26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 2,098: | Line 2,098: | ||
}} | }} | ||
{{Right|[વૈદ્યરાજ નાસે છે. સમુદાય વિખરાય છે.]}} | {{Right|[વૈદ્યરાજ નાસે છે. સમુદાય વિખરાય છે.]}} | ||
<center>'''પ્રવેશ છેલ્લો'''</center> | |||
[થોડા દિવસો વીત્યા બાદ એક પ્રભાતે : ભોળાનાથના ઘરના ચોગાનમાં : ઉમા તુલસીના છોડ પાસે ઊભી છે. ઊભી ઊભી ફૂંક મારીને દીવાની દીવેટો ઓલવે છે. અને પછી તુલસીના રોપાને એક પછી એક ઉખેડી ફેંકી દેતી —] | |||
ઉમા : બહેન વૃંદા! તારો વસ્તાર બહુ વધી ગયો. તારી તો મંજરીએ મંજરીએથી જીવન ઝરે છે. પણ એ બધું શા માટે? આ કાળા કાળા શાલિગ્રામનું ધણીપદું સંતોષવા માટે? [શાલિગ્રામને ઉઠાવી ફગાવે છે] જાઓ, દેવ! પથ્થરો ભેળા પથ્થર બનીને રહેજો. | |||
[ખડકીનાં કમાડ ખખડે છે. વીંગ તરફ જોતી ઉમા કહે છે.] | |||
ઉમા : શંકર, મેં દીવા ઓલવી નાખ્યા. તુળસી ઉખેડી નાખ્યાં. | |||
શંકર : [અંદર આવે છે.] તૈયાર છો? ટિકિટ ખરીદી લઉં? | |||
ઉમા : ક્યાં જશું? | |||
શંકર : પ્રથમ લાહોર. ત્યાં લગ્નની વિધિ પતાવી દેશું. પછી એડન. કોઈ નામ ન લઈ શકે પછી. | |||
ઉમા : કોઈને ખબર નહિ પડી જાય? | |||
શંકર : ના, ના; બાપાજી તો ભાઈનાં ફૂલ દામોદરજીમાં પધરાવીને પછી તમારે સાસરે જવાના છે. | |||
ઉમા : શા માટે? | |||
શંકર : તમને પાછાં સાસરીમાં મોકલી દેવાની તજવીજ કરવા માટે. | |||
ઉમા : [વિચારમાં પડીને] એમ!!! | |||
શંકર : હા, વૈદ્યરાજનાં ને આચાર્યજીનાં કારસ્તાન. પણ આપણે તેમને હાથ ઘસતા કરીશું. ખરું? | |||
ઉમા : ખરું! [હાથ ચોળતી ઊભી રહે છે.] | |||
શંકર : હવે કયું બંધન છેલ્લું બાકી છે, ઉમા! હજુય તમને આ ભાઈ-ભાભી તથા સૂરજના ભોગ લેનાર ભૈરવ સમાજનું નિર્મેલું સતીત્વ વહાલું છે? હજુ પણ? હજુ ક્યાં સુધી સળગવું છે, ઓ ઉમા? | |||
ઉમા : શંકર, ખડકીની સાંકળ ચડાવી આવીશ? | |||
શંકર : કેમ? [રોમાંચ અનુભવે છે.] | |||
ઉમા : કંઈ નહિ. મારી ઇચ્છા છે. આજ આપણે એકાંતે મળીએ. | |||
[શંકર ખડકીને સાંકળ ચડાવીને પાછો આવે છે.] | |||
ઉમા : શંકર, નજીક આવીશ? | |||
[પોતે અને શંકર પરસ્પર નજીક આવે છે. બેઉના ચહેરા પર ઉશ્કેરાટ છે. ઉમા હાથ લંબાવે છે, શંકર એ હાથ ઝાલવા જાય છે.] | |||
ઉમા : [એકાએક દૂર ખસી જઈ] શંકર, થોડીવાર ખમી જા. મારે કશુંક કહેવું છે. થોડીક વાત સાંભળ. | |||
શંકર : અત્યારે ખસો છો, ઉમા? મારું જીવન પીગળીને ધૂળમાં રેલાય છે તે વેળા ખસો છો? ઓ આરસની પ્રતિમા! | |||
