વસ્તુસંખ્યાકોશ/વસ્તુસંખ્યા: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રકરણ ૨ - 'ન' પૂર્ણ
(પ્રકરણ ૨ - 'દ' પૂર્ણ)
(પ્રકરણ ૨ - 'ન' પૂર્ણ)
Line 2,143: Line 2,143:
:લવણ, ઈક્ષુ, સુરા, વ્રત, દધિ, ક્ષીર, જળ.
:લવણ, ઈક્ષુ, સુરા, વ્રત, દધિ, ક્ષીર, જળ.
:(૯) ઇંદ્રદ્વીપ, કરારમત, તામ્રવર્ણ, ગભસ્તિમત, નાગદ્વીપ, સૌમ્ય, ગાંધર્વ, વારુણ, કુમારક.  
:(૯) ઇંદ્રદ્વીપ, કરારમત, તામ્રવર્ણ, ગભસ્તિમત, નાગદ્વીપ, સૌમ્ય, ગાંધર્વ, વારુણ, કુમારક.  
{{center|'''[ ધ ]'''}}
ધન (૧૮).
:અવિ, અજ, ગો, કૃષ્ણસાર, ગમય, સુકુરુ, રૂરૂ, શશ, અશ્વતર, ખર, મહિષ, ઉષ્ટ્ર, અશ્વ, કપિ ચમરી, માર્જા, ગજ, શ્વાન (ઢોરઢાંખર).
ધનુર્વેદ (૫).
:યંત્રમુક્ત, પાણિમુક્ત, મુક્તસંધારિત, અમુક્ત, બાહુયુદ્ધ.
ધર્મ (૨).
:સામાન્ય, વિશેષ.
:(૨)
:આત્મા, શરીર.
:(૪)
:સદાચાર, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય.
:(૧૦) ગ્રામધર્મ, નગરધર્મ, રાષ્ટ્રધર્મ, પાખંડધર્મ, કુલધર્મ, ગુણધર્મ, સંઘધર્મ, શ્રુતધર્મ, ચારિત્રધર્મ, આસ્તિકાયધર્મ.
:(૧૦)
:ક્ષમા, નિર્લોભતા, આર્જવ, મૃદુતા, નિરભિમાન, સત્ય, સંયમ, તપ, ત્યાગ, બ્રહ્મચર્ય.
ધર્મકર્મ (૧૦).
:યજ્ઞ, સ્નાન, સંધ્યા, પૂજા, પાઠ, જપ, હોમ, અર્ચન, આતિથ્ય, વિશ્વદેવ.
ધર્મના અંગ (૨)
:અપવ્યયતા, અપભાંડતા. (અશોકચરિત).
ધર્મનાં મૂળ (૪).
:વેદ, સ્મૃતિ, સદાચાર, ઉત્તમ કામના.
ધર્મની સંસ્કારવિધિ (૬).
:હિંદુઓમાં ઉપનયન, મુસલમાનોમાં સુન્નત, ખ્રિસ્તીઓમાં બેપ્ટિઝમ, પારસીઓમાં કસ્તી, શીખેમાં કચ્છ, કડું, કિરપાણ ધારણ કરવા, યહૂદીઓમાં બાર મિત્ઝવાહની, વસ્ત્ર, દોરો (ટેલિમ) આપવાની.
ધર્મપ્રકાર (૭).
:ઈષ્ટ, પૂર્ત, સ્વાધ્યાય, જપ, તપ, પૂજા, દાન.
ધર્મમાર્ગ (૮).
:યજન, અધ્યયન, દાન, તપ, સત્ય, ધર્ય, ક્ષમા, અલોભ.
ધર્મલક્ષણ (૧૦).
:ધીરજ, ક્ષમા, મનોનિગ્રહ, અસ્તેય, પવિત્રતા, ઈન્દ્રિયનિગ્રહા ધી, વિદ્યા, સત્ય, અક્રોધ. (મનુસ્મૃતિ).
ધર્મલાભ (૬).
:અર્થ, કામ, શ્રેય, મોક્ષ, ઐશ્વર્ય, શાંતિ.
ધાતા (૧).
ધાતુ (૩).
:સુવર્ણ, રજત, ત્રાંબુ.
:(૭) (શરીરના ધાતુ)
:જઠરરસ, રકત, માંસ, મેદ, મજજા, અસ્થિ, શુક્ર.
:(૭)
:સોનું, રૂપું, તાંબુ, કલાઈ, સીસું, જસત, લોઢું.
:(૮)
:સોનું, રૂપું, તાંબુ, કાંસુ, પીત્તળ, સીસું, લોઢું, પારો.
:(જુઓ : અષ્ટધાતુ).
(૯)
:તાંબુ, કાંસુ, સીસું, લોઢું, પીત્તળ, જસત, રૂપું, કંચન, પારો.
ધાત્રી (૧).
ધાન્ય (૫).
:શાલિ, વ્રીહિ, શુક, શિબી, ક્ષુદ્ર.
:(૫).
:ઘઉં, ચેખા, જવ, તલ, મગ.
:(૭)
:ઘઉં, ચોખા, જવ, અડદ, તલ, મગ, કાંગ,
:(૧૮) જવ, ઘઉં, તલ, કળથી, માષ, મગ, મસૂર, તુવેર, લક, વાતાંક, યાવનાલ, શાલી, અળસી, પ્રિયંગુ, કોદરી, શ્યામાક, નીવાર, ચણા.
ધામ (૪).
:જગન્નાથપુરી, રામેશ્વર, દ્વારકા, બદ્રીકેદાર.
:(૫)
:દ્વારકા, મધુવન, પુલહાશ્રમ, મથુરા, શ્રીરંગ.
ધૂપ (૫).
:પંચાંગ, અષ્ટાંગ, દશાંગ, દ્વાદશાંગ, ષોડશાંગ.
:(૬)
:મધ, ખાંડ, ગૂગળ, અગરુ, કાષ્ટ, શ્વેતચંદન.
:(૮).
:ગૂગળ, લીમડાનાં પાન, ઘોડાવજ, ઉપલેટ, હરડે, જવ, તલ, ઘી,
:(૧૦).
:કપૂર, કુષ્ટ, અગર, ગૂગળ, ચંદન, કેસર, સુગંધી વાળો, તેજ પત્તા, ખસ, જાયફળ.
:(૧૨). ગૂગળ, ચંદન, તેજપત્ર, કુટ, અગર, કેસર, કપૂર, જાયફળ, જટામાંસી, નાગરમોથ, તજ, વાળો,
ધ્યાન (૪).
:પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત.
:(૪). (જૈનમત).
:આર્ત ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધ્યાન, શુકલધ્યાન.
ધૃતમાતૃકા (૭).
:શ્રી, લક્ષમી, ધૃતિ, મેઘા, શ્રદ્ધા, વિદ્યા, સરસ્વતી. (૭) બ્રાહ્મી, માહેશ્વરી, કૌમારી, વૈષ્ણવી, વારાહી, ઈંદ્રાણી, ચામુંડા.
ધ્રુવ (૨).
:ઉત્તરધ્રુવ, દક્ષિણધ્રુવ.
ધ્રુવતાલ (૧૬).
:જયંત, શેખર, ઉત્સાહ, કંદર્પ, જયમંગલ, મધુર, નિમલ, કુંતલ, કમલા, ચારી, નંદન, ચંદ્રશેખર, કામદ, વિજય, તિલક, લલિત.
{{center|'''[ ન ]'''}}
નક્ષત્રગણ (૩).
:દેવગણ : અશ્વિની, રેવતી, પુષ્પ, સ્વાતિ, હસ્તી, પુનર્વસુ, અનુરાધા, મૃગશીર્ષ, શ્રવણ.
:મનુષ્યગણ : પૂર્વાફાલ્ગુની, પૂર્વાષાઢા, પૂર્વાભાદ્રપદ, ઉત્તર ફાલ્ગુની, ઉત્તરાષાઢા, ઉત્તરાભાદ્રપદ, ભરણી, આદ્રા, રોહિણી રાક્ષસગણ : ચિત્રા, મઘા, વિશાખા, જયેષ્ઠા, શતભિષા, મૂલ, ધનિષ્ઠા, આશ્લેષા, કૃત્તિકા.
નક્ષત્ર (૨૭).
:અશ્વિની, ભરણી, કૃત્તિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય, આશ્લેષા, મઘા, પૂર્વાફાલ્ગુની, ઉત્તરાફાલ્ગુની, હસ્ત, ચિત્રા, સ્વાતિ, વિશાખા, અનુરાધા, જયેષ્ઠા, મૂળ, પૂર્વાષાઢા, ઉત્તરાષાઢા, શ્રવણ, ધનિષ્ઠા, શતભિષા, પૂર્વભાદ્રપદા, ઉત્તરભાદ્રપદા, રેવતી.
નદી (૫)
:શતદ્રુ, વિપાસા, ઈરાવતી, ચંદ્રભાગા, વિતસ્તા.
:(૧૪)
:ગંગા, સિંધુ, રોહિતા, રોહિતસા, હરિકાન્તા, હરિસલિલા, સીતા, સીતોદા, નરકાન્તા, નારીકાન્તા, સુવર્ણકલા, રૂપ્યકૂલા, રક્તા, રક્તવતી.
:(૧૫).
:ગંગા, સિંધુ, સરસ્વતી, યમુના, ગોદાવરી, નર્મદા, સરયૂ, મહેન્દ્રતનયા, ચર્મણ્યવતી, વેદિકા, ક્ષિપ્રા,
:વેત્રવતી, મહા, ગંડકી, પૂર્ણા (તથા જુઓ : સ્રોતસ્વિની)
નપુંસક (૫) આસકેય, સુગંધી, કુલિંક, ઈર્ષ્યક, ષંઢ.
:(૭) એકાંગષંઢ, મર્મચ્છેદજ, ઈર્ષક, અષક્ય, કુંબીક, સુગંધી, મહાષંઢ.
નભ (૦).
નમસ્કાર (૫). (જૈનમત).
:અર્હંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ.
નમાજ (૫).
:ફજૂર, જુહૂર, અસુર, મઘરબ, ઈશા.
નયન (૨).
:નરક
:(૭)
:ક્ષારકર્મ, રક્ષોગણભોજન, શૂલપ્રોક્ત, દંદશૂકા, અવટાનિરોધ, પર્યાવતન, સુચિમુખ. (ભાગવત).
:(૭)
:ધર્મા, વંશા, શિલા, અંજતા, રિષ્ટા, માધવ્યા, માધવી.
:(તત્ત્વાર્થસૂત્ર).
:(૧૦).
:અર્બુદ, નિરખુંદ, અબબ, અહહ, અટટ, કુમુદ, સૌગધિક, ઉપલક, પુંડરીક, પદ્મ. (બૌદ્ધમત).
:(૨૧) તામિસ્ત્ર, અંધતામિસ્ત્ર, રૌરવ, મહારૌરવ, કુંભીપાક, કાલસૂત્ર, અસિપત્રવન, શુકરમુખ, અંધકૂપ, કૃમિભોજન, સપ્ત, સપ્તસૂર્મિ, વર્જ્ર કંટક, વૈતરણી, પૂર્યોદ, પ્રાણરોધ, વિશંસન, સારમેયાદન, અવીચિ, અયઃ પાન, :લાલભક્ષ, (ભાગવત પ્રમાણે).
:(૨૧)
:તામિસ્ર, અંધતામિસ, રૌરવ, મહારૌરવ, નરક, મહાનરક, કાલસૂત્ર, સંજીવન, મહાવીચિ, તપન, પ્રતાપન, સંદ્રાત, કાલેલ, કુર્મલ, પ્રતિમૂર્તિક, લોહશંકુ, ઋજીવ, શાર્મલી, વૈતરણી, અસિપત્રવન, લોહદારક. (મનુસ્મૃતિ).
:(૨૮)
:તામસ, અધઃપાત, ક્ષુર, સાંડસ, મહારૌરવ, કુંભિપાક, કાળસૂત્ર, પર્યોદક, સપ્તવન, કર્દમ, અક્ષેપ, નિરોધ, વિષ, ખળાળા, શરભ, સુમુખ, રાક્ષસ, શૂળ, પ્રેત, ઔટ, ગૃધ્ર, શૂકર, શ્વાન, કાકમુખ, વિદારણ, નિરોધન, :ભક્ષણ, કષ્ટ. (કથાકલ્પતરૂ).
નરનારાયણ (૨).
:અર્જુન, કૃષ્ણ.
નવકન્યા (૯).
:નટી, કાપાલિકી, વેશ્યા, ધોબણ, વાળંદિયાણી, બ્રાહ્મણી, શૂદ્રા, ગોવાલણ, માલણ. (તંત્ર).
નવચંદરી ભેંસ (૯).
:ચાર પગનાં કાંડા સફેદ, પૂંછડીનો છેડો સફેદ, એક આંચળ સફેદ, કપાળે સફેદ ટીલું, મુખ સફેદ, એક આંખ ધોળી.
નવતારા (૯) જમ, સંપત્, દ્વીપ, ક્ષેમ, પ્રત્યત્કારા, સાધન, નૈધન, મિત્ર, પરમમિત્ર.
:(૧૧) શાંતા, મનોહરા, કૂરા, અશુભમૃત્યુકારી, વિજ્યા, કલિ કોદભવાહી, અશુભ હાનિકારક, પદ્મિણી, રાક્ષસીહી–અશુભ નિર્ધન, વીરા, આનંદી.
:નવનંદ (૯).
:ધરાનંદ, ધ્રુવનંદ, ઉપનંદ, અભિનંદ, શ્રમિનંદ, સુનંદ, સુબુંદનંદ, ધરમાનંદ, નંદ,
:(૯)
:ધરાનંદ, ધ્રુવનંદ, ઉપનંદ, અભિનંદ, શ્રમિનંદ, સુનંદ, કરમાનંદ, ધરમાનંદ, અદ્વૈતાનંદ.
નાગ (૯).
:પુંડરીક, કુમુદાંજન, વામન, પુષ્પદંત, સાર્વભૌમ, સુપ્રતીક, દિગબાંજન, વિષધામ, વાસુકિ.
:(૯)
:શેષ, વાસુકિ, તક્ષક, શંખપાલ, પુલિકુ, કકોર્ટક, પદ્મકુ, અનંત, કાલીય.
:(૯)
:ઐરાવત, વાસુકિ, પોળિક, દર્વેભુ, દ્ધિગજ, તક્ષક, યમદેજજ્ઞાતીક્ષી, પુષ્કર, શંખ.
:(૯)
:અનંત, વાસિક, તક્ષક, કકેટ, પદ્મ, મહાપદ્મ, શંખ, પુંડરીક, શેષ,
:(૧૨).
:વાસુકિ, સંકીર્ણ, તક્ષક, રંભક, એલાપત્ર, શંખપાલ, ધનંજય, ઐરાવત, ધનંજય, મહાપદ્મ, કર્કોટક, કાદ્રવેય, કુંબલાબ્વતર.
:(૧૨). કાલિનાગ, વાસુકિ, તક્ષક, કચ્છનીર, એલાપત્ર, શંખપાલ, ધનંજય, ઐરાવત, મહાશંખ, કર્કોટિક, અશ્વતર, મહોરગ.
:(૧૨). તક્ષક, કંબલ, હિમમાલી, મહેંદ્ર, વજ્રદંશ, દિશાલિ, વિષ
:પ્રદ, સુબોધ, કર્કોટક, વાસુકિ, પૃથુ, બાનક.
નાગનાયક (૮).
:અનંત, વાસુકિ, પદ્મ, મહાપદ્મ, તક્ષક, કર્કોટક, કુલિક, શંખ. નાટ્યગૃહ (૩).
:વિકૃષ્ટ, ચતુરસ્ર, ત્ર્યસ્ર.
નાટ્યચક (૧૩) (ભાસ રચિત નાટકો).
:સ્વપ્નવાસવદત્તા, પ્રતિજ્ઞાયૌગંધરાયણ, પંચરાત્ર, અવિમારક, બાલચરિત, દૂતવાક્ય, દૂતઘટોત્કચ, કર્ણભાર, ઊરુભંગ, અભિષેક, ચારુદત્ત, પ્રતિમા, મધ્યમવ્યાયાગ.
નાટ્ય–ભેદ (૨) શ્રાવ્ય, અભિનેય.
:(૧૦) નાટક, પ્રકરણ, ભાણ, પ્રહસન, ડિમ, વ્યાયોમ, સમવકાર, વીથિ, અંક, ઈહામૃગ
:(૧૮). નાટિકા, ત્રોટક, ગોષ્ઠિ, સદક, નાટયરાસક, પ્રસ્થાન, ઉલ્લાપક, કાવ્ય, પ્રેક્ષણ, રાસક, સંલાપક, શ્રીગદિત, શિપક, વિલાસિકા, દુર્મલ્લિકા, પ્રકરણિકા, હલ્લીશા, ભાણિકા.
નાટ્ય-લક્ષણ (૩૬).
:ભૂષણ, અક્ષરસંહિતા, શોભા, ઉદાહરણ, હેતુ, સંશય, દૃષ્ટાંત, તુલ્યતર્ક, પદોચ્ચ, નિદર્શન, અભિપ્રાય, પ્રાપ્તિ, વિચાર, દિષ્ટ, ઉપદિષ્ટ, ગુણાતિપાત, ગુણાતિશય, વિશેષણ, નિરુક્તિ, સિદ્ધિ, ભ્રંશ, વિપર્યય, દાક્ષિણ્ય, :અનુનય, માલા, અર્થાપત્તિ, ર્ગહણ, પૃચ્છા, પ્રસિદ્ધિ, સારૂપ્ય, સંક્ષેપ, ગુણકીર્તન, લેશ, મનોરથ, અનુરક્તસિદ્ધિ, પ્રિયેાક્ત.
