સૌરાષ્ટ્રની રસધાર ભાગ-1/ઘેલોશા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
(3 intermediate revisions by the same user not shown)
Line 169: Line 169:
દાજી ઘોડે ચડ્યા. બરવાળાથી ત્રણ ગાઉ દૂર ખળખળિયા નામનો વૉંકળો છે તેને સામે કિનારે દાજીએ ઘોડો થોભાવ્યો. તે દિવસથી ખળખળિયાને સામે કાંઠેથી ભાવનગરની સીમ ગણાય, ને આ કાંઠે બરવાળાની સરહદ ઠરી છે. આવી રીતે મોટા મોટા રાજાઓને પણ દાજીએ હંફાવ્યા. ચારણોએ ગાયું :
દાજી ઘોડે ચડ્યા. બરવાળાથી ત્રણ ગાઉ દૂર ખળખળિયા નામનો વૉંકળો છે તેને સામે કિનારે દાજીએ ઘોડો થોભાવ્યો. તે દિવસથી ખળખળિયાને સામે કાંઠેથી ભાવનગરની સીમ ગણાય, ને આ કાંઠે બરવાળાની સરહદ ઠરી છે. આવી રીતે મોટા મોટા રાજાઓને પણ દાજીએ હંફાવ્યા. ચારણોએ ગાયું :
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<center>
સખ કરી સૂવે નહિ, રૈયત ને રાણા,
(એવો) માંડ્યો તેં માધાણા, ગોરખ-ધંધો ગેલિયા!
</center>
</poem>
{{Poem2Open}}
'''[હે ઘેલાશા! તેં એવું શૌર્ય બતાવ્યું છે, બધાના મુલકો જીતવાનો એવો ધંધો માંડ્યો છે કે મહાબળશાળી રાજા કે પ્રજાજનો હવે સુખે સૂઈ શકતા નથી.]'''
એમ ધીરે ધીરે એક બરવાળાની નીચે એણે તરવારને ઝાટકે બત્રીસ ગામડાં આણી મૂક્યાં. એ બધી જહેમત પોતાના માલિક લીંબડી દરબારને ખાતર ઉઠાવી.
બરવાળાની આસપાસ બેલા, ચારણકી વગેરે ચારણોનાં ગામો ઉપર ઘેલાશાની આંખ હતી. ચારણોને પણ ધાસ્તી પેસી ગઈ હતી, એટલે બેલાના ચારણ કાળા સઉએ ઘેલાશાની સમક્ષ ઠપકાનો દુહો કહ્યો :
{{Poem2Close}}
<poem>
<center>
ખસનો તો તુંને ખટકો નઈં, ખોળછ ખેતરડાં,
ગલઢો શીં ગેલા! મારછ દેડક માધાઉત!
</center>
</poem>
{{Poem2Open}}
[હે માધાશાના દીકરા! તારા મનમાં ગરાસિયા લોકોનું ખસ ગામ નથી ખટકતું. એને તું રંજાડતો નથી; અને અમારી થોડી થોડી જમીન (ખેતરડાં) ઝૂંટવી લેવા તું શોધખોળ કરી રહ્યો છે! સિંહ (શીં) ઘરડો થાય, મોટા શિકાર કરવાની તાકાત ન રહે, પછી જેમ દેડકાં મારીને ખાય એવું તું શું કરી રહ્યો છે?]
એ દુહો સાંભળ્યા પછી ચારણોનાં ગામ ઉપર દાજીએ કોઈ દિવસ નજર ન નાખી.
<center></center>
એક વખત લીંબડી-ઠાકોર હરિસિંહની સાથે દાજી દ્વારકાની જાત્રાએ ગયેલા. ત્યાંથી પાછા આવતાં લીંબડી-ઠાકોર જામનગરમાં જસાજી જામના મહેમાન બન્યા. જામસાહેબે ઘેલાશા કામદારની કીર્તિ સાંભળી હતી. એ બહાદુર વાણિયાને એક વાર મળવા જસો જામ આતુર હતા. પોતે શૂરવીર હતા. શૂરવીરને જોવાનું મન કેમ ન થાય?
જામસાહેબે લીંબડી-ઠાકોરને વિનંતી કરી : “ઘેલાશાને દરબારમાં તેડી લાવો.”
લીંબડી-ઠાકોરે ઉત્તર દીધો : “મહારાજ! એ વાણિયો વતાવ્યા જેવો નથી. એ તો મારાથી જ સચવાય છે. આપ એનું માન નહિ સાચવી શકો. કેટલીક ખોટી આદતો છે કે જે આંહીં જામના દરબારમાં ન શોભે.”
“એવી તે વળી કઈ આદતો છે, ઠાકોર?”
“કોઈ પણ દાયરામાં કે રાજકચેરીમાં એ જાય ત્યારે એક તો ખોંખારો ખાય; બીજું, મૂછોના થોભા ઝાટકે; ત્રીજું, પલોંઠી ભીડીને બેસે; ચોથું, હોકો પીએ; પાંચમું, લીંબડીના તખત સિવાય કોઈને નમે નહિ.”
“કાંઈ વાંધો નહિ. તમે તમારે એને આંહીં તેડી લાવજો, આપણે જોઈ લેશું.”
દાજીને પણ જામ જસાજીના ગુમાનની ખબર હતી. સહુએ એને ચેતવ્યા કે કાં તો ન જવું, અને જવું તો જામની અદબ રાખવી. મોં મલકાવીને દાજી તૈયાર થયા. ગામમાંથી ભેટ વાળવાની દસ-બાર પછેડીઓ મગાવીને નોકર પાસે પોતાની સાથે ઉપડાવી લીધી. જામના દરબારમાં ગયા. આદત પ્રમાણે ખોંખારો ખાઈ, મૂછે હાથ નાખી, જામને સાદા રામરામ કરી, પછેડીની પલોંઠી ભીડીને બેઠા. જામના મોં પર કોપ દેખાણો. એણે ચોપદારને ઇશારત કરી. ચોપદારે ઘેલાશાની પછેડી ઝૂંટવીને ફેંકી દીધી. દાજીએ બીજી પછેડી લઈ પલોંઠી ભીડી. બીજી પણ ઝૂંટાઈ. ત્રીજી, ચોથી, એમ પછેડીઓ ઝૂંટાવા લાગી. આખી સભા સડક બની ગઈ. દાજી પોતાનું અપમાન થયું સમજીને ત્યાંથી ઊઠી નીકળ્યા. ઉતારે ચાલ્યા ગયા. જામની સામે પણ એમણે ન જોયું.
જામસાહેબના અંતરમાં તો રોષ નહોતો. એને ખાતરી થઈ ચૂકી. એમણે દાજીને એકાંતમાં બોલાવ્યા. ત્રાંબાનું પતરું અને કરગરો હાજર રાખેલાં. જામે કહ્યું : “ઘેલાશા, નગરની નોકરીમાં આવો તો અત્યારે જ આ પતરા ઉપર સારામાં સારાં પાંચ ગામ ‘જાવચંદર દિવાકરા’ [‘યાવચ્ચન્દ્ર દિવાકરૌ’ : ચંદ્રસૂર્ય તપે ત્યાં સુધી] લખી આપું.”
ઘેલાશાએ જવાબ વાળ્યો : “મહારાજ! એ આપનો પાડ થયો. પણ માગાં તો દીકરીનાં જ હોય, વહુનાં ન હોય. મારે માથે તો લીંબડીનું ઓઢણું પડ્યું છે. મારાથી બીજે જવાય નહિ — પાંચ શું, પચાસ ગામ આપો તોયે નહિ.”
<center></center>
“કામદાર, બાકરસાહેબ આપણી બરવાળાની બત્રીસીની પેશકશી બાંધી ગયા.”
“જોઉં ઈ દસ્તાવેજ, દરબાર!” દાજી ચમક્યા.
દાજીએ ઠાકોર હરિસંગ પાસેથી દસ્તાવેજની નકલ લઈને વાંચી. વાંચીને માથું ધુણાવ્યું. દરબારને ઠપકો દીધો : “મને તેડાવવો’તો તો ખરો! આટલી ઉતાવળ શીદ કરી?”
“કાં?’
“કાં શું? આ તો ‘ફરતી પેશકશી’ માંડી દીધી. વારે વારે વધાર્યા જ કરશે. અંગ્રેજની બાદશાહી જ્યારે આંહીં જામશે ત્યારે આપણાથી ચૂં કે ચાં નહિ થાય. દરબાર! તમે ગજબ કર્યો.”
“હવે?”
“હવે હું જોઉં છું.”