ઉમા : શંકર, [ભુજાઓ લંબાવી] આટલી જ વાર છે મને. આ સતીપણાની આગમાંથી નીકળી જવાને આટલી જ વાર છે. | |||
શંકર : ત્યારે? | |||
ઉમા : મનથી તો હું ક્યારની તારા હૈયા ઉપર ચંપાઈ રહી છું. | |||
શંકર : ભાઈની પણ એ જ છેલ્લી ઇચ્છા હતી, ઉમા! ભાઇના સંકલ્પને — | |||
ઉમા : ભાઇના સંકલ્પને પૂરો કરવાની મારી શક્તિ હોત! ઓ શંકર, ભાઈ મારો — મારો ભાઈ અનંત આજ મારામાં કેમ પ્રગટતો નથી? | |||
શંકર : તમે આ શું કહો છો? | |||
ઉમા : તું નહિ સમજે, શંકર! મેં તને સાંકળ વાસવાનું કહ્યું, ને તેં મને નાસવાનું કહ્યું, ખરું? | |||
શંકર : પણ બીજો શો ઇલાજ છે, ઉમા? | |||
ઉમા : અનંતભાઈ નાઠો’તો કદી, શંકર? એના સ્નેહમાં કે મૉતમાં એણે ચોરીનો માર્ગ લીધો’તો કદી, શંકર? | |||
શંકર : ના, કદી નહિ. | |||
ઉમા : ને હું અનંતની બહેન આજે છૂપા રસ્તા લેવા ઊભી થઈ ગઈ! | |||
શંકર : હું તમને ફસાવી રહ્યો છું એવું દેખાયું? | |||
ઉમા : નહિ નહિ, શંકર! તું સમજ્યો નહિ. તું મને શું ફસાવશે? મારી છાતીમાંથી આજે તમામ ધર્મભાવ ઉખડી ગયા છે. પણ હું અનંતની બહેન ભીરુ બનીને છીંડાં શોધી રહી છું. થોડીક હિંમત — ઓ શંકર! — થોડી જ હિંમત મારામાં હોત! | |||
શંકર : શાની હિંમત? | |||
ઉમા : આ શહેરની ભરી બજારમાં તારો હાથ ઝાલીને ચાલવાની — તારા વૈદ્યરાજની અને આચાર્યની છાતી ઉપર પગ દેતા દેતા ચાલવાની — ફિટકાર, હુડેહુડેના અવાજ અને થૂથૂકાર ઝીલીને ચાલવાની — એવી હિંમત જો મારામાં હોત તો તારા ગળામાં અત્યારે જ આ બે હાથની માળા કરી પહેરાવી દેત. [હાથ ઊંચા કરી વિહ્વળતા બતાવે છે.] | |||
શંકર : ત્યારે? બસ? રજા લઉં? પાષાણી! | |||
ઉમા : [આંખો મીંચીને વિહ્વળ ભાવે] હા, હવે તું જલદી જતો રહે. પણ મને પાષાણી ન કહે. ભ્રષ્ટા જ કહે. વેશધારિણી કહે. કાયર અને ભીરુ કહે. શંકર, મારે સતી નથી કહેવાવું. હું લોહીમાંસની બની છું. [શંકર જાય છે.] | |||
[સાંકળ ઊઘડવાનો અવાજ થાય છે.] | |||
ઉમા : [ચમકીને] શંકર ચાલ્યો ગયો? મારા ધૈર્યના બધા જ બંધો તોડતો ગયો! જીવનભર મારે વેશ જ ભજવવો રહ્યો શું? [તુળસીના ઉખડેલા રોપાને ફરીવાર ઉપાડીને કુંડામાં રોપતી] બહેન વૃંદા! પાછાં વિરાજો અહીં. મરતાં સુધી આપણે ઢોંગ ભજવીએ. હજારો મારી બહેનો ભજવે છે તેવા ઢોંગ. અનંતભાઈ! વીરા! તારી છાતીમાં ભરી હતી તેવી હિંમતની એક જ કણી મને મળી હોત! તો મારું માથું અત્યારે શંકરની છાતી ઉપર ઢળત! ઓ ભાઈ! ઓ અનંત! જીવવું બહુ અકારું લાગે છે હવે, તું જતાં જગતમાં મને સમજનારું કોઈ ન રહ્યું. | |||
[તુળસીને કુંડે માથું ઢાળીને ડૂસકે ડૂસકે રડે છે.] | |||
પડદો |
edits