સ્વરૂપસન્નિધાન/લલિત નિબંધ-મણિલાલ હ. પટેલ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|લલિત નિબંધ|મણિલાલ હ. પટેલ}} {{Poem2Open}} સાહિત્યના રચના અને કાર્યની દૃષ્ટિએ બે વિભાગ કરનારા મીમાંસકોએ, નિબંધને લલિતેતર (નોન-ક્રિએટિવ) સાહિત્યના ખાનામાં મૂકેલો. કવિતા-વાર્તા-નવલકથ...")
 
No edit summary
Line 3: Line 3:

{{Poem2Open}}
{{Poem2Open}}
મણિલાલ હ. પટેલ
સાહિત્યના રચના અને કાર્યની દૃષ્ટિએ બે વિભાગ કરનારા મીમાંસકોએ, નિબંધને લલિતેતર (નોન-ક્રિએટિવ) સાહિત્યના ખાનામાં મૂકેલો. કવિતા-વાર્તા-નવલકથા વગેરે સર્જનાત્મક (ક્રિએટિવ) સાહિત્ય પ્રકારો (genre)ની પંગતમાં આરંભે તો ગુજરાતી વિવેચને પણ નિબંધને નથી બેસવા દીધો. એને ચરિત્ર, ડાયરી, પ્રવાસ વગેરે લલિતેતર સાહિત્યના પ્રકારોમાં ગોઠવ્યો હતો.

વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને હું એમ કહીશ કે પ્રારંભિક કાળનાં નિબંધને આપણે ‘જ્ઞાન આપનારા સાહિત્ય' (લિટરેચર ફોર નૉલેજ)ના ખાનામાં બેસાડેલો; કવિતા અને કથાસાહિત્યની જેમ એ રસલક્ષી કે સૌંદર્યલક્ષી આનંદ પણ આપે છે એમ હોતું સ્વીકારાયું. આનાં વાજબી કારણો પણ મળેલાં.

Line 82: Line 83:
વિશ્વ સાહિત્યના નિબંધકારો વિશે મેં વાંચ્યું છે-એમના બધાના નિબંધો વાંચવાનું બન્યું નથી. પણ ભારતીય ભાષાઓના નિબંધકારોમાં રવીન્દ્રનાથ, હજારીપ્રસાદ-મહાદેવી-મલયજ (હિન્દી) અને ગ્રેસ (મરાઠી) આદિના નિબંધો ધ્યાનપાત્ર છે.

ગુજરાતીમાં કેટલાક ધ્યાનપાત્ર નિબંધ સંગ્રહો -મારી દૃષ્ટિએ- આ રહ્યા. જીવનનો આનંદ, ઓતરાતી દીવાલો, ગોષ્ઠી, જનાન્તિકે, ઈદમ્ સર્વમ્, દૂરના એ સૂર, વિદિશા-કાંચનજંઘા-શાલભંજિકા, નંદ સામવેદી, નીરવ સંવાદ, વગડાને તરસ ટહૂકાની, ઝાકળ ભીનાં પારિજાત, હથેળીનું આકાશ, વૈકુંઠ નથી જાવું, મન સાથે મૈત્રી, વેઈટ્-એ-બિટ, ચૂઈંગમ, જરા મોટેથી વગેરે. હાસ્યનિબંધોને પણ અહીં સમાવીએ તો સ્વૈરવિહારી- જ્યોતીન્દ્ર દવે, બકુલ ત્રિપાઠી-વિનોદ ભટ્ટ-રતિલાલ બોરીસાગરના નિબંધો વધુ અભ્યાસપાત્ર છે એમ કબૂલવું પડે. પશ્ચિમના વિવેચને હાસ્યપ્રધાન નિબંધને અહીં જ સમાવ્યો છે. સ્વીફ્ટનો ‘અ મોડેસ્ટ પ્રપોઝલ' નિબંધ સેટાયરનું જાણીતું ઉદાહરણ છે.

