વંઠેલાં અને બીજી નાટિકાઓ/વંઠેલાં: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 1,101: Line 1,101:
}}
}}
{{Right|[કંચન ડૂસકાં ભરે છે. ઉમા આંખો લૂછતી લૂછતી કંચનને ગોદમાં ચાંપે છે. ભોળાનાથ અને અનંત સામસામા તાકી રહે છે.]}}
{{Right|[કંચન ડૂસકાં ભરે છે. ઉમા આંખો લૂછતી લૂછતી કંચનને ગોદમાં ચાંપે છે. ભોળાનાથ અને અનંત સામસામા તાકી રહે છે.]}}




Line 1,341: Line 1,342:
}}
}}
{{Right|[જાય છે.]}}
{{Right|[જાય છે.]}}
<center>'''પ્રવેશ સાતમો'''</center>
[ફાગણ વદ ત્રીજ-ચોથની મોડેરી જ્યોત્સ્ના-રાત્રિ : માથાના લાંબા કેશ પર લપેટેલો રૂમાલ, બાંડિયું કૂડતું અને ગોઠણ પર્યંતની ચડ્ડી, એવે વેશે સાઇકલ પર બેઠેલ એક યુવક શહેરના બહાર ભાગની નિર્જન સડક ઉપરથી આવે છે. એ છે આપણા અનંતની પત્ની કંચન. સાઈકલ ઉપર હજુ એની શિખાઉ સવારી છે, ઘંટડી બરાબર બજાવી શકાતી નથી, સાઇકલની હડફેટમાં એક નગરજન આવી જાય છે. નગરજન અને સાઈકલસ્વાર બેઉ પડે છે. એ નગરજન બીજા કોઈ નહિ પણ વૈદ્યરાજ છે. વૈદ્યરાજ ઊભા થઈને રોષયુક્ત નેત્રે કંચન સામે તાકે છે.]
{{Ps
|કંચન :
|હું માફી માગું છું. મારી ઘંટડીની સ્પ્રીંગ તૂટી ગઈ છે. એટલે જ અકસ્માત થયો.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|[કંચનનો ઝીણો અવાજ પારખી] નાટકિયા લાગો છો.
}}
{{Ps
|કંચન :
|જી હા, આજે કંપનીના નાટકમાં મારો પાઠ નથી તેથી જ તો.
}}
{{Ps
|વૈધરાજ :
|જરા જીભની સાફાઈ કમતી કરીને સાઈકલ ચલાવવામાં સફાઈ વધારો તો સારું. આ મારાં રગદોળાયેલ કપડાં કોણ — તમારો બાપ આવીને ધોઈ દેશે?
}}
{{Right|[અનંત પોતાની સાઈકલ પર દોટાદોટ આવીને ઊતરી પડે છે.]}}
{{Ps
|અનંત :
|જી ના, ધોબી કને જ ધોવરાવશો. લો આ ધોલાઈના પૈસા. [બે આના આપવા લાગે છે.]
}}
{{Ps
|વૈદ્યરાજ :
|ઓળખ્યા આપને! શ્રીયુત અનંત! હાલમાં તમારો સહચાર નાટકિયા છોકરાઓ જોડે પણ ચાલતો ભાસે છે.
}}
{{Ps
|અનંત :
|‘ભાસે છે’ નહિ. વસ્તુત : ચાલે છે જ. આ મારો દોસ્ત ‘શેઠાણી-વૈદ્ય’ના ફારસમાં શેઠાણીનો કમાલ પાઠ કરે છે. [કંચન બીજી બાજુ જોઈ જાય છે.] જરા શરમાળ છે. નહિ તો આપની જોડે વિશેષ પરિચય કરાવી શકાત.
}}
{{Ps
|વૈદ્યરાજ :
|પ્રભાત પડવા દો. વાત છે તમારી. [ચાલતા થાય છે.]