ઘોડીએ ચડીને ઘેલોશા ચાલી નીકળ્યા. વૉકરસાહેબની છાવણી પડી હતી ત્યાં જઈને મુલાકાત લીધી. કહ્યું : “હું લીંબડી દરબારનો બરવાળા ખાતેનો કામદાર છું. પેશકશીના દસ્તાવેજ ઉપર મારી — કામદારની — યે સહી જોશે. માટે લાવો સહી કરી દઉં.”
ભોળવાઈને સાહેબે દસ્તાવેજ દાજીના હાથમાં દીધો. વાંચીને પલકવારમાં કાગળનો ડૂચો વાળી, મોંમાં નાખી, દાજી પેટમાં ઉતારી ગયા; અને ‘હવે તો દસ્તાવેજ લેવા બરવાળે આવજો, સાહેબ!’ એટલું કહીને ઘોડીએ ચડ્યા. બરવાળામાં દાખલ થઈ ગઢના દરવાજા માથે ભોગળ ભિડાવી.
ફોજ લઈને વૉકર બરવાળા ઉપર ચડ્યો. ગઢ સામી તોપો ચલાવી. પણ એ જુક્તિદાર ગઢ ઉપર કાર ન થઈ શક્યો. વૉકરે વિષ્ટિનું કહેણ મોકલ્યું.
સાહેબ અને દાજી બેય જણા ઠરાવ કરવા બેઠા. સાહેબે પૂછ્યું : “તારી શી માગણી છે, ઘેલાશા?”
“બરવાળાની બત્રીસીની ‘ફરતી જમા’ નહિ, પણ કાયમી જમા રૂ. 22,000 બાંધી આપો.”
વૉકરે દાજીને લાલચો દીધી : “ઘેલાશા, જીદ કર મા. આ બત્રીસી તેં તારા બાહુબળથી ઘેર કરી છે. તારાં દસ ગામ જુદાં તારવી દઉં, તારા નામ પર ચડાવી દઉં, અને તું લીંબડીનાં ગામની ‘ફરતી જમા’ બાંધવા દે.”
દાજીએ જવાબ દીધો કે “ન ખપે, સાહેબ, મારે મારા ધણીને લૂણહરામ નથી થાવું. જે ધણી મેં ધાર્યો છે, તેનું જ હું ભલું ચિંતવીશ. મને ભરોસો છે કે મારી સાત પેઢીને પણ મારો ધણી પાળ્યા કરશે. રજપૂત નગુણો નહિ થાય.”
ઘેલોશા ન બદલ્યો. તમામ ગામડાં લીંબડીના નામ પર મંડાવી ફક્ત રૂપિયા બાવીસ હજારની ‘કાયમી જમા’ લખાવી લીધી. આજ પણ બીજા તમામની જમા અમદાવાદ જિલ્લામાં વધતી જાય છે, છતાં બરવાળા તાલુકાની રકમ એ-ની એ જ રહી છે.
તે દિવસ સાહેબની સલાહ માની હોત તો આજ ઘેલાશાના વારસોને ઘેર એક સોનામૂલો તાલુકો હોત. પણ ઘેલાશા કૂડ કેમ રમે?
<center></center>
અદાવતિયાઓએ ખટપટ કરીને દાજી ઉપર સૂરતના કલેક્ટરનું વૉરંટ કઢાવ્યું છે. હથિયાર-પડિયાર બાંધીને દાજી સૂરતમાં આવેલ છે. પોતાના દીકરાને સરકાર કોણ જાણે કેવાયે સકંજામાં નાખી દેશે એવી ચિંતાભરી બુઢ્ઢી માતા લીલબાઈ ભીમનાથ દાદાના નામની માળા ફેરવે છે.
ઓચિંતા સૂરત શહેરમાં ગોકીરા થયા કે “દોડો! મિયાણા જાય! સરકારી તિજોરી લૂંટીને જાય!”
લૂંટારાના નામના રીડિયા સાંભળતાં જ રણઘેલા ઘેલાશાનાં રૂંવાડાં છમ! છમ! છમ! બેઠાં થઈ ગયાં. એણે હાક મારી કે “ભાઈ! ઝટ મારી ઘોડી છોડો!”
માણસોએ સમજાવ્યા : “અરે દાજી! આ તો સરકારી તિજોરી લૂંટાણી છે, અને લૂંટવાવાળા છે મિયાણા. આપણને જેણે કેદ કર્યા છે તેના સારુ આપણે શીદ મરવા જાવું?”
