18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,238: | Line 1,238: | ||
અને એમ જિવાડી છે | અને એમ જિવાડી છે | ||
અમારી આ બરફની દીકરીને. | અમારી આ બરફની દીકરીને. | ||
</poem> | |||
== ૪૦. શૂન્યાવકાશ == | |||
<poem> | |||
એક ચુડેલ અને એક ખવીસ પ્રેમમાં હતાં. | |||
ચુડેલ રોજ રાત્રે માથા પર સગડી લઈને આવી જતી. | |||
બંને ખુશ હતાં. | |||
શરીરની પોતાની એક ભાષા છે. | |||
બંને સંતુષ્ટ હતાં. | |||
પણ એક દિવસ, ચુડેલને મન થયું કે એનો પ્રેમી | |||
એને એક દીર્ઘ ચુંબન આપે. | |||
એણે ખવીસને ખૂબ આજીજી કરી. | |||
પણ ખવીસને માથું જ ક્યાં હતું? | |||
હોઠ, દાંત, જીભ, આંખ, કાન — | |||
કંઈ જ નહીં! | |||
એ રડવા લાગ્યો. | |||
ચુડેલ એના ધડની ઉપરના શૂન્યાવકાશને તાકી રહી. | |||
અને પછી ગુસ્સે થઈને ચાલી ગઈ. | |||
ખવીસ એની પાછળ એને મનાવવા દોડ્યો. | |||
પણ એ ક્યારેય એને શોધી ન શક્યો. | |||
ચુડેલનાં પગલાં હંમેશા ઊંધાં પડે છે. | |||
</poem> | |||
== ૪૧. ધ્યાનખંડ == | |||
<poem> | |||
આશ્રમના ચિંતન-મનનથી ઝૂકી ઝૂકી જતાં | |||
વૃક્ષોના પવનમાં મારી આંખો મીંચાય છે | |||
અને બંધ આંખો પાછળ દેખાય છે, | |||
વિશાળ ધ્યાનખંડો. | |||
ધ્યાનખંડની જાજમની નીચે | |||
પગની ધૂળની સાથે દબાઈ ગયેલો કોલાહલ | |||
હું જોઈ શકું છું. | |||
ધ્યાનખંડની દીવાલ પરના પોપડા સહેજ ખરે છે | |||
અને હું ધ્યાનમાંથી ઝબકી જઉં છું. | |||
મારાં ચિત્તની અશાંતિ | |||
અહીંની દીવાલોને ખેરવી નાખશે તો? | |||
આશ્રમની બહાર આવી ગયા પછી | |||
હવે હું જાતજાતના અવાજ, ઘોંઘાટને | |||
પ્રેમ કરતાં શીખી રહી છું. | |||
અસંખ્ય અવાજો મારા કર્ણપટલ પર અથડાય છે | |||
અને હું દરેક અવાજને ધ્યાનથી સાંભળું છું. | |||
કોઈ અવાજને કોઈ અર્થ નથી | |||
છતાં હું દરેક અવાજના આરોહ-અવરોહ | |||
ખૂબ શાંતિથી સાંભળું છું. | |||
મારા ધ્યાનખંડમાં જબરો કોલાહલ છે. | |||
</poem> | </poem> |
edits