18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 805: | Line 805: | ||
વાળ, એમને પાછાં વાળ. | વાળ, એમને પાછાં વાળ. | ||
સવાર થવામાં જ છે. | સવાર થવામાં જ છે. | ||
</poem> | |||
== ૨૬. આવરણ == | |||
<poem> | |||
આ અરીસો હવે કાબૂ બહાર થઈ ગયો છે. | |||
હું એની સામે ઊભી રહું છતાં, | |||
મારું કોઈ પ્રતિબિંબ જ નહીં! | |||
અને એમાં દેખાયા કરે, બાકીનું બીજું બધું જ! | |||
મારી પાછળની એ દીવાલ, અલમારી, પુસ્તકો વગેરે. | |||
અરે, ક્યારેક તો ઘર પાછળના નાનકડા બાગમાં ખીલેલાં | |||
ફૂલો સુધ્ધાં એમાં દેખાય છે | |||
પણ મારા અસ્તિત્વને એ નકારે છે, ધરાર. | |||
મારા અને અરીસા વચ્ચેનું | |||
કાચનું એક આવરણ | |||
કદાચ દૂર થઈ ગયું છે. | |||
કાં તો અમે એક થઈ ગયાં છીએ | |||
અથવા તો અદૃશ્ય. | |||
આ અરીસો | |||
તસુભાર ખસ્યા વિના | |||
બતાવે છે મને | |||
આ ઘરની નીચે છુપાવેલી પૂર્વજોની સંપત્તિ | |||
અને ક્યારેક તો | |||
ભવિષ્યની કોઈ એકાદ ક્ષણ પણ. | |||
હું ઝંખી રહી છું, મને જોવા | |||
પણ મારા પોતાના સિવાય | |||
એ બતાવે છે, બીજું બધું જ, માંગું તે. | |||
કદાચ મારું રક્ષણ કરી રહ્યો છે આ અરીસો | |||
અથવા તો પછી | |||
એણે મારી નાંખી છે મને | |||
અને મને એનો ખ્યાલ સુધ્ધાં આવવા નથી દીધો. | |||
</poem> | |||
== ૨૭. ખૂંધવાળી છોકરી == | |||
<poem> | |||
આમ તો રૂપાળી છે, પણ ખૂંધવાળી છે એ છોકરી. | |||
એનાં મા-બાપ લાખ વાનાં કરીને ઘરે બોલાવે છે મુરતિયાઓને | |||
પણ જેવી એ છોકરી આવે છે, મહેમાનો સામે | |||
કમરેથી સાવ ઝૂકેલી, હાથમાં ચાની ટ્રે લઈને | |||
કે મુરતિયાઓ જતા રહે છે ઊભા પગે. | |||
મા-બાપ પણ હવે તો ટેવાઈ ગયાં છે | |||
તે રાત્રે સૂઈ જાય છે ઘસઘસાટ, ઝાઝી ચિંતા વગર. | |||
જોકે કોઈને ક્યાં ખબર છે કે એ છોકરી, રોજ મધરાતે | |||
જઈને ઊભી રહે છે, ઘરની અગાશીએ | |||
સીધી, ટટ્ટાર, સુરેખ. | |||
એને જોવા આવે છે કંઈ કેટલાયે રાજાઓ | |||
રાજકુમારો ને કુશળ ઘોડેસવારો. | |||
સ્વયંવર રચાય છે એના, આ અગાશીએ રોજ રાત્રે | |||
અને પછી હારેલા રાજકુમારો યુદ્ધે ચડે છે એના માટે. | |||
ક્યારેક તો અપહરણ પણ થઈ જાય છે એનું આ અગાશીએથી | |||
સવારે એ જાગે ત્યારે, ફરી ઊગી આવી હોય છે એની ખૂંધ | |||
પણ મને લાગે છે કે, એને હવે ગમી ગઈ છે એની આ ખૂંધ | |||
આ ખૂંધ જ છે, જે બચાવી લે છે એને, આ દિવસથી | |||
અને જિવાડે છે એને, રોજ રાત્રે ઊગતી એ ભવ્ય રાત માટે | |||
ફૂલોની વેલીઓથી સુગંધિત, શીતલ | |||
તારાઓ મઢી અગાશીએ ઊતરી આવતી રાતે | |||
ચાંદનીથી સુશોભિત, એ સ્વરૂપવાન, સુરેખા | |||
ખડખડાટ હસી પડીને મશ્કરી કરે છે | |||
વયસ્ક રાજાઓની, નિશાન ચૂકી જતા રાજકુમારોની | |||
ને ઘોડા પરથી નીચે ઊથલી પડતા ઘોડેસવારોની. | |||
અપમાનિત મુરતિયાઓને એ પાછા વાળી દે છે, અગાશીએથી | |||
અને એ પોતે, અભિમાની, અભિયુક્ત, સારિકા | |||
ફૂલોની વેલીઓને લપેટાઈને આનંદ કરતી રહે છે રાતભર. | |||
</poem> | |||
== ૨૮. ઉદાસી == | |||
<poem> | |||
ઉદાસીનું જન્મસ્થાન | |||
પેલું દૂર દેખાઈ રહ્યું છે, | |||
એ મંદિર જ છે. | |||
ભાવિકોની બંધ આંખો તળેથી | |||
અંધારું પેદા થાય છે, અંધારું વકરે છે. | |||
ભક્તજનો ઝનૂનથી થાળી-મંજીરાં વગાડે છે. | |||
આરતીનો એકધારો અવાજ | |||
મંદિરમાં પ્રસાદ માટે આમતેમ રઝળી રહેલા | |||
ઉંદરને બેબાકળો બનાવી દે છે. | |||
રાત્રે પૂજારી મંદિરને તાળું મારી સૂઈ જાય | |||
એટલે વ્યગ્ર ઉંદર દેવીનાં વસ્ત્રો કાતરી ખાય છે. | |||
લજ્જાની મારી દેવીએ | |||
આત્મહત્યા કરી લીધી છે. | |||
ઉંદર પણ પાંજરામાં મૃત પડ્યો છે, | |||
પૂજારીએ મૂકેલો ઝેર ભેળવેલો પ્રસાદ ખાઈને. | |||
સવારે મંદિર, મૂર્તિ વિનાનું, સાવ ખાલી ખાલી | |||
ભક્તો નિરાશ વદન, ઉદાસ ઉદાસ | |||
શોધી રહ્યા છે, | |||
કોઈ નવી દેવીને. | |||
</poem> | </poem> |
edits