વંઠેલાં અને બીજી નાટિકાઓ/યશોધરા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 668: Line 668:
</poem>
</poem>
<Center>
<Center>
<center>'''દૃશ્ય ત્રીજું'''</center>
[પ્રભાતને સમયે : યશોધરાના ઘરના પાડોશમાં : યશોધરા ફળિયું વાળે છે. ગદાધર ઝારી વતી એ વાળેલી ભોંય પર પાણી છાંટે છે. માલતી તે ઉપર કંકુના સાથિયા પૂરે છે. ત્રણેય જણાં પ્રભાતિયું ગાય છે.]
<center>[ગાન]</center>
<poem>
કેમ ઊભા છો, કેમ ઊભા છો, કેમ ઊભા છો રે,
વાણલા વાયાં તોય, ચાંદાભાઈ, કેમ ઊભા છો રે!
રાતરાણીના રાજવી રે તમે કેમ ઊભા છો રે
રાજ રોળાયાં તો ય, ચાંદાભાઈ, કેમ ઊભા છો રે.
— કેમ.
ભોગ લીધા ખૂબ ભોગવી રે હવે કેમ ઊભા છો રે,
તેજ હીણાયાં તોય, ચાંદાભાઈ, કેમ ઊભા છો રે,
— કેમ.
શીતલ, સૌમ્ય, કોમળા રે તમે કેમ ઊભા છો રે
આવિયો ભીષણ ભાણ : ચાંદાભાઈ, કેમ ઊભા છો રે,
— કેમ.
વંદના દેવા, વંદના દેવા, વંદના દેવા રે,
ભીષણ સૂરજ ભાણને મારી વંદના દેવા રે
એક ઘડી મને ઊભવા દેજો, વંદના દેવા રે!
ઊગતાને આથમતા કેરી વંદના દેવા રે!
</poem>
[ગાતાં ગાતાં ગદાધર ને માલતી ચાલ્યાં જાય છે. પાસેના ઘરમાંથી એક આંધળી ડોશી લાકડીને ટેકે બહાર આવે છે.]
ડોશી : જશુ બે......નો!
યશોધરા : કાં માજી! સવાર પડ્યું? [એમ પૂછતાં પૂછતાં ડોશીના હાથ ઝાલી પંપાળે છે.]
ડોશી : મારે તો, બેન, સવાર પડ્યું-ન પડ્યું બેય સરખું. મારે તો જશુબેન બોલે એટલે સોનાનો સૂરજ ઊગે.
યશોધરા : હેં માજી, રાતમાં રોતાં’તાં કેમ?
ડોશી : બાપા, ભાઈએ મિલના સંચામાં આંગળાં વાઢ્યાં ને એની નોકરી તૂટી ગઈ. હવે ખાવું શું? રળનારું કોઈ ન રહ્યું. [એમ કહીને ડોશી રડે છે.]
યશોધરા : અરે બિચારા ભાઈ! રોવો મા, માજી, વહુને હું દડી કરતાં ને છાયલાં છાપતાં શીખવીશ.
ડોશી : અરેરે બેટા! વહુ તો ગઈ.
યશોધરા : [ચમકીને] ક્યાં ગઈ?
ડોશી : કાલ રાતે ભાગી ગઈ.
યશોધરા : કોની સાથે?
ડોશી : શી ખબર, માડી! માણસ કહે છે કે મોટરમાં નાખીને કોઈક બે જણા લઈ ગયા. હવે મારું શું થશે, ભગવાન! ઘણુંય ગામડે સુખે ખેડી ખાતાં, પણ દરબારે જમીન આંચકી લીધી, ને અમને શે’રનો મારગ સૂઝ્યો. [રડે છે.]
યશોધરા : માજી, તમે છાનાં રહો. મારામાં પ્રાણ છે ત્યાં સુધી તમને ભૂખ્યાં સૂવા નહિ દઉં હો! માજી! હું તમને કાલાંની ગાંસડી લાવી આપીશ ને તમે બેઠાં બેઠાં ફોલજો. હું પાછો કપાસ પહોંચાડીને તમારા પૈસા લઈ આવીશ.