}}
{{Ps
|અનંત :
|પ્રભાતે છોને ન્યાત ગર્દન ઉડાવતી. આવી એક જ ફાલ્ગુની રાતનું જીવતર એકસો વર્ષોના આયુષ્ય કરતાં વધુ મૂલ્યવાન છે. પરંતુ આપ અત્યારે અહીં ક્યાંથી? અહીં તો ગામની ભાગોળ છે. વિઝિટે નીકળવાનો આ માર્ગ ન્હોતા. પુનિત પ્રભાતનો જીવડો આ વંઠેલી જ્યોત્સ્ના રાત્રિની રસિકતા મ્હાલવા ક્યાંથી નીકળ્યો? મહાદેવને ઓટે થયેલા સંકેતની તો આ પ્રયાણ-પળ નથી ને, વૈદ્યરાજ?
}}
{{Ps
|વૈદ્યરાજ :
|[દૂરથી] ચૂપ કર, શઠ! સહુને તારા સરખા ઉખડેલ જ સમજે છે કે? [અદૃશ્ય થાય છે.]
}}
{{Ps
|અનંત :
|કાં, નાટકિયા દોસ્ત! કેવુંક વાગ્યું? લે, તારા શરીર પરની ધૂળ ઝાપટી નાખું [કંચનના શરીર પરથી ઝાપટતે ઝાપટતે ધબ્બા લગાવતો જાય છે.]
}}
{{Ps
|કંચન :
|એમ ન ઝાપટાય. જુઓ, આમ ઝાપટાય. [અનંતના બરડામાં ધબ્બા મારે છે.]
}}
{{Ps
|અનંત :
|મને ધબ્બા? સ્ત્રી થઈને ધણીને ધબ્બા?
}}
{{Ps
|કંચન :
|કોણ કહે હું સ્ત્રી? ભાઈબંધ છું હું તો. જુઓને, સૌભાગ્યની ચૂડી ને નાકની મંગળ ચૂંક પણ ઉતરાવી નાખી છે તમે.
}}
{{Ps
{{Ps
અનંત : સારું થયું કે વૈદ્યરાજ નાકનું વીંધ ન નીરખી શક્યા.
કંચન : નહિ તો શું? હું યે તેજમલ ઠાકોરોની પેઠે કહેત કે
અમારા દાદાને અમે ખોટ્યુંનાં હતાં રે,
ખોટ્યુંનાં હતાં તેથી નાક વીંધાવ્યાં રે!
અનંત : પણ હવે એ રાસડો સાંભળવા વૈદ્યરાજ અહીં ન્યાતનું ટોળું જમા કરે તે પૂર્વે આપણે ઘર ભેળાં થઈ જઈએ. કેમકે નાટકિયાની ઓળખ રહી છે ત્યાં સુધી ઠીક છે, કે મારે એકલાને જ સપાટા ખમવાના. પણ ભોળાનાથની પુત્રવધૂ પિછાનાઈ જશે તો તારે ય વિષ ઘોળવું પડશે.
કંચન : બેન બાપડાં ફફડતા પંખીની પેઠે વાટ જોતાં હશે. આપણા સારુ કેટલુંય જૂઠું બોલતાં હશે એ! ચાલો જલદી.
અનંત : એકવાર જોઈ લઉં તને. [નખ-શિખ નિહાળતો] મન તો થાય છે કે બેઉ જણાં સાઈકલો લઈને પર્યટને નીકળી પડીએ. એકાદ મહિનામાં તો તું બરાબર શીખી જશે, ખરું ને? પંચર-બંચર સાંધતાં તને આવડી જાય, તો પછી પર્યટને નીકળાય. અનંત પર્યટને.
કંચન : તમારી તે આ ઘેલછાના કેટલાક ડુંગરા હજુ ખડકાયા છે? તને મને શું કરી મૂકવા માગો છો?