નાટ્યસૂત્ર (૮).
:મથન, સંધાન, તાલ, નર્તન, વાદન, ગાયન, ભાવ, રંજન.
નાડી (૩).
:ઈડા, પિંગલા, સુષુમ્ણા.
:(૯)
:ઈંડા, પિંગલા, સુષુમ્ણા, ગાંધારી, હસ્તિજીહ્નિકા, શખિની, ૫ુંસા, કુંડલિની, અલંબુશા.
:(૧૦)
:પિંગલા (જમણી બાજુ), ઇંડા (ડાબી બાજુ), સુષમ્ણા (મધ્યમાં), હસ્તિજીવ્હા (જમણી આંખમાં), ગાંધારી (ડાબી આંખમાં), પૂષા (જમણા-કાનમાં), યશસ્વિની (ડાબા કાનમાં), કુહુ (લિંગમાં), શંખિની (ગુદામાં), અલ્ખુષા :(મૂળમાં).
:(૧૪).
:ઈડા, પિંગલા, સુષુમ્ણા, કુહુ, સરસ્વતી ગાંધારી હસ્તિજિહ્વા, વારણા, યશસ્વિની, વિશ્વોદરા, શંખિની, પૂષા, પયસ્વિની, અલંબુષા.
નાથ (૫).
:બદરીનાથ, દ્વારકાનાથ, જગન્નાથ, રંગનાથ, શ્રીનાથ.
:(૯)
:આદિનાથ, સત્યનાથ, સંતેષનાથ, કથનનાથ, અચંબનાથ, મચ્છિન્દ્રનાથ, ચૌરંગીનાથ, ઉદનાથ, ગોરખનાથ.
નાથપંથ (૧૮).
:સંતનાથ, સાતનાથ, ગુગળીમ, ધર્મનાથ, હાજી, મિસ્કીન, કાડર, નાથ અથવા સ્વજન, રામનાથી, એકનાથી, જારોવૈરાગી, ગમપંથી, ચાળિકા, ગંગનાથ, હેહેતમાર્ગ, ધનંજય, ગજકડી, નાગાર્જુન.
નાદ (૫).
:શૃંગ, ખંજરી, શંખ, ભેરી, જયઘંટા.
:(૮)
:ઘંટનાદ, શંખનાદ, તંત્રનાદ, વેણુનાદ, ભેરીનાદ, મૃદંગનાદ, મેઘનાદ.
:(૧૦).
:ચિનચિનીનાદ, શિંગનાદ, તંતીનાદ, તાળનાદ, સુસ્વરનાદ, ગર્જનાનાદ, શંખનાદ, ઘોષનાદ, ભેરીનાદ, મેઘનાદ.
નાયક (૨).
:ચતુર, અનભિજ્ઞ.
:(૩).
:પતિ, ઉપપતિ, વૈશિક.
:(૩)
:રસ, વૃષભ, અશ્વ.
:(૪).
:ધીરોદાત્ત, ધીરલલિત, ધીરદ્ધત, ધીરપ્રશાંત.
:અનુકૂલ, દક્ષિણ, શઠ, ધૃષ્ટ
નાયકગુણ (૩૨).
:કુલીન, શીલવાન, વયસ્થ, શૂરવાન, સંતવ્યય, પ્રીતિવાન, સુરાગ, સાવયવવાન, પ્રિયંવદ, કીર્તિવાન, ત્યાગી, વિવેકી, શૃંગારવાન, અભિમાની, શ્લાધ્યવાન, સમુજ્જવલવેષઃ, સકલ , કલાકુશલ, સત્યવત, પ્રિય, અવદાન, :સુજન, સુગંધ, સુવૃત્ત મંત્ર, કલેશસહ, પ્રદેગ્નપથ્ય, પંડિત, ઉત્તમ સત્ય, ધર્મિષ્ઠ મહોત્સાહી, ગુણગ્રાહી, સુપાત્રગ્રાહી, ક્ષમી, પરિભાવક (વoરoકોo)
નાયિકા. (૩)
:સ્વકીયા, પરકીયા, પણ્યાંગના. (વoરoકોo)
:(૩)
:સ્વકીયા, પરકીયા, સામાન્યા.
:(૩)
:મુગ્ધા, મધ્યા, પ્રૌઢા.
:(૩).
:ધીરા, અધીરા, ધીરાધીરા.
:(૩)
:હરિણી, અશ્વિની, કરિણી.
:(૪)
:અનુકૂલા, દક્ષિણા, શઠા, દુષ્ટા.
:(૪)
:ઉન્નતયૌવના, ઉન્નતમદના, પ્રગ૯ભવચના, સુરતિવિચિત્રા.
:(૬)
:ગુપ્તા, વિદગ્ધા, લક્ષિતા, કુલટા, મુદિતા, અનુશયના.
:(૬)
:ગમિષ્યતાતિકા, ગચ્છતાતિકા, આંગમિષ્યત્પતિકા, આગચ્છત્પતિકા, આગતપતિકા, સંયોગગર્વિતા.
:(૮)
:વાસકસજ્જા, વિરહોત્કંઠિતા, ખંડિતા, વિપ્રલબ્ધા, ષોષિતભર્તૃકા, કલહાંતરિતા, અભિસારિકા, સ્વાધીનપતિકા.
:(૮)
:વાસકસજ્જા, ખંડિતા, ઉત્કંઠિતા, કલહાંતરિતા, વિપ્રલખ્યા, પ્રોષિતભર્તૃકા, અભિસારિકા, રવાધીનપતિકા.
નાયિકાગુણ (૩૨)
:સરૂપા, સુભગા, સુવેષા, સુરતપ્રવીણા, સુનેત્રા, સુખાશ્રયા, વિભોગિની, વિચક્ષણ, પ્રિયભાષિણી, પ્રસન્નમુખી, પીનસ્તની, ચારુલોચના, રસિકા, લજજાન્વિતા, લક્ષણયુતા, પઠિતજ્ઞા, ગીતજ્ઞા, વાદ્યજ્ઞા, નૃત્યજ્ઞા, સુપ્રમાણ :શરીરા, સુગંધપ્રિયા, નાતિમાનિની, ચતુરા, મધુરા, સ્નેહમતી, વિષમતી, ગૂઢમંત્રા, સત્યવતી, કલાવતી, શીલવતી, પ્રજ્ઞાવતી, ગુણાન્વિતા. (વ.૨.કો.)
:(૩૨)
:કુલીન, સુરુપા, સુભગા, સમર્થા, સુષા, સુવિનીતા, સુરતપ્રવીણા, ચારૂનેત્રા, સુખપ્રિયા, વિભોગિની, વિચક્ષણતા, પ્રિયભાષિણી, પ્રસન્નમુખી, પીનસ્તની, રસિકા, લજ્જાન્વિતા, લક્ષણયુક્તા, પઠિતજ્ઞા, ગીતજ્ઞા, વાઘજ્ઞા, :નૃત્યજ્ઞા, સુકુમારશરીરા, સુગંધપ્રિયા નાતિમાનિની, મધુરવાક્યા, નેહવતી, આચારવતી, રૂપવતી, સંભોગવતી, ગુણવતી, સુશીલા, ધર્મજ્ઞા.
નાસ્તિકદર્શન (૩)
:ચાર્વાકદર્શન, બૌદ્ધદર્શન, જૈનદર્શન. (જુઓ ઃ દર્શન).
નિગ્રહસ્થાન (૨૨)
:પ્રતિજ્ઞાાનિ, પ્રતિજ્ઞાન્તર, પ્રતિજ્ઞાવિરોધ, પ્રતિજ્ઞાન્યાસ, હેત્વન્તર, અર્થાન્તર, નિરર્થક, અવિજ્ઞાતાથ, અપાર્થક, અપ્રાપ્ત કાલ, ન્યૂન, અધિક, પુનરુક્ત, અનનુભાષણ, અજ્ઞાન, અપ્રતિમા, વિક્ષેપ, મતાનુજ્ઞા, :પર્યનુયોજ્યોપેક્ષણ, નિરનુયોજ્યોનુયોગ, અપસિદ્ધાંત, હેત્વાભાસ.
નિત્યકર્મ (૧૨)
:પ્રાતઃસ્મરણ, શૌચવિધિ, સ્નાન, અધમર્ષણ, સંધ્યા, જપ, તર્પણ, અગ્નિહોત્ર, અર્ચન, મન, ધ્યાન, ભોજન.
નિદાન (૮)
:નાડીપરીક્ષા, મૂત્રપરીક્ષા, મલપરીક્ષા, જિલ્લાપરીક્ષા, સ્પર્શ પરીક્ષા, દર્શનપરીક્ષા, નેત્રપરીક્ષા, આકૃતિપરીક્ષા.
નિદ્રા (૫) (જૈનમત).
