18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 927: | Line 927: | ||
</poem> | </poem> | ||
== | == ૩૦. સંધ્યાટાણે == | ||
<poem> | |||
મારી આંખો પાછળ મેં કંઈક છુપાવી લીધું છે. | |||
ડૉક્ટર બિચારો ઓપરેશન પર ઓપરેશન કર્યે જાય છે. | |||
આંખો પરથી સફેદ પટ્ટી હળવેકથી ઉતારીને | |||
સામે ઊભો રહે છે. | |||
આશાસ્પદ ચહેરે પૂછે છે, | |||
હવે દેખાય છે? હવે દેખાય છે? | |||
હું કહું છું, ના. | |||
એને ક્યાં ખબર છે, કે સંધ્યાટાણે | |||
સાવરણીથી ઘરમાં ઝાડુ વાળવાનો | |||
અપરાધ કરતી વખતે, મને સ્પષ્ટ દેખાય છે, | |||
કોપાયમાન થયેલા ત્રિદેવ સુધ્ધાં. | |||
અરે, અંધ નાગણો આવે છે મારી પાસે | |||
અને માથું નમાવીને પૂછે છે, | |||
એમના નાગના હત્યારાઓ વિષે. | |||
જન્મજન્માંતરોની આરપાર જુએ છે મારી દૃષ્ટિ, | |||
પણ નથી ઓળખી શકતી | |||
એક ધૂંધળા ચહેરાને. | |||
બકરીના તાજા, હૂંફાળા દૂધની સેડ | |||
કોઈ મારી આંખોમાં નાંખે છે. | |||
આંખોમાં એવી ગલીપચી થાય છે કે ન પૂછો વાત. | |||
નહીં, આનાથી વધુ | |||
હવે કંઈ જ નથી યાદ. | |||
</poem> | |||
== ૩૧. અથાણું અને અંધકાર == | |||
<poem> | |||
</poem> |
edits