પરિશિષ્ટ
૧. લલિત નિબંધને કેટલાકે સોશ્યલ ક્રિટિસિઝમ અર્થે પ્રયોજ્યો ને છેવટ જતાં એમાંથી નવલકથા આવી એમ કહેનારા પણ છે. અંગ્રેજીમાં યુરપમાં લલિત નિબંધ લખનારાઓમાં મૉન્ટેઈન, જ્હોન્સન (બંને પ્રકારો છે.) લેમ્બ હેઝલિટ (થોડા), એ. જી. ગાર્ડિનર, રોબર્ટ લિન્ડ, એસ. જે. પર્લમન વગેરે નામો મહત્ત્વનાં છે.
૨. આજે જ્યારે આપણે ત્યાં લલિત નિબંધ વધુ પ્રમાણમાં ખેડાય છે, ત્યારે યુરોપમાં એ ઘણો ઓછો ખેડાતો હોવાનું કહેવાય છે. વળી ગુજરાતીમાં (બંગાળીમાં ટાગોર વગેરેમાં તો હિન્દીમાં હજારીપ્રસાદ આદિમાં છે એવા) કાવ્યગંધી ગદ્યવાળા લલિત નિબંધો ઘણા મળે છે; યુરપમાં એવા નિબંધો ભાગ્યે જ મળે છે.
૩. ઉમાશંકર જોશીએ લલિત અને લલિતેતર નિબંધ એવા ભાગ પાડ્યા જ છે. આ બંને પ્રકારોમાં કેટલીક પાયાનો ભેદ છે. પણ એ ભેદ વિરોધી સમીકરણો જેવો ચુસ્ત ન ગણાવો ઘટે. લલિતેતર નિબંધમાં પશ્ચિમી વિવેચકોએ શાળાકીય નિબંધલેખનથી થિસીસ સુધીના (ઈમ્પર્સનલ) નિબંધને ગણાવ્યા છે. આવા જાણીતા નિબંધકારોમાં હેઝલટ (કેટલાક નિબંધો) બેકન. રસ્કિન કાર્બાઈલ, ગાર્ડિનર, ન્યૂમર વગેરે જાણીતા છે. ગુજરાતીમાં મણિલાલ દ્વિવેદી, કિશોરલાલ મશરૂવાળા, સ્વામી આનંદ જેવાનાં નામ ખૂબ જ ધ્યાનપાત્ર છે. સુમન શાહ, શિરીષ પંચાલ, ઈશ્વરભાઈ પટેલ, અમૃતલાલ યાજ્ઞિક, સચ્ચિદાનંદ, યશવંત શુક્લ જેવાના ઘણા નિબંધોને આપણે ત્યાં પણ ઈમ્પર્સનલ એસેઝમાં ખુશીથી મૂકી શકાશે.
૪. વિજયરાય વૈદ્ય જેવાએ કથનપરાયણ, વર્ણનપરાયણ, વિચાર-ચિંતન પરાયણ નિબંધ એવા ભાગો સૂચવેલા, પણ લલિત નિબંધમાં કે ઈતર નિબંધમાં આ બધું ઘણી વાર સમગ્ર ભાતમાં ભળેલું હોય છે. એવા આ પ્રકારો શાળાકીય કે અભ્યાસના નિબંધો પરતા પાડી શકાશે, ને અન્યથા.
૫. ઉમાશંકર જોશીએ લલિત નિબંધ, સર્જક નિબંધ, અંગત (પર્સનલ) નિબંધ એવા પર્યાયો યોજ્યા છે એ ધ્યાનપાત્ર છે. આ પર્યાયો લલિત નિબંધને જ સૂચવે છે એ ખરું, પણ ડૉ. પ્રમોદકુમાર પટેલ જેવા વિવેચકોને લાગે છે કે આ દરેક સંજ્ઞાપ્રયોજનમાં કૈંક પોતીકો પણ હોવાનો. ને એ વાત સ્વીકાર્ય છે -કેમ કે એનાથી નિબંધની સમૃદ્ધિ વધે છે ને એનું નોખાપણું ચિલિત થાય છે.
૬. નિબંધમાં વૈયક્તિક જીવનની મુદ્રાનું, સર્જકના વ્યક્તિત્વનું મહત્ત્વ છે. પણ સાથે એનું કેન્દ્રીભૂત સંવેદન કે વિચારવલણ ન અળપાઈ જાય એ જોવાનું રહે છે. ઘણી વ્યાખ્યાઓ(સંદર્ભગ્રંથો જુઓ)માં આ બધું નિર્દિષ્ટ છે. નિબંધન નિબંધત્વ-એનો આકાર, સમગ્ર છાપ, એનો પરિમાણબદ્ધ પ્રભાવ મહત્ત્વનાં છે. જેમના નિબંધો પર પણ ઘણા બધા આક્ષેપો (હાઈબ્રિડાઈઝ કર્યાના ને એવા બધા) થયા છે એવા સુ. જો. એ ‘આત્મનેપદી' (સં. સુમન શાહ)ની એમની મુલાકાતોમાં નિબંધના રૂપસ્વરૂપ અને રૂપાયન પ્રક્રિયા વિશે જે કહ્યું છે એ સુજ્ઞ જનોએ પુનઃ જોઈ જવા જેવું છે.
