825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''મારે આંગણ ટહુકાનાં તોરણ'''}} ---- {{Poem2Open}} પોર્ટિકોના છજા પર ઝૂકેલી પડ...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|મારે આંગણ ટહુકાનાં તોરણ | યજ્ઞેશ દવે}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પોર્ટિકોના છજા પર ઝૂકેલી પડદાવેલમાં બુલબુલે ફરી માળો બાંધવો શરૂ કર્યો છે. પહેલી વાર માળો બાંધ્યો ત્યારે તે ઘરમાં હું એકલો જ રહેતો હતો તેથી અવરજવર નહીંવત્ રહેતી, ને ઘર લગભગ બંધ જેવું જ. રજામાં કલ્પના, કાર્તિક આવ્યાં’તા ત્યારે તેમને સૂચના આપી હતી કે એવી રીતે અવરજવર કરવી કે બુલબુલને ડિસ્ટર્બ ન થાય. કાર્તિકને ખાસ સૂચના આપી હતી કે પોર્ચ પાસે રમવું નહીં. તેણે તે પાળ્યું. માળામાં ઈંડાં મૂક્યાં’તાં ત્યારે માળા પાસેથી પસાર થઈએ તો બુલબુલ તેની નારાજગી ઊડીને વંડી પર બેસી ચિક્ ચિક્ તેવા હળવા અવાજથી કરતાં. ઈંડા સેવાઈને બચ્ચાં નીકળ્યાં ને તેમનો અપત્યભાવ ગાઢ થયો. માળાની નીચેથી પસાર થાવ એટલે કાબર લેલાની જેમ બંને દેકારો કરી મૂકે. લોકોને અને મને ગાઈ-વગાડીને કહે કે જુઓ મારા માળા પાસે એક ક્રૂર ઘાતકી બેશરમ પારધી ઊભો છે. એક વાર બચ્ચાં કેવડાં થયાં છે તે જોવા માળામાં હાથ નાખેલો તે બુલબુલ જોઈ ગયેલી. પછી તો તેની વેરવૃત્તિ એટલી તીવ્ર બની કે મને જોતાં જ દેકારો કરી મૂકે અને એમાંય કૂંડાને પાણી પાવા જેવા કામસર પણ જો ત્યાં રોકાયાં તો ખલાસ. પાછળ પડી પજવે. ચાંચ મારવા લગભગ ખાબકે જ. એક વિચિત્ર પ્રકારના દાવ પણ તે અજમાવતું. બચ્ચાં થયા પછી હું માળા પાસે જઈ ચડ્યો હોઉં તો પાસેની કરેણ પર બેસી તેની ડાળ પગથી પકડી લટકતું બીજી ડાળ પકડતું, પડતું લસરતું જાય. તો વળી ઘડીકમાં ત્યાંથી ઊડી સામે નીચે ભોંય પર બેસી, ચાંચો ખોલતું શિખાઉ બચ્ચાંની જેમ અણઘડ પાંખો વીંઝતું જમીન પર લસરતું ઢસડાતું જાય. આ બધી પ્રયુક્તિઓના બે હેતુઓ હતા. એક તો એમ કરીને તે માળા તરફથી મારું ધ્યાન બીજે ખસેડવા મને માળો ભૂલવવા માગતા હતા અને બીજું તેનાં શિખાઉ બચ્ચાં જેવાં વર્તનથી એવો ડોળ કરતાં હતાં કે હું જે બચ્ચાંને શોધું છું તે તો તેઓ પોતે જ છે — માળો તો ખાલી છે. હું પણ તેમને ઉલ્લુ બનાવતો. મને ખબર છે કે આ જે નખરાં કરી રહ્યાં છે તે તો બચ્ચાં નથી પણ બુલબુલ દંપતી છે અને માળામાં તો બચ્ચાં છે જ. તેમની પ્રયુક્તિ ફળી છે તેવું તેમને લાગે તેથી માળા પાસે ફરકતો નહીં. આમ એક દિવસ માળામાં ન સમાતાં બચ્ચાં જમીન પરથી વંડી સુધી ને ત્યાંથી બદામની ડાળ સુધી ઊડ્યાં. એ દિવસ બચ્ચાંઓનો સહુથી આનંદનો દિવસ હતો અને બુલબુલ કદાચ ઉદાસ હશે. તેમના ઊડી જવાથી તેમની સાથે મારો એક અંશ ઊડી ગયો. હું લગભગ ખાલી થઈ ગયો. મારી સાથે કાયમ રહેતું કોઈ ઘર છોડીને જાય તેવી લાગણી થઈ. | પોર્ટિકોના છજા પર ઝૂકેલી પડદાવેલમાં બુલબુલે ફરી માળો બાંધવો શરૂ કર્યો છે. પહેલી વાર માળો બાંધ્યો ત્યારે તે ઘરમાં હું એકલો જ રહેતો હતો તેથી અવરજવર નહીંવત્ રહેતી, ને ઘર લગભગ બંધ જેવું જ. રજામાં કલ્પના, કાર્તિક આવ્યાં’તા ત્યારે તેમને સૂચના આપી હતી કે એવી રીતે અવરજવર કરવી કે બુલબુલને ડિસ્ટર્બ ન થાય. કાર્તિકને ખાસ સૂચના આપી હતી કે પોર્ચ પાસે રમવું નહીં. તેણે તે પાળ્યું. માળામાં ઈંડાં મૂક્યાં’તાં ત્યારે માળા પાસેથી પસાર થઈએ તો બુલબુલ તેની નારાજગી ઊડીને વંડી પર બેસી ચિક્ ચિક્ તેવા હળવા અવાજથી કરતાં. ઈંડા સેવાઈને બચ્ચાં નીકળ્યાં ને તેમનો અપત્યભાવ ગાઢ થયો. માળાની નીચેથી પસાર થાવ એટલે કાબર લેલાની જેમ બંને દેકારો કરી મૂકે. લોકોને અને મને ગાઈ-વગાડીને કહે કે જુઓ મારા માળા પાસે એક ક્રૂર ઘાતકી બેશરમ પારધી ઊભો છે. એક વાર બચ્ચાં કેવડાં થયાં છે તે જોવા માળામાં હાથ નાખેલો તે બુલબુલ જોઈ ગયેલી. પછી તો તેની વેરવૃત્તિ એટલી તીવ્ર બની કે મને જોતાં જ દેકારો કરી મૂકે અને એમાંય કૂંડાને પાણી પાવા જેવા કામસર પણ જો ત્યાં રોકાયાં તો ખલાસ. પાછળ પડી પજવે. ચાંચ મારવા લગભગ ખાબકે જ. એક વિચિત્ર પ્રકારના દાવ પણ તે અજમાવતું. બચ્ચાં થયા પછી હું માળા પાસે જઈ ચડ્યો હોઉં તો પાસેની કરેણ પર બેસી તેની ડાળ પગથી પકડી લટકતું બીજી ડાળ પકડતું, પડતું લસરતું જાય. તો વળી ઘડીકમાં ત્યાંથી ઊડી સામે નીચે ભોંય પર બેસી, ચાંચો ખોલતું શિખાઉ બચ્ચાંની જેમ અણઘડ પાંખો વીંઝતું જમીન પર લસરતું ઢસડાતું જાય. આ બધી પ્રયુક્તિઓના બે હેતુઓ હતા. એક તો એમ કરીને તે માળા તરફથી મારું ધ્યાન બીજે ખસેડવા મને માળો ભૂલવવા માગતા હતા અને બીજું તેનાં શિખાઉ બચ્ચાં જેવાં વર્તનથી એવો ડોળ કરતાં હતાં કે હું જે બચ્ચાંને શોધું છું તે તો તેઓ પોતે જ છે — માળો તો ખાલી છે. હું પણ તેમને ઉલ્લુ બનાવતો. મને ખબર છે કે આ જે નખરાં કરી રહ્યાં છે તે તો બચ્ચાં નથી પણ બુલબુલ દંપતી છે અને માળામાં તો બચ્ચાં છે જ. તેમની પ્રયુક્તિ ફળી છે તેવું તેમને લાગે તેથી માળા પાસે ફરકતો નહીં. આમ એક દિવસ માળામાં ન સમાતાં બચ્ચાં જમીન પરથી વંડી સુધી ને ત્યાંથી બદામની ડાળ સુધી ઊડ્યાં. એ દિવસ બચ્ચાંઓનો સહુથી આનંદનો દિવસ હતો અને બુલબુલ કદાચ ઉદાસ હશે. તેમના ઊડી જવાથી તેમની સાથે મારો એક અંશ ઊડી ગયો. હું લગભગ ખાલી થઈ ગયો. મારી સાથે કાયમ રહેતું કોઈ ઘર છોડીને જાય તેવી લાગણી થઈ. |