:નિદ્રા, નિદ્રાનિદ્રા, પ્રચલા, પ્રચલાપ્રચલા, ઘિણાદ્ધિનિદ્રા.
નિધિ (૯)
:પદ્મ, મહાપદ્મ, શંખ, મકર, કચ્છ૫, મુકુંદ, કુંદ, નીલ, ખર્વ.
:(૯) (જૈનમત).
:નૈસર્પ, પાડુક, પિંગલ, સર્વરતન, મહાપદ્મ, કાલ, મહાકાલ, માણુવક, શંખ.
નિમિત્ત (૮)
:ભૌમ, ઉત્પાત, સ્વપ્ન, અંતરિક્ષ, સંગ, સ્વર, લક્ષણ, વ્યંજન.
:(૮)
:અંગવિદ્યા, સ્વરવિદ્યા, સ્વપ્નવિદ્યા, ભૌમવિદ્યા, વ્યંજનવિદ્યા, લક્ષણવિદ્યા, ઉત્પાતવિદ્યા, અંતરિક્ષવિદ્યા.
નિયમ (૫)
:શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વરપ્રણિધાન. (યોગસૂત્ર). (૧૦)
:તપ, સંતોષ, આસ્તિય, દાન, ઈશ્વરપૂજન, શાસ્ત્રશ્રવણ, મતિ, લજજા, જપ, હોમ. (યોગકૌસ્તુભ).
:(૧૦)
:દાન, યજ્ઞ, તપ, ધ્યાન, સ્વાધ્યાય, બ્રહ્મચર્ય, વ્રત, ઉપવાસ, મૌન, સ્નાન.
:(૧૦) ત૫, સંતોષ, આસ્તિકય, દાન, ઈશ્વરપૂજન, સિદ્ધાંત-વાક્યનું શ્રવણ, મતિ, લજ્જા, જપ, હોમ. (યોગકૌસ્તુભ).
:(૧૧). (સ્વામિનારાયણના)
:હિંસાનો ત્યાગ, પરસ્ત્રીનો ત્યાગ, માંસભક્ષણનો ત્યાગ, મદ્યપાનનો ત્યાગ, વિધવા સ્પર્શનો ત્યાગ, આત્મઘાતનો ત્યાગ, મિથ્યા અપવાદનો ત્યાગ, દેવનિંદાનો ત્યાગ, ન ખપતું ખાવું નહિ, વિમુખના મુખની કથા સાંભળવી નહિ.
:(૧૨).
:અહિંસા, અસ્તેય, સત્ય, અસંગ, લજજા, અપરિગ્રહ, આસ્તિક પણુ, બ્રહ્મચર્ય, મૌન, સ્થિરતા, ક્ષમા, અભય.
:(૧૨). અંતરનું શૌચ, બહારનું શૌચ, જપ, તપ, હોમ, ધર્મમાં આદર, અતિથિ સત્કાર, પરમાત્માનું પૂજન, તીર્થાટન, પારકાના શુભ માટે ઉદ્યોગ, સંતોષ, આચાર્યસેવા. (ભાગવત પ્રમાણે)
:(૧૩). (જૈનમત).
:પ્રાણાતિપાતવિરમણ, મૃષાવાદવિરમણ, અદત્તાદાનવિરમણ, મૈથુનવિરમણ, પરિગ્રહવિરમણ, દિગ્વ્રત, ભોગપભોગનિયમ, અનર્થદંડનિષેધ, સામાયિક શિક્ષાવ્રત, દેશાવગાશિક, શિક્ષાવ્રત, પૌષધ, અતિથિસંવિભાગ.
નિરીક્ષણ (૨).
:અવલોકન, પ્રયોગ.
નિર્ગુણભક્તિ (૨)
:સંતમત, સૂફીમત.
નિગ્રંથ (૫)
:પુલાક, બકુશ, કષાયકુશીલ, નિગ્રંથ, સ્નાતક.
નિશાપતિ (૧)
નૈવેદ (૫)
:ઘી, સાકર, શ્વેતાન્ન, દહીં, ફળ.
ન્યાય (૨)
:ઉત્સર્ગ, અપવાદ.
:(૧૯)
:અરણ્યરુદન, અરુંધતીદર્શન, અર્કમધુ, કદંબગોલક, કરકંકણ, કાકતાલીય, કૂપમંડૂક, કૂપયંત્રઘટિકા, ગતાનુગતિક, પિષ્ટપેષણ, રજજુસર્પ, લોહચુંબક, વહ્નિધૂમ, સમુદ્રવૃષ્ટિ, સિંહાવલોકન, અહિકુંડલ, અહિનકુલ, અધગોલાંલૂલ, :અંધપરંપરા.
:(૧૧૪)
:અજાકૃપાણીય, અજાતપુત્રનામોત્કીર્તન, અધ્યારોપ, અપરાહ્ણ છાયા, અપવાદ, અપસારિતાગ્નિભૂતલ, અરણ્યરૂદન, અરુંધતીદર્શન, અર્કમધુ, અર્ધજરતીય, અશોકવનિકા, અશ્મલોષ્ટ, સસ્નેહદીપ, અહિકુંડલ, અહિનકુલ, :અંધકૃપપતન, અંધગજ, અધગોલાંગૂલ, અંધચટક, અંધપરંપરા, અધપંગુ, આકાશાપિિરચ્છિન્નત્વ, આભાણક, આમ્રવન, ઉત્પાટિતદંતનાગ, ઉદકનિમજ્જન, ઉભયતઃપાશરજ્જુ, ઉષ્ટ્રકંટકભક્ષણ, ઊષરવૃષ્ટિ, કદલીફૂલ, :કદંબગોલક, કરકંકણ, કંઠચાપીકર, કાકતાલીય, કાકદધ્યુપદ્યાતક, કાકદંતગવેષણા, કાકાક્ષિગોલક, કારણગુણપ્રક્રમ, કુશકાશાવલંબન, કૂપખાનક, કૂપમંડૂક, ફપયંત્રઘટિકા, કૂર્માંગ, કૈમુતિક, કૌંડિન્ય, ગજભુક્તકપિત્થ, :ગડુલિકાપ્રવાહ, ગણપતિ, ગતાનુગતિક, ગુડજિહ્નિકા, ગોબલીવર્દ્ધ, ઘટપ્રદીપ, ઘટ્ટકુટીપ્રભાત, ધુણાક્ષર, ચંપકપટવાસ, જલતરંગ, જલાનયન, તિલતંડુલ, તૃણજલૌકા, દશમ દંડચક્ર, દંડાયુપ, દેહલીદીપક, નષ્ટાશ્વદગ્ધરથ, :નારિકેલફલાંબુ, નિમ્નગાપ્રવાહ, નૃપનાપિતપુત્ર, પંકપ્રક્ષાલન, પંજરચાલન, પાષાણેષ્ટક, પિષ્ટપેષણ, પ્રદીપ, પ્રાપણક, પ્રાસાદવાસી, ફલવત્સહકાર, બૃહવૃકાકૃષ્ટ, બિલગતિગોધા, બીજાંકુર, બ્રાહ્મણગ્રામ, બ્રાહ્મણશ્રમણ, :મજજનોન્મજજન, મંડૂકતોલન, ૨જજુસર્પ, રાજપુત્રવ્યાધ, રાજપુરપ્રવેશ, રાત્રિદિવસ, લૂતાતંતુ, લોહચુંબક, લેાષ્ટ્રગુડ, વરગોષ્ઠી, વહ્નિધૂમ્ર, વિલ્વખલ્વાટ, વિષકૃમિ, વિષવૃક્ષ, વીચિતરંગ, વૃક્ષપ્રકંપન, વૃદ્ધ-કુમારિકા, :શતપત્રભેદ, શાખાચંદ્ર, શ્યામરક્ત, શ્યાલકસુનક, સમૃદ્રવૃષ્ટિ, સર્વાપેક્ષા, સંદંશપતિત, સિંહાવલોકન, સુંદપસુંદ, સૂચીકટાહ, સોપાનારોહણ, સોપાનાવરોહણ, સ્થવિરલગુડ, સ્થૂણાનિખનન, સ્થૂલારૂંધતી, સ્વામિભૃત્ય.
નૃત્ય (૨)
:લાસ્ય (મધુર), તાંડવ (ઉદ્ધત).
નૃપગુણ (૬)
:સંધાનાસન, યાત્રાસંધાન, વિગ્રહિઆસાન, દ્વૈધીભાવાસન, સંધિકરાસન, અન્યાશ્રયાસન.
[ પ ]
પક્ષ (૨).
શુકલપક્ષ, કૃષ્ણપક્ષ (જુઓ : માસના પક્ષ).
પદ (૩).
તત્પદ, ત્વંપદ, અસિપદ,
પદ (૪).
જાતિવાચક, ગુણવાચક, ક્રિયાવાચક, સંજ્ઞાવાચક.
પદદોષ (૧૬).