લલિત નિબંધના ગદ્ય અને કવિતા વચ્ચેનાં સામ્ય-ભેદને સુરેશભાઈ આ રીતે મૂકે છે : ‘સંસ્કૃતમાં ‘કાવ્ય’ બહુ જ વિશાળ અર્થમાં વપરાયેલો શબ્દ છે. બાણભટ્ટની કાદંબરી કાવ્ય નાટક પણ કાવ્યનું રૂપ ગણાય. દૃશ્યકાવ્ય અને શ્રાવ્યકાવ્ય એ રીતે. હું એમ કહું કે લાગણી અથવા ભાવદશા એ જ્યાં અમુક વાસ્તવિક તથ્યને. હકીકતને ખૂબ અડીને ઘસાઈને ચાલતી હોય ત્યાં કવિતા ન જ આવી શકે એવું નથી. ત્યાંય આપણું હૃદય તો બધાને સ્પર્શતું હોય છે. તો જ્યાં હૃદયનો સ્પર્શ થાય છે, ને હૃદયને તમે બોલવા દો, તરકટી જાળમાંથી તમે મુક્ત થઈ જાવ અને જે વસ્તુ આમ બીજી રીતે જોડાતી નથી તેને તમારી ચેતનાને છૂટ્ટો દોર આપીને જોડવાનું કરો તો ત્યાં કવિતા આવે. ત્યાં જરૂર છે. એની, કારણ કે એમાં જે સંબંધો જોડાય છે એ સંબંધો વિશિષ્ટ પ્રકારનાં છે અને એ સંબંધ જોડવાની મને જ્યાં અનિવાર્યતા લાગતી હોય ત્યાં કાવ્યના સ્તર પર મારે પહોંચવું જ પડે. એટલે કે પદ્ય હોય કે ગદ્ય એનો સવાલ નથી. નહીં તો વાલેરીએ એમ કહેલું કે prose walks and poety dances. આમાં પણ એવું લાલિત્ય આવ ને નૃત્યની ભંગી તમને એમાં દેખાય એવું બની શકે.’
(આત્મનેપદી, પૃ. ૧૧૭-૧૮)
ઉમાશંકરે લલિત નિબંધને ઊર્મિકાવ્ય સાથે સરખાવ્યો છે (શૈલી અને સ્વરૂપ, પૃ. પ૮) એ પણ આ સંદર્ભમાં જોઈ જવા જેવું છે.
૭. લલિત નિબંધ માટે ‘નિબંધિકા', 'નિર્બંધિકા’ કે ‘હળવા નિબંધો’ એવી સંજ્ઞાઓ જે જે સંકેતો કરવા રચાઈ હોય તે તે સંકેતો એમાં બરોબર ઉપસતા નથી. બલકે હાસ્યનિબંધને હળવો નિબંધ કે નિબંધિકા કહીએ તો એમાં કૈંક અગંભીરતાની છાપ પડે છે. જે સાચું નથી. તો લલિત નિબંધ-સર્જક નિબંધ એવી સંજ્ઞા વાપરવી જ ઉચિત લાગે છે.
*
સંદર્ભગ્રંથો ઃ ૧. આધુનિક સાહિત્ય સંજ્ઞા કોશ-ડૉ. ટોપીવાળા વગેરે ર. આત્મપદી – સં. સુમન શાહ ૩. શૈલી અને સ્વરૂપ – ઉમાશંકર જોશી ૪. એસઈસ્ટ પાસ્ટ એન્ડ પ્રેઝન્ટ – જે. બી. પ્રિસ્ટલી ૫. ધ આર્ટ ઓવ ધ એસઈસ્ટ – સી. એચ. લૉકીટ્ટ ૬. જૂનું નર્મ ગદ્ય ૭. જૂઈ અને કેતકી – વિજયરાય વૈદ્ય ૮. ભાવયામિ – સં. શિરીષ પંચાલ ૯. ગુજરાતી સાહિત્યની વિકાસરેખા ૧-૨ – ડૉ. ધીરભાઈ ઠકર ૧૦. સ્વાતંત્ર્યોત્તર ગુજરાત – સં. શિરીષ પંચાલ.
= નિબંધ વિશેની અન્ય સામગ્રી =
= નિબંધ વિશેની અન્ય સામગ્રી =
નિબંધમાં કર્તાનું વ્યક્તિત્વ
નિબંધમાં કર્તાનું વ્યક્તિત્વ
Line 102: Line 90:
– પ્રવીણ દરજી;
– પ્રવીણ દરજી;
લલિત નિબંધ, પૃ. ૧૪-૧૫, પૃ. ૧૭-૧૮
લલિત નિબંધ, પૃ. ૧૪-૧૫, પૃ. ૧૭-૧૮
{{Poem2Close}}
{{Poem2Close}}

18,450

edits

Navigation menu