26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} આઠ વર્ષની વ્ાયે રવીન્દ્રનાથે તેમની પ્રથમ કાવ્યપંક્તિઓ લ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
{{space}} | {{space}} | ||
આઠ વર્ષની | આઠ વર્ષની વ્યે રવીન્દ્રનાથે તેમની પ્રથમ કાવ્યપંક્તિઓ લખી ને પછી લખતા જ રહ્યા, નોટબુકો ભરાતી ગઈ. બાર વર્ષની ઉંમરે પ્રતિષ્ઠિત સામયિક ‘તત્ત્વબોધિની પત્રિકા’માં તેમનું ‘અભિલાષા’ નામનું ૧૫૬ પંક્તિનું કાવ્ય પ્રથમ વાર પ્રગટ થયું. સોળ વર્ષની ઉંમરે મોટા ભાઈ જ્યોતિરીન્દ્રનાથે લખેલા હાસ્યનાટકમાં રવીન્દ્રનાથે સફળતાથી મુખ્ય પાત્ર ભજવ્યું. તે પછી કેટલાંય નાટકોમાં અભિનય કર્યો. બાળપણથી જ રવીન્દ્રનાથ મીઠા કંઠે સૂર-તાલમાં ગાતા. સત્તર વર્ષની વયે તેમણે અમદાવાદમાં પહેલી વાર પોતાનાં બે ગીતોનું સ્વરાંકન પણ કર્યું. | ||
લેખન, અભિનય, ગાયન અને સંગીતની કળાઓનો વિકાસ રવીન્દ્રનાથમાં આ રીતે નાનપણથી દેખાય છે, પણ ચિત્રકલાનો વિકાસ તેમનામાં છેક અડસઠ વર્ષની ઉંમરે જોવા મળ્યો. | લેખન, અભિનય, ગાયન અને સંગીતની કળાઓનો વિકાસ રવીન્દ્રનાથમાં આ રીતે નાનપણથી દેખાય છે, પણ ચિત્રકલાનો વિકાસ તેમનામાં છેક અડસઠ વર્ષની ઉંમરે જોવા મળ્યો. | ||
રવીન્દ્રનાથ અતિસંપન્ન પ્રતિભાબીજ સાથે જન્મ્યા હતા. ભર્યાભર્યા ઠાકુરકુટુંબમાં સાહિત્ય, સંગીત, નાટક, ચિત્રકલા, ધર્મ અને અધ્યાત્મ-ચિંતનના સંસ્કાર. બડોદાદા [મોટા ભાઈ] દ્વિજેન્દ્રનાથની કવિતા અને કાવ્યપાઠ સાંભળેલા; મેજદાદા [વચેટ ભાઈ] જ્યોતિરીન્દ્રનાથ નાટકો લખતા, ભજવતા, ચિત્રો દોરતા, પિયાનો વગાડતા, સંગીતકારોના સ્વરો ઘરમાં ગુંજતા રહેતા. રવીન્દ્ર બધું આત્મસાત્ કર્યે ગયા, પોતાનું ઉમેર્યું અને વિપુલ સર્જન કર્યું. ૧૯૨૮માં છેક ૬૮ વર્ષની ઉંમરે સમયનો અવકાશ અને અનુકૂળતા ઊભી થતાં તેમની અંદર પડેલાં ચિત્ર-સંસ્કારનાં બીજ અંકુરિત થયાં ને પાંગર્યાં. જીવનનાં છેલ્લાં બાર વર્ષમાં તેમણે અસંખ્ય ચિત્રો કર્યાં; તેમાંથી ૨૫૦૦ જેટલાં જ સચવાયાં છે. | રવીન્દ્રનાથ અતિસંપન્ન પ્રતિભાબીજ સાથે જન્મ્યા હતા. ભર્યાભર્યા ઠાકુરકુટુંબમાં સાહિત્ય, સંગીત, નાટક, ચિત્રકલા, ધર્મ અને અધ્યાત્મ-ચિંતનના સંસ્કાર. બડોદાદા [મોટા ભાઈ] દ્વિજેન્દ્રનાથની કવિતા અને કાવ્યપાઠ સાંભળેલા; મેજદાદા [વચેટ ભાઈ] જ્યોતિરીન્દ્રનાથ નાટકો લખતા, ભજવતા, ચિત્રો દોરતા, પિયાનો વગાડતા, સંગીતકારોના સ્વરો ઘરમાં ગુંજતા રહેતા. રવીન્દ્ર બધું આત્મસાત્ કર્યે ગયા, પોતાનું ઉમેર્યું અને વિપુલ સર્જન કર્યું. ૧૯૨૮માં છેક ૬૮ વર્ષની ઉંમરે સમયનો અવકાશ અને અનુકૂળતા ઊભી થતાં તેમની અંદર પડેલાં ચિત્ર-સંસ્કારનાં બીજ અંકુરિત થયાં ને પાંગર્યાં. જીવનનાં છેલ્લાં બાર વર્ષમાં તેમણે અસંખ્ય ચિત્રો કર્યાં; તેમાંથી ૨૫૦૦ જેટલાં જ સચવાયાં છે. |
edits