“અરે, બોલો મા! લૂંટારાનું નામ પડે ત્યાં હું બીજી વાત વિચારું? હું ઘેલો માધાણી! મારાં માવતર કોણ?”
એટલું કહીને દાઢીવાળો દાજી ચડ્યો. સરકારી ઘોડાં નીકળતા પહેલાં તો ઘોડીને દોટાવી લૂંટારાનો પીછો લીધો, ભેળાં કર્યાં; એકલે હાથે તરવાર વાપરીને ધીંગાણે રમ્યો. મિયાણા માલ મૂકીને ભાગી નીકળ્યા. ઘેલાશાએ લૂંટનો તમામ માલ પકડીને સરકારમાં સુપરત કર્યો. કલેક્ટરને આ વાતની ખબર પડી. બહાદુર ઘેલાશાને એણે શાબાશી આપીને છોડી મૂક્યા.
અહીં બરવાળામાં માતા લીલબાઈને એ જ રાતે શંકર ભીમનાથ સોણે આવ્યા; કહ્યું કે “લીલબાઈ, તારે દીકરે તો મિયાણા માર્યા, સરકારી તિજોરી બચાવી, અને હવે છૂટીને ઘેર આવે છે.”
ડોશીની આંખ ઊઘડી ત્યાં દીકરો સામે ઊભો હતો. ડોશીના કહેવાથી ઘેલાશાએ ‘ભીમનાથ’ નામના શંકરની જગ્યામાં ચારસો વીઘાં જમીન બક્ષિસ૰કરી.
<center></center>
શેઠ-કુટુંબ લીંબડીનું ઊંચું ને આબરૂદાર કુટુંબ ગણાય : પૈસેટકે જોરાવર એટલે માથાભારે પણ ખરું. એવું બન્યું કે એ કુટુંબનો એક દીકરો ધાંધલપુર ગામે વરાવેલો, તે ગુજરી ગયો. કન્યાના બાપ લીંબડી ખરખરે આવ્યા. બહુ અફસોસ બતાવ્યો. વરવાળાએ કન્યાને ઘરેણાં-લૂગડાં ચડાવેલ તે બધાં પાછાં સોંપ્યાં.
આ વખતે શેઠ-કુટુંબવાળા બોલી ગયા કે “શેઠ, તમને એટલું કહેવાનું છે કે અમારે ઘેરથી પાછી ફરેલી કન્યાને હવે આંહીં લીંબડીમાં તમારે ન પરણાવવી. નહિ તો આપણે સારાવાટ નહિ રહે, સમજ્યા?”
સાંભળીને કન્યાનો બાપ તો આભો જ બની ગયો. પોતે સમજુ હતો. એક વાર પાછી ફરેલી કન્યાને એ-ના એ ગામમાં દેવાથી એને દેખીને આગલાં સાસરિયાંનાં અંતર રડે. મરેલો દીકરો સાંભરી આવે. એટલા માટે ત્યાં ને ત્યાં સંબંધ ન બાંધવો જોઈએ એમ માવતર હમેશાં વિચારે. આ વેવાઈ પણ શાણો હતો. ભૂલ ન કરત; પણ આવાં મદભર્યાં વેણથી તો એના માથામાં ચસકો નીકળી પડ્યો. એનું અંતર ઘવાઈ ગયું. એણે જવાબ દીધો કે “શેઠ! ત્યારે તો હવે મારી દીકરી લીંબડીમાં જ વરશે; બીજે ક્યાંય નહિ વરે.”
એટલું કહીને એ ચાલી નીકળ્યો.
વિચાર કર્યો કે લીંબડીની અંદર આ શેઠ-કુટુંબની નજર સામે મારી કન્યાને ઘરમાં લાવે એવો બે-માથાળો તો એક ઘેલોશા જ છે. પણ ઘેલોશા શી રીતે માને? વિચારીને એ વઢવાણ ઠાકોરની પાસે ગયો. વઢવાણ ઠાકોર એના સ્નેહી હતા. ઠાકોરને અને ઘેલાશાને પણ અત્યંત સદ્ભાવ હતો. કન્યાના પિતાએ એ કામ ઠાકોરસાહેબને ભળાવ્યું.
ઠાકોરસાહેબે ઘેલાશાને બોલાવ્યા, વચન માગ્યું. ઘેલાશાએ કહ્યું : “બાપુ, મારી નોકરી સિવાય બીજું ગમે તે માગજો.”