શ્રુતિકટુ, સંસ્કાર, હુત, અપ્રયુક્ત, અસમર્થક, નિહિતાર્થ નિરર્થક, અશ્લીલ, અનુચિતાર્થ, અવાચક, ગ્રામ્ય, અપ્રતીત, સંદિગ્ધ, નેયાર્થ, કિલષ્ટ, અવિસૃષ્ટ–વિધેયાંશ, વિરુદ્ધમતિકૃત.
પદાર્થ (૩).
જીવ, ધાતુ, મૂલ, (વસ્તુરત્નકોશ).
(૫). (જૈનમત).
આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ.
જીવાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય.
(૬)
દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ, સમવાય.
(૭)
દ્રવ્ય, ગુણ, સામાન્ય, વિશેષ, સમવાય, અભાવ, કર્મ.
(૭).
જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મેાક્ષ. (જૈનમત).
(૧૬).
પ્રમાણ, પ્રમેય, સંશય, પ્રયેાજન, દૃષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, તર્ક, નિર્ણય, વાદ, જલ્પ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ, નિગ્રહસ્થાન.
પદાર્થ વિદ્યા (૭).
શિલ્પ, જલ, વાત, દર્શન, નાદ, વિદ્યુલ્લતા, ચુંબકત્વ.
પરકીયા (૧૪).
ઉદ્બુદ્ધા, ઉદ્ભાષિતા, ગુપ્તા, વિદગ્ધા, લક્ષિતા, કુલટા, અનુશયાના, મુદિતા, દૃષ્ટિજ્યેષ્ઠા, અસાધ્યા, સાન્ધ્યા, કામવતી, અનુરાગિણી, પ્રેમઅશક્તા.
પરબ્રહ્મ (૧).
પરબ્રહ્મ સ્વરૂપ (૩).
સત્, ચિત્, આનંદ.
(૩)
સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વવ્યાપી.
પરમાધાર્મિક (૧૫).
અમ્બ, અંબરીષ, શ્યામલ, સબલ, રૌદ્ર, મહારૌદ્ર, કાલ, મહાકાલ, અસિપત્ર, ધનુષ, કુંભ, વાલુક, વૈતરણી, ખરસ્વર, મહાઘોષ.
પરમેષ્ઠી (૫) (જૈનમત).
અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ.
પરમાત્મસ્વરૂપ (૪)
સત્ય, જ્ઞાન, આનંદ, શક્તિ.
પરાર્થાનુમાન (૫).
પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનયન, નિગમન.
પરિગ્રહ (૩). (જૈનમત). દ્રવ્યપરિગ્રહ, ભાવપરિગ્રહ, દ્રવ્યભાવપરિગ્રહ (૯). ક્ષેત્ર, વાસ્તુ, હિરણ્યક્ષ, સુવર્ણ, ધન, ધાન્ય, દ્વિપદ, ચતુષ્પદ, કુષ્ય.
પરિચય (૫). (પંચવિધિપરિચય)
પ્રસિદ્ધસ્થાપન, દર્શન, સંભાષણ, માધુર્ય, આતિથ્યકરણ, વાંછિતોપચાર પ્રયોજન.
પરિચ્છેદ (ભાગ). (૫)
અલક્ષિત, લક્ષિત, માનસિક, વાચિક, કાર્મિક, (વ. ૨. કો.)
(૧૦)
કાવ્યમાં સર્ગ, કોષમાં વર્ગ, અલંકારમાં પરિચ્છેદ, કથામાં ઉદ્ઘાત, પુરાણમાં અધ્યાય, નાટકમાં અંક, તંત્રમાં પટલ, બ્રાહ્મણમાં કાંડ, સંગીતમાં પ્રકરણ, ભાષ્યમાં અધ્યાય-પાદ.
પરિતાપ (૩)
ભૌતિક, માનસિક, દૈવી.
(૫)
કુગ્રામવાસ, કુલહીનસેવા, કુટુંબકલેશ, કુમિત્ર, કુભાર્યા.
પરિમાણ (૩).
લંબાઈ, પહોળાઈ, જાડાઈ.
પરીષહ (૨૨). (જૈનમત),
ક્ષુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશમશક, અચેલ, અરતિ, સ્ત્રી ચર્યા, નૈષેધકી, શય્યા, આક્રોશ, વધ, યાવન, અલાભ, રોગ, તૃણસ્પર્શ, જલ, સત્કાર પુરસ્કાર, પ્રજ્ઞા, અજ્ઞાન, દર્શન.
પરીક્ષા (૮)
નાડીપરીક્ષા, મળપરીક્ષા, મૂત્રપરીક્ષા, નેત્રપરીક્ષા, જિહ્વા-પરીક્ષા, સ્પર્શપરીક્ષા, રૂપપરીક્ષા, શબ્દપરીક્ષા. (વૈદક).
પરોક્ષ પ્રમાણ (૫)
સ્મૃતિ, પ્રત્યભિજ્ઞા, તર્ક, અનુમાન, આગમ.
પર્વત (૭)
સુમેરૂ, હિમાચલ, ઇંદ્રકિલ, કૈલાસ, ઉદયગિરિ, અસ્તગિરિ, મંદરાચલ.
(૭). (જૈનમત).
ચુલ્લહિમવાન, મહાહિમવાન, નિષધ, નીલવાન, રુકમી, શિખરી, મંદર.
(૭)
મહેન્દ્ર, મલય, સહ્ય, શક્તિમાન, વિંધ્ય, ગંધમાદન. પરિયાત્ર.
(૮)
સુમેરુ, ઉદયાચલ, અસ્તાચલ, સુવેલશૃંગાર, મહાનીલાદ્રિ, ગંધમાદન, વિંધ્યાચલ, હિમાલય.
(૮)
હિમાલય, પરિયાત્ર, ઋષ્યવાન, વિંધ્યાચલ, સહ્યાદ્રિ, મલય, મહેન્દ્રાચલ, શક્તિમાન.
(૮)
નીલ, નિષધ, વિંધ્ય, મલય, માલ્યવાન, ગંધમાદન, હેમકૂટ, હિમાલય.
(૧૮)
હેમકૂટ, પારિયાત્ર, હિમાલય, ગંધમાદન, ચિત્રકૂટ, ઉદય, માલ્યવાન, નિષધ, લોકાલોક, વિંધ્ય, સપ્તપુટ, રેવતક, સહ્ય, અસ્ત, શ્રીવિવર્ત, નીલ, મલય, ત્રિકટ.
પલ્લવ (૫)
આંબો, ઊમરો, વડ, પીપળો, પ્લક્ષ.
(૫)
આંબો, જાંબુ, કોઠું, બીલી, બીજોરી.
(૫)
ફણસ, આંબો, પીપળો, વડ, બોરસલ્લી.
(૫)
ખાખરો, ઊમરો, પીપળો, અઘોડો, વડ.
(૫)
વડ, પીપળો, બીલી, ઊમરો, અશોક.
પલ્લવિત વૃક્ષ (૧૦).
સુંદરીના સ્પર્શથી પ્રિયંગુલતા, પાનની પિચકારીથી મૌલસરી, પગના આઘાતથી અશોક, દૃષ્ટિપાતથી તિલક, આલિંગનથી કૃષક, મૃદુ વર્તાવથી મંદર, હાસ્યથી પટુ, ફૂંકથી ચંપો, ગાનથી આંબો, નૃત્યથી કચનાર. (કવિની કલ્પના).
પલ્લવી (૮)
અંગપલ્લવી, કરપલ્લવી, નેત્રપલ્લવી, શબ્દપલ્લવી વાજિંત્ર-પલ્લવી, ચાતુર્યપલ્લવી, ભાષાપલ્લવી.
પવિત્ર (૩)
યજ્ઞ, દાન, તપ. (જુઓ: પાવન કર્મો).
પવિત્રક્ષેત્ર (૭).
પુષ્કર, કુરુક્ષેત્ર, ધર્મારણ્ય, પ્રભાસ, પ્રયાગ, નૈમિષારણ્ય, અર્બુદારણ્ય. (જુઓ: તીર્થ).
પવિત્ર નદી (૯).
ગંગા, જમના, સિંધુ, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, કાવેરી, સરયૂ, ક્ષિપ્રા.
પવિત્ર વનસ્પતિ (૩).
તુલસી, દર્ભ, દૂર્વા.
(૩)
તુલસી, બીલી, ધાત્રી.
પાખંડ (૩૬)
વાસુદેવ, દિડીગાણ, ગૌંધળ, ડફગાવું, બહિરા, જોગી, બાળસંતોષ, બૈરાગી, ડાકુલતાજોશી, આંધળા, પેંગા, મુંગા, કૈકાડી, હિજડો, મંડો, કાપડી, વૈદ્ય, ચાટ, ભાટ, ભાંડ, ભરાડી, નાનક, ઠાકર, વાધ્યા, મદારી, બહુરૂપી, ભૂત્યા, ચિત્રકથી, દરવેશ, તુંબડીવાલા, વારાંગના, પુરાણિક, ગવઈ જ્યોતિષ, માનભાવ, બ્રાહ્મણ (દર્શનપ્રકાશ).
