18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 77: | Line 77: | ||
{{Heading|પ્રવેશક}} | {{Heading|પ્રવેશક}} | ||
કવિ શ્રી ચિનુ મોદીએ જયારે મને એમના ગઝલસંગ્રહ ‘ખારાં ઝરણ’ની પ્રસ્તાવના લખવા માટે કહ્યું ત્યારે સાનંદાશ્ચર્ય થયું. હું કાવ્ય-સંગીતપ્રેમી છું. એમ કહું કે સંગીતને લીધે હું કવિતાની વધુ નિકટ ગયો છું, તો એમાં અતિશયોક્તિ નથી. | કવિ શ્રી ચિનુ મોદીએ જયારે મને એમના ગઝલસંગ્રહ ‘ખારાં ઝરણ’ની પ્રસ્તાવના લખવા માટે કહ્યું ત્યારે સાનંદાશ્ચર્ય થયું. હું કાવ્ય-સંગીતપ્રેમી છું. એમ કહું કે સંગીતને લીધે હું કવિતાની વધુ નિકટ ગયો છું, તો એમાં અતિશયોક્તિ નથી. | ||
ચિનુભાઈની એક ગઝલ મેં ૧૯૯૬માં સ્વરબદ્ધ કરેલી- | |||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
સરસ વાત કરવાનો મોકો મળ્યો, | |||
તને પુષ્પ ધરવાનો મોકો મળ્યો. | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ચિનુભાઈ કોઈક વાર મૂડમાં આવે તો એ ગણગણે છે. એ પછી કવિ શ્રી મકરંદ દવે અને શ્રી અમૃત ઘાયલ દ્વારા સંપાદિત પુસ્તક ‘છીપનો ચહેરો ગઝલ’માં ચિનુભાઈની એક | ચિનુભાઈ કોઈક વાર મૂડમાં આવે તો એ ગણગણે છે. એ પછી કવિ શ્રી મકરંદ દવે અને શ્રી અમૃત ઘાયલ દ્વારા સંપાદિત પુસ્તક ‘છીપનો ચહેરો ગઝલ’માં ચિનુભાઈની એક અદ્ભુત ગઝલ વાંચી, જેના બે શે’ર નીચે પ્રમાણે છે : | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
સાવ ખાલીખમ સમયનો સામનો ક્યાંથી ગમે? | |||
દર વખત સામે મુકાતો આયનો ક્યાંથી ગમે? | |||
હાથમાં આપી દીધો એકાંતનો સિક્કો મને, | |||
બેઉ બાજુ એકસરખી છાપનો ક્યાંથી ગમે? | |||
</poem> | </poem> | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
આ ગઝલ | આ ગઝલ ગાવી પણ મને ખૂબ ગમે છે. ચિનુભાઈનો ઉમળકાસભર સ્વભાવ, એમની કાવ્યપ્રીતિ, ભાષાપ્રીતિ, એમની નિખાલસતા અને એમના વિચારો અને અભિવ્યક્તિની સ્પષ્ટતા આ બધાંને લીધે મને એમના માટે પક્ષપાત છે જ. મારા જેવા સંગીતપ્રેમીને એમણે પ્રસ્તાવના લખવાનું કહ્યું એ એમનો સંગીતપ્રેમ અને મારા પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. | ||
શાસ્ત્ર પ્રમાણે ગઝલમાં ચાર તત્વો હોવાં જોઈએ-અંદાજે બયાઁ (રજૂઆતનો અંદાજ), હુસ્ને | શાસ્ત્ર પ્રમાણે ગઝલમાં ચાર તત્વો હોવાં જોઈએ - અંદાજે બયાઁ (રજૂઆતનો અંદાજ), હુસ્ને ખયાલ (સૌંદર્યબોધ) મારિફત (આધ્યાત્મિકતા) અને મૌસિકી (સંગીતમયતા). ‘મૌસિકી’નું ગઝલમાં અન્ય તત્વો જેટલું જ મહત્વ છે. ગઝલનાં સ્વરૂપ સાથે જ એ ગવાય એ વાત સ્વીકૃત છે. કોઈ પણ ગઝલ વાંચું ત્યારે એને સંગીતની નજરથી જોવાનો અનાયાસ પ્રયાસ થઈ જાય છે. ગઝલમાં મજાની