કાવ્ય-આચમન શ્રેણી – મકરન્દ દવે/કવિ અને કવિતાઃ મકરન્દ દવે: Difference between revisions

no edit summary
(Created page with "{{SetTitle}} {{Heading|કવિ અને કવિતાઃ મકરન્દ દવે|}} {{Poem2Open}} <center>૧</center> ‘સાંઈ’ અલગારી કવિ તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિશ્રી મકરન્દ દવેનો જન્મ ૧૩ નવેમ્બર, ૧૯૨૨ના રોજ રાજકોટ જિલ્લાના ગોંડલ ગામમાં. માતા જીવ...")
 
No edit summary
Line 37: Line 37:
{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
<poem>
<center>
'''આવડા મોટા આભમાં નાની'''
'''આવડા મોટા આભમાં નાની'''
''''હોડલી આવી હોય તૂફાની?'''
''''હોડલી આવી હોય તૂફાની?'''
''''''કોણ રે એનો કોણ સુકાની?'''
''''''કોણ રે એનો કોણ સુકાની?'''
</center>
</poem>
</poem>
{{Poem2Open}}
{{Poem2Open}}
આકાશ જાણે સાગર અને બીજરેખા એ તો હોડી – સોનાની હોડી! પરંતુ તેનો સુકાની કોણ છે, એ કવિનું કુતૂહલ છે. એ પ્રવાસી કોણ છે જે મનની મીઠી મહેક રેલાવી, પ્રીતના સૂરે બાંધીને ચાલી જાય છે, હૈયામાં સ્નેહની રેખા અંકાઈ જાય છે. વિરહ સાલે છે, આંખડી ઝરે છે ને ઉરનો અભિષેક થાય છે. આમ થોડીક ક્ષણોમાં જ આવીને ચાલી જનાર બીજરેખા કવિના હૈયામાં અનેક સંવેદનો ઝંકૃત કરતી જાય છે.
આકાશ જાણે સાગર અને બીજરેખા એ તો હોડી – સોનાની હોડી! પરંતુ તેનો સુકાની કોણ છે, એ કવિનું કુતૂહલ છે. એ પ્રવાસી કોણ છે જે મનની મીઠી મહેક રેલાવી, પ્રીતના સૂરે બાંધીને ચાલી જાય છે, હૈયામાં સ્નેહની રેખા અંકાઈ જાય છે. વિરહ સાલે છે, આંખડી ઝરે છે ને ઉરનો અભિષેક થાય છે. આમ થોડીક ક્ષણોમાં જ આવીને ચાલી જનાર બીજરેખા કવિના હૈયામાં અનેક સંવેદનો ઝંકૃત કરતી જાય છે.
આ કવિનાં ગીતોમાં સહજતા, સરળતા અને ભાવવાહિતા ધ્યાનપાત્ર છે. પ્રકૃતિના આલંબન સાથે સંવેદનો નિખરે છે. તેમનું ખૂબ જાણીતું ગીતઃ
આ કવિનાં ગીતોમાં સહજતા, સરળતા અને ભાવવાહિતા ધ્યાનપાત્ર છે. પ્રકૃતિના આલંબન સાથે સંવેદનો નિખરે છે. તેમનું ખૂબ જાણીતું ગીતઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''ફૂલ તો એની'''
::::                 '''ફોરમ ઢાળી રાજી.'''
        '''વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,'''
       ''' ફૂલ તો એનું કાંઈ ન જાણે,'''
'''ભમરા પૂછે ભેદ તો લળી'''
::::                ''' મૂગું મરતું લાજી : ફૂલo'''
</center>
</poem>
{{Poem2Open}}
પ્રથમ પંક્તિમાં જ ફૂલની હળવાશ, એની મસ્તી પ્રગટ થાય છે. કવિએ ફૂલનું મૂંગા મૂંગા લાજી મરવાનું માનવ-સંવેદન સરસ ચિત્રાંકિત કર્યું છે. નિસ્પૃહી ફૂલનો આનંદ તો ફોરમ ઢાળવામાં જ છે. એને મસળી નાખનારનેય એ તો તાજી સુગંધ આપે છે.
‘વળતા આજ્યો’ એ સંતપરંપરાની પદપ્રકારની રચના છેઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''માધવ, વળતા આજ્યો હો!'''
'''એક વાર પ્રભુ ખબર અમારી લેતા જાજ્યો હો!'''
'''રાજમુગટ પહેરો કે મોટા કરો ધનુષટંકાર,'''
'''મોરપિચ્છ ધરી જમનાકાંઠે વેણુ વાજ્યો હો!'''
