18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 63: | Line 63: | ||
કરગરે છે, એને લઈ જવા માટે. | કરગરે છે, એને લઈ જવા માટે. | ||
પણ હું એને રજા નથી આપતી. | પણ હું એને રજા નથી આપતી. | ||
</poem> | |||
== ૩. હિજરત == | |||
<poem> | |||
માલધારીઓ હિજરત કરી ગયા છે. | |||
પાછળ મૂકી ગયા છે, એક ચૂલો સળગતો. | |||
ખબર નહીં, ક્યારે, કોણ ભૂખ્યું આવી ચડે? | |||
ચૂલો જો પાણી છાંટીને ઠારી દેવાય તો | |||
અગ્નિ નારાજ થઈ જાય. | |||
ચૂલાના અડધા ઝરી ગયેલા કોલસાની સામે | |||
દયામણી નજરે જોઈ રહ્યા છે | |||
પાછળ એકલાં રહી ગયેલાં સીમનાં ઝાડ | |||
આવશે કોઈ ભૂખ્યું જણ? | |||
વૃક્ષો વચ્ચેથી સરસરાતી | |||
હવાની એક લહેરખી આવી ચડી. | |||
ઠરી જવા આવેલી ચૂલાની આગ | |||
ફરી પ્રજ્વલિત થઈ. | |||
સીમનાં ઝાડ, અગ્નિને આહુતિ આપવા | |||
તૈયાર થઈ ગયાં. | |||
માલધારીઓ નજર પહોંચે ત્યાં સુધી | |||
વળી વળીને જોઈ રહ્યા છે, | |||
તેમના નેસડાનાં ઝાડને સળગતાં. | |||
માલધારીઓ હવે બેઠા છે, | |||
ત્રણ ઈંટ ચૂલાના આકારે ગોઠવી રાખી છે. | |||
અગ્નિને પેટાવવા કાઠીઓ છે. | |||
અગ્નિને હવા આપવા પૂઠું છે. | |||
એમ તો મુઠ્ઠી ધાન પણ ક્યાં નથી, | |||
પણ ભૂખ, | |||
ભૂખ ક્યાં છે? | |||
</poem> | |||
== ૪. જેલ == | |||
<poem> | |||
જેલની કાળકોટડીમાં રાખેલી બરફની એક પાટ છું હું! | |||
પ્રખર તાપમાં રાખો તોય પીગળે નહીં એવી જડ, સખત. | |||
રોજ એક નવા કેદીને હાથ-પગ બાંધીને | |||
મારા પર સુવડાવવામાં આવે છે. | |||
એ ખૂબ તરફડે છે પણ મોઢામાંથી એક હરફ બોલતો નથી, | |||
થોડીવારમાં મરી જાય છે. | |||
છેક બીજા દિવસે સિપાહીઓ એને ઊપાડી જાય છે. | |||
હું ઠંડીગાર, સ્થિતપ્રજ્ઞ પડી રહું છું. | |||
એણે એકરાર ન કરેલા ગુનાઓ મારામાં સમાઈ જાય છે. | |||
હું એવી જ અકથ્ય, વધારે ને વધારે જિદ્દી બનતી જઉં છું. | |||
મારામાંથી પણ એક ટીપું યે બરફ | |||
પાણી બનીને વહેતો નથી. | |||
જેલના લોખંડી સળિયાઓ પાછળ | |||
કડક ચોકી-પહેરા વચ્ચે હું પડી છું. | |||
જેલર એનો પગ મારા પર ટેકવીને, થાકેલો ઊભો છે. | |||
એના બુટની અણીદાર ખીલીઓ મને ઉઝરડા પાડે છે. | |||
એક નવો જ કેદી આવીને મારા પર સૂએ છે. | |||
મરે છે, સૂએ છે, મરે છે, સૂએ છે.... | |||
</poem> | </poem> |
edits