વાત એ છે કે ગઝલના એક શે’રની બીજા શે’ર સાથે વિષયવસ્તુની દૃષ્ટિએ સામ્યતા હોવી જરૂરી ન હોવાથી એક ગઝલ વાંચીએ, ત્યારે એક રીતે જોવા જઈએ, તો ચાર-પાંચ જુદી-જુદી કવિતા ભાવકને મળે છે. ગઝલના સ્વરૂપે ઘણાંને આકર્ષ્યાં છે પણ એમાં અનોખી ભાત પાડી કાઠું કાઢવું એ નાનીસૂની વાત નથી. ચિનુભાઈએ ગઝલની ગુજરાતી ઓળખ ઊભી કરવામાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે. | ||
આટલું કહ્યા પછી આ સંગ્રહ વિશે - | આટલું કહ્યા પછી આ સંગ્રહ વિશે - | ||
કવિએ સંગ્રહનું નામ ‘ખારાં ઝરણ’ રાખ્યું છે. ‘ખારાં ઝરણ’ નામ વાંચતાંની સાથે જ કેટલાક પ્રશ્નો | કવિએ સંગ્રહનું નામ ‘ખારાં ઝરણ’ રાખ્યું છે. ‘ખારાં ઝરણ’ નામ વાંચતાંની સાથે જ કેટલાક પ્રશ્નો ઉદ્ભવે છે – ઝરણ ખારાં હોઈ શકે? ઝરણ તો મીઠાં ન હોય? ખારાં તો સમંદર ના હોય? જો ઝરણ ખારાં હોય, તો ક્યાં હોય? આ પ્રશ્નો હું વાગોળતો હતો, ત્યાં જ કવિએ એમનાં મૃત પત્ની હંસાબહેનને સંગ્રહ અર્પણ કરતી પંક્તિમાં જે લખ્યું તેના પર નજર ચોંટી ગઈ- | ||
‘આંખમાં ખારાં ઝરણ તેં ક્યાં મૂક્યાં?’ જાણે કે પ્રશ્નનો જવાબ પ્રશ્નથી મળ્યો ને એમાંથી પાછા પ્રશ્નો ઊભા થયા! ‘ખારાં ઝરણ’માં સ્વજનની સ્મૃતિમાંથી | ‘આંખમાં ખારાં ઝરણ તેં ક્યાં મૂક્યાં?’ જાણે કે પ્રશ્નનો જવાબ પ્રશ્નથી મળ્યો ને એમાંથી પાછા પ્રશ્નો ઊભા થયા! ‘ખારાં ઝરણ’માં સ્વજનની સ્મૃતિમાંથી ઉદ્ભવેલા આવા પ્રશ્નો ગઝલ રૂપે વહ્યા છે. પત્નીની મૃત્યુતિથીએ લખાયેલી એ ગઝલના નીચેના શે’ર હૃદયસોંસરવા ઊતરી ગયા- | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | <poem> | ||
સાચવીને ત્યાં જ તો મૂક્યાં હતાં, | |||
એ બધાં તારાં સ્મરણ તેં ક્યાં મૂક્યાં? | |||
શ્વાસનાં રણઝણતાં ઝાંઝર ફેંકીને, | |||
બોલને-ચંચળ ચરણ તેં ક્યાં મૂક્યાં? | |||
</poem> | </poem> | ||
‘તેં ક્યાં મૂક્યાં?’ એ પ્રશ્ન પૂછવાની કવિની રીત અનોખી છે. પત્નીના જન્મદિને લખાયેલી આ ગઝલ પણ એટલી જ હૃદયદ્રાવક છે- | ‘તેં ક્યાં મૂક્યાં?’ એ પ્રશ્ન પૂછવાની કવિની રીત અનોખી છે. પત્નીના જન્મદિને લખાયેલી આ ગઝલ પણ એટલી જ હૃદયદ્રાવક છે - | ||
<poem> | <poem> | ||
એમ તો જિવાય છે તારાં વગર, | |||
તું હશે ને ક્યાંક તો મારા વગર? | |||
ભીંત પર ચીતરેલ પડછાયા ફકત, | |||
હોઈને શું હોઉં હું તારા વગર?’ | |||
</poem> | </poem> | ||
એની સાથે આ ગઝલના શે’ર જુઓ- | એની સાથે આ ગઝલના શે’ર જુઓ- | ||
<poem> | <poem> | ||
‘હોઈએ શું હોઈએ તારા વગર? | |||
વાત માંડું કેમ હોંકારા વગર? | |||
માંગ એ બધ્ધું જ છે વ્યર્થ છે; | |||
દેહ શણગારું શું ધબકારા વગર? | |||
હું નહીં હોઉં પછી તું શું કરીશ, | |||
