સૌરાષ્ટ્રની રસધાર ભાગ-2/એક તેતરને કારણે: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:
{{Poem2Open}}
{{Poem2Open}}
'''[સોઢાઓનાં અંગમાં દાન દેવાની જેવી હોંશ આવે, જીભમાં જેવું અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું.]'''
'''[સોઢાઓનાં અંગમાં દાન દેવાની જેવી હોંશ આવે, જીભમાં જેવું અમી વરસે અને ભુજામાં જેવું પાણી હોય તેવું બીજામાં નથી હોતું.]'''
બાપુ રતનુજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ મા જોમબાઈ હજુ બેઠાં હતાં. મા જોમબાઈને ચાર દીકરા હતા : આખોજી, આસોજી, લખધીરજી ને મૂંજોજી. મા અને દીકરા ગોડી પારસનાથજીનાં મોટાં ભક્ત હતાં.
બાપુ રતનુજી તો કૈલાસમાં પધારી ગયેલ, પણ મા જોમબાઈ હજુ બેઠાં હતાં. મા જોમબાઈને ચાર દીકરા હતા : આખોજી, આસોજી, લખધીરજી ને મૂંજોજી. મા અને દીકરા ગોડી પારસનાથજીનાં <ref>‘રાસમાળા’ (પાનું 398)માં જણાવેલ છે કે ‘માર્તંડરાય અથવા માંડવરાય, જે સૂર્યદેવની મૂર્તિ કહેવાય છે (કેમ કે મૃતંડનો વંશજ સૂર્ય છે તેથી તેનું નામ માર્તંડ કહેવાય છે) તેના ઉપાસક બન્ને નાયક હતા.’ પણ માંડવરાય નામ તો સોરઠમાં પરમારોના આગમન પછી ‘માંડવ ડુંગર’ પરથી પડ્યું લાગે છે, મતલબ કે ‘માંડવરાય’ શબ્દ માર્તંડરાયનો અપભ્રંશ હોવો સંભવતો નથી. પરિણામે, સોઢા પરમારોની ઉપાસના સૂર્યની હતી કે ગોડી પાર્શ્વનાથની, તે નિર્ણયને અન્ય કશાક આધારની જરૂર છે.</ref> મોટાં ભક્ત હતાં.
સંવત 1474ની અંદર પારકરમાં કાળો દુકાળ પડ્યો, તાવડામાં જેમ ધાણી ફૂટે, તેમ માલધારીઓનાં ઢોર ટપોટપ મરવા માંડ્યાં. બે હજાર સોઢાઓ પોતાનાં ઢોર લઈને દુકાળ વર્તવા સોરઠમાં ચાલી નીકળવા જ્યારે તૈયાર થયા, ત્યારે ચારેય ભાઈઓને ચિંતા થઈ કે પારકા મુલકમાં આપણી વસ્તીની રક્ષા કોણ કરશે? માટે આખોજી બોલ્યા કે “ભાઈ લખધીર, તું ને મૂંજોજી સાથે જાઓ, હું ને આસો આંહીં રહેશું.” લખધીરજી ને મૂંજોજી પોતપોતાની હાંસલી ઘોડી ઉપર પલાણીને તૈયાર ઊભા, ત્યારે મા જોમબાઈ બોલ્યાં : “બાપ, આપણી વસ્તીને પરદેશમાં મા ક્યાંથી મળશે! માટે હુંય સાથે ચાલીશ.”

