26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} “એબા, અમારોપગારઆલશોકે? આજતોચારતારીખથઈગઈ!” “ઊભોરહે, હમણા...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“એ બા, અમારો પગાર આલશો કે? આજ તો ચાર તારીખ થઈ ગઈ!” | |||
“ઊભો રહે, હમણાં તને પગાર અપાવું છું! કામબામ કરવું નહીં, સાવ વેઠ કાઢવી, ને પહેલી તારીખ આવી કે પગાર લેવા તૈયાર ઊભો જ છે!” | |||
“કામ નહીં કરતા હોઈએ તો મેલું રોજ કોણ ઉપાડી જાતું હશે, બા! તમે માવતર છો. અમને ગરીબ માણસને આમ કાં કરો?” | |||
“હા, તમને ગરીબ માણસને બરાબર ઓળખું છું. ત્રાણત્રાણ ચારચાર દિવસ સુધી ડબો ભરાઈ જાય તોયે કંઈ પરવા જ કરવી નહીં, ને જ્યાં પહેલી તારીખ આવે ત્યાં ગરીબ ગાય જેવા! તારા જેવાને તો પગાર જ ન આપવો જોઈએ — ઊલટો દંડ કરવો જોઈએ!” | |||
“તો એમ કરો, માબાપ! અમારો કાંઈ થોડો ઉપાય છે?” | |||
“એલા ક્યારનો શું કચકચ કરે છે? રોજ ઊઠીને હમણાં જીવ કાં ખાય છે?” ગૃહસ્થ ઘરમાંથી બહાર આવ્યા. | |||
“સા’બ, અમારો ગરીબ માણસનો પગાર... આજ ચાર તારીખ...” | |||
“હવે આવ્યો મોટો પગારવાળો! એલા, નિયમસર તો આવતો નથી, ને પાછો પગારની ઉઘરાણી કરવા નીકળે છે? મોટો સાજાની!” | |||
“સા’બ, અમે મૂઆ ઓછી અક્કલવાળા; કો’ક દી વહેલુંમોડું થઈ જાય. કો’ક વાર બે દી પાડ્યા હોય તોય ઈ બે દીનુંય ભેગું અમારે જ ઉપાડવાનું ને? કોઈ બીજું થોડું કરી જાય છે?” | |||
“લે હવે સાફાઈ કર મા, દાનત-ચોર! હું ઓળખું છું તને. આ વખતે તો ચાર આના જ કાપી લઉં છું, પણ હવે જો એક દી યે પાડ્યો છે તો બિલકુલ પગાર જ નહીં મળે, સમજ્યો?” | |||
સાહેબે ચાર આના ફળિયામાં ફેંક્યા. | |||
* | |||
“એ શેઠ, હવે તો કંઈક દયા કરો! આ ડબાનું તળિયું જ સડીને ખવાઈ ગયું છે. મારે રોજ ઉપાડીને ઠલવવું કેમ?” | |||
“એલી, તને એક વાર કીધું નથી કે હવે બીજો ડબો લાવી દેશું? તારે તો જાણે લાગી કે દાગી! જરા ધારણ તો રાખતી જા!” | |||
“અરે, મારા શેઠ, ધારણ કેટલીક રાખું? હમણાં હમણાં કરતાં આ ત્રાણ મહિના થવા આવ્યા. અમને મેલું ઉપાડવામાં કેટલી આપદા પડે છે એનો કંઈક તો વિચાર કરો, બાપા!” | |||
“ભાળી હવે આપદાવાળી — તું મોટી રાયજાદી! તને અહીં ફૂલવાડી વાળવા બોલાવતાં હઈશું, કેમ? એલી, નવાજૂના તો ઠીક — પણ મૂળ ડબા જ કેટલાકને ઘરે છે ઈ તો જઈને જોઈ આવ!” | |||