પાતક (૫).
બ્રહ્મઘાત, સ્ત્રીઘાત, બાલઘાત, ગેઘાત, રાજઘાત.
પાતાલ (૭)
અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ, (વિષ્ણુપુરાણ.),
(૮).
પાતાલ, તલ, અતલ, વિતલ, વિધિપાતાલ, મહાતલ, શર્કરાભૂમિ, વિજયા.
પાદ (૪)
વિશ્વ, તેજસ, પ્રાજ્ઞ, તુરીય, (આન્માના પાદ.)
(૪)
વિરાટ, હિરણ્યગર્ભ, ઈશ્વર, સાક્ષી, (બ્રહ્માના).
(૪)
વિદ્યાપાદ, ક્રિયા પાદ, ગપાઠ, ચર્ચાપાદ. (શૈવદર્શન)
પાપ (૩)
મન, વચન, કાયા,
(૩)
માનસિકપાપ-પરદ્રવ્યેચ્છા, અન્યનું બૂરું ઈચ્છવું, મિથ્યા-આડંબર,
વાચિક પાપ – કઠોરવાણી, અસત્ય, નિંદા. કાયિક પા૫-ચોરી, હિંસા, પરસ્ત્રીગમન.
(૫).
ખાંડણી, પીસણી (ઘંટી), ચૂલી, જલકુંભ, માર્જની (સાવરણી) પાપસ્થાન (૧૮)
પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશુન્ય, પરપરિવાદ, રતિ અરતિ, માયા, મિથ્યાત્વદર્શનશલ્ય.
પારમિતા (૧૦).
શીલ, નૈષ્કર્મ્ય, પ્રજ્ઞા, વીર્ય, શાંતિ, સત્ય, અધિષ્ઠાન, મૈત્રી, ઉપેક્ષા, દાન. (બોધિસત્ત્વની)
પારસી (૨)
કદમી, શહેનશાહી.
પાવન કર્મો (૩).
તપ, દાન, યજ્ઞ. (જુઓ પવિત્ર)
પાર્શ્વદ (૧૮).
નંદ, સુનંદ, જય, વિજય, બુધ, પ્રબલ, ભદ્ર, સુભદ્ર, પ્રચંડ, ચંડ, શીલ, સુશીલ, વિનિત, કુમુદ, કુમુદ્રાક્ષ, સુસેન, વિશ્વકસેન, કમલાક્ષ. (વ. વૃં. દી.)
પાશ (૪) મલ, કમર, રોધશક્તિ
(૭)
વરુણપાશ, મોહપાશ, માયાપાશ, નાગપાશ, બ્રાહ્મપાશ, કાળપાશ, કર્મપાશ.
(૭). ઘૃણા, શંકા, ભય, લજ્જા, જુગુપ્સા, શીલ, જાતિ (કુલાર્ણ વતંત્ર).
પિતા (૫).
જન્મદાતા ઉપનયનદાતા, અન્નદાતા, જીવદાતા, વિદ્યાદાતા
પિતૃ (૫).
જનેતા, ઉપનયનદાતા, અન્નદાતા, વિદ્યાદાતા, ભવત્રાતા.
(૮)
વૈરાજ (તપસ્વીઓના), અગ્નિષ્વાત, (દેવના), બહિર્ષદ (રાક્ષસના), સોમપ (બ્રાહ્મણના), હવિષ્મત (ક્ષત્રિયના), આજયા (વૈશ્યના), સુકાલિ (શૂદ્રના), વ્યામ (યવનના).
પિતૃગ્રહ (૯)
સ્કંદ, સ્કંદા, શકુનિ, રેવતી, પૂતના, અંધપૂતના, શીતપૂતના,
મખમંડિકા, નૈગમેય.
પિશાચ (૧૫). (જૈનમત).
કૂષ્માંડ, પટક, જોષ, અન્હક, કાલ, મહાકાલ, ચોક્ષ, અચોક્ષ, તાલપિશાચ, મુખપિશાચ, અધસ્તારક, દેહ, મહાવિદેહ, તૂષ્ણીક, વનપિશાચ,
પીઠ (૫).
માતૃકાપીઠ (મૂલાધારમાં), કુંડલીપીઠ (સ્વાધિષ્ઠાનમાં), ક્રિયાપીઠ (મણીપુરમાં), મુદ્રાપીઠ (અનાહતમાં). વ્યોમપીઠ (વિશુદ્ધમાં).
પીઠિકા (૯).
ભદ્રપીઠ, પદ્મપીઠ, મહામ્બુજપીઠ, વજ્રપીઠ, શ્રીધર પીઠ, મહાવજ્ર, સૌમ્ય, શ્રીકામ્ય, પીઠપદ્મ.
પ્રીતિહેતુ (૩).
રૂપ, દ્રવ્ય, ગુણ.
પુત્ર (૬).
ઔરસ, ધર્મપત્નીજ, દોહિત્ર, ક્ષેત્રજ, ક્ષેત્રજાત, સ્વગોત્ર. (૧૨) ઔરસ, ક્ષેત્રજ, દત્તક, કૃત્રિમ, ગૂઢોત્પન્ન, અપવિદ્ધ, કાનીન, સહોઢ, ક્રીત, પૌનર્ભવ, સ્વયંદત્ત, શોદ્ર. (મનુસ્મૃતિ).
પુદ્ગલ (૫).
ઔત્કારિક, ચૌર્ણિક, ખંડ, પ્રતર, અનુતર.
(૯). પ્રજ્ઞાપારમિતા, ગંડવ્યૂહ, સમાધિરાજ, લંકાવતાર, તથા ગતગુહ્યક, સદ્ધર્મ પુંડરીક, લલિત વિસ્તર, સુવર્ણ પ્રભા, દેશભૂમીશ્વર,
પુરાણ (૧૮)
મત્સ્ય, માર્કંડેય, ભવિષ્ય, ભાગવત, બ્રહ્માંડ, ગરુડ, લિંગ, પક્વ, વામન, અગ્નિ, કુર્મ, સ્કંદ, નારદ, વરાહ, બ્રર્હ્મ વૈવર્તક, વાયુ, બ્રહ્મ, વાલ્મિક.
(૧૮)
ગણેશ, નારદ, નારસિંહ, કપિલ, અશ્વ, વરુણ, દુર્વાસ, અંબિકા, કાલિકા, મરીચિ, વૌશન, ભાર્ગવ, માહેશ્વ, સૂર્ય, પરાશર, મુદ્રલ, સનત્કુમાર, કુમાર,
(૧૮)
બ્રહ્મ, પદ્મ, બ્રહ્માંડ, અગ્નિ, વિષ્ણુ, ગરુડ, શિવ, બ્રહ્મવૈવર્ત, લિંગ, નારદીય, સ્કન્દ, માર્કંડેય, ભવિષ્ય, મત્સ્ય, કૂર્મ, વરાહ, વામન, ભાગવત.
પુરાણ લક્ષણ (૫)
સર્ગ, પ્રતિસર્ગ, વશં, મન્વન્તર, વંશાનુવંશચરિત.
(૧૫).
સર્ગ, પ્રતિસર્ગ, વંશ, મન્વન્તર, વંશાનુવંશચરિત, સામાન્ય- સૃષ્ટિ, વિશેષસૃષ્ટિ, સંરક્ષણ, સૃષ્ટિ પિષણ, કર્મની વાસના, મન્વન્તરોના આચારધર્મો, પરમેશ્વરની લીલા, સૃષ્ટિસંહાર, મોક્ષ, ઈશ્વરસ્વરૂપ.
પુરાણ વિભાગ (૧૦).
સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મન્વન્તર વંશાનુકથા, નિરોધ, મુક્તિ, આશ્રય.
પુરી (૭)
અયોધ્યા, મથુરા, માયા (હરિદ્વાર), કાશી, કાંચી અવન્તિકા. દ્વારકા.
(૮)
અમરાવતી, ભોગવતી, નયનવતી, સિદ્ધવતી, ગાંધર્વવતી. કાંચન-૮, અલકાવતી, યશોવતી.
પુરુષ (૩)
પ્રથમ પુરુષ, દ્વિતીય પુરુષ તૃતીય પુરુષ. (વ્યાકરણ)
(૩) ઉત્તમ, મધ્યમ, અધમ.
હંસ, ભદ્ર, માલવ્ય, રુચક, શશક.
પુરુષાર્થ (૪)
ધર્મ, અર્થ, કામ, મોક્ષ.
પુષ્પ (૫)
ચંપો, આંબો, બીજો કમળ, કરેણ. (દેવતાઓને પ્રિય).
પૂજા (૩).
સ્મરણ, દશન, સ્પર્શન.
(૫).
ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
(૮).
જલ, ચંદન, ધૂપ, પુષ્પ, દીપ, અક્ષત, નૈવૈદ્ય, ફળ.
(૧૦).
પાદ્ય, અર્ઘ્ય, સ્નાન, મધુપર્ક, આચમન, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
(૧૨).
આવાહન, અર્ઘ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, અલંકાર, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય.
(૧૭).
વિલેપન, વસ્ત્રયુગલ, વાસપૂજા, માલ્યારોહણ, ચૂર્ણારોહણ, પુષ્પારોહણ, વર્ણાહણ, ધ્વજારોહણ, આભરણરોહણ, પુષ્પગ્રહ, પુષ્પપ્રહર, અષ્ટમંગલકરણ, ધૂપોત્ક્ષેપ, ગીત, નૃત્ય, વાજિંત્ર, ભેદપૂજા.
(૧૮).
આસન, સ્વાગત, પાદ્ય, અર્ધ્ય, આચમન, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, ભૂષણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ અન્ન, તર્પણ, માલા, અનુલેપ, નમસ્કાર.
(૨૧).
આવાહન, સ્વાગત, આસન, સ્થાપન, પાદ્ય, અર્ધ્ય, સ્નાન, વસ્ત્ર, ઉપવિત, આભૂષણ, ગંધ, પુષ્પ, દીપ, નૈવેદ્ય, આચમન, તાંબૂલ, માળા, આરતી, નમસ્કાર, વિસર્જન,
(૩૨)
ધ્યાન, આવાહન, પાદ્ય, અર્ધ્ય, આચમન, આસન, મધુપર્ક, સ્નાન, નિરાંજન, વસ્ત્ર, ઉપવિત, ભૂષણ, દર્પણ, ગંધ, પુષ્પ, ધૂપ, દીપ, નૈવેદ્ય, જલ, ફલ, તાંબૂલ, અનુલેપ, પુષ્પહાર ગીત, વાદ્ય, નૃત્ય, હવન, દક્ષિણા, પ્રદક્ષિણા, વંદન, સ્તુતિ, વિસર્જન.
પૂજાદ્રવ્ય (૮)
જળ, ચંદન, ધૂપ, ફૂલ, દીપ, ચોખા, નૈવેદ્ય, ફળ.
(૮)
જળ, દૂધ, દહીં, ઘી, મધ, દર્ભ, ચોખા, તલ.
પૂજ્ય (૨)
ગુરુ –ગોવિંદ.
(૫)
જનક, જનની, જન્મભૂમિ, જાહ્નવી, જનાર્દન.
પોખરાજ (૪)
કૌરંટ, સોમલક, પદ્મરાગ, ઇન્દ્રનીલ.
પંચઆબ (૫)
રાવિ, સતલજ, બિયાસ, ચિનાબ, જેલમ.
પંચક (૫)
ઘી, ચણોઠી, ટંકણખાર, મધ, ગૂગળ (જુઓ: મિત્રપંચક).
(૫)
રાજપંચક, અગ્નિ પંચક, ચારપચંક, રાગપંચક, મૃત્યુપંચક.
પંચકલ્યાણી અશ્વ (૫)
ચક્રવાક– શરીર પીળું, અને પગ ધેાળા.
મલ્લિકાક્ષિ– શરીર જાંબુડિયા રંગનું અને પગ ધોળા.
શ્યામકર્ણ – શરીર સફેદ, અન્ય રંગ મિશ્રિત.
પંચકલ્યાણી – મોં, ચારેય પગ સફેદ.
અષ્ટમંગળ– મોં, કપાળ, પૂંછડી, પગ, છાતી સફેદ.
પંચકોશ – (૫) (વેદાન્ત)
અન્નમય, મનમય, પ્રાણમય, વિજ્ઞાનમય, આનંદમય. (જુઓ
કોશ.)
પંચાંગ (૫).
તિથિ, વાર, નક્ષત્ર, રોગ, કરણ. (જ્યોતિષ) (જુઓ અંગ)
(૫)
મૂળ, છાલ, પાન, પુષ્પ, ફળ (વૈદક)
(૫)
બે હાથ, બે પગ, મુખ.
પંચાગ્નિ (૫)
ગાર્હસ્પત્ય, આહવનીય, દક્ષિણ, સભ્ય, આવસધ્ય (જુઓ
અગ્નિ)
પંચાજીરી (૫)
સૂંઠ, ખસખસ, ધાણા, કોપરું, ખાંડ. (પ્રસાદ)
(૫)
ધાણા, જીરૂ, સૂંઠ, ગંઠોડા, ઈન્દ્રજવ (આયુર્વેદ)
પંચતિક્ત (૫)
ગળો, લીમડાના મૂળની છાલ, અરડૂસી, ભોરિંગડી, પટોલ. (આયુર્વેદ)
(૫)
કડુ, કરિયાતુ, સૂંઠ, ગળો, ટંકારારિ. (આયુર્વેદ)
(૫) ભોરિંગણી, ગળો, સૂંઠ, કઠ (ઉપલેટ,) કરિયાતું.
પંચતંત્ર (૫)
મિત્રભેદ, મિત્રસંપ્રાપ્તિ, કાકોલૂકીયમ, લબ્ધપ્રણાશ, અપરીક્ષિતકારક. પંચતૃણ (૫)
દૂર્વા, કાસ, બરૂ, દર્ભ, શેરડી.
પંચધ્વનિ (૫)
વીણા, કરતાલ, ઝાંઝ, નગારું, શરણાઈ.
(૫)
વેદધ્વનિ, બંદીધ્વનિ, જયધ્વનિ, શંખધ્વનિ, દિવ્યધ્વનિ.
પંચનાથ (૫) (જુઓ: નાથ).
પંચપલ્લવ (૫) આંબા, જાંબુ, કોઢી, બિજોરું, બીલી.
૫ંચપ્રાણ (૫)
પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન.
પંચભદ્ર (૫) ગળો, પિત્તપાપડો, કરિયાતું, નાગરમોથ, સૂંઠ
પંચમહાકાવ્ય (૫)
રઘુવંશ (કાલિદાસકૃત) કુમારસંભવ, (કાલિદાસકૃત), શિશુપાલવધ, (માઘકૃત), કિરાતાર્જુનીય (ભારવિકૃત), નૈષધીયચરિત (હર્ષકૃત) (જુઓ: મહાકાવ્ય).
પંચ મહાભૂત (૫) પૃથ્વી, અપ, તેજ, વાયુ આકાશ, (જુઓ: ભૂત)
પંચલોહ (૫)
સોનું, રૂપું, ત્રાંબું, કાંસું, લોઢું. (જુઓ: લોહ)
પંચવટી (૫)
વડ, પીપળો, બીલી, આમલી, આંબો, (નો સમૂહ)
પંચવિષ (૫)
આકડાનું દૂધ, થોરનું દૂધ, લાંગલી, ધંતૂરો, કરેણ. (૫) સોમલ, હડતાલ, મનશીલ, વછનાગ, સર્પવિષ (જુઓ : વિષ)
પંચશીલ (૫).
સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, અસ્તેય.
પંચામૃત (૫)
દૂધ, દહીં, ઘી, મધ, સાકર. (પ્રસાદ)
(૫)
સૂંઠ, કાળી મૂસળી, ધોળી મૂસળી, ગળો, સત્ત્વ. (આયુર્વેદ)
(૫)
સૂંઠ, ગંઠોડા, મરી, ગળોસત્ત્વ, આમળાં
(૫) પરવાળાં, મોતી, શંખ, છીપ, કોડી. (વૈદક)
(જુઓઃ પ્રવાલ પંચામૃત)
પંચાયતન (૫)
ઈશાનમાં વિષ્ણુ, અગ્નિમાં સૂર્ય, નૈઋત્યમાં ગણેશ, વાયવ્યમાં દેવી, વચ્ચે શંકર
પંચાક્ષરી મંત્ર (૩)
નમ: શિવાય- શૈવભક્તોનો
રામાય નમઃ- રામ ભક્તોનો
વૈષ્ણવે નમઃ- વૈષ્ણવોનો
પાંડવ (૫)
યુધિષ્ઠિર (સત્યપ્રિય), ભીમ (બળવાન), અર્જુન (શૌર્યયુક્ત), સહદેવ (દૂરદર્શી), નકુળ (કલા પ્રવીણ).
પાંડવ અજ્ઞાતવાસ નામ (૬)
કંક (યુધિષ્ઠિર), બલ્લવ (ભીમ), બૃહન્નલા (અર્જુન), તંતીપાલ
(સહદેવ), ગ્રંથિક (નકુળ), સૈરન્ધ્રી (દ્રૌપદી).
પાંડિત્ય (૫).
વક્તૃત્વ, આગામિત્ર, શાસ્ત્ર સંસ્કાર, પ્રૌઢિત્વ, સારસ્વતપ્રમાણ. (૫) વક્તૃત્વ, કવિત્વ, વાદિત્વ, આગમિકત્વં, સારસ્વતપ્રમાણ (વ. ૨. કો.)
પંચરંગી (૫)
લાલ, લીલો, પીળો, ધોળો, કાળો.