માતાજી રથમાં બેઠાં, અને બે હજાર સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાના ઢોર હાંકતા હાંકતા, રસ્તે ચારતા ચારતા, દરમજલે મુકામ કરતા ચાલી નીકળ્યા.
માતાજી રથમાં બેઠાં, અને બે હજાર સોઢાઓ એના રથને વીંટી લઈને પોતપોતાના ઢોર હાંકતા હાંકતા, રસ્તે ચારતા ચારતા, દરમજલે મુકામ કરતા ચાલી નીકળ્યા.
Line 190: Line 190:
<poem>
<poem>
<center>
<center>
સંવત ચૌદ ચુમોતરે , સોઢાનો સંગ્રામ;  
સંવત ચૌદ ચુમોતરે <ref>‘રાસમાળા’નો પાઠ : ‘સંવત સાત પનોતરે.’ પણ સાતસો પંદર અતિ વહેલું છે.</ref> , સોઢાનો સંગ્રામ;  
રણઘેલે રતનાવતે, નવખંડ રાખ્યું નામ.
રણઘેલે રતનાવતે, નવખંડ રાખ્યું નામ.
</poem>
</poem>
Line 229: Line 229:
“ખુશીથી, પણ દરવાજે. આંહીં બજારમાં હું ગરાસિયો ઊઠીને ભોંયે ચાલીશ તો મારી આબરૂ જાશે.”
“ખુશીથી, પણ દરવાજે. આંહીં બજારમાં હું ગરાસિયો ઊઠીને ભોંયે ચાલીશ તો મારી આબરૂ જાશે.”
દરવાજે પહોંચીને જ્યાં હાંસલીના ડેબામાં પગની એડી મારી, ત્યાં હાંસલી ઊડીને એક નાડાવા જઈ ઊભી, લખધીરજી બોલ્યો કે૰“લ્યો બા, રામરામ! રજપૂતનાં ઘોડાં ને ડોકાં બેય એકસાથે જ લેવાય એટલી વાત હવેથી ભૂલશો નહિ.”
દરવાજે પહોંચીને જ્યાં હાંસલીના ડેબામાં પગની એડી મારી, ત્યાં હાંસલી ઊડીને એક નાડાવા જઈ ઊભી, લખધીરજી બોલ્યો કે૰“લ્યો બા, રામરામ! રજપૂતનાં ઘોડાં ને ડોકાં બેય એકસાથે જ લેવાય એટલી વાત હવેથી ભૂલશો નહિ.”
હાંસલીને જાણે પાંખો આવી; ઘણુંય દોડવા જાય, પણ શું કરે? પગમાંથી લોઢાની નેવળ કાઢતાં લખધીરજી ભૂલી ગયો હતો, પાછળ વઢવાણની વાર હતી એટલે ઊતરીને નેવળ છોડાય તેમ નહોતું. પછી તો હાંસલીને છલંગો મારવાનું જ રહ્યું. હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતાં ત્રણગણું તો હવામાં ઊડવા લાગી. એમ કરતાં રસ્તામાં અઢાર-વીસ હાથનો એક વૉંકળો આવ્યો. પાણી ભરપૂર હતું. જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવળ તૂટી ગઈ.  
હાંસલીને જાણે પાંખો આવી; ઘણુંય દોડવા જાય, પણ શું કરે? પગમાંથી લોઢાની નેવળ કાઢતાં લખધીરજી ભૂલી ગયો હતો, પાછળ વઢવાણની વાર હતી એટલે ઊતરીને નેવળ છોડાય તેમ નહોતું. પછી તો હાંસલીને છલંગો મારવાનું જ રહ્યું. હાંસલી ધરતી ઉપર ચાલે તે કરતાં ત્રણગણું તો હવામાં ઊડવા લાગી. એમ કરતાં રસ્તામાં અઢાર-વીસ હાથનો એક વૉંકળો આવ્યો. પાણી ભરપૂર હતું. જે ઘડીએ હાંસલી ટપીને બીજે કાંઠે પહોંચી તે ઘડી નેવળ તૂટી ગઈ. <ref>ત્યારથી એ વોંકળાનું નામ આજ પણ ‘ઘોડાપટ’ કહેવાય છે.</ref>
રસ્તામાં લખધીરજીને ફાળ પડી ગઈ હતી. મુકામ ઉપર આવીને જુએ, તો મા મૂંજાજીના શબનું માથું ખોળામાં લઈને બેઠાં હતાં. એક તેતરને કારણે મૂંજો મરે, એ વાત સાંભળીને લખધીરજીની છાતી સવા વેંત ઊંચી ચડી. માને કહે કે “મા, આજ રોવાનું ન હોય. આજ તો ધોળમંગળ ગાવાનો દિવસ છે, આજ તમારી કૂખ દીપાવીને મૂંજો સ્વર્ગે ગયો. જુઓ મા, જોયું મૂંજાનું મોં? હમણાં ઊઠીને તમને ઠપકો દેશે! આવું મૉત તો તમારા ચારેય દીકરાને માટે માગજો, માડી!”

“બાપ લખધીર, તારો બાપ સ્વર્ગે સિધાવ્યા તે દી આ મૂંજો પેટમાં હતો, એટલે મારાથી એની સંગાથે જવાણું નહિ. આજ તારા બાપની ને મારી વચ્ચે વીસ-વીસ વરસનું છેટું પડી ગયું. હવે તો મૂંજાને સથવારે જ મને રાજી થઈને જાવા દે.”

ચેહ ખડકાવીને માતાજી દીકરાનું શબ લઈને સતી થયાં. આજ પણ એ જગ્યાએ જોમબાઈ માતાનો પાળિયો છે. આજ પણ જે બાઈને છાતીએ ધાવણ ન આવતું હોય તે આ પાળિયાને પોતાનું કાપડું અડાડી આવે તો ધાવણની શેડો છૂટે એવી લોકવાયકા છે.

મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શોકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂળી હતું. મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું.  એ રીતે આજનું મૂળી સોઢા પરમારોની રાજધાની બન્યું.
મા અને ભાઈને સ્વર્ગે વળાવીને લખધીરજી શોકમાં નહોતો પડી ગયો. એણે એ ઠેકાણે ગામ બાંધ્યું. એક રબારણ રોજ દૂધ આપી જતી તેને લખધીરજીએ બહેન કહેલી. એનું નામ મૂળી હતું. મૂળીની મમતાથી પરમારે ગામનું નામ મૂળી રાખ્યું. <ref>કોઈ કહે છે કે એ મૂળી ઢેઢ હતી.</ref> એ રીતે આજનું મૂળી સોઢા પરમારોની રાજધાની બન્યું.
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits

Navigation menu