</center>
</poem>
{{Poem2Open}}
આર્દ્ર હૃદયે ગોપીભાવે માધવને મથુરાથી પાછા વળતા આવવાની કવિ વિનંતી કરે છે. ભક્તો તો માધવને મોરપિચ્છ ધારણ કરીને, વેણુ વગાડતા, માખણ ચોરતા, તેમની સાથે રાસ રમતા જોવા ઇચ્છે છે. માધવનો રાજ્યાભિષેક થાય કે, તેઓ ધનુષટંકાર કરે. પરંતુ ભક્તોને તો જમનાકાંઠે મોરલી વગાડતા માધવ જ જોઈએ છે.
‘સમસ્યા’માં કવિને બ્રહ્માંડના સર્જનહારના રહસ્યને પામવા માટે ગુરુની શોધ છે. તો ‘ગેબી ગુંજતો’માં પણ સર્જનહારની લીલાથી આશ્ચર્યચકિત કવિને એ ગેબી રહસ્યની શોધ છેઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''પવને પડેલા ટેટા દડબડે'''
'''કરતા બીની બિછાત,'''
'''એક રે બીમાં બોઈ અણગણી'''
'''વન વન વડલાની ભાત;'''
'''સાવ રે સાદામાં ગેબી ગુંજતો.'''
</center>
</poem>
{{Poem2Open}}
આવાં અનેક રહસ્યોની કવિને ખોજ છે. અંતે પ્રેમનો પ્યાલો પીતાં અને પાતાં, ઈશ્વરનો સાક્ષાત્કાર થતાં જ બધાં જ રહસ્યો આપમેળે ખૂલી જાય છે એ કવિનો અનુભવ છે.
‘આ અંધકાર શો મહેકે છે’ એ ધ્યાનમગ્ન અવસ્થામાં થયેલા અનુભવોને શબ્દસ્થ કરતી રચના છેઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''આ ભીની હેત ભરી હલકે,'''
'''શી મીઠી મંદ હવા મલકે!'''
'''છાની છોળે અંતર છલકે;'''
'''આ ગહન તિમિરની લહેરો પર'''
'''કોઈનાં લોચન લહેકે છે!'''
'''આ અંધકાર શો મહેકે છે!'''
</center>
</poem>
{{Poem2Open}}
તો ‘નિકટ હરિનો દેશ’ એ પરમતત્ત્વ સાથેનું તાદાત્મ્ય, ભક્તિભાવ અને શરણાગતિના ભાવને અભિવ્યક્ત કરતી પદપ્રકારની રચના છેઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''રજ રજમાં વ્રજ કેરી પ્રતીતિ આપો હવે રસેશ!'''
'''નયણાં સામે એક તમોને નિરખું નિત અનિમેષ.'''
</center>
</poem>
{{Poem2Open}}
ચાલો આપણે દેશ’માં કવિને આગમનો સૂર આમંત્રે છે. કાળનુંય કશું ઊપજતું નથી એવી કેડીએ ચાલી નીકળવા કવિ આતુર છેઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''ધરતી ને અંકાશ મળે જ્યાં તેજ તિમિરના છેડા,'''
'''કાળ બિચારો ફોગટ ફરતો વહાં હમારા કેડા.'''
'''રેણ લઈ રસ્તામાં અવધૂ, ટશરો ફૂટી રાતી,'''
'''સાહિબકે ઘર સુરતા સાંધો, હવે ગગનમેં માતી.'''
</center>
</poem>
{{Poem2Open}}
કવિનું ખૂબ જણીતું ભજન ‘આવો’માંની પંક્તિ – ‘આવો, રે આવો હો જીવણ, આમના.’ જાણે મધ્યકાલીન સમયને જીવંત કરે છે. આ ભજનમાં આત્મા અને પરમાત્માના મિલનની તીવ્ર ઝંખના થાય છે. ઈશ્વર પાસે મનુષ્ય કેટલો તુચ્છ છે એ સુંદર પ્રતીકો દ્વારા વ્યક્ત કર્યું છે.
{{Poem2Close}}
<poem>
<center>
'''અમે રે સૂકું રૂનું પૂમડું,'''
       '''તમે અત્તર રંગીલા રસદાર;'''
'''તરબોળી દ્યોને તારેતારને,'''
        '''વીંધો અમને વ્હાલા આરંપાર :'''
        '''આવો, રે આવો હો જીવણ, આમના.'''
</center>
</poem>
{{Poem2Open}}
મનુષ્ય કેટલો તુચ્છ છે એ દર્શાવવા કવિ ધારદાર પ્રતીકો વાપરે છે – પોતે ‘ઊધઈ-ખાધું ઈંધણ’ છે ને ઈશ્વર ‘ધગધગ ધૂણીના અંગાર’ અને એટલે જ કવિ એને પ્રજ્વલિત કરવા ‘અગનના શણગાર’ માંગે છે. કવિની ભાવ અને ભાષાની અભિવ્યક્તિ નોંધપાત્ર છે. આ કવિની કવિતાનો રંગ ગેરુઓ છે. ‘પંખી આંધળું’માં કવિ ‘તેજલ વાટ’ બતાવવા વિનંતી કરે છે, તો ‘અનોખાં ઈંધણા’માંઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''અંગારા ઓલાણા અવધૂત ઊઠિયા,'''
'''પડી ગઈ પછવાડે રફરફતી રાખ;'''
'''એવી રે ધૂણીમાં જીવતર જોગવ્યે'''
'''પલટે પ્રાણ શણે મથી મરો લાખ!'''
'''અનોખાં ચેતાવો આતમ, ઈંધણાં.'''
</center>
</poem>
{{Poem2Open}}
અવધૂત ચાલ્યા ગયા પછી તેમની ખાલી પડેલી મઢીમાં – સમાધિસ્થળે રહેવાથી, ચરણરજ લેવાથી, ભજન-કીર્તન, કથા વગેરે બાહ્યાચારોથી જીવન પ્રકાશિત થઈ શકે નહીં. એ માટે તો ‘આતમ ઈંધણાં’ જોઈએ. આત્માને ચેતવીને પ્રાણથી અસલી અંબાર પ્રગટાવવાનો છે.
‘ગોરજ ટાણે’માં સૂરજ અને તેનાં કિરણોને ગોવાળ અને ગોધણ કલ્પીને – પ્રકૃતિવર્ણન સાથે તેમના હૃદયના ભાવોને કવિ અભિવ્યક્ત કરે છે. અંતે તો કવિને ચેતનાના ચરિયાણ પામવાની, અસીમનો ચારો મેળવવાની ખેવના છે. તો ‘અનહદ સાથે નેહ’માં ઈશ્વર સાથેનો નાતો બંધાઈ જતાં ગોપીભાવ પ્રગટે છે. ‘ઘડિયા લગન’માં જન્મ-મૃત્યુના ચોરાસી લાખ ફેરામાં – દરેક ફેરામાં ઈશ્વરનું અનુસંધાન છે. એ રહસ્ય કવિને લાધ્યું છે એટલે જ તેઓ દરેક ફેરામાં સુંદરવરનું સામૈયું કરવા ચહે છે.
‘ઢોલક હજુ બજાવે છે’માં ઢોલકની થાપ, ગાન અને રાસનું વાતાવરણ રચીને કવિ રાતના સૂનકારને ઘૂંટે છે; એ સાથે અભાગણી રંગુ વડારણની પીડા ભાવકના હૈયાને હચમચાવી દે છે.
કવિનાં ગીતોમાં સહજ આવતાં લય-ઢાળ, તળપદાં ઉપમાનો વગેરે તેમના ગીતોને વિશેષ આસ્વાદ્ય બનાવે છે. કેટલીક પંક્તિઓ જોઈએઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''આ સૂની સૂની રાત મહીં'''
'''કોઈ ઢોલક હજુ બજાવે છે,'''
'''ને ઉજ્જડપાના ફળિયામાં'''
'''એ સૂતાં પ્રેત જગાવે છે.'''
<center>*</center>
'''ઊંડા પતાળની માછલી રે લોલ,'''
'''આવી ચડી કો’ક દી’ કિનાર,'''
'''રંગ માલમજી લોલ,'''
'''હવે નંઈ આવું તારા હાથમાં રે લોલ.'''
<center>*</center>
'''ગમતું મળે તો અલ્યા, ગૂંજે ન ભરીએ'''
                        '''ને ગમતાંનો કરીએ ગુલાલ.'''
<center>*</center>
'''કાળની કાંટા-ડાળીએ લાગ્યાં'''
                '''ક્ષણનાં ચણીબોર.'''
... ... ...
        '''પીળચટાં ને તૂરમતૂરાં,'''
        '''કોઈ ચાખી લે ખટમધુરાં,'''
        '''લાલ ટબા તો પારખે પૂરા,'''
'''વીણી વીણી આપતાં હોંશે'''
                '''ચખણી ચારેકોર. — કાળનીo'''
<center>*</center>
'''કાળા ભમ્મર મેઘની નીચે'''
'''લીલું મારું ધાનનું ખેતર.'''
