26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} એકસદ્ગૃહસ્થચાલ્યાજતાહતા. રસ્તામાંતેછાપુંખરીદવાઊભારહ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
એક સદ્ગૃહસ્થ ચાલ્યા જતા હતા. રસ્તામાં તે છાપું ખરીદવા ઊભા રહ્યા. છાપાંવાળા છોકરાએ કહ્યું, “હું તમને છાપું નહીં આપી શકું, સાહેબ!” | |||
“કેમ? શા માટે નહીં? થોડા વખત પહેલાં તો તું જ છાપાં વેચવાની બૂમ પાડતો જતો હતો!” | |||
“હા, પણ એ તો પેલા નાકા સુધી જ.” | |||
“રહેવા દે પંચાત; ચાલ, મારે ઉતાવળ છે; જલદી એક છાપું આપી દે.” | |||
“અહીં હું આપને છાપું નહીં આપી શકું, કારણ કે આ વિસ્તાર લિંપીનો છે. અત્યારે તે પેલે છેડે છે, ત્યાંથી તેની પાસેથી છાપું લઈ લેજો.” | |||
“લિંપી વળી કોણ છે? અને આ વિસ્તાર રૂહ્રઙદ્બહ્ર છે એટલે વળી શું?” | |||
“એટલે એમ, સાહેબ, કે ૐહ્ર બધા છોકરાઓએ મળીને નક્કી કર્યું છે કે આટલો વિસ્તાર લિંપી માટે રાખવો. એ બિચારા લંગડાથી અમારી જેમ ઝટ બધાં મકાનોમાં પહોંચી શકાતું નથી; એટલે અમે નક્કી કર્યું કે આટલા ભાગમાં તેને એકલાને જ છાપાં વેચવા દેવાં. સમજ્યા?” | |||
“હા, સમજ્યો. તમારું અહીં યુનિયન જેવું લાગે છે!” | |||
“યુનિયન-બુનિયન તો ઠીક; પણ એ છોકરો લંગડો છે, એટલે અમે અંદરોઅંદર આવી ગોઠવણ કરી લીધી છે... જુઓ, પેલો આવે લિંપી!” | |||
પેલા ગૃહસ્થે લિંપી પાસેથી બે છાપાં ખરીદ્યાં અને ચાલતાં ચાલતાં એમના મનમાં વિચાર આવ્યો કે પોતાના વર્ગના જ નબળા પડેલા કોઈ વેપારીને આ રીતે તક આપવા માટે પોતાનો માલ વેચવાનું કેટલા વેપારી જતું કરે? | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits