ધ રેવન કાવ્યરચનાનો અનુવાદ/‘ધ રેવન’ સૌન્દર્યનું લયાત્મક આવિષ્કરણ: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 35: Line 35:
રેવનના અનેક ભાષાઓમાં અનુવાદ થાય છે. એકની એક ભાષામાં પણ એના અનેક અનુવાદો ઉપલબ્ધ છે. બૉદલેરે ફ્રેન્ચમાં ૧૮૫૩માં રેવનનો ગદ્ય અનુવાદ આપ્યો. એ પછી ૧૮૭૪માં માલાર્મેનો ગદ્ય અનુવાદ પ્રગટ થયો. માલાર્મેએ ગદ્ય અનુવાદ સાથે માને (Manet)નાં પાંચ રેખાંકનો પણ પ્રગટ કર્યા. માલાર્મેના અનુવાદથી પોનું સ્થાન ફ્રેન્ચ સાહિત્યની નજરમાં એક સમર્થ અમેરિકી કવિ તરીકે સ્થાપિત થઈ ચૂક્યું. સ્પેનિશમાં ૧૮૯૨માં ગલ્યેરમો એફ. હોલનો અનુવાદ, તો રશિયનમાં ૧૮૭૮માં એસ.એસ. આન્દ્રેવ્સકીનો અને ૧૮૮૮માં એસ. ઈ. ઓબોલેન્સ્કીનો અનુવાદ પ્રગટ છે. જર્મનમાં એકાધિક અનુવાદો જાણીતા છે, ટી.ઓ. (ટોમસ ઓલિવ) મેબોરે ૧૯૩૮માં ‘પોના રેવનના જર્મન અનુવાદો’ એવું પુસ્તક બહાર પાડ્યું છે.

આધુનિકતાવાદના સંદર્ભમાં વિશ્વસાહિત્યમાં સીધો યા આડકતરો મોટો પ્રભાવ પાડનાર આ કાવ્યના ભારતીય અન્ય ભાષાઓમાં અનુવાદ થયા છે કે નહીં એની ખબર નથી. ગુજરાતીમાં નરસિંહરાવ દિવેટિયાએ કોઈ અંગ્રેજી નટ પાસેથી આ કાવ્ય સાંભળીને એમનું ‘ઘુવડ’ કાવ્ય લખેલું અને ‘નુપૂરઝંકાર’ (૧૯૧૪)માં એ લીધેલું છે. પણ કાવ્યમાં આવતી ધ્રુવપંક્તિ ‘‘કદી નહી’ને બાદ કરતાં બંને કાવ્યો વચ્ચે કોઈ સામ્ય નથી. તેથી કહી શકાય કે ગુજરાતી ભાષામાં પહેલીવાર આ કાવ્યનો પદ્યમાં અનુવાદ શક્ય બન્યો છે. દીકરી પર્વણીને ઘેર રહ્યે રહ્યે બાલ્ટીમોરમાં જ્યાં એડગર એલન પો હંમેશ માટે સૂતો છે, ત્યાં એને ગુજરાતીમાં જગાડવાનું આ કાર્ય પૂરું થયું છે એ અકસ્માત હોવા છતાં દ્યોતક અકસ્માત છે.

ગુજરાતી અનુવાદ મૂળની પ્રાસયોજના અને પંક્તિ-આયોજનો એમ ને એમ ઊતરે એવી પ્રતિજ્ઞા સાથે ચાલ્યો છે. અલબત્ત પહેલી કડીથી છેલ્લી કડી સુધી બીજી, ચોથી અને પાંચમી પંક્તિઓમાં સળંગ એક જ પ્રાસદોરનું પરિપાલન અશક્ય હતું, એ અંગ છોડી દીધું છે, પો, ૧૯મી સદીનો કવિ હોવાથી સવૈયાની ચાલનો માત્રિક ઉપયોગ મુનાસિબ માન્યો અને શૈલીમાં ક્યાંક ક્યાંક આધુનિકતાથી હટીને આવતી છાંટને દાખલ પણ થવા દીધી છે. અનુવાદનો સૌથી મોટો પ્રશ્ન કાવ્યમાં આવતા પુરાકથાના અને બાઈબલના સંદર્ભોને જાળવવાનો હતો. પરંતુ એક એથિનાના પૂતળાને બાદ કરતાં, સેરાફિમ, પ્લુટો, ગિલીઅડ, એડનના સંદર્ભોને ગુજરાતી અનુવાદ સાહજિક બને એ માટે જતા કર્યા છે. અલબત્ત મૂળ કૃતિની ઉલ્લેખો (Allusions) દ્વારા ઊભી થતી સમૃદ્ધિ એથી નષ્ટ થાય છે એનું ભાન છે. પણ એક ભાષામાંથી બીજી ભાષામાં અને બીજી સંસ્કૃતિમાં કૃતિને ઉતારવા જતાં આવા પ્રકારની હાનિ અનિવાર્ય નિયતિ બનીને ઊભી રહી જાય છે.  

<br>
<br>
<br>
{{સ-મ|'''૧૦, ૧૧, ૧૨, ૧૩ નવેમ્બર ૧૯૯૭'''<br>'''શિકાગો'''}}
૧૦, ૧૧, ૧૨, ૧૩ નવેમ્બર ૧૯૯૭
શિકાગો
{{Poem2Close}}
{{Poem2Close}}

Navigation menu