સ્વરૂપસન્નિધાન/ફાગુ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 267: Line 267:
૧૧. કૃષ્ણચરિત્રમૂલક બારમાસી – ડૉ. બળવંત જાની

૧ર. બારમાસી ઈન ઈન્ડિયન સિગ્નેચર – શાલૌટે વોદ્દવીલ

<center>= ફાગુ વિશેની અન્ય સામગ્રી =</center>  
<center>'''= ફાગુ વિશેની અન્ય સામગ્રી ='''</center>  
<center>ઋતુકાવ્ય તરીકે ફાગુ</center>  
<center>'''ઋતુકાવ્ય તરીકે ફાગુ'''</center>  
ફાગ-ફાગુ : ‘ફાગ-ફાગુ’ (સં. फल्गु એટલે વસંત પરથી) એ સ્ત્રીપુરુષોના ફાગણ મહિનાના વસંતોત્સવ અને વિહાર વર્ણવતાં કાવ્ય છે. અપભ્રંશમાં એના નમૂના મળતા નથી, પણ સંસ્કૃત ઋતકાવ્યોની પરંપરાનો એનો પ્રથમ નિર્માણ અને સ્વરૂપવિકાસમાં થોડો હિસ્સો હોવાનું કલ્પી શકાય છે. એ છે તો રાસનો જ એક પ્રકાર, પણ વિસ્તારમાં તેથી નાનો છે એથી, તેમજ એનો વિષય નાયક-નાયિકાનો શૃંગાર હોવાથી ઊર્મિતત્ત્વને અને રસાવિષ્કારને એમાં સારો અવકાશ રહેતો. એમાં વસંતઋતુનું પ્રકૃતિસૌન્દર્ય વર્ણવાય છે એ જોતાં તેને એક પ્રકારનું ઋતુકાવ્ય કહી શકાય. વસંતવૈભવને ઉદ્દીપન-વિભાવ બનાવી પ્રેમી યુગલના વિપ્રલંભ અને સંભોગ ઉભય પ્રકારના શૃંગારનું નિરૂપણ તેમાં કવિએ વધુ રસથી કર્યું હોય છે, તેથી તેને શૃંગારકાવ્ય કે પ્રણયકાવ્યનો મધ્યકાલીન પ્રકાર પણ કહી શકીએ. રસિક નાયિકાના સૌન્દર્ય અને શણગારનું મહીં સારું વર્ણન હોય છે. જૈન સાધુઓના હાથે નેમિનાથ ને સ્થુલિભદ્ર પર લખાયેલા ફાગ સ્વાભાવિક રીતે જ આરંભના શૃંગારનું પરિણમન ત્યાગ, સંયમ અને ઉપશમમાં સાધે છે. જૈન સાધુઓએ ઉદીપનવિભાવ તરીકે વસંતઋતનું પણ કડક બંધન રાખ્યું નથી. કેશવલાલ ધ્રુવે કહ્યું છે તેમ ‘મૂળે વસંતઋતુના શૃંગારાત્મક ફાગુનો જૈન મુનિઓએ ગમે તે ઋતુને સ્વીકારી ઉપશમના બોધ પરત્વે વિનિયોગ કરેલો જોવામાં આવે છે.’ ‘સિરિથૂલિભદ્ર ફાગુ’માં કવિએ વર્ષાઋતુનો સમય રાખ્યો છે તે આનું એક ઉદાહરણ છે.  

ફાગુ જૈનેતર કવિઓએ પણ લખ્યાં છે. એમાં શ્રીકૃષ્ણ અને તેમનાં પટરાણી અથવા ગોપીઓનો વસંતવિહાર આલેખાયો હોય છે (જેમ કે નયર્ષિના (?) ‘ફાગુ’માં અને ૧૭મા શતકના સોનીરામના વસંતવિલાસમાં), અને ક્યારેક (જેમ ‘વસંતવિલાસ’માં) રસિક સંસારી નાયક-નાયિકાઓનો. શ્રીકૃષ્ણવિષયક ફાગુઓના રસને ભક્તિરસ કહીએ, પણ ‘વસંતવિલાસ'ના મુખ્ય રસને શંગાર ગણવો પડશે. જૈન-જૈનતર ધાર્મિક ફાગુઓ મધ્યકાળના કવિજન સાહિત્યની રસાત્મકતાનો વિનિયોગ ધર્માર્થે કેવો કરી જાણતા તે બતાવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં જૈન ફાગુઓની સંખ્યા જૈનેતર ફાગુઓની સંખ્યા કરતાં મોટી છે.

18,450

edits

Navigation menu