18,450
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧- ટોળાં અવાજ ઘોંઘાટ|}} {{Poem2Open}} {{Poem2Close}} <br> {{HeaderNav2 |previous = ?????????? |next = ???? ????? }}") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 3: | Line 3: | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ટોળાં અવાજ ઘોંઘાટ | |||
થિયેટરની બહાર ફૂટપાથ પર | |||
રસ્તા પર બસ-ટર્મિનસમાં બસમાં | |||
ટોળાં અવાજ ઘોંઘાટ | |||
હૉટલમાં બગીચામાં પુલ પર નદી પર | |||
અથડાતાં લથડાતાં | |||
ક્યારેક પેાલાં અને પાતળાં | |||
ક્યારેક ઘનિષ્ટ નિરન્ધ્ર : ટોળાં અવાજ ઘોંઘાટ | |||
છે હજી આ હમણાં જ છૂટેલાં છેલ્લાં શોમાંથી | |||
ધીમે ધીમે ચાલતાં લહેરમાં | |||
કે સાઈકલો પર સરકતાં ટિન્ ટિન્ | |||
કે સ્કૂટર લઈ ભાગતાં ઘ ર્ ર્... | |||
કે રિક્ષામાં ભાગતાં ઘૂંઊં... | |||
કે મોટરોમાં સરકતાં અટકતાં ભાગતાં સ્પિડમાં | |||
એકબીજાંથી લગભગ અલગ, લગભગ શા માટે ? અલગ જ | |||
સાવ એકબીજાંથી, બાજુમાં ઘસાઈને અથડાઈને પસાર | |||
થતાં હોવા છતાં અલગ જ, ડબલ સવારીમાં સાઈકલ પર બેઠેલાં | |||
હોવા છતાં કે સ્કૂટર પર ખભે હાથ ટેકવીને બેઠેલાં | |||
કે રિક્ષામાં ચીપકીને ચપોચપ કે શ્લિષ્ટ ચતુર્ભુજ | |||
પણ સાવ વિશ્લિષ્ટ એકબીજાંથી— | |||
અરે પેાતાના મનથી પણ મગજથી પણ હાથથી પણ | |||
સાવ અલગ ચાલતાં – અટકતાં – સરકતાં – દોડતાં – ગાતાં – હસતાં – | |||
ઝગડતાં – બગડતાં – ગગડતાં | |||
ટોળાં અવાજ ઘોંઘાટ | |||
ફૂટપાથેા પર જ છે શું રસ્તાઓ પર જ છે શું | |||
ટોળાં અવાજ ઘોંઘાટ ? | |||
સીડી પર નથી દાદરની ? દુકાન પર નથી કાપડની ? | |||
છે છે બધે છે ટોળાં અવાજ ઘોંઘાટ— | |||
સોસાયટીમાં ટેનામેન્ટ, એપાર્ટમેન્ટમાં રોયલ, | |||
કોરીડોરમાં કમરામાં ડ્રોઈંગરૂમમાં સ્ટોરરૂમમાં બેડરૂમમાં | |||
બાથરૂમમાં બારીમાં ટેરેસમાં ધાબામાં | |||
ધરબી ધરબીને ભરાયાં છે કીડિયારાની જેમ ઊભરાયાં છે | |||
બધે જ બધે | |||
એક ક્ષણ પણ સરકી શકે ચસકી શકે નહીં એવા | |||
ચપેાચપ સતત અવિરત એકધારાં વર્ધમાન | |||
ટોળાં અવાજ ઘોંઘાટ | |||
રડતાં રખડતાં ભસતાં ભીંસતાં ચૂમતાં ચીખતાં | |||
ગાતાં ગબડતાં બોલતાં બગડતાં વાગતાં વગાડતાં | |||
નાચતાં નસીંક્તાં પડતાં પછાડતાં | |||
માતાં માતીલાં મદમસ્ત છકેલાં છૂટી ગયેલાં સખળડખળ | |||
ખખડતાં ઘઘરતાં ઘોરતાં ઘુરકિયાં કરતાં પટકાતાં | |||
પછડાતાં અડવડતાં અડિયલં અઘોરી અગડંબગડં | |||
ચેંચૂડાં ચોર ઘાતકી | |||
બબડતાં સાવ નિર્દોષ બાળક જેવા સ્વૈર | |||
લબડતાં ઝાડ પરથી લીંબળી-પીંપળી જેવા | |||
ભોળા— | |||
પણ ક્યારેક વકરતાં – ચકરતાં – ચકરાતાં – અકળાતાં – અથડાતાં | |||
વળ ખાઈને એક થઈ જતાં | |||
મારતાં – તોડતાં – બાળી નાખતાં | |||
શતસહસ્ર બાહુઓથી અટકાવી દેતા યંત્રને અધવચ | |||
લટકાવી દેતા તંત્રને મંત્રની મડાગાંઠમાં | |||
કાંઠને ઉલ્લંઘીને ઊછળતા ઊંચકાતા જનરાશિથી | |||
તણાઈને તૂટી જઈને છોતાછોતાં થઈને અલગ અલગ થઈને | |||
કરોડો કણમાં વેરાઈને વહી ગયેલાં મનને | |||
આ એકઠું કરવાની મથામણુ કોણે માંડી છે ? | |||
‘કાંડી છે,પ્લીઝ’ | |||
આ બીડી સળગશે એ જ ચમત્કાર | |||
કાંડી ઘસાશે એ જ ચમત્કાર | |||
જ્યોતનો તણખો એ જ ચમત્કાર | |||
ધુમાડો નીકળશે એ જ ચમત્કાર | |||
ધુમાડાની સેર સ્કૂટરના ધુમાડાને ચોંટી પડશે એ જ ચમત્કાર | |||
છીંક ખાતું નાક ચમત્કાર, ખાંસી ખાતું દેડકું ચમત્કાર | |||
ઉઠ જાગ મુસાફિર | |||
ટોળાં અવાજ ઘોંઘાટના આ સરિયામ કે વાંકાચૂકા | |||
પાકા કે ધૂળિયા | |||
વામ કે દક્ષિણ રસ્તા સિવાય બીજો કોઈ રસ્તો નથી | |||
ઉઠ જાગ મુસાફિર | |||
કાવ્યના વોટરટાઈટ કંપાર્ટમેન્ટમાં પણ | |||
તારી કલમમાંથી ધોધમાર છૂટી રહ્યાં છે : ટોળાં અવાજ ઘોંઘાટ | |||
તું | |||
બેબાકળો થઈને ભટકાઈને ભળી જા | |||
કે બગડીને બળી જા | |||
કે ગબડીને ગળી જા | |||
કે લબડીને લળી જા | |||
કે ચગદાઈને ચળી જા | |||
કે મસળાઈને મરી જા પણ સતત | |||
ઊભાં છે ચપોચપ સરકતાં વર્ધમાન | |||
તારા કાગળના કાંઠે, તારી આંખેાના ઓવારે | |||
તારા મનના મિનારે : ટોળાં અવાજ ઘોંઘાટ | |||
તારી જીભના ટેરવે : ટોળાં અવાજ ઘોંઘાટ | |||
તારી પાંપણના પલકારે : ટોળાં અવાજ ઘોંઘાટ | |||
તારી બહેરાશના કૂવામાં ઊંડે ઊંડે ઊછળતાં | |||
ટોળાં અવાજ ઘોંઘાટ | |||
( નવેમ્બર : ૧૯૭૫ ) | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
Line 8: | Line 92: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પ્રારંભિક | ||
|next = | |next = ૨- અને વાગે પેાતાને જ એકધારુ એકાંતમાં, ખાલીખમ | ||
}} | }} |
edits