18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,208: | Line 1,208: | ||
મારા ગર્ભને. | મારા ગર્ભને. | ||
એના જન્મની વેદનાને. | એના જન્મની વેદનાને. | ||
</poem> | |||
== ૩૯. બરફની દીકરી == | |||
<poem> | |||
સૂરજના સોનેરી પ્રકાશમાં | |||
ઝળાંહળાં થતા એ દિવસને પકડીને | |||
ઘરના ભંડકિયામાં પૂરી દીધો છે મેં, | |||
ક્યારેક | |||
શિયાળાની સમી સાંજે | |||
કે ભીની વરસાદી રાતે | |||
એ દિવસનો એક ટુકડો હું બહાર કાઢું છું | |||
અને ઓજસ્વી તડકામાં | |||
મારી સુંવાળી ત્વચાને જોતી બેસી રહું છું. | |||
એ તડકાને સાચો માનીને ખીલી ઊઠેલાં | |||
સૂરજમુખીનાં ફૂલો ચૂંટતી રહું છું. | |||
પછી ધોળા દિવસે | |||
એ તડકાની ઓથે લપાઈને સરી ગયેલા | |||
પ્રિયજનની પીઠને યાદ કરું છું. | |||
મારી દીકરીના જન્મ વખતે | |||
નહોતો ઊગ્યો આ સૂરજ. | |||
બરફમાંથી બનેલી દીકરી, ઓગળી જવાના ડરે | |||
ઘરના ઝાંપા સુધી પણ બહાર નથી જઈ શકતી. | |||
સૂરજની રોશનીથી ઝળહળતો | |||
ઘરના ભંડકિયાનો એક ગુપ્ત ભાગ | |||
સાવ અજાણ્યો છે | |||
ઘરમાં હસતી-૨મતી મારી દીકરીથી. | |||
મેં વશમાં કરી લીધો છે, સૂરજને | |||
અને એમ જિવાડી છે | |||
અમારી આ બરફની દીકરીને. | |||
</poem> | </poem> |
edits