ઠાકોરે માગ્યું : “તમારા દીકરા મોરભાઈનું વેવિશાળ આ ધાંધલપુરવાળી કન્યા સાથે કરો.”
ઘેલાશાને ફાળ પડી કે શેઠકુટુંબ સાથે વૅર થશે. પણ વચને બંધાયા! શું કરે?
લીંબડી આવીને દાજીએ શેઠકુટુંબ કને પોતાની લાચાર દશા રજૂ કરી, હાથ જોડીને રજા માગી; બોલ્યા કે “હું આપને ખાતરી આપું છું કે આંહીંથી નહિ, બરવાળેથી જાન જોડીશ.”
પરંતુ શેઠકુટુંબવાળાએ એની નમ્રતાની કાંઈ કદર ન કરી. એ તો ઊલટા કોપાયા અને અઘટિત આકરાં વચનો કાઢવા મંડ્યા.
પછી તો દાજીની ધીરજ ખૂટી. એ બોલ્યા : “મારી લાચારી આપના કાંઈ હિસાબમાં ન આવી. તો હવે જુઓ, આંહીંથી જ જાન જોડીશ : મારા ઘરની દીવાલે બરાબર રસ્તા માથે જ એક ગોખ મુકાવીશ; ત્યાં બેઠી બેઠી મારી દીકરા-વહુ મોતી પરોવશે અને હાલતાંચાલતાં તમે તે જોશો.”
આટલું કહીને દાજી ચાલ્યા અને પછી —
{{Poem2Close}}
<poem>
<center>
ધાંધલપુરની ઢેલડી, ને બરવાળાનો મોર,
હાથી આવે ઝૂલતા, ને શરણાયુંના શોર.
</center>
</poem>
{{Poem2Open}}
'''એવી ધામધૂમથી મોરભાઈને પરણાવી આવ્યા. બોલ્યા પ્રમાણે ગોખ પણ પડાવ્યો. <ref>આ ગોખ સંબંધી હકીકત એવી બની હતી કે તે ગોખ સામે જ શ્રી જૈન શ્વેતાંબર સ્થાનકવાસી સંપ્રદાયનાં ઉર્ફે ઢૂંઢિયા ધર્મનાં સાધ્વીઓ માટેનો ઉપાશ્રય સ્થાનકવાસી સંપ્રદાયનાં ઉર્ફે ઢૂંઢિયા ધર્મનાં સાધ્વીઓ માટેનો ઉપાશ્રય હતો, તે ઉપાશ્રયના ગોખની સામે આ ઘેલાશાનો ગોખ બંધાવા માંડ્યો. ઘેલાશા પણ ઢૂંઢિયા હતા અને શેઠનું કુટુંબ પણ ઢૂંઢિયા ધર્મ પાળતું હતું. એ ઉપાશ્રય શેઠકુટુંબે જ બંધાવેલો હતો. ઘેલાશાનો ગોખ આ પ્રમાણે સાધ્વીઓ અને ધર્માર્થે બેસતાં બૈરાંઓની સામે જ ચણાય તે સામે શેઠકુટુંબે ઘણો વાંધો લીધો, પણ ઘેલાશા ન માન્યા અને ગોખ બાંધ્યો.</ref> એનો દુહો પણ જોડાણો :'''
{{Poem2Close}}
<poem>
<center>
શેઠુંહંદાં છોકરાં ઉંયે કરતાં આળ,
મૂછે રંગ મધરાજતણ! ગેલા! ઉતારી ગાળ.
</center>
</poem>
{{Poem2Open}}
[શેઠકુટુંબનાં છોકરાં સહુની છેડ કરતાં. રંગ છે તારી મૂછોને, હે માધાશાના (પુત્ર)! તેં તારા પરથી એ મેણું મટાડ્યું.]
આથી શેઠકુટુંબ રાજ્ય સામે રિસાણું. તેમને મનાવવા ખાતર, અને ઘેલાશા હથ્થુના વહીવટની તપાસણી થવી જ જોઈએ તેવો તેમણે આગ્રહ કર્યો તે ખાતર, ઘેલાશાનો વહીવટ તપાસવાનું ઠાકોર હરિસંગજીએ નક્કી કર્યું.
આમ પણ કહેવાય છે : શેઠવાળાઓએ રાજ્યને એવી લાલચ આપી કે ‘જો ઘેલાશાને એક વાર કેદમાં નાખો તો અમારા રૂપિયા છ લાખ રાજ પાસે લેણા નીકળે છે તે છોડી દઈએ.’
