18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 1,696: | Line 1,696: | ||
કોઈના ઘરમાં પ્રવેશી રહેલી | કોઈના ઘરમાં પ્રવેશી રહેલી | ||
કોઈ એક સ્વચ્છ સવાર બનવા. | કોઈ એક સ્વચ્છ સવાર બનવા. | ||
</poem> | |||
== ૫૫. કવિની સંપત્તિ == | |||
<poem> | |||
મારી પાછળ મૂકી જવા માટે | |||
નથી મારી પાસે | |||
કોઈ પુત્રના ચહેરાની રેખાઓ | |||
કે નથી કોઈ પ્રેમીએ લખેલું અમ૨કાવ્ય. | |||
આ દેશ પણ ક્યાં હતો મારો? | |||
હું બોલતી રહી એક દેશની ભાષા | |||
કોઈ એક બીજા દેશમાં | |||
ને પ્રવાસ કરતી રહી | |||
કોઈ એક ત્રીજા દેશમાં. | |||
મારા ઘરની બહાર ઊગેલા | |||
ઘાસની નીચે વસતાં જીવડાં | |||
ચૂસતાં રહ્યાં મારી સ્મૃતિની ભાષાને | |||
જાણે આરોગી રહ્યા હોય | |||
આ લીલા ઘાસની નીચે સૂતેલા | |||
મારા જન્મના દેશના મૃતદેહને | |||
અને હું લખતી રહી કવિતાઓ | |||
સ્મૃતિ વિનાના, સફેદ થઈ ગયેલા શરીરની. | |||
આ હરિત ઘાસ જેવું | |||
જો કોઈ સ્વપ્ન હોત મારી પાસે | |||
તો મેં જગાડ્યો હોત | |||
આ સૂતેલા દેશને | |||
ઘરનાં તમામ બારી-બારણાં ખોલી નાખીને | |||
મેં પ્રવેશવા દીધો હોત એ દેશને, ઘરની ભીતર | |||
પણ મારી પાસે નથી હવે કોઈ સ્વપ્ન પણ | |||
પાછળ મૂકી જવા માટે. | |||
મારી સંપત્તિમાં હું મૂકી જઈશ | |||
માત્ર મારું ન હોવું | |||
જે જીવ્યું સતત મારી સાથે | |||
પ્રેમીઓના ચુંબન વખતે | |||
કવિતાઓના પ્રકાશન વખતે | |||
પ્રિયજનોના અવસાન વખતે. | |||
જ્યાં જન્મ થયો એ કચ્છના | |||
એક નાનકડા ગામની નદીના કિનારે | |||
શિયાળાની ટૂંકી સાંજે | |||
ભડકે બળતી કોઈ ચિતાના પ્રકાશમાં | |||
આંસુ સારી રહેલાં તીડ | |||
અને ત્યાં રમી રહેલાં દેડકાંનાં બચ્ચાં જેવું | |||
મારું ન હોવું | |||
એ જ મારી સંપત્તિ | |||
જે સોંપી જઈશ તને હું. | |||
</poem> | |||
== ૫૬. ઑકલૅન્ડ == | |||
<poem> | |||
પાછળ છૂટી ગયેલું એ શહેર | |||
હજી પણ જીવી રહ્યું છે. | |||
મારી સાથે, | |||
એક નવા દેશમાં, આ નવા શહેરમાં. | |||
મને યાદ આવે છે. | |||
ત્યાં મેં ઓળંગ્યા હતા એ ચાર રસ્તા. | |||
એ ચાર રસ્તા પર સિગ્નલ પાસે એક ટાવર હતું. | |||
એ ઘડિયાળના મોટા કાંટા | |||
અહીં હું મારી કાંડાઘડિયાળમાં | |||
આ દેશનો સમય સેટ કરતી હોઉં છું ત્યારે | |||
નજર સામે એવા તરવરે છે જાણે | |||
એકએક ક્ષણનો હિસાબ માંગતા હોય. | |||
અહીંની બજારમાંથી ફળો ખરીદતી વખતે | |||
મારા મોંમાં હોય છે. | |||
ત્યાં ઘરની પાછળ ઊગતાં હતાં તે | |||
બહારથી સોનેરી અને અંદરથી લીલાં, | |||
ખરબચડાં, ખાટાં ફળોનો સ્વાદ | |||
અહીંની સવાર પર | |||
ઝળૂંબતી રહે છે ત્યાંની બપોર. | |||
અહીંની ઇમારતોમાં જીવતા રહે છે ત્યાંના લોકો. | |||
અને પછી તો. | |||
ત્યાંના પાર્કમાં અહીંનો તડકો.. | |||
અહીંના પાસપોર્ટમાં ત્યાંનું એડ્રેસ... | |||
ત્યાંના બત્તીના બિલમાં અહીંનો ચેક... | |||
અહીંના સિનેમાહોલમાં ત્યાંની ટિકિટ | |||
બે શહેર | |||
સેળભેળ થતાં, છૂટાં પડતાં, ફરી એક થતાં, | |||
અંતે સાવ ખોવાઈ જતાં. | |||
ટકી રહે છે મારી ભીતર. | |||
આ શહેરના રરતાઓ પર | |||
પેલા શહેરની નંબરપ્લેટવાળાં વાહનો દોડતાં રહે છે. | |||
સ્પીડ કૅમેરામાં પકડાઈ જઉં ત્યારે | |||
દંડ ભરતી વખતે | |||
મનમાં સવાલ ઊઠે, | |||
આ પૈસા કયા દેશના? | |||
ક્યાં જઈ રહી હતી હું આટલી ઝડપે? | |||
આ ઘડીએ. | |||
કયા સમયને સાચો માની રહી હતી હું? | |||
એ ટાવર ક્લોકના કે આ કાંડાઘડિયાળના? | |||
........................ | |||
(ઑકલૅન્ડ એ ન્યૂઝીલૅન્ડનું એક મહાનગર.) | |||
</poem> | </poem> |
edits