18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |

Line 600: | Line 600: | ||
{{સ-મ||'''તપસ્વી નાન્દી'''}} | {{સ-મ||'''તપસ્વી નાન્દી'''}} | ||
{{સ-મ||'''[‘ગુજરાતી વિવેચનનો અનુબંધ’-1, સંપા.ચંદ્રકાન્તટોપીવાળા]'''}} | {{સ-મ||'''[‘ગુજરાતી વિવેચનનો અનુબંધ’-1, સંપા.ચંદ્રકાન્તટોપીવાળા]'''}} | ||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૬૩.
લેખનસમયે ખલેલ?'''| | |||
{{Poem2Open}} | |||
આમ [લેખનકાર્યના] દરેક સમયે મને ખલેલ પહોંચતી રહે છે : [કોઈનો ફોન, કોઈ મળવા આવે, વગેરે]. પણ તોય આ બધા વચ્ચે હું લખવાનું ગોઠવી દઉં છું. એના માટે મારે ક્યાંય ભાગવું નથી પડતું. કેટલાક લેખકો કહે છે કે તેઓ એકાંત ટાપુ પર જ લખી શકે. એમ તો ખલેલ ન પહોંચે એ માટે તેઓ ચંદ્ર પર પણ જઈ શકે છે. હું તો માનું છું કે આમ ખલેલ પડવી એ જીવનનો એક ભાગ છે. અને ક્યારેક તો આમ અવરોધ પહોંચે તેનાથી ફાયદો પણ થાય છે. જ્યારે તમે બીજા કશાકમાં વ્યસ્ત હો છો ત્યારે તમારો પરિપ્રેક્ષ્ય બદલાય છે, કે તમારી ક્ષિતિજ વિસ્તરે છે. એટલે બીજા લેખકો કહે છે એવી શાંતિમાં મેં ક્યારેય લખ્યું નથી, પણ છતાં હું કહેતો રહીશ કે ગમે તેટલા અવરોધ વચ્ચે લખવાથી કંઈ ફરક પડતો નથી. | |||
{{સ-મ||'''ઈઝાક બાશેવિસ સિંગર'''}} | |||
{{સ-મ||'''[અનુ. શરીફા વીજળીવાળા, ‘વાર્તાસંદર્ભ’ (2001), પૃ. 21]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૬૪.
વિવેચનસિદ્ધાંતો અને વિદ્યાશાખાઓ'''| | |||
{{Poem2Open}} | |||
સાહિત્ય અને વિવેચનને લગતા અર્વાચીન સિદ્ધાંતો અત્યંત સંકુલ અને વિદગ્ધ હોય છે. તેના પ્રણેતાઓ ભાષાવિજ્ઞાન, તર્કશાસ્ત્ર, તત્ત્વજ્ઞાન, મનોવિશ્લેષણ, ઇતિહાસ અને સમાજવિજ્ઞાન જેવી વિદ્યાશાખાઓમાં ઊંડે ઊતરેલા હોય છે […] આ પ્રકારનું વિદ્યાકીય વાતાવરણ ભારતીય પ્રશિષ્ટ યુગના વિદ્યાક્ષેત્રે જે બૌદ્ધિક પ્રખરતા પ્રવર્તતી હતી તેની સાથે ઘણું સૂચક સામ્ય ધરાવે છે. અભિનવગુપ્તના રસસિદ્ધાંતનો તેના શૈવદર્શન સાથે રહેલો ગાઢ સંબંધ, જગન્નાથ પર નવ્ય ન્યાયનો પ્રભાવ, ભોજના ‘શૃંગારપ્રકાશ’માં આપેલી વિસ્તૃત વ્યાકરણચર્ચા, ભર્તૃહરિના વ્યાકરણદર્શનનો અનેક આલંકારિકો પર પ્રભાવ, વગેરેનાં દૃષ્ટાંત આપણે આપી શકીએ. | |||
{{સ-મ||'''હરિવલ્લભ ભાયાણી'''}} | |||
{{સ-મ||'''[‘ભારતીય સાહિત્યસિદ્ધાંત’લેખ,’પ્રવચનો’(2005),પૃ.11]'''}} | |||
{{Poem2Close}} | |||

{{Center block|width=23em|title='''૬૫.
આત્મકથા : અંત:પ્રવેશ માટે નિમંત્રણ'''| | |||
{{Poem2Open}} | |||
આત્મકથાને સામાન્ય રીતે સોનાના ચમકતા શબ્દોમાં જડિત શાશ્વત સત્ય માનવામાં આવે છે. આત્મપ્રશંસાની કલાકૃતિ! મૂળભૂત સત્ય છે લેખકની પોતાની જરૂરિયાત. […] આત્મકથાનો લેખક પોતાના વાચકને ઘરના ઉંબરાની સામાન્ય સીમાથી પણ ક્યાંક વધુ અંદર આવવા માટે નિમંત્રિત કરે છે. અને આ સંદર્ભમાં સચ્ચાઈ સાથે બાંધછોડ એ ફક્ત આમંત્રિત માટે જ નહીં, પણ આમંત્રણ આપનાર માટે પણ અપમાનજનક છે. | |||
{{સ-મ||'''અમૃતા પ્રીતમ'''}} | |||
{{સ-મ||'''[‘ભારતીય નારીઓનાં પદચિહ્ન’, રંજના હરીશ (2011)]'''}} | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||

edits