26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 6: | Line 6: | ||
હું મેટ્રિક પાસ થયો, પણ કોલેજમાં ભણવા જઈ શકું એવી સ્થિતિ નહોતી. મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક થવા મેં અરજી કરી. મનમાં વિશ્વાસ હતો કે લાયકાતના હિસાબે મારી નિમણૂક થશે જ, પણ નિમણૂક થઈ બીજાની. મને માઠું લાગ્યું, પણ મારા પિતાએ કહ્યું: “કમિટીએ સારું જ કર્યું છે. તારે માથે હું બાપ હજી બેઠો છું. પણ એ છોકરાને બાપ નથી અને માએ ખૂબ દુ:ખ વેઠીને એને ભણાવ્યો છે.” | હું મેટ્રિક પાસ થયો, પણ કોલેજમાં ભણવા જઈ શકું એવી સ્થિતિ નહોતી. મોડાસા હાઈસ્કૂલમાં શિક્ષક થવા મેં અરજી કરી. મનમાં વિશ્વાસ હતો કે લાયકાતના હિસાબે મારી નિમણૂક થશે જ, પણ નિમણૂક થઈ બીજાની. મને માઠું લાગ્યું, પણ મારા પિતાએ કહ્યું: “કમિટીએ સારું જ કર્યું છે. તારે માથે હું બાપ હજી બેઠો છું. પણ એ છોકરાને બાપ નથી અને માએ ખૂબ દુ:ખ વેઠીને એને ભણાવ્યો છે.” | ||
<center>*<center> | <center>*<center> | ||
૧૯૩૦માં મોડાસા હાઈસ્કૂલની | ૧૯૩૦માં મોડાસા હાઈસ્કૂલની નૉકરી છોડી મેં સત્યાગ્રહની લડતમાં ઝંપલાવ્યું. મોટાભાઈને મેં કહ્યું: “સરકાર સત્યાગ્રહીઓને જેલની સજાની સાથે ભારે દંડ કરે છે, અને એ દંડ એનાં સગાંવહાલાં પાસેથી જપ્તી કરીને વસૂલ કરે છે. આથી સત્યાગ્રહીઓ પોતાના કુટુંબીઓને દસ્તાવેજ પર લખી આપે છે કે, અમારો આ મિલકત પર કોઈ હકદાવો નથી. સરકાર જપ્તી કરવા આવે ત્યારે એ દસ્તાવેજ ધરી દેવાનો, જેથી જપ્તી થઈ શકે નહીં.” | ||
મોટાભાઈ થોડીવાર વિચારમાં પડી ગયા. પછી કહે, “દંડ વસૂલ ન થાય તો શું થાય?” | મોટાભાઈ થોડીવાર વિચારમાં પડી ગયા. પછી કહે, “દંડ વસૂલ ન થાય તો શું થાય?” | ||
મેં કહ્યું, “થવાનું શું?—સત્યાગ્રહીએ ચાર-છ મહિના જેલમાં વધારે રહેવું પડે એટલું.” | મેં કહ્યું, “થવાનું શું?—સત્યાગ્રહીએ ચાર-છ મહિના જેલમાં વધારે રહેવું પડે એટલું.” |
edits