26,604
edits
(Created page with "{{Poem2Open}} {{space}} “આવોમાસ્તર.” “હા, કલ્પનાબેન. અમારાંઅરુણાબેનક્યાંછે?” “બ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
“આવો માસ્તર.” | |||
“હા, કલ્પનાબેન. અમારાં અરુણાબેન ક્યાં છે?” | |||
“બહાર શેરીમાં રમતાં હશે. જુઓને, એમને ક્યાં પગ વાળીને બેસવું છે? આખો દિવસ દોડાદોડી, ને ઘરમાં તો ધમાચકડી મચાવે છે. કોણ જાણે બાલમંદિરે તો શું યે કરતાં હશે!” | |||
“બાલમંદિરે આવીને તો રમે છે ને મજા કરે છે; ત્યાંનાં કામો કરે છે.” | |||
“પણ મને તો થાય છે કે આ બધાં કચ્ચાંબચ્ચાંને તમે રાખતા હશો કઈ રીતે?” | |||
“અમારે એમને કાંઈ ખાસ રાખવાં પડતાં નથી. એ તો એમની મેળે કામ કર્યે જાય છે.” | |||
“કામ કરે ને રમે, એ બધી વાત સાચી; પણ એમને કાંઈ ભણાવવાનું ખરું કે નહીં?” | |||
“બાલમંદિરનાં જુદાં જુદાં કામ એવી રીતે ગોઠવેલાં હોય છે કે એમાં જ એમનું ભણતર થતું જાય છે.” | |||
“આ અમારી અરુણાને તો કાંઈ આવડતું જ નથી. આટલા વખતથી બાલમંદિરે જાય છે, પણ હજુ કાંઈ શીખી નથી.” | |||
“કેમ? બાલમંદિરે આવતાં થયાં પછી અરુણાબેનમાં કાંઈ ફેર નથી લાગતો?” | |||
“ના રે ભાઈ, કંઈ ફેર નથી; હજી તો દસ સુધીયે લખતાં આવડયું નથી.” | |||
“દસ સુધી લખતાં આવડે તો જ ફેર પડયો કહેવાય? એ નહીં આવડતું હોય, પણ બીજો કોઈ જાતનો ફેર એમના વર્તનમાં લાગે છે કે નહીં?” | |||
“મને તો કોઈ ફેર લાગતો નથી. તમે જ કહોને, કેવો ફેર?” | |||
“એ ઘેર જેટલો સમય રહે એ દરમ્યાન હાલવું-ચાલવું, ખાવું-પીવું, બીજાં ભાઈબહેન સાથે રહેવું — એ બધાંમાં બાલમંદિરે આવ્યા પછી કાંઈ ફેર લાગે છે ખરો?” | |||
“હા, એવું થોડું ખરું. ખાતી વખતે પહેલાંની જેમ કજિયા ન કરે, ને જમ્યા પછી ભાણાની આજુબાજુની જગ્યા સાફ કરે. બસ, આટલો ફેર; બીજો ખાસ કાંઈ ફેર નથી.” | |||
“પછી શેરીમાં બીજાં છોકરાં સાથે કેવી રીતે રહે છે?” | |||
“હા, એમાં પણ કાંઈક સમજણી થઈ લાગે. બાઝવા-કરવાનું હવે ઓછું થયું છે. બાકી બીજો તો કાંઈ ફેર નથી.” | |||
“બાલમંદિરે પરાણે તૈયાર કરીને મોકલવાં પડે?” | |||
“ના, એમ તો હેમુભાઈ આવે તે પહેલાં જ તૈયાર થઈ જાય. હાથપગ ધોવાનું, કપડાં બદલાવવાનું ગમે. પણ બાકી તો કાંઈ ખાસ ફેર નથી.” | |||
“બીજું કાંઈ ધ્યાનમાં આવ્યું છે?” | |||
“બીજું તો શું? આ એકલી એકલી લીટી-બે-લીટી ગાયા કરે ને બધાં સાથે રમ્યા કરે. મોઢામાં આંગળાં-બાંગળાં હવે ઓછાં નાખે. બસ, બીજો કાંઈ ખાસ ફેર નથી.” | |||
“ત્યારે બેન, આ તમે કહ્યા તે બધા ફેરફાર કાંઈ ઓછા કહેવાય? બાળકોમાં સારી ટેવો પડે એ તો સારું ને?” | |||
“ભાઈ, ઈ તો છે જ ને!” | |||
થોડી બીજી વાતો કરીને હું છૂટો પડયો. પણ મારા કાનમાં પેલું ગુંજતું રહ્યું : “બીજો ખાસ કાંઈ ફેર નથી!” | |||
{{Poem2Close}} | {{Poem2Close}} |
edits