હરિસંગજી ઠાકોર એ લાલચમાં લપટાણા. ઘેલાશાને બોલાવવા બરવાળે અસવાર મોકલ્યો. ઘેલાશા તૈયાર થયા. પણ એમનાં માતુશ્રી દેવી જેવાં હતાં. એમને માઠાં શુકન જણાયાં. દીકરાને એમણે બહુ સમજાવ્યો. પણ દીકરો કહે, “માડી, મારો ધણી બોલાવે ત્યારે મારાથી પાણી પીવાય રોકાવાય નહિ.”
ઘેલાશા લીંબડી પહોંચ્યા. દરબારગઢમાં ગયા; સામે આવીને તો કોઈ એ સાવજને પકડી શક્યું નહિ. એટલે આરબોએ પાછળથી અચાનક પકડ્યા અને કેદમાં નાખ્યા.
ઘેલાશા કહે કે “એક વાર મને ઠાકોરનું મોં જોવા દ્યો.”
પણ ઠાકોર નીચે ઊતર્યા જ નહિ!
ઘેલાશાએ અન્નજળનો ત્યાગ કર્યો.
એ વખતે સનાળીના ચારણ કવિ કશિયાભાઈ મારવાડમાંથી પાછા ચાલ્યા આવતા હતા. આ ચારણ કાઠિયાવાડનાં કેટલાંયે રાજસ્થાનોમાં દેવ માફક પૂજાતા. રાજાઓ પણ એમની અદબ છોડતા નહિ. એ વૃદ્ધ દેવીપુત્ર લીંબડીના દરબારગઢમાં આવ્યા. <ref>કોઈ કહે છે કે કશિયાભાઈ પોતે નહિ ગયેલા, પણ ગીત રચીને કોઈ બીજા ચારણને કહી સંભળાવવા લીંબડી મોકલેલો. 2 અરિઓનો (દુશ્મનોનો).</ref>  દાજીના સમાચાર સાંભળીને એમના દિલમાં ઊંડો ઘા પડ્યો. ઠાકોર ઉપર એમના કોપની સીમા ન રહી. ઠાકોરને નીચે આવવા કહાવ્યું. ઠાકોર મહેલની સીડી પર દેખાયા કે તરત કવિએ પોતાના મોં ઉપર ફાળિયાનો છેડો ઢાંકી દીધો ને પીઠ ફેરવી ઊભાં ઊભાં ઠાકોરને ઠપકાનું એક ગીત સંભળાવ્યું કે ‘એ બાપ હરિસંગ! હરપાળના પેટ હરિસંગે ઊઠીને આવી ખોટ ખાધી! રાજા હરિસંગ! સાંભળ સાંભળ!
{{Poem2Close}}
<center>[ગીત - જાંગડું]</center>
<poem>
<center>
1
દાવા બાંધણો ગોહિલ્લાં સામો, ચૂડાકો ભાંજણો ડોડ
અર્યાંકો મોડાણો માન, જંગકો અથાહ;
હિન્દવાંકો છત્ર ગેલો3 <ref>ગેલો : ઘેલોશા. (કાવ્યમાં ‘ગ’ ‘ઘ’ વચ્ચે અભેદ છે, ‘ર’ ‘સ’ વચ્ચે છે તે મુજબ.)</ref>  ઝાલવો ન હુતો હરિ!
સતારા સું બઝારણો હુતો ગેલો શાહ!
</center>
</poem>
{{Poem2Open}}
'''[ગોહિલોના સામે પડી સમોવડિયો થઈને ઝૂઝનારો, ચૂડાસમાઓનાં અભિમાન તોડનારો, દુશ્મનોનાં માન મોડનારો, અને મેદાને જંગમાં બહાદુરીથી લડનારો — એવો હિંદુઓના છત્રરૂપ જે ઘેલોશા, તેને, હે રાજા હરિસંગ! તારે નહોતો પકડવો. ઉચિત તો એ હતું કે એને સતારાની ફોજ સામે લડવા મોકલવો હતો.]'''
{{Poem2Close}}
<poem>
<center>
2
નવે ખંડા માંય અસો કીણેરો પ્રધાન નાંહીં,
દાવદારાં લાગે અસાં કામદારાં દાય,
બોત ભૂલ આવી કાંઈ આવડી હભાણી બાબા!