“અરે, શેઠ, આને નહીં આંકડિયો કે નહીં સાજું તળિયું; કાંઠાને ધાર નીકળી છે ને પડખે કાણાં પડ્યાં છે તે ચૂવે છે. હાથપગ તો ઠીક, પણ મારે લૂગડાં ય કેમ સાચવવાં? મહાજન છો, તે ગરીબ માણસ ઉપર કંઈક તો રહેમ રાખો!” | |||
“લ્યો, આ નાગરાણી સાટુ એક નવી ડોલ ઘડાવવા નાખો, આંકડિયાવાળી! મારાં સાળાં ભંગિયાંમાંય સુધારાનો પવન ક્યાંથી પેસી ગયો છે!” | |||
“નવી ડોલનું કોણ કહે છે, મારા દાદા! પણ ઠામ કાંક સાજું તો જોવે ને?” | |||
“હવે રોજ ઊઠીને જીવ ખા મા! એલા જીવણ, ભંગાર બજાર બાજુ જવાનું થાય ત્યારે જરાક ધ્યાન રાખજે. પાંચ-પંદર દી’માં ક્યાંય જૂનો ડબો નજરે ચડે તો લેતો આવજે — નહીંતર વળી આ રાયજાદીનાં પાછાં લૂગડાં બગડી જાશે!” | |||
* | |||
“એલા, તમારામાં નાત-પટેલ કોણ છે?” નગરશેઠે રોષમાં પૂછ્યું. | |||
“હું છું, માબાપ! હું ખીમો.” | |||
“એલા ખીમલા! તમે બધાએ આ શું વિચાર કર્યો છે?” હડતાલ પર ઊતરેલાને શેઠ દબડાવવા માંડ્યા. | |||
“માબાપ, વિચાર તો શું હોય? પણ અમારો આ સત્તર રૂપિયાનો પગાર — એમાં પૂરું કેમ કરવું? મલક આખામાં બધાના પગાર વધે, મોંઘવારી મળે, ને અમારી કાંઈ ગણતરી જ નહીં! મોંઘવારી તો અમને ય નડે છે. અમારી વાત તો એટલી જ છે કે ગરીબ માણસ ઉપર કાંઈક રહેમ કરો. લૂગડાંની જોડ કે રજાનું તો ઠીક, પણ બાર મહિનામાં બે વાર અમને સૂંડલા-સાવરણાય ન મળે? બસ, આ અમારું દખ ને આ અમારી ફરિયાદ. બીજો અમારે તે શો વિચાર કરવાનો હોય, માવતર?” | |||
“બસ ત્યારે... એમ સીધી વાત કરોને? એમાં આ હડતાલ શું ને તોફાન શું? જાવ ઝટપટ કામે ચડી જાવ. કીધું કે ઈ તો એની મેળે સમજી જાશે, ત્યાં તો આજ બીજો દી થયો. પોચું મૂક્યું, તો માથે ચડી ગયા! જાવ, ઝટ કામે ચડી જાવ. બોલો, જાવ છો કે નહીં?” | |||
ભંગી પટેલિયા એકબીજા સામું જોવા માંડયા. એક જુવાનિયાએ હિંમત કરી : “પણ બધાએ એકડો કર્યો કે આટલી માગણી કબૂલ થાય પછી જ કામે ચડવું. મોઢેથી તો આજ ત્રાણ વરસથી કે’તા આવ્યા છીએ, પણ અમારી વાત સામું જુએ છે જ કોણ?” | |||
“આ ગામના ભંગિયાને ય ફાટ્ય આવવા માંડી ખરી! એને એમ ને એમ નહીં ખબર પડે, ઈ જાત જ એવી — બોલાવવા કે મનાવવા જાશું તો સમજશે નહીં ને ઊલટા ચડશે. ઠીક છે. એલા જાવ હવે તમારે જવું હોય ત્યાં. અને ખીમલા, જે વિચારવું હોય ઈ આજ રાતે વિચારી લેજો. કાલ સવારે જો કામે ચડયા નથી ને, તો ગામમાં સાદ પડાવી દઉં છું કે ભંગિયાને કોઈ એક પૈસાનું મીઠુંય ન તોળે. વિચાર કરવો હોય ઈ કરી લેજો!” નગરશેઠે તાડૂકીને હુકમ છોડ્યો. | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits