આત્માની માતૃભાષા/3: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 35: Line 35:
અંગ્રેજ શાસકોએ ભારતની ગુલામ પ્રજા ઉપર ગમે તેવા વેરાઓ નાખીને તેને પાંગળી બનાવી દીધી હતી. ઉમાશંકર જોશીનો આ આક્રોશ અંગ્રેજ શાસકો સામેનો હતો.

તેમની આ કવિતાની શરૂઆત જ ‘હું ગુલામ?'માં જ પ્રશ્નાર્થ છે. અહીં માનવસંવેદનાનો તીણો-વેધક સૂર સ્પષ્ટ સંભળાય છે. તાદૃશતા, કરુણચિત્રો અને નિરૂપણની આગવી શૈલી તેમની કવિતામાં વિશેષ નોંધપાત્ર છે. તો વિષયસંવેદનાની ચટકીલી રજૂઆત અને સાંપ્રતનો જીવંત સ્પર્શ એમનાં કાવ્યોનો વૈભવ છે. સમાજાભિમુખતા એમના સર્જનમાં બહુધા જોવા મળે છે. પ્રસંગોચિત્ત લખાયેલી એમની કેટલીક રચનાઓનું પણ ચિરંજીવ સ્થાન રહ્યું છે. તો હૃદય હૃદય વચ્ચે સંવાદ સાધવાની મનીષા પણ તીવ્ર રહી છે.

‘ગુલામ’ કવિતા એ કવિના હૃદયની વાણી છે. આ સર્જકે જ્યારે આ કવિતા લખી ત્યારે આપણે આગળ જોયું તેમ આઝાદીની ચળવળનો મધ્યાહ્ન તપતો હતો. ‘દાંડીકૂચ'નો નશો ઊતર્યો નહોતો. લોકોમાં ઉત્સાહ અને આક્રોશ મિશ્રભાવે પ્રકટતા હતા. તો ઉમાશંકર જોશી એમાંથી બાકાત કેમ રહી શકે? તેમને ગુલામીની દશા અનેક રીતે કઠવા લાગી. એમણે પણ ચળવળમાં સક્રિય ભાગ લીધો. પોલીસના હાથે પકડાઈ ગયા અને દેત્રોજ પોલીસ થાણામાં લઈ ગયા. પોલીસ થાણામાં રહ્યે રહ્યે પણ એમણે ગુલામી દશાની અનુભૂતિ કરી અને તેમણે ‘ગુલબંકી છંદ'માં ‘ગુલામ’ કાવ્યની રચના કરી. આ કાવ્ય સંદર્ભે ચંદ્રકાન્ત શેઠ કહે છે: “ઉમાશંકર જોશીએ કેવળ પ્રકૃતિનિઝરનો જ નહિ, કવિતાનિઝરનો સૌન્દર્યમંત્ર પણ અંત:શ્રુતિપટ પર ઝીલ્યો હતો.''
‘ગુલામ’ કવિતા એ કવિના હૃદયની વાણી છે. આ સર્જકે જ્યારે આ કવિતા લખી ત્યારે આપણે આગળ જોયું તેમ આઝાદીની ચળવળનો મધ્યાહ્ન તપતો હતો. ‘દાંડીકૂચ'નો નશો ઊતર્યો નહોતો. લોકોમાં ઉત્સાહ અને આક્રોશ મિશ્રભાવે પ્રકટતા હતા. તો ઉમાશંકર જોશી એમાંથી બાકાત કેમ રહી શકે? તેમને ગુલામીની દશા અનેક રીતે કઠવા લાગી. એમણે પણ ચળવળમાં સક્રિય ભાગ લીધો. પોલીસના હાથે પકડાઈ ગયા અને દેત્રોજ પોલીસ થાણામાં લઈ ગયા. પોલીસ થાણામાં રહ્યે રહ્યે પણ એમણે ગુલામી દશાની અનુભૂતિ કરી અને તેમણે ‘ગુલબંકી છંદ'માં ‘ગુલામ’ કાવ્યની રચના કરી. આ કાવ્ય સંદર્ભે ચંદ્રકાન્ત શેઠ કહે છે: “ઉમાશંકર જોશીએ કેવળ પ્રકૃતિનિઝરનો જ નહિ, કવિતાનિઝરનો સૌન્દર્યમંત્ર પણ અંત:શ્રુતિપટ પર ઝીલ્યો હતો.''<ref>ઉમાશંકર જોશી’: ચંદ્રકાન્ત શેઠ, ૨૦૧૦, આદર્શ પ્રકાશન, અમદાવાદ-૩૮૦૦૦૧, પૃ. ૪૫</ref>
કવિએ શરૂઆતમાં જ ‘હું ગુલામ?’ એવો પ્રશ્ન કર્યો છે. તેમના મનમાં સતત એમ થયા કરે છે કે: ‘હું જ શા માટે ગુલામ?’ આ ‘હું'માંથી કવિ બહાર આવીને સમષ્ટિના દરેક માનવીને આવરી લે છે. અને તેઓ કહે છે: મનુષ્ય તો ‘સૃષ્ટિબાગનું અમૂલ ફૂલ છે.’ એને ગુલામ કઈ રીતે બનાવી શકાય?! તેઓ એના ખુલાસાઓ આપતાં જણાવે છે: ‘અહીં પુષ્પોને ખીલવાની સ્વતંત્રતા છે, પક્ષીઓ મુક્ત રીતે ઉડ્ડયન કરી શકે છે, વૃક્ષો પણ પોતાની ડાળીઓને મુક્ત રીતે ડોલાવી શકે છે, પ્રકૃતિ, પશુ-પક્ષી માટે ક્યાંય ગુલામી નથી. ઝરા, ઝરણ, નદી નૃત્ય કરતાં, નર્તનતાં વહી રહ્યાં છે. મહાસાગર પણ સતત ઘૂઘવ્યા કરે છે. એમને તેમ કરતાં કોઈ રોકતું નથી. આખું પ્રકૃતિ જગત સ્વતંત્ર છે. ના તો તેમને કોઈ રોક છે ન ટોક છે. તેમ છતાં ‘એક માનવી જ કાં ગુલામ?’ એમ પ્રશ્ન પણ કવિ કરે છે.

કવિનો આ પ્રશ્ન માત્ર એમનો જ નથી પણ સમગ્ર માનવસૃષ્ટિનો છે. નિયમો, બંધનો, મર્યાદાઓ અને ભેદભાવ વગેરે માત્ર મનુષ્યને જ લાગુ પડે છે. પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ છે. એમણે જે અનુભવ્યું તેનું અહીં આકલન કર્યું છે. આડકતરી રીતે અંગ્રેજોની નીતિ-રીતિને કવિએ ખુલ્લી પાડી છે. તો સાથે સાથે કવિનો આક્રોશ પ્રકટતો પણ જોઈ શકાય છે.

18,450

edits

Navigation menu