18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 752: | Line 752: | ||
તમારા સિવાય | તમારા સિવાય | ||
બીજું કોઈ નથી મારું. | બીજું કોઈ નથી મારું. | ||
</poem> | |||
== ૨૪. દેવદૂત == | |||
<poem> | |||
તમે જ્યારે અંતિમ શ્વાસ લીધા | |||
ત્યારે હું હાજર નહોતી. | |||
તમારા ચહેરા પર | |||
એ વખતે ભય હતો કે આનંદ કે રાહત | |||
એ હું નથી જાણતી. | |||
પણ ધીરેથી બંધ થઈ રહેલી તમારી આંખોમાં | |||
કેટલાક ચહેરા બિડાઈ ગયા હશે. | |||
તેમાં એક ચહેરો મારો પણ હશે. | |||
મારા જન્મ પહેલાં, | |||
મારાથી અજાણ, | |||
એક જીવન તમે જીવ્યા. | |||
અને હવે, | |||
એક જીવન હું જીવીશ, | |||
તમારા ગયા પછી તમારાથી અજાણ. | |||
જ્ઞાત-અજ્ઞાતના ઉંબરે ઊભેલા | |||
આપણે પિતા-પુત્રી | |||
કોને કહીએ પરિચિત? | |||
ને કોને માનીએ અપરિચિત? | |||
હું તમારી યાદમાં કાગવાશ નહીં આપું. | |||
પણ તમે આવજો. | |||
પાંખો ફફડાવતા, | |||
જ્યારે દેવદૂતો રસ્તો પૂછે તમને, | |||
મારા ઘરનો. | |||
</poem> | |||
== ૨૫. ઓસીકાની ખોળ == | |||
<poem> | |||
ઓસીકાની ખોળ પર ચીતરેલી | |||
રંગબેરંગી ભાતમાં છપાયેલાં | |||
હાથી, ઘોડા, ઊંટ અને જાસુદ પર | |||
માથું ટેકવીને સૂઈ જઉં છું, | |||
ને અડધી રાત્રે | |||
હણહણતા અશ્વો | |||
ખરીઓ પછાડતા દોડે છે, મારી છાતી પર. | |||
ક્યાં જઈ રહ્યું છે આ અશ્વસૈન્ય? | |||
કોને જીતવા? | |||
કહે છે કે, હાથીઓને | |||
જીવવા માટે આખું જંગલ હોય છે, | |||
પણ મરવાનાં સ્થળ નિશ્ચિત હોય છે, | |||
ક્યાં જઈ રહ્યા છે આ હાથીઓનાં ઝૂંડ, | |||
મરવા માટે? | |||
બળબળતા રણમાં ડગલાં ભરતાં આ ઊંટ | |||
કઈ હિજરત માટે નીકળ્યાં છે? | |||
ઊગ, જાસુદ, | |||
હાથી, ઘોડા ને ઊંટના રસ્તામાં ઊગ. | |||
વાળ, એમને પાછાં વાળ. | |||
સવાર થવામાં જ છે. | |||
</poem> | </poem> |
edits