અનંત : એ જ ગમ નથી મને. મારી એકેએક મહેચ્છાને હું તારા જીવનમાં મૂર્ત કરવા મથું છું. ઘડીભર તને મોટી સાઇકલીસ્ટ, તો ઘડી પછી મોટી વિમાની કરવા મન થાય છે. ઘડીક તને ખૂબ ભણાવી-ગણાવી નાખું, એવું થાય છે.
કંચન : હું તો જાણે માટીનો કોઈ પોચો પીંડો હોઉં ને!
અનંત : [ગંભીર બની] તને લાગે છે, કે હું તને એવી રીતે વાપરું છું? જબરદસ્તી કરું છું?
કંચન : ના, મને ય તમારી જોડે ઊડવાનું ગમે છે. પણ ન્યાતજાતના ટુંબા જાણે મારી રોજેરોજ ફૂટતી પાંખોને કાપી નાખે છે. કંકાસ : પાડોશમાં ખણખોદ : ન્યાતમાં નિન્દા : મને લાગી આવે છે બિચારા બાપાજીનું, ને બીજું મારા પિતાનું.
અનંત : આવી અમૃત-ચાંદનીમાં જાણે વિષનાં ટીપાં ટપકે છે. તું સાચું કહે છે. આ મુક્તિનાં વલખાં છે, સાચી મુક્તિ નથી. આપણી આ બધી બળવાખોરીની પાછળ મોકળો આનંદ નથી, સમાજ પરની એક ઊંડી દાઝ છે. હું તો જાણે કે વૅર જ વાળી રહ્યો છું મારી જનેતાનાં વીતકોનું.
કંચન : બેન બિચારાં આપણે માટે પલેપલ ઝેર પીવે છે.
અનંત : અજબ વાત છે કે બેનને — એ વૈધવ્ય વેઠતી છતાં — આપણી ઇર્ષા નથી થતી.
કંચન : નહિ તો નણંદ! ઓ મા! ઊભી ને ઊભી સળગી ઊઠે. પણ બહેન તો બહેન.
અનંત : એક બહેન જો આપણા વિચારોમાં ભળી હોત ને, તો હું ઘોર વિગ્રહ ઉપાડત આ સમાજ સામે.
[ચાલતાં ચાલતાં થંભે છે.] તું ઊભી રહે અહીં. હું પેલી દુકાને સાઈકલો આપી આવું.
[ખૂણા ઉપર પુરુષ વેશધારી કંચન ઊભે છે : પણ સંકોડાઈને. મ્યુનિસિપાલિટીની પેટ્રોમેક્સ બત્તીનો પ્રકાશ એને ગભરાવે છે. પોલીસ નીકળે છે. ઝુલ્ફાંવાળા આ ગોરા યુવકને સંકોડાતો દેખી વહેમાય છે. પાસે આવે છે. શરીર પર હાથ નાખે છે. કંચન વધુ સંકોડાય છે.]
પોલીસ : કોણ છો તું? ઓહો, આ નાક વીંધાવેલું ને આ નાના નાના હાથ પગ. નક્કી આ તો કોઈક ભાગેડુ બાયડી.
કંચન : [કાંડું ઝટકાવી] છોડી દો.
પોલીસ : ઓહો, ગાલી બી કેસી મીઠી! નક્કી તું ભાગેડુ ઓરત છે! કે શું હરામના હમેલવાલી કોઈ રંડવાળ બામણી?
[લોકોનું ટોળું જમા થાય છે.]
પોલીસ : અલ્યા, આ બહુરૂપી જોવી હોય તો, ચાલો સરઘસ લઈને ચકલા પર. અલ્યા, આ તો હોથલ પદમણી. ઓહો, પણ હેં હોથલ! તમારો ઓઢો જામ ક્યાં?
[અનંત ઉતાવળે આવે છે.]
અનંત : શું છે? કેમ પકડેલ છે એને?