પોંખણ (૪)
ઘૂંસરી, મૂસળ, વલોણું, ત્રાક.
પ્રકૃતિ (૬)
પૃથ્વી, જળ, વાયુ, આકાશ, મન, બુદ્ધિ.
(૮)
સુમંત્ર, પંડિત, મંત્રી, પ્રધાન, સચિવ, અમાત્ય, પ્રતિનિધિ, પ્રાઙવિવાક.
(૮)
રાજા, અમાત્ય, સુહૃદ, કોશ, રાષ્ટ્ર, દુર્ગ, બલ, પ્રજા (રાજયાંગ)
(૮)
અવ્યક્ત, મહત્, અહંકાર, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ
પ્રજાપતિ (૧૦).
મરીચિ, અત્રિ, અંગિરા, પુલસ્ત્ય, પુલહ, કેતુ, પ્રચેતા, વસિષ્ઠ, ભૃગુ, નારદ,
(૨૧)
બ્રહ્મા, સૂર્ય, મનુ, દક્ષ, ભૃગુ, ધર્મરાજ, યમરાજ, મરીચિ, અંગિરા, અત્રિ, પુલસ્ત્ય, પુલહ, ક્રતુ, વસિષ્ઠ, પરમેષ્ઠી, વિવસ્વાન, સોમ, કદમ, ક્રોધ, અર્વાક, ક્રીત.
પ્રણવ (૩)
અકાર, ઉકાર, મકાર.
પ્રણવમંત્ર (૧)
પ્રતિક્રમણ (૫)
આશ્રવદ્વાર, મિથ્યાત્વ, કષાય, યોગ, ભાવ.
પ્રતિમા (૮)
પત્થર, લાકડું, ધાતુ, માટી, ચિત્ર, મણિ, માનસિક, છાણ
પ્રતિવાસુદેવ (૯)
અશ્વગ્રીવ, તારક, મોદક, મધુ, નિશુંભ, બલિ, પ્રહલાદ, રાવણ જરાસંધ.
પ્રતીત્યસમુત્પાદ (૧૨)
અવિદ્યા, સંસ્કાર, વિજ્ઞાન, નામરૂપ, ષડાયતન, સ્પર્શ, વેદના, તૃષ્ણા, ઉપાદાન, ભય, જાતિ, દુઃખ
પ્રત્યક્ષ જ્ઞાન (૬)
શ્રવણ, ચાક્ષુષ, સ્પર્શન, રાસન, ધ્રાણજ, માનસ
પ્રબોધ (૪) બાલસંસ્કરણ, શાસ્ત્ર, પ્રજ્ઞા, તત્ત્વનિશ્ચય. (વ.૨.કો.)
પ્રભુત્વ (૫)
કુલ, જ્ઞાન, દાન, સ્થાન, અભય, (વ.૨.કો.)
પ્રમાણ (૩)
પ્રત્યક્ષ, અનુમાન, શ્રુતિપ્રમાણ અથવા શબ્દ.
(૪)
પ્રત્યક્ષ, પરોક્ષ, અનુમાન, શબ્દપ્રમાણ.
(૬)
પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થાપત્તિ, અનુપલબ્ધિ. (૯) પ્રત્યક્ષ, અનુમાન, શબ્દ, ઉપમાન, અર્થપત્તિ, અનુપલબ્ધિ,
સંભવ, ઐતિહ્ય, ચેષ્ટા.
પ્રમાદ (૫)
મદ, વિષય, કષાય, નિદ્રા, કથા (જૈનમત).
(૮)
અજ્ઞાન, સંશય, મિથ્યાજ્ઞાન, રાગ, દ્વેષ, સ્મૃતિભ્રંશ, ધર્મ-અનાદર, યોગદુષ્પ્રણિધાન.
પ્રમેય પદાર્થ (૧૨)
આત્મા, શરીર, ઇન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દોષ, પ્રત્યભાવ, ફલ, દુઃખ, અપવર્ગ.
પ્રમોદ (૧૦)
જ્ઞાન, દાન, બળ, રાજ્ય, વિનોદ, વૈરનિગ્રહ, શૌર્ય, ધર્મ, સુખ, શૌચ.
પ્રયાગ (૪)
દેવપ્રયાગ, કર્ણપ્રયાગ, રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ.
(૭)
રુદ્રપ્રયાગ, નંદપ્રયાગ, કર્ણપ્રયાગ, દેવપ્રયાગ, પાર્વતીપ્રયાગ, રાઘવપ્રયાગ, પ્રયાગરાજ.
પ્રલય (૪).
નિત્ય નૈમિત્તિક, પ્રાકૃતિક, આત્યંતિક.
(૫)
નિત્ય, નૈમિત્તિક, દૈનિક, મહાપ્રલય, આત્યંતિક.
(૫)
સુષુપ્તિ, મૂર્છા, મૃતિ, પુનઃ શરીર પ્રાપ્તિ, દૈનંદિન.
પ્રલયમેઘ (૭)
સંવર્ત, ભીમનાદ, દ્રોણ, ચંડ, બલાહક, વિદ્યુત્પતાક, શોણ.
પ્રવાલ પંચામૃત (૫)
પરવાળાં, મોતી, શંખ, છીપ, કોડી (વૈદક) (જુઓઃ પંચામૃત)
પ્રસ્તાવના (૫)
ઉદ્ઘાટક, કથોદ્ઘાત, પ્રયોગાતિશય, પ્રવર્તક, અવગલિત.
પ્રસ્થાનત્રયી (૩)
ઉપનિષદ, બ્રહ્મસૂત્ર, ગીતા.
પ્રહરરાગ (૮)
ખટ, રામકલી, ગુણકલી, ગુર્જરી, ગંધાર, દેવગિરી, બિલાવલ, મધુમાલતી, ભૈરવી, (૧લો પ્રહર)
સરપદા, અલહૈયા, કોકબ, શુહા, દેશાખી, તોડી, પટમંજરી આસાવરી, બરહંસ (૨જો પ્રહર)
સારંગ, પૂર્વી, ગૌડસારંગ, ધનાશ્રી, નટ, (૩જો પ્રહર)
શ્રીરાગ, માલવ, બેરારી, ગૌડી, શ્યામ કલ્યાણ (૪થો પ્રહર)
હમીર, કલ્યાણ, યમન, ભૂપાલ, કાનડા. (૫મો પ્રહર)
બાગેશ્રી, કાનડા, આડાના, ખમાથ, કેદાર, જેજેવંત (૬ઠ્ઠો પ્રહર)
બિહાગ, સોહની, શંકરાભરણ, સોરઠ, હિંડોળ (૭ મો પ્રહર)
પરજ, કાલિંગડો, લલિત, માલકોશ, વિભાસ (૮મો પ્રહર)
પ્રાકૃતભાષા (૮)
પાલિ, પૈશાચી, ચૂલિકા પૈશાચી, માગધી, શૌરસેની, અર્ધ-માગધી, મહારાષ્ટ્રી, અપભ્રંશ.
પ્રાણ (૧૦)
પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન, નાગ, કૂર્મ, કૃકલ, દેવદત્ત, ધનંજય.
પ્રાણધારી (૧૫)
અસૂર, ગંધર્વ, કિન્નર, કિંપુરુષ, યક્ષ, રાક્ષસ, ભૂત, પ્રેત, પિશાચ, અપસ્મારક, અપ્સરા, બ્રહ્મરાક્ષસ, કૂષ્માંડ, દેવ, મનુષ્ય
પ્રાણાયામ (૩)
પૂરક, કુંભક, રેચક.
(૮)
સૂર્યભેદન, ઉજજામય, સીત્કર, શીતલ, ભસ્ત્રિક, ભ્રામર, પ્લાવિન.
પ્રાતિહાર્ય (૮)
રક્તઅશોક, પુષ્પવૃષ્ટિ, દિવ્યધ્વનિ, ચામર, સિંહાસન, પ્રભામંડલ, દેવદુંદુભિ, ત્રિછત્ર.
પ્રાપ્તિ (૭)
જ્ઞાન, ધર્મ, બલ, કામ, વિજ્ઞાન, પાત્રસંગ્રહ, મહાર્થે ભૂભુજ નિત્ય પ્રાપ્તિ.
પ્રાયશ્ચિત (૫)
જપ, તર્પણ, હામ, પ્રમાર્જન, બ્રહ્મભોજન.
પ્રારબ્ધ (૩)
સ્વેચ્છા, અનિચ્છા, પરેચ્છા.
પ્રીતિ (૪)
નૈસર્ગિક, વિષયા, સમ, અભ્યાસજ.
(૪)
વિષયાત્મિકા, સંપ્રત્યાત્મિકા, આભિમાનિકી, આભ્યાસિકી.
(૪)
સ્નેહ, આસક્તિ, વ્યસન, તન્મયતા.
પૃથ્વી (૮)
રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમઃ
પ્રભા, તમસ્તમ:પ્રભા, ઈષપ્રામ્ભારા.


</poem>
</poem>

Navigation menu