થે સાધારણ રીતે લાગણી રહેશે.
{{સ-મ||'''મોહનદાસ કરમચંદ ગાંધી'''}}
{{સ-મ||'''[‘હિન્દ સ્વરાજ’ની પ્રસ્તાવના : 22.11.1909]'''}}
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu