ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/તમારાં ચરણોમાં: Difference between revisions

Jump to navigation Jump to search
પ્રૂફ
No edit summary
(પ્રૂફ)
 
(One intermediate revision by one other user not shown)
Line 51: Line 51:
એ વાતમાં તો મનેય શંકા નહોતી. નીલાના સાન્નિધ્યમાં આનંદનો એક એવો પ્રવાહ એની દૃષ્ટિમાંથી વહી રહેતો કે એ કશું ન બોલે તોયે અણઊઘડ્યા ફૂલ જેવા એના પ્રેમની સુવાસ હવામાં પથરાઈ જતી. નીલા પાસે ધનની ખુમારી નહોતી, કિસન પાસે ગરીબીની લાચારી નહોતી. મેળ અકલ્પ્યો હતો, છતાં સુંદર હતો. મને એ ગમ્યો.
એ વાતમાં તો મનેય શંકા નહોતી. નીલાના સાન્નિધ્યમાં આનંદનો એક એવો પ્રવાહ એની દૃષ્ટિમાંથી વહી રહેતો કે એ કશું ન બોલે તોયે અણઊઘડ્યા ફૂલ જેવા એના પ્રેમની સુવાસ હવામાં પથરાઈ જતી. નીલા પાસે ધનની ખુમારી નહોતી, કિસન પાસે ગરીબીની લાચારી નહોતી. મેળ અકલ્પ્યો હતો, છતાં સુંદર હતો. મને એ ગમ્યો.


બીજે દિવસે, પાત્રની શોધમાં તમે બહારગામ ગયા હતા ત્યાંથી પાછા આવ્યા. આવીને તરત જ આનંદથી છલકાતે અવાજે તમે કહ્યું : ‘નીલાનું નસીબ તો રાજરાણી જેવું છે. એવું સરસ પાત્ર મળ્યું છે, જેવું સો વરસનું તપ કરવાથીયે ન મળે!’ શંકાથી, ભયથી, વેદનાથી હું ફિક્કી પડી ગઈ. નીલાનું આ નસીબ હતું? અને તમારી પેલી પ્રામાણિક માન્યતા…! તમને જેને માટે લાગણી હોય એને તમે જ તમારા પ્રયત્નો વડે સુખી કરો એવી તમારી ગાંડી ઘેલછા! નિરાંતે બેસતાં બેસતાં તમે એનું વર્ણન કર્યું અને એક ફોટો મારી પાસે ધરી દીધો. નિ:શંક ફોટો તો ખૂબ સુંદર હતો. ‘આવા છોકરા કાંઈ વારંવાર મળતા નથી.’ તમે કહ્યું. ‘કેટલી મહેનતે મળ્યું! છોકરો જોઈને હું તો ખુશ થઈ ગયો. આસપાસનાં બધાં ગામોમાં એનું ઘર શ્રેષ્ઠ ગણાય છે. સંપત્તિ પારાવાર ને ઘરના માણસો પણ કુલીન ને સંસ્કારી. નીલાનો ફોટો જોઈને એમણે હા તો પાડી છે, પણ એકાદ વાર એ બધાં અહીં આવશે, પછી છેલ્લું નક્કી થશે. જોકે હવે કાંઈ શંકા રાખવાની જરૂર નથી. ઘરની ને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ તો આપણે, પણ એનાં સમોવડિયાં જ છીએ. અને નીલા…’ એકાએક અટકી જઈ તમે મારી સામે જોયું. તમારી વાક્‌ધારા અટકી પડી. મારું મોં પડી ગયું હતું… મોં ઉપર શ્યામ છાયા ફરી વળી હતી. આશ્ચર્યથી તમે પૂછ્યું, ‘આમ કેમ? કાંઈ ન ગમ્યું શું?’ કેમે કર્યાં મારાં આંસુઓને હું રોકી શકી નહીં. તમારા શબ્દેશબ્દમાં ભરેલો ઉત્સાહ મારા મન પર કુઠારની ધારની જેમ પડતો હતો. તમારા ચિત્રની સામે ઊભેલી કિસનની, રમતિયાળ, પ્રસન્ન મુદ્રા મારા મનને ચિત્કારના સૂરથી ભરી દેતી હતી. નીલા… નીલા એણેય શું આખરે તમારી જ ઇચ્છા પ્રમાણે કરવું પડશે? તમે જ શોધેલા સુખને એણે સ્વીકારી લેવું પડશે?
બીજે દિવસે, પાત્રની શોધમાં તમે બહારગામ ગયા હતા ત્યાંથી પાછા આવ્યા. આવીને તરત જ આનંદથી છલકાતે અવાજે તમે કહ્યું : ‘નીલાનું નસીબ તો રાજરાણી જેવું છે. એવું સરસ પાત્ર મળ્યું છે, જેવું સો વરસનું તપ કરવાથીયે ન મળે!’ શંકાથી, ભયથી, વેદનાથી હું ફિક્કી પડી ગઈ. નીલાનું આ નસીબ હતું? અને તમારી પેલી પ્રામાણિક માન્યતા…! તમને જેને માટે લાગણી હોય એને તમે જ તમારા પ્રયત્નો વડે સુખી કરો એવી તમારી ગાંડી ઘેલછા! નિરાંતે બેસતાં બેસતાં તમે એનું વર્ણન કર્યું અને એક ફોટો મારી પાસે ધરી દીધો. નિ:શંક ફોટો તો ખૂબ સુંદર હતો. ‘આવા છોકરા કાંઈ વારંવાર મળતા નથી.’ તમે કહ્યું. ‘કેટલી મહેનતે મળ્યું! છોકરો જોઈને હું તો ખુશ થઈ ગયો. આસપાસનાં બધાં ગામોમાં એનું ઘર શ્રેષ્ઠ ગણાય છે. સંપત્તિ પારાવાર ને ઘરના માણસો પણ કુલીન ને સંસ્કારી. નીલાનો ફોટો જોઈને એમણે હા તો પાડી છે, પણ એકાદ વાર એ બધાં અહીં આવશે, પછી છેલ્લું નક્કી થશે. જોકે હવે કાંઈ શંકા રાખવાની જરૂર નથી. ઘરની ને પ્રતિષ્ઠાની દૃષ્ટિએ તો આપણે, પણ એનાં સમોવડિયાં જ છીએ. અને નીલા…’ એકાએક અટકી જઈ તમે મારી સામે જોયું. તમારી વાક્‌ધારા અટકી પડી. મારું મોં પડી ગયું હતું… મોં ઉપર શ્યામ છાયા ફરી વળી હતી. આશ્ચર્યથી તમે પૂછ્યું, ‘આમ કેમ? કાંઈ ન ગમ્યું શું?’ કેમે કર્યાં મારાં આંસુને હું રોકી શકી નહીં. તમારા શબ્દેશબ્દમાં ભરેલો ઉત્સાહ મારા મન પર કુઠારની ધારની જેમ પડતો હતો. તમારા ચિત્રની સામે ઊભેલી કિસનની, રમતિયાળ, પ્રસન્ન મુદ્રા મારા મનને ચિત્કારના સૂરથી ભરી દેતી હતી. નીલા… નીલા એણેય શું આખરે તમારી જ ઇચ્છા પ્રમાણે કરવું પડશે? તમે જ શોધેલા સુખને એણે સ્વીકારી લેવું પડશે?


