26,604
edits
(Created page with "<poem> નાનપણમાંબોરાંવીણવાજતા. કાતરાપણવીણતા. કો’કનીવાડીમાંઘૂસીચીભડ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
નાનપણમાં બોરાં વીણવા જતા. | |||
કાતરા પણ વીણતા. | |||
કો’કની વાડીમાં ઘૂસી ચીભડાં ચોરતા. | |||
ટેટા પાડતા ને ખિસ્સાં ભરતા. | |||
- | પછી બધા ભાઈબંધો પોતાનાં ખિસ્સામાંથી ચોરીનો માલ ઠલવીને | ||
- | ઢગલી કરતા ને ભાગ પાડતા : | ||
- | -આ ભાગ ટીકુનો. | ||
-આ ભાગ દીપુનો. | |||
- | -આ ભાગ ભનિયાનો, કનિયાનો… | ||
છેવટે એક વધારાની ઢગલી કરી કહેતા : | |||
-‘આ ભાગ ભગવાનનો!’ | |||
પછી સૌ પોતપોતાની ઢગલી | |||
ખિસ્સામાં ભરતા, | |||
ને ભગવાનની ઢગલી ત્યાં જ મૂકી | |||
રમવા દોડી જતા. | |||
ભગવાન રાતે આવે, છાનામાના | |||
ને પોતાનો ભાગ ખાઈ જાય-એમ અમે કહેતા. | |||
પછી મોટા થયા. | |||
બે હાથે ઘણુંય ભેગું કર્યું; | |||
ભાગ પાડ્યા-ઘરના, ઘરવખરીના, | |||
ગાય, ભેંસ, બકરીના. | ગાય, ભેંસ, બકરીના. | ||
અને ભગવાનનો ભાગ જુદો કાઢ્યો?… | |||
સુખ, ઉમંગ, સપનાં, સગાઈ, પ્રેમ- | સુખ, ઉમંગ, સપનાં, સગાઈ, પ્રેમ- | ||
હાથમાં ઘણું ઘણું આવ્યું… અને ગયું! | |||
અચાનક ગઈ કાલે ભગવાન આવ્યા; | |||
કહે : લાવ, | કહે : લાવ, મારો ભાગ… | ||
મેં પાનખરની ડાળી જેવા | |||
મારા બે હાથ જોયા-ઉજ્જડ. | |||
એકાદ સૂકું તરણુંયે નહીં. | |||
શેના ભાગ પાડું ભગવાન સાથે? | |||
આંખમાં ઝળઝળિયાં આવ્યાં, | |||
તે અડધાં ઝળઝળિયાં આપ્યાં ભગવાનને.… | |||
</poem> | </poem> |
edits