યાદ કરશે કોણ કહે મારા વગર?’ | |||
</poem> | </poem> | ||
આવા શે’ર આપણી આંખમાં પણ ખારાં ઝરણ વહેડાવે છે. | આવા શે’ર આપણી આંખમાં પણ ખારાં ઝરણ વહેડાવે છે. | ||
કવિ સાચ્ચે જ કહે છે- | કવિ સાચ્ચે જ કહે છે- | ||
<poem> | <poem> | ||
મેં સારેલાં આંસુઓ, | |||
તારે નામે ઉધાર છે. | |||
</poem> | </poem> | ||
કવિનો શ્વાસ પંખીનો છે એ સંગ્રહની અનેક ગઝલમાંથી ફલિત થાય છે- | કવિનો શ્વાસ પંખીનો છે એ સંગ્રહની અનેક ગઝલમાંથી ફલિત થાય છે- | ||
<poem> | <poem> | ||
પંખીઓ હવામાં છે, | |||
એકદમ મજામાં છે, | |||
કૈંક પંખી મારામાં, | |||
એક-બે બધામાં છે. | |||
</poem> | </poem> | ||
અને આ પંખી (કવિ ચિનુ મોદી?) એ ‘તેજ ઓળંગતું’, ‘તેજ ખંખેરતું’, ‘તેજ ફંફોસતું’, ‘તેજ ફંગોળતું’ અને ‘તેજ તગતગ થતું’ પંખી છે- | અને આ પંખી (કવિ ચિનુ મોદી?) એ ‘તેજ ઓળંગતું’, ‘તેજ ખંખેરતું’, ‘તેજ ફંફોસતું’, ‘તેજ ફંગોળતું’ અને ‘તેજ તગતગ થતું’ પંખી છે- | ||
<poem> | <poem> | ||
શેષમાં ક્યાં કશું ક્યાંય બાકી હતું? | |||
તેજ ઓળંગતું એક પંખી હતું. | |||
</poem> | </poem> | ||
ગઝલમાં પ્રયોગશીલતા ન બતાવે તો એ ચિનુ મોદી શાના ? કવિએ ‘હોં’, ‘લે’, ‘વ્હાલા’ જેવા બોલચાલની ભાષામાં વપરાતાં શબ્દોનો રદીફ તરીકે સુંદર ઉપયોગ કર્યો છે. | ગઝલમાં પ્રયોગશીલતા ન બતાવે તો એ ચિનુ મોદી શાના ? કવિએ ‘હોં’, ‘લે’, ‘વ્હાલા’ જેવા બોલચાલની ભાષામાં વપરાતાં શબ્દોનો રદીફ તરીકે સુંદર ઉપયોગ કર્યો છે. | ||
<poem> | <poem> | ||
યાદ આવે તું જ વારંવાર, હોં, | |||
છે બધું મારી સમજણ બ્હાર, હોં. | |||
વય વધે છે એમ વધતી જાય છે, | |||
તન અને મનની જૂની તકરાર, હોં. | |||
દેહ વિશે સ્મરણ છે, વ્હાલા, | |||
એ તો મારા પ્રાણ છે, વ્હાલા, | |||
ભાષાને મર્યાદા કેવી? | |||
લક્ષ્મણજીની આણ છે, વ્હાલા. | |||
</poem> | </poem> | ||
કવિ ‘શહેર, શેરી ને શ્વાન’ જેવી ત્રણ મુસલસલ ગઝલો આપે છે, જેમાં ગઝલ જેવા પરંપરાગત સ્વરૂપમાં આધુનિકતાનો અનુભવ થાય છે. તો નરસિંહ મહેતાના પદ ‘જળકમળ છોડી જાને બાળા’ની વાત આગળ ચલાવીને એમ પણ કહે છે- | કવિ ‘શહેર, શેરી ને શ્વાન’ જેવી ત્રણ મુસલસલ ગઝલો આપે છે, જેમાં ગઝલ જેવા પરંપરાગત સ્વરૂપમાં આધુનિકતાનો અનુભવ થાય છે. તો નરસિંહ મહેતાના પદ ‘જળકમળ છોડી જાને બાળા’ની વાત આગળ ચલાવીને એમ પણ કહે છે- | ||
<poem> | <poem> | ||
ઊંઘમાંથી જાગ બાળક, મુઠ્ઠી વાળી ભાગ બાળક, | |||
જળકમળ જો છાંડવાં છે, પ્રાપ્ત પળ પણ ત્યાગ બાળક. | |||
</poem> | </poem> | ||
કવિ ભલે કહે કે- | કવિ ભલે કહે કે- | ||
<poem> | <poem> | ||
હું ગઝલમાં વાત મન સાથે કરું, | |||