પોલીસ : તમે જ ઓઢા જામ કે?
[વૈદ્યરાજ, વિદ્યાલયના બે વિદ્યાર્થીઓ સાથે આચાર્યદેવ વગેરે આવી પહોંચે છે.]
વૈદ્યરાજ : આ રહ્યાં, લ્યો. ઓળખો.
આચાર્ય : ચંદુ, મહેશ્વર, ઓળખો છો?
ચંદુ : [શરમાઈ જઈ] એ જ કંચનબહેન.
આચાર્ય : શાબાશ, મારા બુલ-ડૉગ!
વૈદ્યરાજ : શું કહો છો? આ અનંતની વહુ કંચન! આ ભોળાનાથભાઈની પુત્રવધૂ! આ જ લક્ષ્મીધરની કુલિન તનયા ને! અહાહાહા! मा धरित्री! देहि मां विवरं||
[કંચન લપાઈને ઊભી રહે છે.]
અનંત : પણ તમારો શો અપરાધ કર્યો છે એણે?
આચાર્ય : લો કહોજી, વૈદ્યરાજ! હજુ તમારો શો અપરાધ કર્યો છે એમણે? [હસે છે.]
વૈદ્યરાજ : શો અપરાધ! તમારા દીદાર જ વદે છે એ અપરાધની પરાકાષ્ઠા. તમે સમાજનું નખ્ખોદ કાઢવા ઊભાં થયાં છો. આ વેશ! આ સ્ત્રી! આ બામણ ઘરની સૌભાગ્યવતી સ્ત્રી! નાકમાં ચૂંક નહિ, કાંડે ચૂડી નહિ, શિર પર ચોટલો નહિ! હાથપગની નગ્ન હાલત! ને હજુ શો અપરાધ!
લોકોનું ટોળું : ઓઢા-હોથલનો ખેલ! વગર પૈસાનો ખેલ! ખેલ ભાઈ ખેલ! [લ્હેકાથી બોલે છે.]
પોલીસ : [આચાર્ય તરફ જોઈ] સાહેબ, હવે ક્યાં લઈ જઈશું?
આચાર્ય : ચકલે જ તો. પણ સ્હેજ બજારમાં ફેરવીને.
વૈદ્યરાજ : અમારી પોળમાં પણ દેખાડતા જઈએ આ દૃશ્ય.
આચાર્ય : જેવી મરજી. અધિકસ્ય અધિકં ફલં.
અનંત : ફિકર નહિ. કંચન, ચાલો બેધડક. આપણે આ સાંકડી પોળોમાં આજ રસ્તો પાડીએ. એ માર્ગે હજારો જુવાનો નીકળી શકશે. ચાલો, આજ સૂતી શેરીઓ જગાડીએ, ને નફટાઈના કેડા હરેક નવયુવકને અને યુવતીને દેખાડીએ. સૈકાજૂની લાજમરજાદના ચક ચીરી નાખીએ.
આચાર્ય : આદિ પુરુષોનું એ જ કર્તવ્ય છે.
અનંત : આપનું વૈર વસૂલ થઈ રહેશે? કે પુનઃ પ્રસંગની શોધમાં આ બેઉ બુલ-ડૉગને રોકવા રહેશે?
આચાર્ય : વૈર કદી જૂનાં થતાં નથી. ને આ તો સમાજે અમારા શિર પર નાખેલો ધર્મ છે. સમાજ સંરક્ષણ માગે છે.
અનંત : તમ સરખાના શાંત ભક્ષણ સારુ!
વૈદ્યરાજ : સીંદરી બળે પણ વળ મૂકે?
પોલીસ : લ્યો, ચાલો, ભાઈ! હમારે ધારાસર કરવું જોવે!
લોકો : ચાલો! વગર પૈસાનો ખેલ : ઓઢા-હોથલનો ખેલ!
[સહુ જાય છે.]
26,604

edits

Navigation menu