ડોશી : અહોહો, બાપા! અમારી આંધળાની લાકડી! તારો ગુણ ક્યારે ભૂલીશ?
યશોધરા : માજી, ગુણ તો પ્રભુના ગાઈએ. તમે મુંઝાશો મા. [ડોશી ઘરમાં જાય છે અને યશોધરા બાજુની ઓરડીને બારણે જાય છે.]
યશોધરા : ત્રિવેણીબેન! ઓ ત્રિવેણીબેન! કેમ છે?
ત્રિવેણી : [બહાર આવીને] પાછો તાવ ચડ્યો છે. આજે રોટલા શી રીતે કરીશ? હમણાં એ બહારથી આવશે ને બિચારાં જીવ ખાશે શું? હજુ એનાં લૂગડાં યે ધોવાણાં નથી. મેલે લૂગડે ને ભૂખ્યે પેટે એ તો નોકરીએ ચાલ્યા જશે.
યશોધરા : મારા ભાઈને ભૂખ્યા નહિ જવું પડે. મારે ત્યાં રસોઈ તૈયાર થઈ જશે. તમે મુંઝાશો મા. અને ભનુ ક્યાં?
ત્રિવેણી : સૂઈ ગયો.
યશોધરા : કેમ અત્યારમાં?
ત્રિવેણી : મારા હાથનો સૂંડલો એક માર ખાઈને.
યશોધરા : શીદ માર્યો?
ત્રિવેણી : દૂધ દૂધ કરતો કજીયે ચડ્યો હતો તેથી દાઝ ચડી, બેન, શું કરું?
યશોધરા : દૂધ તો મેં લાવી આપ્યું’તું ને?
ત્રિવેણી : એ તો આપ્યું. પણ ચાખીને કહે કે એ તો ખાટું છે.
યશોધરા : [સ્વગત] જે દેશમાં છોકરાં ભૂખથી ન સૂઈ શકતાં હોય તેથી એને મારીને સૂવાડી દેવાં પડે, એ દેશની કર્મકથની કોને જઈને કહેવી? ગામમાં હાંડા ને હાંડા દૂધ આવે, તેને કોણ તપાસનાર છે? છોકરાંનાં પેટમાં દૂધ નહિ પણ રોગ જ રેડાય છે. અને એવી કર્મદશા પણ આ દૂધ-ઘીની નદીઓવાળા દેશમાં! [પ્રગટ] હશે બેન, બીજું દૂધ લાવી આપું?
ત્રિવેણી : કાંઈ નહિ.
યશોધરા : કાં?
ત્રિવેણી : બે જ પૈસા રહ્યા છે તે એની બીડીઓ લાવી આપજો.
યશોધરા : દૂધ કરતાં બીડી વધુ જરૂરની?
ત્રિવેણી : શું થાય, બેન! પુરુષોને તો બાર કલાક કારખાનામાં કામ કરવું પડે. તેથી થાક ઉતારવા માટે જોઈએ જ ને? દૂધ વગર છોકરાં ક્યાં મરી જાય છે?
યશોધરા : સાચું! સાચું! મરતાં નથી પણ જીવતાં મરેલાં જ છે. લાવો તમારી શીશી, દવા લાવી દઉં.
[શીશી લઈને યશોધરા જાય છે. પાસેના ઘરમાંથી લીલાવતીને બોલાવે છે.]
[લીલાવતી, ચાલ દવાખાને.]
[લીલાવતી બારણામાંથી ડોકાઈને મૂંગી ના પાડે છે. લીલાવતી નાક પર આંગળી મૂકીને યશોધરાને ચૂપ રહેવા વિનવે છે. હાથ જોડીને પગે લાગે છે. મૂક સંગીતમાં ‘અમે રે લીલુડા વનની ચરકલડી’નું ગીત ગુંજે છે.]
26,604

edits

Navigation menu