18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,554: | Line 1,554: | ||
ગ્લાસને છોડવાની કોશિશ ન કરવી હિતાવહ છે. | ગ્લાસને છોડવાની કોશિશ ન કરવી હિતાવહ છે. | ||
આ એક સાર્વજનિક બાગ છે. | આ એક સાર્વજનિક બાગ છે. | ||
</poem> | |||
== ૫૧. ભુજ == | |||
<poem> | |||
ભુજની શેરીઓમાં ઢોળાયેલા એંઠવાડની | |||
આસપાસ નિરાંતે ફરતી રહેતી એ ગાયો | |||
ઘરની બહાર ઓટલા પર મુકાતી રોટલીઓની | |||
રાહ જોતાં બેસી રહેલાં કૂતરાં | |||
ખત્રી ચકલાની ગલીના નાકે આવેલી એ પાનવાળાની દુકાન | |||
જેમાં ઠેરઠેર ગોઠવેલા હતા. | |||
મધુબાલાની મારકણી અદાઓના ફોટા | |||
દરબારગઢના એક ખૂણામાં ઊભી રહેતી | |||
ફરાળી કચોરીની એક લારી | |||
દાબેલી પર શણગારાતા દાડમના દાણા | |||
અન્નકૂટ અને હિંડોળાના દર્શને જતા ધન્ય ધન્ય લોકો | |||
નાગપંચમીના ભુજીયા ડુંગર પર દૂધ પીતા સાપ | |||
રાજેન્દ્રબાગમાં લીલાછમ ઘાસ પર ફરતી બકરાગાડીમાં | |||
પોતાનાં નાનકડાં બાળકોને બેસાડીને ખુશ થતાં નવાંસવાં મા-બાપ | |||
આયના મહેલમાં પોતાના રજવાડી પ્રતિબિંબના | |||
પ્રેમમાં પડી જતા વિદેશી સહેલાણીઓ | |||
નજરબાગની ઊંચી દીવાલો પર | |||
પ્રોજેક્ટર વડે દર્શાવાતી શ્વેત-અશ્વેત દસ્તાવેજી ફિલ્મો... | |||
ભુજ – | |||
સુંદર છે, સ્થગિત છે, મારી અંદર. | |||
મારી અંદર | |||
માછલીઓનું એક ટોળું | |||
હજી પણ આવે છે | |||
હમીરસરના કિનારે | |||
રોજ, સવાર-સાંજ | |||
અને લોકો એ માછલીઓને ફેંકે છે | |||
લોટના ટુકડા. | |||
ધરતીકંપે તોડી નાંખી છે | |||
હમીરસર તળાવની પાળ | |||
પણ મારી અંદર | |||
હજી પણ ઓગને છે, હમીરસર | |||
અને એક રાજા | |||
અંબાડી પર બેસીને આવે છે | |||
મારી અંદર છલકેલા તળાવને વધાવવા. | |||
</poem> | |||
== ૫૨. લીલો દુકાળ == | |||
<poem> | |||
ખેતરોમાં પગ સમાણાં પાણી છે. | |||
ખેડૂતોએ ખેતરોમાં વેરેલાં બીજ | |||
જાણે આંખોમાંથી ઊગી નીકળ્યાં હોય તેમ | |||
જ્યાં જુઓ ત્યાં લીલા છોડ છે. | |||
પાણીને પચાવી ન શકવા છતાં, | |||
બેબાકળા, ઊભા છે હજી છોડ. | |||
ખેતરમાં તરી રહ્યાં છે, સાપ ને ઇયળ | |||
જીવતાં કે મૂઆં, શું ખબર. | |||
ખેડૂતોની ઓસરીમાં ખડકાયેલા ધાનના ઢગ | |||
વહી નીકળ્યા છે ઘર બહાર | |||
ખેતરોમાં પાક નષ્ટ કરવા આવ્યા હતા | |||
એ ઝેરી કીટક, હવે સાંભળી રહ્યા છે | |||
ત્રાજવામાં તોલાઈ રહેલા | |||
ડૂસકા ભરતા લણણીના ગીતને. | |||
વજનદાર, ખાલી મણની ચુપકીદી | |||
સર્વત્ર છવાયેલી છે, | |||
કહે છે કે લીલોદુકાળ છે આ. | |||
</poem> | </poem> |
edits