ક્યાં જરૂરી મારે તારી દાદની? | |||
</poem> | </poem> | ||
પણ આખા સંગ્રહમાંથી પસાર થયા પછી એમની કવિતાને દાદ આપ્યા વગર રહેવાતું નથી. કવિએ બે શે’રમાં અંગ્રેજી શબ્દો વાપર્યા એની નવાઈ જરૂર લાગી- | પણ આખા સંગ્રહમાંથી પસાર થયા પછી એમની કવિતાને દાદ આપ્યા વગર રહેવાતું નથી. કવિએ બે શે’રમાં અંગ્રેજી શબ્દો વાપર્યા એની નવાઈ જરૂર લાગી- | ||
<poem> | <poem> | ||
હાથે ચડી ગયું છે એ ‘રિમોટ’નું રમકડું, | |||
એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે. | |||
લાખ ‘સ્ક્રીનિંગ’ બાદ પત્તો ક્યાં મળે? | |||
ભલભલાને છેતરે છે, જીવ છે. | |||
</poem> | </poem> | ||
અલબત બંને ઉત્તમ શે’ર છે. | અલબત બંને ઉત્તમ શે’ર છે. | ||
કવિની આ ગઝલ તો મને એટલી ગમી છે કે મારા નજીકમાં થનારા એકાદ કાર્યક્રમમાં (જો થાય તો) એ ગાવાની તાલાવેલી હું રોકી નહીં શકું. જો કાર્યક્રમ નહીં થાય, તો મારી જાતને તો એ જરૂર ગાઈ સંભળાવીશ- | કવિની આ ગઝલ તો મને એટલી ગમી છે કે મારા નજીકમાં થનારા એકાદ કાર્યક્રમમાં (જો થાય તો?) એ ગાવાની તાલાવેલી હું રોકી નહીં શકું. જો કાર્યક્રમ નહીં થાય, તો મારી જાતને તો એ જરૂર ગાઈ સંભળાવીશ- | ||
<poem> | <poem> | ||
તું કહે છે કે હવે હું જાઉં છું, | |||
હું કહું છું, દોસ્ત! હું ભૂંસાઉં છું, | |||
તું ખરેખર ખૂબ અઘરો દાખલો, | |||
જેટલી વેળા ગણું, ગૂંચાઉં છું. | |||
સ્વચ્છ ચોખ્ખી ભીંત કાળી થાય છે, | |||
એક પડછાયો બની ફેલાઉં છું, | |||
કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે | |||
છૂટવા ઈચ્છું અને બંધાઉં છું. | |||
</poem> | </poem> | ||
આ તો ચિનુભાઈ લખે છે- | આ તો ચિનુભાઈ લખે છે- | ||
<poem> | <poem> | ||
શું કર્યું? જલસા કર્યા, ગઝલો લખી, | |||
આપણો આ આખરી અવતાર, હોં. | |||
</poem> | </poem> | ||
પણ એમની ગઝલોએ આપણને જલસા કરાવ્યા છે. | પણ એમની ગઝલોએ આપણને જલસા કરાવ્યા છે. | ||
‘મોકળું મન રાખ, માડી સરસતી ! આ ચિનુ મોદી તમારો દાસ છે.’ એવી ચિનુ મોદીની પ્રાર્થના ફળી છે. એમના બીજા એક સંગ્રહમાંનો એમનો શે’ર યાદ આવે છે: | ‘મોકળું મન રાખ, માડી સરસતી ! આ ચિનુ મોદી તમારો દાસ છે.’ એવી ચિનુ મોદીની પ્રાર્થના ફળી છે. એમના બીજા એક સંગ્રહમાંનો એમનો શે’ર યાદ આવે છે: | ||
<poem> | <poem> | ||
ધોળા થયેલ કેશને ધોળી ધજા ન ગણ, | |||
‘ઇર્શાદ’ને નમાવવાની છે મજાલ, છે? | |||
</poem> | </poem> | ||
ખરેખર-કવિતા ક્ષેત્રે સાતત્યપૂર્વક કાર્યરત ચિનુભાઈને નમાવવાની કોઈની મજાલ નથી. | ખરેખર-કવિતા ક્ષેત્રે સાતત્યપૂર્વક કાર્યરત ચિનુભાઈને નમાવવાની કોઈની મજાલ નથી. |
edits