825
edits
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{Center|'''ઘેર જતાં'''}} ---- {{Poem2Open}} ઘર છોડ્યા પછી પાછા જવાની ઇચ્છા કરવી તે પગમાં...") |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{ | {{SetTitle}} | ||
{{Heading|ઘેર જતાં | ગુલામ મોહમ્મદ શેખ}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
ઘર છોડ્યા પછી પાછા જવાની ઇચ્છા કરવી તે પગમાં મૂળ ઉગાડી જાતને જૂની માટીમાં રોપવા જેવું છે. છતાંય ઘેર ગયા વિના છૂટકો નથી. પણ કયું ઘર, કોની પાસે જવાનું હવે? હું જ્યારે જ્યારે કાઠિયાવાડ જાઉં ત્યારે આવા વિચારો મને બાઝી પડે છે. વિરમગામથી ગાડી બદલાય ત્યારે જ જે જમીનમાં, હવાની અંદર મેં મારું બાળપણ ગાળ્યું છે તેની સ્મૃતિઓ ઝાંખરાની જેમ વળગવા માંડે છે. વહેલી સવારમાં વિરમગામ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર કાબરોનો અસહ્ય કલબલાટ, લોકવાણીનો ફેર અને લાલ ડબ્બાઓમાંથી ડોકાતી કાંટાળ જમીન પર લથ્થડિયાં ખાતો પીળો તડકો — આ બધું અહીં ઊંઘમાં સંભળાય, દેખાય અને આંખ ઊઘડે એ પહેલાં તો રેલગાડીની સરસરાટ કરતી જીભ મને કીડાની જેમ ઊંચકી મારા બાળપણ ભણી ખેંચી જાય. | ઘર છોડ્યા પછી પાછા જવાની ઇચ્છા કરવી તે પગમાં મૂળ ઉગાડી જાતને જૂની માટીમાં રોપવા જેવું છે. છતાંય ઘેર ગયા વિના છૂટકો નથી. પણ કયું ઘર, કોની પાસે જવાનું હવે? હું જ્યારે જ્યારે કાઠિયાવાડ જાઉં ત્યારે આવા વિચારો મને બાઝી પડે છે. વિરમગામથી ગાડી બદલાય ત્યારે જ જે જમીનમાં, હવાની અંદર મેં મારું બાળપણ ગાળ્યું છે તેની સ્મૃતિઓ ઝાંખરાની જેમ વળગવા માંડે છે. વહેલી સવારમાં વિરમગામ સ્ટેશનના પ્લૅટફૉર્મ પર કાબરોનો અસહ્ય કલબલાટ, લોકવાણીનો ફેર અને લાલ ડબ્બાઓમાંથી ડોકાતી કાંટાળ જમીન પર લથ્થડિયાં ખાતો પીળો તડકો — આ બધું અહીં ઊંઘમાં સંભળાય, દેખાય અને આંખ ઊઘડે એ પહેલાં તો રેલગાડીની સરસરાટ કરતી જીભ મને કીડાની જેમ ઊંચકી મારા બાળપણ ભણી ખેંચી જાય. |