26,604
edits
(Created page with "<poem> ઝીણીઝીણીઝરમર મેહમીઠીવરસે. પાતળાપાલવતળે ઉરમારુંતરસે. ઝીલુંહું...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
<poem> | <poem> | ||
ઝીણી ઝીણી ઝરમર | |||
મેહ મીઠી વરસે. | |||
પાતળા પાલવ તળે | |||
ઉર મારું તરસે. | |||
ઝીલું હું આતુર નેણે, | |||
વ્હાલનાં અબોલ વેણે; | |||
તન રે તનિક લહેરે | |||
હરખાય પરસે. | |||
ઝીણી ઝીણી ઝરમર | |||
મેહ મીઠી વરસે. | |||
કોણ મારું મન બોલે? | |||
બોલે રે ઝિંગુરવા; | |||
ટહુકે ભરાય આભ | |||
વગડા ડુંગરવા. | |||
ડાળે ડાળે પાને પાને | |||
ફલ ફોરે મધુ ગાને, | |||
ચરણ ચંચલ તાને — | |||
બિન રે ઘુંઘરવા. | |||
કોણ મારું મન બોલે? | |||
બોલ રે ઝિંગુરવા. | |||
ઝીણી ઝીણી ઝરમર | |||
મેહ મીઠી વરસે, | |||
ગરવો અમલ ચડે | |||
અમિયલ પરસે. | |||
કાંઠે ન સમાય પૂર, | |||
ઘૂમરાય ઘૂર ઘૂર, | |||
ધરવ ધરે ને ઉર | |||
અદકેરું તરસે. | |||
ઝીણી ઝીણી ઝરમર | |||
મેહ મીઠી વરસે. | |||
{{Right|[‘સમર્પણ’ પખવાડિક :૧૯૬૫]}} | {{Right|[‘સમર્પણ’ પખવાડિક : ૧૯૬૫]}} | ||
</poem> | </poem> |
edits