18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,448: | Line 1,448: | ||
અને રોજ સવારે ઊઠીને | અને રોજ સવારે ઊઠીને | ||
હું ભેગી કરતી હોઉં છું તેની રાખ. | હું ભેગી કરતી હોઉં છું તેની રાખ. | ||
</poem> | |||
== ૪૭. મીઠાના અગર == | |||
<poem> | |||
હું હવે રહું છું, ટુંડ્ર પ્રદેશે, | |||
ઈગ્લુમાં. | |||
મીઠાના અગરો તો મેં | |||
ત્યજી દીધા ક્યારના | |||
પણ ત્યાં રહી ગયેલો | |||
મારા ડાબા પગનો અંગૂઠો, | |||
જેની ગેરહાજરીને કારણે જ તો | |||
મારા પગલાંની છાપ પડે છે | |||
જરા જુદી.... ત્યાં બરફમાં. | |||
જેને ઓળખીને દોડતાં આવે છે | |||
મારી પાસે કંઈ કેટલાંયે યાક. | |||
રુંવાટિયાં યાક. | |||
મારાં બર્ફીલાં પણ ખારાં ખારાં નસકોરાં | |||
બરફમાં પાડે છિદ્રો! | |||
ને યાકને મન એ દૂરબીન. | |||
જ્યાં બરફમાંથી દેખાય બરફ. | |||
</poem> | |||
== ૪૮. દરવાજો == | |||
<poem> | |||
આ દરવાજાને નથી કશું અંગત કે બિનંગત | |||
છતાં એના હોવા માત્રથી | |||
બે વિશ્વ વહેંચાઈ જાય છે, સાવ નોખાં નોખાં. | |||
જાહેર અને ખાનગી | |||
એ બે વિશ્વ વચ્ચે છે આ દરવાજો. | |||
ક્યારેક અતિ સભ્ય અને શાલીન, બંધ, | |||
તો ક્યારેક સાવ ખુલ્લો ફફાસ. | |||
દરવાજાની પાછળ નથી કોઈ સાત ઓરડા | |||
છતાં કાન દઈને સાંભળો તો... | |||
નહીં, નહીં, રહેવા દો, કંઈક તો રહેવા દો | |||
ગોપિત. | |||
અહીં નથી કોઈ સાંકળ ખખડાવનાર કે નથી કોઈ ખોલનાર, | |||
છતાં છે, આ દરવાજો | |||
એની આ પાર કે પેલે પાર, જવું છે ઘણાને, | |||
પણ આમથી ઉંબરો ઓળંગીને | |||
અંદર પ્રવેશ કરવો કે પછી | |||
તેમથી ઉંબરો ઓળંગીને | |||
બહાર નીકળી જવું, | |||
તેનો નિર્ણય કોઈ નથી લઈ શકતું. | |||
આગળ પાછળ કશું જ ન હોવા છતાં | |||
આ દરવાજો | |||
અકળાવી નાખે છે લોકોને. | |||
તેમ છતાં કોઈ તોડી નથી નાખતું આ દરવાજાને. | |||
ક્યારેક બંધ, ક્યારેક ખુલ્લો, ક્યારેક અધખુલ્લો, | |||
આ દરવાજો છે હજી. | |||
</poem> | </poem> |
edits