માધાણાકું બેડિયાં મ હોય પાગાં માંય.
</center>
</poem>
{{Poem2Open}}
'''[નવ ખંડમાં કોઈને આવો પ્રધાન નથી મળ્યો. પોતાના દુશ્મનોને (સમોવડિયાને) હૃદયમાં સાલે એવું કામદારું કરનાર બીજો કોઈ ન મળે. હે બાપ! હે હરભમજીના પુત્ર (હભાણી)! આવી ભૂલ તું કરી બેઠો? માધાશાના પુત્ર ઘેલાશાના પગમાં કદી બેડીઓ ન શોભે.]'''
{{Poem2Close}}
<poem>
<center>
3
થાલ ઢાલ ચોરાશીકી, શત્રાંશાલ થાંકો શેઠ,
થાકાં શેઠ તણી ઘડી દુઝે કેમ થાય!
જાંબુરાય! કડી જેમ લીંબડી લોપાય જે દી’,
માધાણી ઉપાડ્ય તે દી, દીજે ક્રોડાં માંય!
</center>
</poem>
{{Poem2Open}}
[તારો શેઠ ઘેલાશા કેવો હતો? તારાં ચોરાશી ગામની ઢાલ જેવો ને તારા શત્રુઓનાં હૃદયમાં તીર-શલ્ય જેવો! તારા શેઠની ધડી બીજાથી ન થાય. હે જાંબુ <ref>જાંબુ લીંબડીનું ગામ છે. અસલ ગાદી ત્યાં હતી.</ref> ના ધણી (લીંબડીના સ્વામી)! જેવી રીતે કડી શહેર ઉપર દુશ્મનોએ હલ્લો કર્યો તેવી રીતે તારી લીંબડી ઉપર કોઈ દિવસ હલ્લો થાય ત્યારે સુખેથી તું કરોડો શત્રુઓની સામે ઘેલાશાને ખડો કરજે. એ લીંબડીને લોપવા નહિ આપે.]
{{Poem2Close}}
<poem>
<center>
4
બીઆ વેરી તણી ધરા રાખણો સાંકળે બાંધી,
નવાલી કરી તેં વાત અનોધી નકાજ!
દોકડાકે લોભે રાજા લોકડાકે કહ્યે દામી,
અસા આદમીકી લાજ લેવે કેમ આજ?
</center>
</poem>
{{Poem2Open}}
'''[ઘેલોશા તો તારા બીજા દુશ્મનોની જમીનને સાંકળે બાંધીને કબજે રાખનાર હતો. એવા પ્રધાનને બંદીખાને નાખવામાં આજે તેં અતિશય અનુચિત કૃત્ય કરી નાખ્યું. હે રાજા! કોઈ હલકા શ્રીમંત લોકોની શિખવણીથી પૈસાના લોભમાં પડીને આવા પુરુષની આબરૂ લેવાનું તને કેમ સૂઝ્યું?]'''
{{Poem2Close}}
<poem>
<center>
5
ખત્રી વીર વિક્રમ જ્યું અબકો તેં કાગ ખાયો,
કબકો બતાયો જાયો અબકો કુસંગ!
નાથ લીંબડીકા! થાને નાણાંનો ખબકો નાયો,
સબકો ઠપકો આયો રાજા હરિસંગ!
</center>
</poem>
{{Poem2Open}}
'''[ક્ષત્રીવીર વિક્રમ રાજા મરવા પડેલો તે વખતે કોઈએ એને સલાહ દીધી કે ‘કાગડાનું માંસ ખાવાથી અમર રહી શકાય.’ એ વીર વિક્રમ જેવા સુજ્ઞ રાજાએ પણ જીવનના લોભમાં પડીને એ શિખવણીને વશ થઈ કાગડો ખાધો. એથી કાંઈ એ બચ્યો નહિ, ઊલટો ભ્રષ્ટ બન્યો. તેવી રીતે તેં પણ આજે કાગડો ખાધા જેવું કૃત્ય કર્યું. ઘણો વખત થયાં તને હલકાં લોકો આવો કુસંગ શીખવતાં હતાં, તે આજે તેં પ્રગટ કર્યો, હે લીંબડીના નાથ! એથી નાણાંની છોળો તારા ઘરમાં ન આવી પડી. (તારા મનમાં એમ હતું કે ઘેલાશાએ તારા રાજમાંથી ખૂબ દ્રવ્ય એકઠું કર્યું છે તે તને મળશે.) પણ ઊલટો તમામ લોકોનો ઠપકો મળ્યો.]'''
