18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 172: | Line 172: | ||
{{Right|૩૦-૮-૨૦૦૮}} | {{Right|૩૦-૮-૨૦૦૮}} | ||
<poem> | |||
જખ્મ સમજી પાણી ખોતરતો રહ્યો, | |||
આંસુ સાથે ચેડાં હું ડરતો રહ્યો. | |||
બાળકો જેવી જ તારી હરકતો, | |||
શ્વાસ ! તારી જ જિદ્દથી ડરતો રહ્યો. | |||
સહેજ વધઘટ થાય છે અજવાસમાં, | |||
ભીંત પરથી પોપડો ખરતો રહ્યો. | |||
ડૂબકી શું મારશો બ્રહ્માંડમાં? | |||
તું સપાટી પર, તટે તરતો રહ્યો. | |||
તું પવનની જાત છે ‘ઈર્શાદ’ કે, | |||
મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો? | |||
</poem> | |||
{{Right|૧૩-૯-૨૦૦૮}} | |||
<poem> | |||
સૂર્યનું પુષ્પે ઝીલાતું બિંબ છું, | |||
હું દૂભાતું, કોચવાતું બિંબ છું. | |||
તું સપાટી પર મને શોધ્યા ન કર, | |||
પાણીમાં તળિયે લપાતું બિંબ છું. | |||
સાવ સામે ક્યાં જરૂરી હોઉં છું? | |||
હું અરીસામાં મઢાતું બિંબ છું. | |||
કેમ અટકી જાઉં છું કોને ખબર? | |||
રાત પડતાં ખોટકાતું બિંબ છું. | |||
કાયમી માયા ગઈ ‘ઈર્શાદ’ની | |||
તીક્ષ્ણ પળથી હું ઘસાતું બિંબ છું. | |||
</poem> | |||
{{Right|૨૭-૯-૨૦૦૮}} | |||
------ | |||
<poem> | |||
છે સડક, દોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર, | |||
આ જગત છોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | |||
તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી, | |||
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | |||
કોઈ ઈચ્છા એકલી વટભેર ચાલી ન શકે, | |||
કૈં કશું જોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | |||
કાંધ પરથી હે કીડી! ગાયબ થયો છે થાંભલો, | |||
આભમાં ખોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | |||
બાતમી મળશે તને ‘ઈર્શાદ’ના એકાંતની, | |||
ગુપ્તચર ફોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર. | |||
</poem> | |||
{{Right|૨૦-૯-૨૦૦૮}} | |||
------- | |||
<poem> | |||
જેમ બાળક જાય અંગારા તરફ, | |||
મન ભલેને જાય મૂંઝારા તરફ. | |||
હું નહીં પહોંચી શકું તારા સુધી, | |||
ડગ ભલે ભરતો રહ્યો તારા તરફ. | |||
આંગળી ચીંધીને દેખાડ્યો મને, | |||
કેવી બતલાવી દયા મારા તરફ. | |||
ફોસલાવે છે, પટાવે છે પવન, | |||
હોડી ખેંચી જાય ઓવારા તરફ. | |||
કાનપટ્ટી પકડી ઓછું કાઢશે? | |||
ધ્યાન થોડું આપ અણસારા તરફ. | |||
તું વિચારી લે હજીયે છે સમય, | |||
કોણ ખેંચી જાય અંધારાં તરફ? | |||
લ્યો, તપાસો ગળફામાંના લોહીને, | |||
એ સગડ લૈ જાય હત્યારા તરફ? | |||
ઊડશે ‘ઈર્શાદ’ પંખી ડાળથી, | |||
એમનું છે ધ્યાન દેકારા તરફ. | |||
</poem> | |||
{{Right|૩-૧૦-૨૦૦૮}} |
edits