<center>*</center>
'''પગલું માંડું હું અવકાશમાં,'''
                        '''જોઉં નીચે હરિવરનો હાથ,'''
<center>*</center>
'''સાંયાજી, કોઈ ઘટમાં ગહેકે ઘેરું,'''
        '''બાવાજી, મુને ચડે સમુંદર લ્હેરું.'''
<center>*</center>
'''વેર્યાં મેં બીજ અહીં છુટ્ટે હાથે તે'''
                     '''   હવે વાદળ જાણે ને વસુંધરા.'''
</center>
</poem>
{{Poem2Open}}
આ કવિને સોરઠ દેશ વૈકુંઠથીયે વિશેષ વહાલો લાગે છે. સોરઠી બોલીના શબ્દોથી દુહામાં સોરઠી રંગ મહેકે છે. જુઓ ‘દુનિયામાં દૂજો નહીં’માં
{{Poem2Close}}
<poem>
<center>
'''સોરઠ સરવો દેશ મરમી, મીઠો ને મરદ,'''
'''એવો દુહાગીર દરવેશ દુનિયામાં દૂજો નહીં.'''
'''સોરઠ સેંજળ દેશ ભાતીગળ ભાવે ભર્યો,'''
'''એવો હેતાળુ હમેશ દુનિયામાં દૂજો નહીં.'''
</center>
</poem>
{{Poem2Open}}
કવિએ કવિતામાં ગીત અને ભજનની સાથે સૂફી રંગી ગઝલોને પણ આરાધી છે. જુઓ ‘લા-પરવા’! માંઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''કોક દિન ઈદ અને કોક દિન રોજા,'''
'''ઊછળે ને પડે નીચે જિંદગીનાં મોજાં.'''
... ... ...
'''દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા,'''
'''આપણા તો થીર બળે આતમાના દીવા.'''
</center>
</poem>
{{Poem2Open}}
‘સંગ કબીરનો’માં જાણે કવિએ કબીરને આત્મસાત્ કર્યા છે. દોહા પ્રકારના આ કાવ્યમાં કબીર નિમિત્તે કવિ ‘શબદના દેશ’નો મહિમા કરે છેઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''કબીરા, તારી દેણગી, રોજ વિશેષ વિશેષ,'''
'''સુરત ગ્રહે તો ઊગરે, ડૂબે શબદને દેશ.'''
... ... ...
'''ગ્રંથ તણી ગઠડી તજી, કબીરા, ફોગટ ફેંક,'''
'''શબદ ઝુકાવ્યો શ્વાસમાં, તું લાખોમાં એક.'''
</center>
</poem>
{{Poem2Open}}
ગીત, ભજન, ગઝલ, સોરઠા અને દોહા પ્રકારની કાવ્ય રચનાઓ સાથે કવિએ ‘અશ્વો’ જેવાં વિલક્ષણ સૉનેટ પણ આપ્યાં છે, તેમાં ગતિશીલ ચિત્રો-દૃશ્યોનું આલેખન જુઓઃ
{{Poem2Close}}
<poem>
<center>
'''લીલા કોમળ ઘાસથી હર્યુંભર્યું મેદાન આ વિસ્તર્યું,'''
'''નીચી ડોક નમાવી અશ્વ ચરતા, ત્યાં તો વહેતી હવા'''
'''ભીની માદક ને મથે શિર જરા ઊંચું કરી સૂંઘવા'''
'''અશ્વો, મસ્ત છલાંગતું મન રહે એનું ધર્યું ને ધર્યું.'''
</center>
</poem>
{{Poem2Open}}
ઈશા કુન્દનિકાએ નોંધ્યું છેઃ
“કવિતા એમના લોહીમાં હતી કે પ્રાણમાં હતી કે જીવન સાથે વણાયેલી હતી, એટલે પ્રારંભકાળની રચનાથી માંડી છેલ્લા સમય સુધીની રચનાઓમાં જાણ્યે-અજાણ્યે આખી જીવનયાત્રાના વિવિધ તબક્કાઓનું પ્રતિબિંબ ઝિલાયું છે.”
શ્રી સુરેશ દલાલે આ કવિ માટે લખ્યું છેઃ
“સનાતનની ખોજમાં નીકળેલા એમના જીવને માટે શબ્દ પણ એ રસ્તે જતાં જતાં મળી ગયેલા વિસામા જેવો છે. કવિતા એમના જીવન માટે જળ છે.”
{{Right|– ઊર્મિલા ઠાકર}}
{{Poem2Close}}
{{Poem2Close}}
26,604

edits