{{Poem2Close}}
<poem>
<center>
6
શામકો હરામી કામી ગામકો નહોતો શત્રુ,
ફજેતીઓ નાહીં કોઈ કામકો ફજેત,
માર્યા ડંડા જશો વે તો રામકી દુહાઈ માંને!
નાથ લીંબડીકા! થાને થબકો ન દેત.
</center>
</poem>
{{Poem2Open}}
'''[ઘેલાશા કાંઈ રાજ્યનો નિમકહરામ લાલચુ નોકર નહોતો, અથવા ગામનો શત્રુ પણ નહોતો, તેમ કોઈ કામમાં તને ફજેત કરે તેવો પણ નહોતો. જો એ મારવા લાયક કે દંડવા લાયક આદમી હોત તો હું રામદુહાઈ ખાઈને કહું છું કે તને હું ઠપકો ન દેત.]'''
દરબારગઢ પડઘા દેવા લાગ્યો : આવું ઠપકાનું ગીત ઠાકોરને હૈયે ખટકવા લાગ્યું. ઠાકોર દાદરો ઊતરવા મંડ્યા. પણ ગઢવી સામે મુખે થયા નહિ. રોટલા જમવાનું ટાણું હતું; પણ કવિ લીંબડીની ભૂમિમાં ન રોકાયા, ખરે બપોરે ચાલી નીકળ્યા; સામેના સૌકા ગામે જઈને જમ્યા.
રાજાજીને વિમાસણ થઈ, ચારણનો ઠપકો વસમો લાગ્યો; પણ ઇજ્જત કેમ જવા દેવાય? ત્રણ લાખ રૂપિયાનો દંડ ભરવાની શરતે ઘેલાશાને છોડ્યા.
એ નીતિવાન કારભારીના ઘરમાંથી ત્રણ લાખ રૂપિયા પણ ન નીકળ્યા. એણે તો કદી પોતાના માલિકની સાથે જુદાઈ જાણી નહોતી. સાઠ હજાર રૂપિયાના દાગીના હતા તે રાજાને આપી દીધા. પોતાને પીપરિયું ગામ આપેલું તે બીજા સાઠ હજારમાં માંડી આપ્યું. પોતાના બે છોકરાને ઘરાણે મૂકીને પોતાના મિત્ર વઢવાણ-ઠાકોર પાસેથી સાઠ હજાર ઉછીના મેળવ્યા! બાકીના રૂપિયાની શોધમાં એ ભાવનગર-ઠાકોર પાસે ગયા.
લીંબડી-ઠાકોરને ફાળ પડી કે કદાચ કામદાર ભાવનગર રાજ્યના હાથમાં પડી જઈ મારું સત્યાનાશ વાળશે! એ ડરથી એણે દાજીને પાછા બોલાવી લીધા, દંડ માફ કર્યો, રૂપિયા પાછા દીધા. પણ ગામ તો પાછું ન આપ્યું.
ખરેખર ભાવનગર-ઠાકોરે દાજીને જામસાહેબની માફક જ લાલચ આપેલી. પણ નિમકહલાલ ઘેલોશા એમ નહોતા ડગ્યા.
દાજી લીંબડીથી બરવાળા આવતા હતા. વચમાં રંગપુર પાસે વેંજારમાં ધીરુબા વાણિયાણીને ઘેર પોતે રોટલા જમવા રોકાણા. ધીરુબાને પોતે બહેન કરેલાં. ધીરુબાએ કોણ જાણે શા કારણે એમને પનાળીમાં ઝેર ખવરાવી દીધું. દાજીનો દેહ ત્યાં જ પડી ગયો. એમના શબને બરવાળે લાવી અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. <ref>આવા સ્વામીભક્ત શૂરાને લીંબડીના ઇતિહાસમાં બહુ સ્થાન નથી; કેમ જાણે એવી કોઈ વ્યક્તિ જ કદી હયાત નહોતી!</ref>
આજે [1923માં] એમના વંશની ચોથી પેઢી ચાલે છે. એમની પાસે અત્યારે ગણ્યાંગાંઠ્યાં વીઘાં જમીન છે.
{{Poem2Close}}
<br>
{{HeaderNav2
|previous = ભાઈબંધી
|next = ભેંસોનાં દૂધ!
}}
26,604

edits

Navigation menu