વ્યથિત કંઠે મેં તમને બધી વાત કરી. તમે મારી પર ક્યારેય ગુસ્સે નહોતા થયા. તમે ગુસ્સો કર્યો નહીં, પણ તમારા મોં પર પેલા કિસન પ્રત્યેના તિરસ્કારની રેખાઓ સ્પષ્ટ ઊપસી આવી. ‘એવા ભિખારી છોકરા સાથે આપણી નીલા પરણશે? એની આંખો આડે તો આકર્ષણના પડદા ઢળી પડ્યા છે, પણ તેં એમાં સંમતિ કેમ આપી?’
વ્યથિત કંઠે મેં તમને બધી વાત કરી. તમે મારી પર ક્યારેય ગુસ્સે નહોતા થયા. તમે ગુસ્સો કર્યો નહીં, પણ તમારા મોં પર પેલા કિસન પ્રત્યેના તિરસ્કારની રેખાઓ સ્પષ્ટ ઊપસી આવી. ‘એવા ભિખારી છોકરા સાથે આપણી નીલા પરણશે? એની આંખો આડે તો આકર્ષણના પડદા ઢળી પડ્યા છે, પણ તેં એમાં સંમતિ કેમ આપી?’
Line 77: Line 77:
{{Right|''શીલા.''}}
{{Right|''શીલા.''}}
{{Poem2Close}}
{{Poem2Close}}
{{HeaderNav
|previous=[[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કુન્દનિકા કાપડિયા/પ્રેમનાં આંસુ|પ્રેમનાં આંસુ]]
|next = [[ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/ઇવા ડેવ/તરંગિણીનું સ્વપ્ન|તરંગિણીનું સ્વપ્ન]]
}}

Navigation menu